Tag Archives: Politics

રાહુલ રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપે છે ઃ અમિત શાહનો દાવો

 

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ કેન્દ્રમાં રહેલી સરકાર એક પછી એક સફળતા મેળવી રહી છે ત્યારે સફળતાના લાભ મેળવવાના બદલે બિનજરૃરી આક્ષેપબાજીમાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત છે અને હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવામાં પણ આગળ આવીરહ્યા છે.

કોંગ્રસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશ સમક્ષ માફી માંગવી જોઇએ અને આ મુદ્દે પાર્ટીનું વલણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કોંગ્રેસ લીડરશીપ ઉપર તેજાબી પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉપપ્રમુખ આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વચ્ચે પણ હવે તેઓ ભેદ કરી શકતા નથી. કેન્દ્ર સામે લડવામાં નિષ્ફળ રહેલા રાહુલ હવે બિનજરૃરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં અલગતાવાદીઓને ટેકો આપવાની કેમ ફરજ પડી રહી છે. દેશના બીજા ભાગલાની દિશામાં પ્રયાસો રાહુલ દ્વારા કરાઈ રહ્યા છે.

જેએનયુમાં જે કંઇપણ બન્યું છે તેને રાષ્ટ્ર તરફી ગણી શકાય નહીં. યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને ભારતીયો ક્યારે પણ સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીનું આ મુદ્દે વલણ શું છે તે સ્પષ્ટ થવું જોઇએ. ભાજપ પ્રમુખે રાહુલ ઉપર વધુ પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે એક પ્રતિષ્ઠિત સંસ્થા અલગતાવાદીઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે હબ બને ત્યારે કેન્દ્ર સરકાર મૌન રહે તેમ રાહુલ ઇચ્છે છે. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરતા જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓની સરખામણીમાં નાઝીગાળામાં જર્મનીમાં થયેલી ઘટનાઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ એડોલ્ફ હિટલરની વિચારધારાને અપનાવે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાહુલ ગાંધી આજના ભારતની સરખામણી હિટલરના જર્મની સાથે કરે છે. હિટલરની વિચારધારા માત્ર કોંગ્રેસના ડીએનએમાં જ રહેલી છે. અફઝલ ગુરુના સમર્થકોને ટેકો આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે તે અંગે ખુલાસો કરવો જોઇએ. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ ઉપપ્રમુખે અગાઉ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.

 

ભાજપ અને સંઘને ચારે બાજુ ત્રાસવાદ દેખાય છે

 

આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ આજે ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આસામમાં ચૂંટણી હોવાના પરિણામ સ્વરુપે ભાજપ અને સંઘના લોકો મેદાનમાં આવી ગયા છે. જેએનયુ વિવાદનો મુદ્દો અહીં પણ છવાયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને દરેક જગ્યાએ ત્રાસવાદ દેખાય છે. યુનિવર્સિટીમાં પણ ત્રાસવાદ દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો ભાષણબાજી કરવામાં અને ખોટા વચનો આપવા માટે જાણિતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ભાષણબાજી કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોટા મોટા ભાષણો આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયાની વાત દરરોજ કરી રહ્યા છે. નવા સ્લોગનો આપવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી બાદ મોદી બિહારમાં દેખાતા નથી. મહાત્મા ગાંધીને ગોળી મારનાર લોકો પણ આજ પ્રકારનું વલણ ધરાવતા હતા. બ્રિટિશ શાસનનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો હતો.

આસામમાં અન્ય એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો જુદા જુદા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે. આ લોકો વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. લોકોમાં ઘૃણા ફેલાવી રહ્યા છે. જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓ તમામ લોકોને દેખાઈ રહી છે. લોકો ઉપર બિનજરૃરી અભિપ્રાય લાદવામાં આવી રહ્યા છે. આસામના સોનિતપુર જિલ્લામાં પક્ષની બેઠકને પણ તેઓએ સંબોધી હતી. દેશની સંસ્કૃતિ પ્રત્યે ભાજપ અને સંઘને કોઇ સન્માન નથી. ભાજપને દરેક બાજુ તેમના વચનો જ દેખાય છે અને તેમના અભિપ્રાયને લાગૂ કરવામાં આવે તેમ ઇચ્છે છે. તેમના અભિપ્રાય સાથે જે લોકો સહમત નથી તે લોકોને ત્રાસવાદ તરીકે ગણવામાં આવે છે. ભાજપે વર્ષો સુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજનની નીતિ અપનાવી છે. ત્રાસવાદનો તરીકો પણ પણ લોકોને ગણાવ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તમામ સંસ્કૃતિનું સન્માન કરે છે. ભાઈચારા અને એકતાને મહત્વ આપે છે.

 

રાહુલને અમિત શાહના પ્રશ્ન

Amit Shah

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. રાહુલ ગાંધીને અમિત શાહે કરેલા આઠ પ્રશ્નો નીચે મુજબ છે.

       પાકિસ્તાન ઝિંદાબાદ જેવા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપીને શું રાહુલ ગાંધી આલગતાવાદી તત્વોને ટેકો આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈ ગયા છે

       અલગતાવાદીઓને ટેકો આપીને વાણી સ્વતંત્રતાના નામે ભાગલાવાદી નીતિને અપનાવી રહ્યા છે

       રાષ્ટ્રવિરોધી તત્વો સક્રિય રહે અને કેન્દ્ર સરકાર કોઇ પગલા લે તેમ રાહુલ ગાંધી ઇચ્છે છે

       રાષ્ટ્રવિરોધી તત્વોની તરફેણ કરીને રાહુલ ગાંધી રાષ્ટ્રવિરોધી પરિબળોને પ્રોત્સાહન આપી રહ્યા નથી

       ૧૯૭૫માં ઇમરજન્સી લાગૂ કરવામાં આવી ત્યારે લોકશાહીની પરિભાષા અને મૂલ્યો શું હતા તે રાહુલ જાણતા નથી

       ઇન્દિરા ગાંધીના હિટલર જેવા વલણના સંદર્ભમાં પણ રાહુલ ખુલાસો કરે

       અફઝલગુરુને ટેકો આપી રહેલા લોકો અને અલગતાવાદી સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને સમર્થન આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે

   સિયાચીન ગ્લેશિયરમાં માઇનસ ૫૦ ડિગ્રીમાં ફરજ બજાવનાર અને શહીદ થનાર લાન્સ નાયક હનુમંત થાપા સહિત ના જવાનોને રાહુલ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવા માંગે છે