Links

નરેન્દ્ર મોદી હજુ વડાપ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીહજુ પણ વડાપ્રધાનપદના દેશના સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે રહ્યા છે. જો કે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હવે મોદી માટે શક્તિશાળી હરિફ તરીકે ઉભરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આજે જ ચૂંટણી યોજાઇ જાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૨૮૬ બેઠકો મળી શકે છે. બીજી બાજુ એનડીએની મત હિસ્સેદારીમાં કોઇ ફેરફારની સ્થિતી રહેતી નથી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે અસહિષ્ણુતા દેશમાં ચોક્કસ પણે વધી છે. આ વાત સ્વીકાર કરનાર લોકોની સંખ્યા ૪૦ ટકા જેટલી રહી છે. દેશના લોકોને જે મોટા વિષય સતાવી રહ્યા છે તે પૈકી ૩૪ ટકા લોકો મોંઘવારીને મુખ્ય તકલીફ તરીકે ગણ ેછે. જ્યારે બીજા ૩૪ ટકા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર પણ મોટા કારણ તરીકે છે. જ્યારે સાત સાત ટકા લોકો માને છે કે અર્થતંત્ર અને ત્રાસવાદની સમસ્યા પણ દેશની સામે છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અચ્છે દિન આવ્યા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ૪૦ ટકા લોકોએ કહ્યુ છે કે ચોક્કસપણે અચ્છે દિન આવ્યા છે. જ્યારે ૩૧ ટકા લોકો અચ્છે દિન આવ્યા છે તેમ માનતા નથી. ૨૨ટકા લોકો એમ પણ કહે છે કે સ્થિતી પહેલા જેવી જ રહી છે. કોઇ ખાસ સુધારો થયો હતો. હાલમાં મોદી સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા જુદા જુદા મુદ્દાને લઇને થઇ રહી છે. જો કે મોંઘવારીની સમસ્યા તમામ લોકોને નડી રહી છે. મોદી સરકાર મોંઘવારી પર બ્રેક મુકે તેમ તમામ લોકો ઇચ્છે છે. સાથે સાથે ત્રાસવાદની ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે તેમ પણ તમામ લોકો ઇચ્છે છે.

 

હોટ દિપિકા તેમજ રિતિક રોશનની જોડી ટુંકમાં હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડના બે સૌથી કુશળ કલાકારો પૈકી સ્ટાર રિતિક રોશન અને દિપિકાને હવે સાથે ચમકાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોને સફળતા મળે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન અને દિપિકાને લેવાની ગણતરી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક એવા રિતિક રોશને તમામ ટોચની અભિનેત્રીઓ સાથે ભૂમિકા કરી છે. પરંતુ દિપિકાની સાથે તેની જોડી હજુ સુધી સ્ક્રીન પર દેખાઇ નથી. હવે બન્નેને સાથે લેવામાં આવે તેવી શક્યતા છે.

સાજિદ દિપિકા સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહ્યા છે. જેમાં રિતિક રોશનને લેવાની હિલચાલ છે. રિતિક રોશન બોલિવુડમાં હાલમાં સૌથી મોઘા સ્ટાર પૈકીના એક તરીકે છે. તે કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત, કરીના કપુર સાથે દેખાઇ ચુક્યો છે. જો કે દિપિકા સાથે કામ કરવાની તક મળી નથી. ક્રિશ-૩ ફિલ્મમાં બન્નેને સાથે લેવાની યોજના હતી પરંતુ કોઇ કારણસર આ જોડી ચમકી ન હતી. અંતે ફિલ્મમાં પ્રિયંકા અને કંગનાને લેવામાં આવી હતી. હવે બન્નેને સાથે લેવાની પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. રિતિક હાલમાં આશુતોષની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં કામ કરવા માટે તેને જંગી નાણાંની ઓફર કરાઇ હોવાના અહેવાલ મળ્યા છે. રિતિકની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તેની માંગ સતત વધી રહી છે.

 

સોનમની નીરજામાં ભૂમિકાથી આમીરખાન પ્રભાવિત થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડની લોકપ્રિય સ્ટાર સોનમ કપુરની નવી ફિલ્મ નીરજા આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મમાં સોનમ કપુર સાહસી એરહોસ્ટેસની ભૂમિકા અદા કરવા જઇ રહી છે. આ ફિલ્મ ૨૩ વર્ષીય સાહસી ફ્લાઇટ એટેન્ડેન્ટ નીરજા ભાનોતની લાઇફ પર બનેલી ફિલ્મ છે. જે અપહરણ કરવામાં આવેલા વિમાનથી તમામ યાત્રીઓને બચાવી લેવાના પ્રયાસમાં પ્રાણોની આહુતિ આપે છે. વાસ્તિવક લાઇફ પર બનેલી ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં શાબના આઝમી, શેખર રાજજિયાનીની પણ ભૂમિકા છે. આ ફિલ્મની રજૂઆત થાય તે પહેલા તમામને ઇન્તજાર છે. આમીરખાને કહ્યુ છે કે આ ફિલ્મ જોરદાર સફળતા મેળવી લેશે. સોનમ કપુરની પ્રશંસા કરતા આમીરે કહ્યુ છે કે ફિલ્મ તમામ લોકોને ગમી જશે. ૫૦ વર્ષીય આમીરખાને કહ્યુ છે કે ફિલ્મમાં સોનમ કપુરે જોરદાર ભૂમિકા અદા કરી છે. હજુ સુધી સોનમ કપુર દ્વારા કરવામાં આવેલી તમામ ભૂમિકા કરતા આ ભૂમિકા અલગ છે.

સોનમ કપુરની ફિલ્મ  પ્રેમ રતન ધન પાયો બોલિવુડમાં સુપરહિટ સાબિત થઇ હતી. તે સફળતાના રેકોર્ડ સર્જી ગઇ હતી. જેમાં સલમાન ખાન સાથે તેની મુખ્ય ભૂમિકા હતી. સોનમ કપુર નવી અભિનેત્રીઓમાં સૌથી કુશળ તરીકે ઉભરી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો વધારે છે.

 

હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા વિલન તરીકે રહેશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હવે હોલિવુડ ફિલ્મોમાં પણ સતત ચર્ચા જગાવી રહી છે. આગામી દિવસોમાં તે વધુ લોકપ્રિયતા મેળવી લેવા માટેની તૈયારીમાં છે. પ્રાપ્ત અહેવાલ મુજબ હોલિવુડ ફિલ્મ બેવોચમાં પ્રિયંકા ચોપડા હવે વિલન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. પ્રિયંકા ફિલ્મમાં વિલન છે તેવી જાહેરાત ધ રોક જોન્સન દ્વારા કરવામાં આવી છે. વર્ષ ૧૯૯૦માં ભારે લોકપ્રિયતા જગાવનાર ટીવી સિરિઝ બેવોચ પર આધારિત ફિલ્મમાં તે કામ કરવા માટે જઇ રહી છે. ધ રોક જોન્સન દ્વારા ઓનલાઇન વિડિયોમાં આ અંગેની જાહેરાત કરી છે. ઇન્સ્ટેગ્રામ પોસ્ટમાં પ્રિયંકાનુ સ્વાગત કરતા જોન્સને કહ્યુ છે કે પ્રિયંકા આ રોલ માટે છવાઇ જશે. જોન્સને કહ્યુ છે કે પ્રિયંકા વિશ્વની સૌથી મોટી સ્ટાર પૈકીની એક તરીકે છે. હાલમાં પ્રિયંકા સાથે ફોટો પણ જોન્સને આપ્યો હતો. જે દરિયા કિનારાનો ફોટો છે. અમેરિકન શો ક્વાન્ટિકોમાં મુખ્ય રોલ કરીને અમેરિકા સહિતના દેશોમાં ભારે લોકપ્રિયતા મેળવી લેનાર પ્રિયંકા ચોપડા હવે સતત હોલિવુડમાં પણ સતત ફિલ્મો મેળવી રહી છે.

પ્રિયંકાએ ફિલ્મ એતરાજ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે નેગેટીવ ભૂમિકામાં હતી. બેવોચને કોઇ સમય વિશ્વમાં સૌથી વધારે જોવાતી હતી. બેવોચ સિરિયલ લોસએન્જલસ પ્રાંતમાં રહેલા લોકો પર આધારિત હતી. જે દરિયા કિનારે પેટ્રોલિંગ કરે છે. સૌથી પહેલા તેમા પામેલા એન્ડરસનની ભૂમિકા હતી. જેથી તે વધારે લોકો જોતા હતી. પ્રિયંકા આગામી સપ્તાહમાં ફિલ્મના અન્ય કલાકારો સાથે શુટિંગ હાથ ધરનાર છે. પ્રિયંકા હાલમાં ગંગાજલ-૨માં પણ કામ કરી રહી છે.