ગુજરાતમાં બે લાખ કરોડના પ્રોજેક્ટો હાથ ધરાશે : ગડકરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાલ ચાલી રહેલા અને કેટલાક સૂચિત રોડ પ્રોજેક્ટોની આજે જાહેરાત કરી હતી. ગડકરીએ ૬૭૫ કિલોમીટરના રાષ્ટ્રીય મહામાર્ગની જાહેરાત કરી હતી. ગુજરાત માટે બે લાખ કરોડના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવી છે. સોમનાથ-ભાવનગર હાઈવે માટે કામ શરૃ કરતી વેળા પોતાના ભાષણમાં ગડકરીએ કહ્યું હતું કે, ૮૬૬ કિમીની લંબાઈમાં ગુજરાતમાં ૮૭૫૨ કરોડની કિંમતના ૨૫ પ્રોજેક્ટો શરૃ થઇ ચુક્યા છે જ્યારે ૩૨૮ કિમીના ૪૯૧૬ કરોડની કિંમતના બીજા ૧૨ પ્રોજેક્ટો આગામી ત્રણ મહિનામાં શરૃ કરાશે. ગુજરાતમાં ૧૮ પ્રોજેક્ટો માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ઉપર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટો ૪૧૦૦૦ કરોડના છે. ગડકરીએ કહ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને કામગીરી ટૂંક સમયમાં જ શરૃ કરાશે. બે વર્ષમાં ગુજરાતમાં માત્ર માર્ગ સેક્ટરમાં એક લાખ કરોડના કામ હાથ ધરાશે.

કેન્દ્ર સરકાર જો જરૃર પડશે તો વધુ ૧૦થી ૧૫ હજાર કરોડ આપશે. ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સીઆરએફ ફંડ હેઠળ ૪૭૩ કરોડ મંજુર કર્યા છે. આગામી વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦ કિમીના રોડ બનાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સોમનાથમાં સોમનાથ-ભાવનગરના ૨૫૬ કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચાર માર્ગીકરણ કાર્યનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાવતા ગુજરાતમાં આગામી બે વર્ષમાં માર્ગો અને બંદરોના માળખાકીય વિકાસ માટે રૃપિયા ૨ લાખ કરોડ કેન્દ્ર સરકાર ફાળવશે તેવી જાહેરાત કરી હતી.

તેમણે ગુજરાતના સાત માર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવાનું કેન્દ્ર સરકાર સમક્ષ વિચારાધીન છે તેની વિગતો આપતા કહ્યું કે, માળિયા-દ્વારકા ઓખા રોડ રાજમાર્ગ ૨૯૦ કિમી, ભાવનગર-ધોલેરા-એસઆઈઆરથી ખંભાત સુધીનો ૨૦૦ કિમીનો માર્ગ, નારાયણ સરોવર-લખપત ૩૩ કિમી, રાધનપુર-શામળાજી વાયા વડનગર ૧૯૧ કિમી, એરૃ ચાર રસ્તાથી તિથલ ઉમરસાડી ૮૦ કિમી, અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા કેવડિયા કોલોની ૭૨ કિમી એણ કુલ ૬૭૫ કિમીના રાજ્યમાર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગમાં તબ્દીલ કરવાની વિગતો આપી હતી. તેમણે સોમનાથ-પોરબંદર દ્વારકાના ૨૧૦ કિમીના કોસ્ટલ હાઇવેને રૃપિયા ૩ હજાર કરોડના ખર્ચે ૧૫ ઓગસ્ટ-૨૦૧૬ સુધીમાં કાર્યારંભ કરાશે તેમ જણાવ્યું હતું. અમદાવાદ-ધોલેરા-એસઆઈઆર માર્ગને સિક્સલેન કરવાની તથા દ્વારકા-બેટ દ્વારકા વચ્ચે રૃપિયા ૪૯૦ કરોડના ખર્ચે પુલ બાંધવાની તેમણે જાહેરાત કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope