ગુજરાતમાં બે લાખ કરોડના પ્રોજેક્ટો હાથ ધરાશે : ગડકરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાલ ચાલી રહેલા અને કેટલાક સૂચિત રોડ પ્રોજેક્ટોની આજે જાહેરાત કરી હતી. ગડકરીએ ૬૭૫ કિલોમીટરના રાષ્ટ્રીય મહામાર્ગની જાહેરાત કરી હતી. ગુજરાત માટે બે લાખ કરોડના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવી છે. સોમનાથ-ભાવનગર હાઈવે માટે કામ શરૃ કરતી વેળા પોતાના ભાષણમાં ગડકરીએ કહ્યું હતું કે, ૮૬૬ કિમીની લંબાઈમાં ગુજરાતમાં ૮૭૫૨ કરોડની કિંમતના ૨૫ પ્રોજેક્ટો શરૃ થઇ ચુક્યા છે જ્યારે ૩૨૮ કિમીના ૪૯૧૬ કરોડની કિંમતના બીજા ૧૨ પ્રોજેક્ટો આગામી ત્રણ મહિનામાં શરૃ કરાશે. ગુજરાતમાં ૧૮ પ્રોજેક્ટો માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ઉપર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટો ૪૧૦૦૦ કરોડના છે. ગડકરીએ કહ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને કામગીરી ટૂંક સમયમાં જ શરૃ કરાશે. બે વર્ષમાં ગુજરાતમાં માત્ર માર્ગ સેક્ટરમાં એક લાખ કરોડના કામ હાથ ધરાશે.

કેન્દ્ર સરકાર જો જરૃર પડશે તો વધુ ૧૦થી ૧૫ હજાર કરોડ આપશે. ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સીઆરએફ ફંડ હેઠળ ૪૭૩ કરોડ મંજુર કર્યા છે. આગામી વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦ કિમીના રોડ બનાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સોમનાથમાં સોમનાથ-ભાવનગરના ૨૫૬ કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચાર માર્ગીકરણ કાર્યનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાવતા ગુજરાતમાં આગામી બે વર્ષમાં માર્ગો અને બંદરોના માળખાકીય વિકાસ માટે રૃપિયા ૨ લાખ કરોડ કેન્દ્ર સરકાર ફાળવશે તેવી જાહેરાત કરી હતી.

તેમણે ગુજરાતના સાત માર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવાનું કેન્દ્ર સરકાર સમક્ષ વિચારાધીન છે તેની વિગતો આપતા કહ્યું કે, માળિયા-દ્વારકા ઓખા રોડ રાજમાર્ગ ૨૯૦ કિમી, ભાવનગર-ધોલેરા-એસઆઈઆરથી ખંભાત સુધીનો ૨૦૦ કિમીનો માર્ગ, નારાયણ સરોવર-લખપત ૩૩ કિમી, રાધનપુર-શામળાજી વાયા વડનગર ૧૯૧ કિમી, એરૃ ચાર રસ્તાથી તિથલ ઉમરસાડી ૮૦ કિમી, અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા કેવડિયા કોલોની ૭૨ કિમી એણ કુલ ૬૭૫ કિમીના રાજ્યમાર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગમાં તબ્દીલ કરવાની વિગતો આપી હતી. તેમણે સોમનાથ-પોરબંદર દ્વારકાના ૨૧૦ કિમીના કોસ્ટલ હાઇવેને રૃપિયા ૩ હજાર કરોડના ખર્ચે ૧૫ ઓગસ્ટ-૨૦૧૬ સુધીમાં કાર્યારંભ કરાશે તેમ જણાવ્યું હતું. અમદાવાદ-ધોલેરા-એસઆઈઆર માર્ગને સિક્સલેન કરવાની તથા દ્વારકા-બેટ દ્વારકા વચ્ચે રૃપિયા ૪૯૦ કરોડના ખર્ચે પુલ બાંધવાની તેમણે જાહેરાત કરી હતી.

 

જમ્મુ કાશ્મીર : ૫૦ ત્રાસવાદી ઘુસવામાં સફળ રહ્યાના અહેવાલ


જમ્મુ કાશ્મીરમાં હવે વધુ હુમલાઓનો ખતરો સતત તોળાઇ રહ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરમાં સફળરીતે ઘુસણખોરી કરી ગયેલા ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્રાસવાદીઓ ઘુસી ગયા બાદ પરિસ્થિતીનો લાભ લઇને આ ત્રાસવાદીઓ હુમલા કરી શકે છે. આ અહેવાલ બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી રહી છે.

પોલીસ ફોર્સ પર હાલમાં કરવામાં આવેલા હુમલાથી સંકેત મળે છે કે હજુ વધુ હુમલા કરવામાં આવી શકે છે. વર્ષ ૨૦૧૬ના પ્રથમ ચાર મહિનાના ગાળામાં ૨૬ જેટલા ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવામાં સફળ થઇ ગયા હતા. ગયા વર્ષે ૩૩ ત્રાસવાદીઓએ ઘુસણખોરી કરી હતી. જેની સામે આ વર્ષમાં પહેલાથી આંકડો ખતરનાક દેખાઇ રહ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે સિઝનમાં શક્ય તેટલા વધઘુને વધુ ત્રાસવાદીઓને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા વિન્ટરના ગાળામાં હિમવર્ષો પ્રમાણમાં ઓછી રહ્યા બાદ વધુ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે મોટી સંખ્યામાં ત્રાસવાદીઓને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યા છે.વર્ષ ૨૦૧૫માં ૧૨ મહિનાના  ગાળામાં ૪૬ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવાની સામે આ વર્ષે ૩૦મી એપ્રિલ સુધીના ગાળામાં સુરક્ષા દળો દ્વારા ૪૫ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદ સાથે સંબંધિત બનાવોમાં નાગરિક અને સુરક્ષા દળના પક્ષે ખુવારી મર્યાદિત રહી છે. આંંકડો ક્રમશ ત્રણ અને આઠનો રહ્યો છે.
સમગ્ર ૨૦૧૫માં આ આંકડો ૧૭ નાગરકો અને ૩૯ સુરક્ષા જવાનોનો રહ્યો હતો. મેના અંત સુધી આંકડો અલગ દેખાઇ રહ્યો છે. આ સપ્તાહની શરૃઆતમાં શ્રીનગરમાં જાદીબલ અને તેંગપોરા વિસ્તારમાં જેશના ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ પોલીસ જવાન શહીદ થયા હતા. એજ દિવસે જમ્મુ કાશ્મીરના પાટનગરમાં બે ત્રાસવાદીઓને પણ ઠાર કરી દેવામાં આવ્યા હતા.  ઘુસણખોરીમાં વધારો થવા માટે કેટલાક કારણો દેખાઇ રહ્યા છે. એકબાજુ સુરક્ષા દળોના કઠોર વલણના કારણે ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. જેથી તેમની હાજરી સાબિત કરવા તેમના પર દબાણ વધી રહ્યુ છે. એક ટોપના અધિકારીએ કહ્યુ છે કે ૫૦થી વધારે ત્રાસવાદીઓ છેલ્લા એક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરી ગયા છે. વધુ ત્રાસવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારીમાં છે. એન્કાઉન્ટરમાં વધારે  ત્રાસવાદીઓના મોત પણ થઇ રહ્યા છે. કેન્દ્રિય સુરક્ષા સંસ્થા સંકેત આપે છે કે પોલીસ પર બે હુમલા સાવધાની માટે ચેતવણી સમાન છે.

ત્રાસવાદીઓ સામે વધુ કઠોર ઓપરેશન હાથ ધરવાની જરૃરીયાત દેખાઇ રહી છે. ત્રાસવાદીઓ કોઇ પણ સમય હુમલાને અંજામ આપી શકે છે. કેટલાક મામલામાં ત્રાસવાદીઓને સ્થાનિક લોકોનો ટેકો પણ છે. આવી સ્થિતીમાં ત્રાસવાદીઓને શોધી કાઢવાની બાબત પણ પડકારરૃપ છે. જેથી હુમલાનો ખતરો વધી ગયો છે. હાલમાં સતત નજર રાખવાની જરૃર દેખાઇ રહી છે.સાથે સાથે સઘન સુરક્ષા છતાં ઘુસણખોરી કેમ થઇ જાય છે તે મામલે પણ ધ્યાન આપવાની જરૃર છે.

 

નરેન્દ્ર મોદી હજુ વડાપ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીહજુ પણ વડાપ્રધાનપદના દેશના સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે રહ્યા છે. જો કે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હવે મોદી માટે શક્તિશાળી હરિફ તરીકે ઉભરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આજે જ ચૂંટણી યોજાઇ જાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૨૮૬ બેઠકો મળી શકે છે. બીજી બાજુ એનડીએની મત હિસ્સેદારીમાં કોઇ ફેરફારની સ્થિતી રહેતી નથી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે અસહિષ્ણુતા દેશમાં ચોક્કસ પણે વધી છે. આ વાત સ્વીકાર કરનાર લોકોની સંખ્યા ૪૦ ટકા જેટલી રહી છે. દેશના લોકોને જે મોટા વિષય સતાવી રહ્યા છે તે પૈકી ૩૪ ટકા લોકો મોંઘવારીને મુખ્ય તકલીફ તરીકે ગણ ેછે. જ્યારે બીજા ૩૪ ટકા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર પણ મોટા કારણ તરીકે છે. જ્યારે સાત સાત ટકા લોકો માને છે કે અર્થતંત્ર અને ત્રાસવાદની સમસ્યા પણ દેશની સામે છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અચ્છે દિન આવ્યા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ૪૦ ટકા લોકોએ કહ્યુ છે કે ચોક્કસપણે અચ્છે દિન આવ્યા છે. જ્યારે ૩૧ ટકા લોકો અચ્છે દિન આવ્યા છે તેમ માનતા નથી. ૨૨ટકા લોકો એમ પણ કહે છે કે સ્થિતી પહેલા જેવી જ રહી છે. કોઇ ખાસ સુધારો થયો હતો. હાલમાં મોદી સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા જુદા જુદા મુદ્દાને લઇને થઇ રહી છે. જો કે મોંઘવારીની સમસ્યા તમામ લોકોને નડી રહી છે. મોદી સરકાર મોંઘવારી પર બ્રેક મુકે તેમ તમામ લોકો ઇચ્છે છે. સાથે સાથે ત્રાસવાદની ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે તેમ પણ તમામ લોકો ઇચ્છે છે.

 

નવ ટ્રેનોમાં મફત ગેમ અને ફિલ્મ હવે ડાઉનલોડ કરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

ભારતીય રેલવે ટૂંક સમયમાં યાત્રીઓને વધુ સુવિધા આપવાના પાસા ઉપર વિચારી રહી છે. યાત્રા દરમિયાન રેલવે દ્વારા ફિલ્મો ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલવેની પસંદગીની સુપર ફાસ્ટ અને ડબલ ડેકર ટ્રેનોમાં એક મર્યાદિત વાઈફાઇ હોટસ્પોટ મારફતે મફત ફિલ્મ અને ગેમ ડાઉનલોડ કરવાની મંજુરી આપવામાં આવશે. એટલું જ નહીં ટ્રેનોના સંદર્ભમાં નવી માહિતી અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા આ સુવિધા પ્રાયોગિક ધોરણે શરૃ કરવામાં આવી છે. આના માટે પસંદગીની ટ્રેનોના કોચમાં મર્યાદિત વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી તેની અંદર બેઠેલા યાત્રીઓને સુવિધાનો લાભ મળી શકે. આ યોજના હજુ પરિક્ષણના આધાર પર ચાલી રહી છે. બીકાનેર-સરાય રોહિલ્લા ટ્રેનમાં આ સુવિધા શરૃ કરવામાં આવી ચુકી છે. અધિકારીઓ તેની સફળતા અંગે અહેવાલની રાહ જોઈ રહ્યા છે ત્યારબાદ અને અન્ય ટ્રેનોમાં પણ શરૃ કરવામાં આવશે. બીકાનેર-દિલ્હી સરાય રોહિલ્લામાં આ સુવિધા હાલમાં આપવામાં આવી છે. તેના દ્વારા પ્રેસ પ્લે નામના એપ મફતમાં ડાઉનલોડ કરી શકાશે.

આ એપ દ્વારા યાત્રી પોતાની પસંદગીની ગેમ, સંગીત અને ફિલ્મો ડાઉનલોડ કરી શકશે. એપ ડાઉનલોડ કરી લેવામાં આવ્યા બાદ માત્ર ટ્રેનના યાત્રા દરમિયાન આ સેવાનો ઉપયોગ કરી શકાશે. અલબત્ત યાત્રા દરમિયાન આ સુવિધાનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરવામાં આવેલી સામગ્રીનો મોડેથી પણ ઉપયોગ કરી શકાશે. આ એપનો ઉપયોગ કરીને યાત્રા દરમિયાન જો કોઇ ફિલ્મ ડાઉનલોડ કરવામાં આવી છે તો તેને પોતાની હાર્ડડિસ્કમાં મુકીને મોડે પણ જોઇ શકાય છે. ટ્રેનની અંદર વાઈફાઇની સ્થિતિમાં આ સુવિધા મળશે.

 

સ્માર્ટ ફોન ફ્રીડમ ૨૫૧ની નોંધણી શરૃ : લોકોને રાહત

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

નોઇડાની કંપની રિંગિંગ બેલ્સ દ્વારા લોચ કરવામાં આવેલા સૌથી સસ્તા સ્માર્ટ ફોન ફ્રીડમ ૨૫૧ની નોંધણી શરૃ થઇ ગઇ છે.  ફોન બુક કરતા પહેલા કંપની ગ્રાહકોની નોંધણી કરી રહી છે. નોંધણી શરૃ થઇ ગયા બાદ ૪૮ કલાકની અંદર કંપની આપના ઇમેઇલ પર ચુકવણી સાથે સંબંધિત  લિન્ક મોકલશે. એક ઇમેલ આઇડી મારફતે માત્ર એક ફોન બુક કરી શકાશે. ફોનના ઇચ્છુક લોકો માટે વેબસાઇટ મુકી દેવામાં આવી છે. કંપનીઓ ગઇકાલ સુધી એકથી વધારે ફોન બુક કરવાના વિકલ્પ આપ્યા હતા પરંતુ હવે આજે કંપનીએ આ વિકલ્પને દુર કરી દેતા ચર્ચા રહી હતી. કંપનીએ આજે પેમેન્ટ ઓપ્શનને દુર કરી દઇને નવી પ્રક્રિયા અપનાવી છે. કંપનીએ ગઇકાલે ફોન બુકિંગ કામગીરીને રોકી દીધી હતી. આના માટે કંપનીએ સર્વરના ઓવરલોડ થવા માટેના કારણ આપ્યા હતા. ફોન બનાવનાર કંપનીએ આ સંબંધમાં માફી માંગતા કહ્યુ હતુ કે વેબસાઇટ્સ પર પ્રતિ સેકન્ડ છ લાખ હિટ્સ આવી રહ્યા હતા. જેથી બુકિંગની પ્રક્રિયાને રોકી દેવામાં આવી હતી. બુકિંગ ૨૧મી ફેબ્રુઆરી સુધી પ્રાથમિક તબક્કામાં થનાર છે. ફો બુક થઇ ગયા બાદ ડિલીવરી આગામી ચાર મહિનામાં કરવામાં આવનાર છે સાથે સાથે ૪૦ રૃપિયા શિપિંગ ચાર્જ આપવામાં આવનાર છે. આની સાથે મળીને તેની કુલ કિંમત ૨૯૧ રૃપિયા થઇ જશે . દેશની મોબાઇલ કંપની રિંગિંગબેલ્સે સૌથી સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કર્યા બાદથી તેની ભારે ચર્ચા છે. આની કિંમત માત્ર ૨૫૧ રૃપિયા રાખવામાં આવી છે જેથી આ ફોનનું નામ ફ્રિડમ ૨૫૧ રાખવામાં આવ્યું છે.

રિંગિંગ બેલ્સના સ્માર્ટફોન ફ્રિડમ ૨૫૧ને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર દ્વારા લોંચ કરવામાં આવ્યા બાદ આની જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. લોન્ચિંગથી પહેલા કરવામાં આવેલા તમામ ટેસ્ટ સફળ સાબિત થયા છે. આ ોનમાં ૧.૩ ગીગાહર્ટ્સ ક્વાડકોટ પ્રોસેસર છે. સાથે સાથે વન જીબી રેમ અને ટુ જીબી ઇન્ટરનલ મેમોરી છે. આ ફોન સંપૂર્ણપણે  સ્વદેશી છે.  અત્રે નોંધનીય છે કે, હાલના સમયમાં સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમત ૧૫૦૦ રૃપિયાની આસપાસ છે. ફ્રીડમ ૨૫૧માં  ૧૦ વિશેષતા રહેલી છે. ફ્રિડમ ૨૫૧માં જે સુવિધા રહેલી છે તેનાથી લોકો આકર્ષિત થઇ શકે છે. આ ફોન સિમલેસ ઇન્ટરનેટ બ્રાઉસિંગ માટે થ્રીજી સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં મહિલાઓ, ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકો માટે ઉપયોગી કેટલીક પહેલાથી જ લોડેડ એપ્સ પણ રહેલી છે. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, યુકેન અને અન્ય એપ્સ પણ રહેલા છે. ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્સ લેવામાં આવેલા છે. ફ્રિડમ ૨૫૧ની બેટરી પણ એક વખત ચાર્જ કરવામાં આવ્યા બાદ દિવસભર ચાલે તેવી છે. સ્માર્ટ ફોન એક વર્ષની વોરંટી સાથે ઉપલબ્ધ બનશે. રિંગિંગ બેલ્સ દેશભરમાં ૬૫૦ સર્વિસ સેન્ટરો ધરાવે છે.

 

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી ક્રાઇસ્ટચર્ચમાં ટેસ્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ક્રાઇસ્ટચર્ચ,તા. ૧૯

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૃ થઇ રહી છે. આ ટેસ્ટ જીતીને એકબાજુ ઓસ્ટ્રેલિયા શ્રેણી જીતી જવા માટે ઇચ્છુક છે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ હારી ગયા બાદ ન્યુઝીલેન્ડ તેના દેખાવને સુધારવા માટે તૈયાર છે. વેલિગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર એક ઇનિગ્સ અને ૫૨ રને જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૩૨૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ માર્શે ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ ધ મેચ તરીકે વોગેસની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં વનડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ પ્રથમ ટેસ્ટમાં તેના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. ન્યુઝીલેન્ડે હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ વનડે શ્રેણીમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે  ઘરઆંગણે તેની કેપ્ટનશીપ પુરવાર કરી છે અને કેટલીક શ્રેણી જીતી પણ છે.મેક્કુલમ પોતાની કેરિયરની ૧૦૧મી ટેસ્ટ મેચ રમનાર છે. વર્તમાન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ મેક્કુલમ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેનાર છે. વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તે પહેલાથી જ જાહેરાત કરી ચુક્યો છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ ધરખમ દેખાવ કરવા સજ્જ દેખાઈ રહ્યા છે. ૧૯૮૬માં છેલ્લે ઓસ્ટ્રેલિયા પર ન્યુઝીલેન્ડે શ્રેણી જીતી હતી ત્યાર બાદથી ન્યુઝીલેન્ડનો દેખાવ નબળો રહ્યો હતો. બંને ટીમો પોતપોતાની રીતે દેખાવ કરવા માટે તૈયાર છે. ખાસ કરીને માર્ટિન ગુપ્ટિલ ભવ્ય ફોર્મમાં છે. મેક્કુલમ હજુ પણ ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તે જોતા ચોક્કસ નિરાશા પ્રવર્તી રહી છે. બીજી બાજુ બાજુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શાનદાર દેખાવ કરવા તૈયાર છે. પ્રથમ ટેસ્ટમાં જ વોગેસે બેવડી સદી ફટકારીને ન્યુઝીલેન્ડની મુશ્કેલીને વધારી દીધી હતી. ખ્વાજા પણ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર, સ્મીથ, વોગેસ પર તમામની નજર રહેશે. જેક્સન બર્ડનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૩ની શ્રેણી બાદ તે પ્રથમવખત ટેસ્ટ મેચમાં રમાનાર છે.

વર્તમાન શ્રેણીમાં હવે ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ માત્ર ડ્રો કરવાની જરૃર છે અને તે નંબર વન ટીમ બની જશે. ક્રાઇસ્ટચર્ચમાં જીત અથવા તો ડ્રોની સાથે તે નંબર વન ટેસ્ટ ટીમ બની જવાને લઇને ખેલાડીઓ ઉત્સુક છે. ન્યુઝીલેન્ડે છેલ્લે અહી વર્ષ ૨૦૧૪માં ડિસેમ્બરમાં શ્રીલંકા સામે ઓવલમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના તમામ ફોર્મેટમાં નંબર વન બનવા માટે  ઇચ્છુક છે. પીટર સીડલની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં જેમ્સ પેટિન્સનની વાપસી થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમમાં બ્રેસવેલની જગ્યાએ હેનરીની વાપસી થઇ છે. બીજી મેચ રોમાંચક બની શકે છે.  બન્ને ટીમો નીચે મુજબ છે.

ન્યુઝીલેન્ડ ઃ ગુપ્ટિલ, લાથમ, કેન વિલિયમસન, હેનરી બ્રેડન મેક્કુલમ, કોરી એન્ડરસન, વેટલિંગ, ડબ બ્રેસવેલ, માર્ક ક્રેગ, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ

ઓસ્ટ્રેલિયા ઃ ડેવિડ વોર્નર, જોશ બર્ન, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મીથ, એડમ વોગેસ, મિશેલ માર્શ, પીટર નેવિલ, પીટર સિડલ, હેઝલવુડ, લિયોન, જેક્શન બર્ડ

 

જેએનયુ વિખવાદનો સુત્રધાર ઉમર ખાલિદ છે ઃ નવો ધડાકો

સંસદ પર હુમલાના અપરાધી અફઝલ ગુરુને ફાંસીના વિરોધમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં યોજાયેલા કાર્યક્રમની રુપરેખા ઉંમર ખાલિદ નામના શખ્સે તૈયાર કરી હતી. ઉંમર ખાલિદ જેએનયુ વિવાદનો મુખ્ય સૂત્રધાર છે. કાશ્મીરી યુવાનો સાથે મળીને આ કાર્યક્રમ તૈયાર કરાયો હતો. આ ખુલાસો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા જેએનયુ વિદ્યાર્થી યુનિયનના લીડર કનૈયાકુમારે કર્યો છે. મળેલી માહિતી મુજબ ઉંમર ખાલિદ કાશ્મીરી અલગતાવાદીઓ સાથે સંબંધ ધરાવે છે. કનૈયાના ખુલાસા મુજબ ઉંમરની પાસે કાશ્મીરથી અનેક શકમંદ યુવાનો આવતા હતા. કનૈયાએ આક્ષેપ કર્યો છે કે, કાશ્મીરી યુવાનોએ ભારત વિરોધીપણ સપાટી ઉપર આવી છે કે, ભારતના ટુકડા કરવા અને અફઝલ ગુરુની શહીદીની તરફેણમાં નારા લગાવવામાં આવ્યા હતા. આ નારાબાજી કાશ્મીરી યુવાનોએ જ કરી હતી. સાતમી ફેબ્રુઆરીના દિવસે જેએનયુ સંકુલમાં ૧૦ કાશ્મીરી યુવાનો આવ્યા હતા. ઉંમર ખાલિદે મહિનાઓ સુધી આ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવાની યોજના બનાવી હતી. કાશ્મીરી યુવાનોની ઘુસણખોરીના બે દિવસ બાદ જેએનયુમાં મોટો વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓના એક ગ્રુપે અફઝલ અને ભટ્ટની ફાંસીને ન્યાયિક હત્યા ગણાવીને દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓએ દેશદ્રોહી નારા લગાવ્યા હતા. ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરીને કનૈયા કુમારની ધરપકડ કરી હતી જે હાલ રિમાન્ડ ઉપર છે. ધીમે ધીમે આ મામલો રાજકીય બની ગયો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વિવાદ અકબંધ છે ત્યારે કેટલીક ચોંકાવનારી બાબતો સપાટી ઉપર આવી છે. સંસદ પર હુમલાના અપરાધી અને જેને ફાંસી અપાઈ હતી તે અફઝલ ગુરુની મોતની તારીખ પહેલા બે દિવસ પૂર્વે જેએનયુ કેમ્પસમાં ૧૦ કાશ્મીરીઓ આવ્યા હતા. નવી વિગતો હજુ પણ ખુલી શકે છે. કનૈયા કુમાર સીપીઆઈ સંલગ્ન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ ફેડરેશન સાથે જોડાયેલો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ પહેલાથી જ દાવો કરી ચુક્યા છે કે, જેએનયુ કેમ્પસમાં આયોજિત કાર્યક્રમને પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન લશ્કરે તોઇબાના લીડર હાફીઝ સઇદનો ટેકો હતો. આ મામલે હાલમાં જોરદાર રાજનીતિ ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એકબીજા ઉપર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. આવા સમયમાં હવે નવી વિગત ખુલી છે.

 

આધુનિક પૃથ્વી-૨ મિસાઈલનું ફરી વખત સફળ પરિક્ષણ થયું

ભારતે આજે સ્વદેશીરીતે વિકસિત પરમાણુ સક્ષમ પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ મિસાઇલ ૩૫૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. બેલાસોર નજીક ચંદીપુર ખાતે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઈટીઆર)ના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી મોબાઇલ લોન્ચર મારફતે આ મિસાઇલનું સફળ પરીક્ષણ બપોરે ૧૦.૦૦ વાગે કરાયું હતું. સ્ટેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા મિસાઇલનો ટ્રાયલ ડેટા કરવામાં આવ્યા બાદ તેના પરિણામ હકારાત્મક રહ્યા છે.  સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, આકિલોગ્રામથી ૧૦૦૦ કિલોગ્રામ વોરહેડને લઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આજે સવારે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી મોબાઇલ લોંચર મારફતે તેનું પરીક્ષણ કરાયું હતું. મિસાઇલ ટેકનોલોજી ખુબ જ અતિઆધુનિક છે. આમા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેકિંગ સિસ્ટમની વ્યવસ્થા છે. પૃથ્વી-૨ મિસાઇલ ૨૦૦૩માં એસએફસીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતના પ્રતિષ્ઠાજનક ઇન્ટેગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ પ્રથમ મિસાઇલ છે. તેની ટેકનોલોજી હવે અસરકારક પુરવાર થઇ છે. આજના લોંચ કાર્યક્રમને લઇને જણાવવામાં આવ્યું છે કે, એસએફસીમાં નિયમિત ટ્રેનિંગકાર્યક્રમ તરીકે આને ગણવામાં આવે છે. પૃથ્વી-૨ મિસાઇલનું છેલ્લે ૧૪મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે પરીક્ષણ કરાયું હતું. આ પહેલા પરીક્ષણ સાતમી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે અને ત્યારબાદ ૨૮મી માર્ચ ૨૦૧૪ના દિવસે આ મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું. મિસાઇલના પરીક્ષણ બાદ વૈજ્ઞાનિક અને સંરક્ષણ નિષ્ણાતો ખુશખુશાલ દેખાયા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ બેલાસ્ટિક મિસાલિ ખુબ જ શક્તિશાળી છે. ડિરેક્ટર કેવી પ્રસાદે કહ્યું હતું કે, પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે.

 

રાહુલ રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપે છે ઃ અમિત શાહનો દાવો

 

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ કેન્દ્રમાં રહેલી સરકાર એક પછી એક સફળતા મેળવી રહી છે ત્યારે સફળતાના લાભ મેળવવાના બદલે બિનજરૃરી આક્ષેપબાજીમાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત છે અને હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવામાં પણ આગળ આવીરહ્યા છે.

કોંગ્રસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશ સમક્ષ માફી માંગવી જોઇએ અને આ મુદ્દે પાર્ટીનું વલણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કોંગ્રેસ લીડરશીપ ઉપર તેજાબી પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉપપ્રમુખ આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વચ્ચે પણ હવે તેઓ ભેદ કરી શકતા નથી. કેન્દ્ર સામે લડવામાં નિષ્ફળ રહેલા રાહુલ હવે બિનજરૃરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં અલગતાવાદીઓને ટેકો આપવાની કેમ ફરજ પડી રહી છે. દેશના બીજા ભાગલાની દિશામાં પ્રયાસો રાહુલ દ્વારા કરાઈ રહ્યા છે.

જેએનયુમાં જે કંઇપણ બન્યું છે તેને રાષ્ટ્ર તરફી ગણી શકાય નહીં. યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને ભારતીયો ક્યારે પણ સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીનું આ મુદ્દે વલણ શું છે તે સ્પષ્ટ થવું જોઇએ. ભાજપ પ્રમુખે રાહુલ ઉપર વધુ પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે એક પ્રતિષ્ઠિત સંસ્થા અલગતાવાદીઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે હબ બને ત્યારે કેન્દ્ર સરકાર મૌન રહે તેમ રાહુલ ઇચ્છે છે. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરતા જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓની સરખામણીમાં નાઝીગાળામાં જર્મનીમાં થયેલી ઘટનાઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ એડોલ્ફ હિટલરની વિચારધારાને અપનાવે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાહુલ ગાંધી આજના ભારતની સરખામણી હિટલરના જર્મની સાથે કરે છે. હિટલરની વિચારધારા માત્ર કોંગ્રેસના ડીએનએમાં જ રહેલી છે. અફઝલ ગુરુના સમર્થકોને ટેકો આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે તે અંગે ખુલાસો કરવો જોઇએ. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ ઉપપ્રમુખે અગાઉ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.

 

ભાજપ અને સંઘને ચારે બાજુ ત્રાસવાદ દેખાય છે

 

આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ આજે ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આસામમાં ચૂંટણી હોવાના પરિણામ સ્વરુપે ભાજપ અને સંઘના લોકો મેદાનમાં આવી ગયા છે. જેએનયુ વિવાદનો મુદ્દો અહીં પણ છવાયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને દરેક જગ્યાએ ત્રાસવાદ દેખાય છે. યુનિવર્સિટીમાં પણ ત્રાસવાદ દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો ભાષણબાજી કરવામાં અને ખોટા વચનો આપવા માટે જાણિતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ભાષણબાજી કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોટા મોટા ભાષણો આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયાની વાત દરરોજ કરી રહ્યા છે. નવા સ્લોગનો આપવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી બાદ મોદી બિહારમાં દેખાતા નથી. મહાત્મા ગાંધીને ગોળી મારનાર લોકો પણ આજ પ્રકારનું વલણ ધરાવતા હતા. બ્રિટિશ શાસનનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો હતો.

આસામમાં અન્ય એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો જુદા જુદા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે. આ લોકો વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. લોકોમાં ઘૃણા ફેલાવી રહ્યા છે. જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓ તમામ લોકોને દેખાઈ રહી છે. લોકો ઉપર બિનજરૃરી અભિપ્રાય લાદવામાં આવી રહ્યા છે. આસામના સોનિતપુર જિલ્લામાં પક્ષની બેઠકને પણ તેઓએ સંબોધી હતી. દેશની સંસ્કૃતિ પ્રત્યે ભાજપ અને સંઘને કોઇ સન્માન નથી. ભાજપને દરેક બાજુ તેમના વચનો જ દેખાય છે અને તેમના અભિપ્રાયને લાગૂ કરવામાં આવે તેમ ઇચ્છે છે. તેમના અભિપ્રાય સાથે જે લોકો સહમત નથી તે લોકોને ત્રાસવાદ તરીકે ગણવામાં આવે છે. ભાજપે વર્ષો સુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજનની નીતિ અપનાવી છે. ત્રાસવાદનો તરીકો પણ પણ લોકોને ગણાવ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તમામ સંસ્કૃતિનું સન્માન કરે છે. ભાઈચારા અને એકતાને મહત્વ આપે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope