Tag Archives: Smart Phones

સ્માર્ટ ફોન ફ્રીડમ ૨૫૧ની નોંધણી શરૃ : લોકોને રાહત

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

નોઇડાની કંપની રિંગિંગ બેલ્સ દ્વારા લોચ કરવામાં આવેલા સૌથી સસ્તા સ્માર્ટ ફોન ફ્રીડમ ૨૫૧ની નોંધણી શરૃ થઇ ગઇ છે.  ફોન બુક કરતા પહેલા કંપની ગ્રાહકોની નોંધણી કરી રહી છે. નોંધણી શરૃ થઇ ગયા બાદ ૪૮ કલાકની અંદર કંપની આપના ઇમેઇલ પર ચુકવણી સાથે સંબંધિત  લિન્ક મોકલશે. એક ઇમેલ આઇડી મારફતે માત્ર એક ફોન બુક કરી શકાશે. ફોનના ઇચ્છુક લોકો માટે વેબસાઇટ મુકી દેવામાં આવી છે. કંપનીઓ ગઇકાલ સુધી એકથી વધારે ફોન બુક કરવાના વિકલ્પ આપ્યા હતા પરંતુ હવે આજે કંપનીએ આ વિકલ્પને દુર કરી દેતા ચર્ચા રહી હતી. કંપનીએ આજે પેમેન્ટ ઓપ્શનને દુર કરી દઇને નવી પ્રક્રિયા અપનાવી છે. કંપનીએ ગઇકાલે ફોન બુકિંગ કામગીરીને રોકી દીધી હતી. આના માટે કંપનીએ સર્વરના ઓવરલોડ થવા માટેના કારણ આપ્યા હતા. ફોન બનાવનાર કંપનીએ આ સંબંધમાં માફી માંગતા કહ્યુ હતુ કે વેબસાઇટ્સ પર પ્રતિ સેકન્ડ છ લાખ હિટ્સ આવી રહ્યા હતા. જેથી બુકિંગની પ્રક્રિયાને રોકી દેવામાં આવી હતી. બુકિંગ ૨૧મી ફેબ્રુઆરી સુધી પ્રાથમિક તબક્કામાં થનાર છે. ફો બુક થઇ ગયા બાદ ડિલીવરી આગામી ચાર મહિનામાં કરવામાં આવનાર છે સાથે સાથે ૪૦ રૃપિયા શિપિંગ ચાર્જ આપવામાં આવનાર છે. આની સાથે મળીને તેની કુલ કિંમત ૨૯૧ રૃપિયા થઇ જશે . દેશની મોબાઇલ કંપની રિંગિંગબેલ્સે સૌથી સસ્તો સ્માર્ટ ફોન લોન્ચ કર્યા બાદથી તેની ભારે ચર્ચા છે. આની કિંમત માત્ર ૨૫૧ રૃપિયા રાખવામાં આવી છે જેથી આ ફોનનું નામ ફ્રિડમ ૨૫૧ રાખવામાં આવ્યું છે.

રિંગિંગ બેલ્સના સ્માર્ટફોન ફ્રિડમ ૨૫૧ને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારીકર દ્વારા લોંચ કરવામાં આવ્યા બાદ આની જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. લોન્ચિંગથી પહેલા કરવામાં આવેલા તમામ ટેસ્ટ સફળ સાબિત થયા છે. આ ોનમાં ૧.૩ ગીગાહર્ટ્સ ક્વાડકોટ પ્રોસેસર છે. સાથે સાથે વન જીબી રેમ અને ટુ જીબી ઇન્ટરનલ મેમોરી છે. આ ફોન સંપૂર્ણપણે  સ્વદેશી છે.  અત્રે નોંધનીય છે કે, હાલના સમયમાં સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમત ૧૫૦૦ રૃપિયાની આસપાસ છે. ફ્રીડમ ૨૫૧માં  ૧૦ વિશેષતા રહેલી છે. ફ્રિડમ ૨૫૧માં જે સુવિધા રહેલી છે તેનાથી લોકો આકર્ષિત થઇ શકે છે. આ ફોન સિમલેસ ઇન્ટરનેટ બ્રાઉસિંગ માટે થ્રીજી સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં મહિલાઓ, ખેડૂતો, માછીમારો અને સામાન્ય લોકો માટે ઉપયોગી કેટલીક પહેલાથી જ લોડેડ એપ્સ પણ રહેલી છે. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ, યુકેન અને અન્ય એપ્સ પણ રહેલા છે. ગુગલ પ્લે સ્ટોરમાંથી આ એપ્સ લેવામાં આવેલા છે. ફ્રિડમ ૨૫૧ની બેટરી પણ એક વખત ચાર્જ કરવામાં આવ્યા બાદ દિવસભર ચાલે તેવી છે. સ્માર્ટ ફોન એક વર્ષની વોરંટી સાથે ઉપલબ્ધ બનશે. રિંગિંગ બેલ્સ દેશભરમાં ૬૫૦ સર્વિસ સેન્ટરો ધરાવે છે.