Tag Archives: Sports

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી ક્રાઇસ્ટચર્ચમાં ટેસ્ટ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ક્રાઇસ્ટચર્ચ,તા. ૧૯

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચ ખાતે શરૃ થઇ રહી છે. આ ટેસ્ટ જીતીને એકબાજુ ઓસ્ટ્રેલિયા શ્રેણી જીતી જવા માટે ઇચ્છુક છે. જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ હારી ગયા બાદ ન્યુઝીલેન્ડ તેના દેખાવને સુધારવા માટે તૈયાર છે. વેલિગ્ટન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર એક ઇનિગ્સ અને ૫૨ રને જીત મેળવી લેવામાં સફળતા મેળવી હતી. ન્યુઝીલેન્ડની ટીમ તેના બીજા દાવમાં માત્ર ૩૨૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી લિયોને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે મિશેલ માર્શે ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ ધ મેચ તરીકે વોગેસની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં વનડે શ્રેણીમાં ન્યુઝીલેન્ડે શાનદાર દેખાવ કર્યો હતો પરંતુ પ્રથમ ટેસ્ટમાં તેના સ્ટાર ખેલાડી ફ્લોપ રહ્યા હતા. ન્યુઝીલેન્ડે હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ વનડે શ્રેણીમાં હાર આપી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે  ઘરઆંગણે તેની કેપ્ટનશીપ પુરવાર કરી છે અને કેટલીક શ્રેણી જીતી પણ છે.મેક્કુલમ પોતાની કેરિયરની ૧૦૧મી ટેસ્ટ મેચ રમનાર છે. વર્તમાન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ મેક્કુલમ ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લેનાર છે. વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તે પહેલાથી જ જાહેરાત કરી ચુક્યો છે. ઘરઆંગણે ન્યુઝીલેન્ડના તમામ ખેલાડીઓ ધરખમ દેખાવ કરવા સજ્જ દેખાઈ રહ્યા છે. ૧૯૮૬માં છેલ્લે ઓસ્ટ્રેલિયા પર ન્યુઝીલેન્ડે શ્રેણી જીતી હતી ત્યાર બાદથી ન્યુઝીલેન્ડનો દેખાવ નબળો રહ્યો હતો. બંને ટીમો પોતપોતાની રીતે દેખાવ કરવા માટે તૈયાર છે. ખાસ કરીને માર્ટિન ગુપ્ટિલ ભવ્ય ફોર્મમાં છે. મેક્કુલમ હજુ પણ ફ્લોપ સાબિત થઇ રહ્યો છે. તે જોતા ચોક્કસ નિરાશા પ્રવર્તી રહી છે. બીજી બાજુ બાજુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો શાનદાર દેખાવ કરવા તૈયાર છે. પ્રથમ ટેસ્ટમાં જ વોગેસે બેવડી સદી ફટકારીને ન્યુઝીલેન્ડની મુશ્કેલીને વધારી દીધી હતી. ખ્વાજા પણ ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયા તરફથી વોર્નર, સ્મીથ, વોગેસ પર તમામની નજર રહેશે. જેક્સન બર્ડનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૩ની શ્રેણી બાદ તે પ્રથમવખત ટેસ્ટ મેચમાં રમાનાર છે.

વર્તમાન શ્રેણીમાં હવે ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ માત્ર ડ્રો કરવાની જરૃર છે અને તે નંબર વન ટીમ બની જશે. ક્રાઇસ્ટચર્ચમાં જીત અથવા તો ડ્રોની સાથે તે નંબર વન ટેસ્ટ ટીમ બની જવાને લઇને ખેલાડીઓ ઉત્સુક છે. ન્યુઝીલેન્ડે છેલ્લે અહી વર્ષ ૨૦૧૪માં ડિસેમ્બરમાં શ્રીલંકા સામે ઓવલમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયા ક્રિકેટના તમામ ફોર્મેટમાં નંબર વન બનવા માટે  ઇચ્છુક છે. પીટર સીડલની જગ્યાએ ઓસ્ટ્રેલિયાની ટીમમાં જેમ્સ પેટિન્સનની વાપસી થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમમાં બ્રેસવેલની જગ્યાએ હેનરીની વાપસી થઇ છે. બીજી મેચ રોમાંચક બની શકે છે.  બન્ને ટીમો નીચે મુજબ છે.

ન્યુઝીલેન્ડ ઃ ગુપ્ટિલ, લાથમ, કેન વિલિયમસન, હેનરી બ્રેડન મેક્કુલમ, કોરી એન્ડરસન, વેટલિંગ, ડબ બ્રેસવેલ, માર્ક ક્રેગ, ટીમ સાઉથી, ટ્રેન્ટ બોલ્ટ

ઓસ્ટ્રેલિયા ઃ ડેવિડ વોર્નર, જોશ બર્ન, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મીથ, એડમ વોગેસ, મિશેલ માર્શ, પીટર નેવિલ, પીટર સિડલ, હેઝલવુડ, લિયોન, જેક્શન બર્ડ