રાહુલ રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપે છે ઃ અમિત શાહનો દાવો

 

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ કેન્દ્રમાં રહેલી સરકાર એક પછી એક સફળતા મેળવી રહી છે ત્યારે સફળતાના લાભ મેળવવાના બદલે બિનજરૃરી આક્ષેપબાજીમાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત છે અને હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવામાં પણ આગળ આવીરહ્યા છે.

કોંગ્રસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશ સમક્ષ માફી માંગવી જોઇએ અને આ મુદ્દે પાર્ટીનું વલણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કોંગ્રેસ લીડરશીપ ઉપર તેજાબી પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉપપ્રમુખ આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વચ્ચે પણ હવે તેઓ ભેદ કરી શકતા નથી. કેન્દ્ર સામે લડવામાં નિષ્ફળ રહેલા રાહુલ હવે બિનજરૃરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં અલગતાવાદીઓને ટેકો આપવાની કેમ ફરજ પડી રહી છે. દેશના બીજા ભાગલાની દિશામાં પ્રયાસો રાહુલ દ્વારા કરાઈ રહ્યા છે.

જેએનયુમાં જે કંઇપણ બન્યું છે તેને રાષ્ટ્ર તરફી ગણી શકાય નહીં. યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને ભારતીયો ક્યારે પણ સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીનું આ મુદ્દે વલણ શું છે તે સ્પષ્ટ થવું જોઇએ. ભાજપ પ્રમુખે રાહુલ ઉપર વધુ પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે એક પ્રતિષ્ઠિત સંસ્થા અલગતાવાદીઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે હબ બને ત્યારે કેન્દ્ર સરકાર મૌન રહે તેમ રાહુલ ઇચ્છે છે. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરતા જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓની સરખામણીમાં નાઝીગાળામાં જર્મનીમાં થયેલી ઘટનાઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ એડોલ્ફ હિટલરની વિચારધારાને અપનાવે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાહુલ ગાંધી આજના ભારતની સરખામણી હિટલરના જર્મની સાથે કરે છે. હિટલરની વિચારધારા માત્ર કોંગ્રેસના ડીએનએમાં જ રહેલી છે. અફઝલ ગુરુના સમર્થકોને ટેકો આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે તે અંગે ખુલાસો કરવો જોઇએ. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ ઉપપ્રમુખે અગાઉ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope