Tag Archives: Prime Minister

નરેન્દ્ર મોદી હજુ વડાપ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીહજુ પણ વડાપ્રધાનપદના દેશના સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે રહ્યા છે. જો કે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હવે મોદી માટે શક્તિશાળી હરિફ તરીકે ઉભરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આજે જ ચૂંટણી યોજાઇ જાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૨૮૬ બેઠકો મળી શકે છે. બીજી બાજુ એનડીએની મત હિસ્સેદારીમાં કોઇ ફેરફારની સ્થિતી રહેતી નથી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે અસહિષ્ણુતા દેશમાં ચોક્કસ પણે વધી છે. આ વાત સ્વીકાર કરનાર લોકોની સંખ્યા ૪૦ ટકા જેટલી રહી છે. દેશના લોકોને જે મોટા વિષય સતાવી રહ્યા છે તે પૈકી ૩૪ ટકા લોકો મોંઘવારીને મુખ્ય તકલીફ તરીકે ગણ ેછે. જ્યારે બીજા ૩૪ ટકા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર પણ મોટા કારણ તરીકે છે. જ્યારે સાત સાત ટકા લોકો માને છે કે અર્થતંત્ર અને ત્રાસવાદની સમસ્યા પણ દેશની સામે છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અચ્છે દિન આવ્યા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ૪૦ ટકા લોકોએ કહ્યુ છે કે ચોક્કસપણે અચ્છે દિન આવ્યા છે. જ્યારે ૩૧ ટકા લોકો અચ્છે દિન આવ્યા છે તેમ માનતા નથી. ૨૨ટકા લોકો એમ પણ કહે છે કે સ્થિતી પહેલા જેવી જ રહી છે. કોઇ ખાસ સુધારો થયો હતો. હાલમાં મોદી સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા જુદા જુદા મુદ્દાને લઇને થઇ રહી છે. જો કે મોંઘવારીની સમસ્યા તમામ લોકોને નડી રહી છે. મોદી સરકાર મોંઘવારી પર બ્રેક મુકે તેમ તમામ લોકો ઇચ્છે છે. સાથે સાથે ત્રાસવાદની ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે તેમ પણ તમામ લોકો ઇચ્છે છે.