All posts by news

ગુજરાતમાં ૭૦,૦૦૦ કરોડ ખેત ઊત્પાદન માટેની ધારણા : કાૃષિક્ષેત્રે ગ્રામક્રાંતિ કરવા માટેનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્ધાર : કપરાણાનાં નાનાપૌઢામાં કાૃષિમેળો ખુુલ્લો મૂકાયો

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગાંધીનગર, તા. ૧૨

નરેન્દ્ર મોદીએ ગામડાની બધી જ ર્આિથક શકિતને સંપૂટ કરીને ગુજરાતના ગામડાને સુખી અને સમાૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો હતો.  એક મહિનાના કાૃષિ મહોત્સવના અભિયાનને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ ગુજરાતને કાૃષિક્રાંતિ નેતાૃત્વ અપાવવા આહ્વાન કર્યું હતું. અખાત્રીજથી ગુજરાતમાં શરૂ થયેલા કાૃષિ મહોત્સવના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓનો વિશાળ કાૃષિમેળો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપાઢા ગામે મુખ્યમંત્રીએ ખુલ્લો મુકયો હતો. વનવાસી કિસાન શકિતના સામર્થ્યની પ્રતિતીરૂપે આદિવાસીઓના કાૃષિ અને પશુપાલન આધારિત સમાૃદ્ધિના સપના સાકાર કરવા તાલુકા કાૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઊનાળામાં ખેડૂતોની અને ખેતીની ચતા કરનારી આ સરકારની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કાૃષિ મહોત્સવની સફળતાને ગુજરાતને ભારતમાં કાૃષિક્રાંતિના નેતાૃત્વનું ગૌરવ અપાવ્યું છે. ખેડૂતની અનેકવિધ પ્રકારની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઊકેલ આ કાૃષિ મહોત્સવના અભિયાનથી ગુજરાત સરકાર લાવી શકી છે. ચાર કાૃષિ યુનિર્વિસટીઓના ૭૦૦ જેટલા કાૃષિ વૈજ્ઞાનિકો અને એક લાખ જેટલા સરકારી કર્મયોગીઓ ખેતરો ખૂંદી રહ્યા છે. તેના પરિણામે સાત-સાત વર્ષથી ગુજરાતના કિસાનોએ ખેતીનું ઊત્પાદન અગાઊ રૂ।. ૧૪,૦૦૦ કરોડની કાૃષિની આવક હરણફાળ ભરીને રૂ।. ૫૯,૦૦૦ કરોડ ઊપર પહાચી છે અને આ વર્ષે તો રૂ।. ૭૦,૦૦૦ કરોડનો ખેત ઊત્પાદનનો વિક્રમ સર્જાશે.

 

સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લો ૮૨.૨૮ ટકા : ધોરણ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૬૯.૧૬ ટકા પરિણામ જાહેર

 

૧૦૦ ટકાવાળી શાળા ઘટીને ૩૨ : ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળા વધીને ૪૮ થઇ : ૮૨૭૯ને પરિણામમાં સુધારા : ગુજકેટનું પરિણામ જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા.૧૨

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું ૬૯.૧૬ ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષ કરતા ૬.૬૧ ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ અને પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામવાળાની સંખ્યા ઘટીને ૩૨ થઇ છે અને ૧૦ ટકા પરિણામવાળા વધી ૪૮ થઇ છે. એ૧ ગ્રેડ સાથે ૩૪૪ અને એ૨ ગ્રેડ સાથે ૪૯૭૧ વિદ્યાર્થીઓ આવ્યા છે. સૌથી વધુ પરિણામ વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા આવ્યુ છે જયારે એક વિષયમાં ૮૨૯૭ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારણાની જરૂરિયાત છે. સાયન્સમાં અમદાવાદ શહેરમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર બન્યા છે. જયારે ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. જયારે મેથ્સમાં ૧૦૦ માર્ક વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ છે. આ ઊપરાંત આજ રોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો-૧૨ સાયન્સના પરિણામમાં પ્રથમ વખત ટોપટેનની યાદી જાહેર કરવામાં આવી નથી. બોર્ડ પ્રથમ વખતે વિદ્યાર્થીઓને ગ્રેડ અને પર્સન્ટાઇલ રેન્ક આપવામાં આવ્યા છે. આ વખતે માર્કસીટમાં પાસ-નાપાસ જાહેર કરવામાં આવ્યા નથી. ચાલુ વર્ષે બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં કુલ ૯૧૪૪૪માંથી ૬૩૩૭૪ વિદ્યાર્થીઓ અને ૨૮૦૭૦ વિર્દ્યાિથનીઓ નાધાઇ હતી. આમાંથી કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનતાં પરિણામ ૬૯.૧૬ ટકા આવ્યું છે. જે ગતવર્ષના ૭૫.૭૭ ટકા કરતા ૬.૬૧ ટકા ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ ટકા અને ઓછુ પરિણામ વડાલી કેન્દ્રનું ૨૫.૨૧ ટકા આવ્યુ છે. આવી જ રીતે સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા અને ઓછુ પરિણામ નર્મદા જિલ્લાનું ૩૦.૬૭ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૩૨ છે જે ગતવર્ષે ૬૫ હતી આવી જ રીતે ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી સંખ્યા ગતવર્ષની ૬ શાળાની સરખામણીમાં ૪૮ શાળા થઇ છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૩૪ ટકા આવતા વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા પરિણામ સાથે બાજી મારી ગઇ છે. સાયન્સમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. આ વખતે પણ સાયન્સમાં અંગ્રેજી માધ્યમનું ૭૫.૧૨ ટકા કરતા ગુજરાતી માધ્યમનુું ૬૮.૪૬ ટકા સાથે ઓછુ પરિણામ આવ્યુ છે. આ વખતે ગેરરીતિના ૨૩ કેસ નાધાયા છે. જયારે ગતવર્ષે ૧૮ કેસ હતા. આ વખતે એ ગ્રુપના ઊમેદવારો ૪૬૪૪૬(૭૨.૩૧ ટકા), બી ગ્રુપના ઊમેદવારો ૧૫૯૮૯(૬૧.૯૩ ટકા) અને એબી ગ્રુપના ઊમેદવાર ૪૬(૧૨.૯૯ ટકા) પરિણામ આવ્યુ છે. ૧૦૦ ટકા માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વિષય પ્રમાણે જોઇએ તો મેથ્સમાં ૩૦, કેમેસ્ટ્રીમાં ૩, ફિઝિકસમાં ૬, બાયોલોજી ૮ અને કોમ્પ્યુટરમાં બે વિદ્યાર્થીોનો સમાવેશ થાય છે. ધો-૧૨ સાયન્સમાં ૨૦ ટકા પાસગ સ્ટાન્ડર્ડથી ૧૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે સાયન્સમાં ૧૧૧ વિકલાંગ વિદ્યાર્થીઓમાંથી એ૧ ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યા નથી.  વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૨૮ ટકા આવ્યુ છે. ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યામાં એ૧ ગ્રેડમાં ૩૪૪, એ૨ ગ્રેડમાં ૪૭૭૧, બી૧ ૧૧૨૭૨, બી૨ ૧૫૪૮૦, સી૧ ૧૭૯૯૫, સી૨ ૯૯૨૧, ડી ૨૪૯૮ અને ઇ૧ અને ઇ૨ ગ્ડમાં ૨૮૦૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ કુલ  ડી કે તેથી ઊપરના ગ્રેડવાળા કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનશે. આ વખતે ૯ વિષયમાં ૨ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની જરૂરિયાત છે. આજ જાહેર થયેલા પરિણામમાં અમદાવાદમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે. જયારે આજરોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં પર્સન્ટાઇલ રેન્ક ૯૯ મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.

 

ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

 

હાઈકોર્ટના ઓર્ડરને મ્યુ. તંત્ર ઘોળીને પી ગયું : મ્યુનિ.તંત્ર-પોલીસ કમિશનર વિરુદ્ધ કાર્યવાહીની હિલચાલ :ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

અહસાના પૂજારી મહાત્મા ગાંધીના આશ્રમથી માંડ પચાસ ડગલા દૂર આવેલા દૂધેશ્વર નદી કિનારે વસતા શ્રમજીવી લોકોની હાલત ઊપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે. શ્રમજીવીઓને તેમના ઝૂંપડાઓમાંથી હટાવવા તંત્રએ કોઈ જ કસર બાકી રાખી નથી. છેલ્લાં દસ દિવસોથી આ શ્રમજીવીઓ અંગ્રેજો કરતાં પણ બદતર તંત્ર સામે લડી રહ્યા છે. પરંતુ તેમનું સાંભળવા કોઈ તૈયાર નથી. જયારે બીજી તરફ વોટના રાજકારણ માટે ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદને સગાપોરની હરોળમાં મુકવા માટે માત્ર એક હજાર દિવસમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ પુરો કરવાનું વચન આપનાર મોદી સરકાર હવે ૧૩ વર્ષ પછી જાગી છે અને ગમે તે ભોગે રિવર ફ્રન્ટ પુરો કરવા અધીરી બની છે. હાઈકોર્ટે ૬ મેના રોજ આ તમામ ઝૂંપડા જૈસે થે તે સ્થિતિમાં રાખવા ઓર્ડર કર્યો છે. તેમ છતાં અહસાના પુજારી ગાંધીના મૂલ્યને પણ મ્યુનિ. સત્તાવાળાઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ હાલમાં પણ ઝૂંપડાવાસીઓ પર દમન ગુજારવાનું ચાલુ રાખ્યું છે. માહિતી એવી છે કે દૂધેશ્વર બિ્રજ નીચે આવેલા સાબરમતી નદીના પટ્ટમાં છેલ્લાં ૨૦ વર્ષથી શ્રમજીવી લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રિવર ફ્રન્ટ પ્રોજેકટને લઈ સરકાર દ્વારા સર્વે પણ કરાયો હતો.જેમાં તમામ ઝૂંપડાઓના નંબર આપી રહીશોને સર્વેની સ્લીપો પણ આપવામાં આવી હતી. ૨૦૧૦માં સાબરમતી નદીને અડીને આવેલા કે જયાં હાલમાં રિવરફ્રન્ટ બની ગયો છે તેવા ઝૂંપડાવાસીઓને મકાનો પણ ફાળવાયા હતા. પરંતુ રિવરફ્રન્ટને આગળ વધારવા અન્ય ઝૂંપડા ખસેડવા પડે તેવી સ્થિતિ હતી. આ તમામ મકાનોનો પણ સર્વે કરાયો હતો. જો કે તેમ છતાં આ ઝૂંપડાઓને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા વિના અને નોટીસ પાઠવ્યા વિના ગત તા. ૪મે

રોજ સવારે પોલીસ કાફલા સાથે આવેલી કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જે કામગીરી હાલમાં પણ ચાલુ છે. તંત્રએ ઓચતા ઝૂંપડા તોડવાનું શરૂ કરતાં ઝૂંપડાવાસીઓએ હાઈકોર્ટમાં ઘા કરી હતી. જેથી હાઈકોર્ટે ૬ઠ્ઠી મે ના રોજ ઓર્ડર કર્યો હતો કે દૂધેશ્વર બિ્રજ નીચેના ઝૂંપડાઓ જૈસે થે તેવી સ્થિતિમાં રહેવા દેવા. તેમ છતાં તંત્ર દ્વારા હાલમાં પણ ડિમોલેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બે હજારથી વધુ ઝૂંપડાવાસીઓની સ્થિતિ હાલમાં બદતર બની ગઈ છે. હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ છેલ્લાં પાંચ દિવસથી આ કામગીરી ચાલુ છે. ગઈકાલે ઝૂંપડાવાસીઓએ પોતાના વકીલ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને લેખિત જાણ કરી હતી કે, હાઈકોર્ટે ૬ઠ્ઠી મેના રોજ ઝૂંપડાઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેવા દેવા માટેનો ઓર્ડર કર્યો છે. તેમ છતાં પણ ગઈકાલે સવારથી જ પોલીસ કાફલા સાથે બુલડોઝર સહિતની ટીમ પહાચી ગઈ હતી. તંત્ર દ્વારા ઝૂંપડાવાસીઓને માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. જયારે બે ઘર થયેલા ઝૂંપડાવાસીઓની પુકાર સાંભળનાર કોઈ નથી. હવે બસ જોવાનું એ છે કે સગાપોરની હરોળમાં અમદાવાદમાં મુકાય તે પહેલાં ઝુંપડાવાસીઓને મકાન મળે છે કે પછી આ રીતે જ તેમના પર દમન ચાલુ રહેશે.

નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચ કમિટી પર નજર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

ઝૂંપડાવાસીઓના પુનઃ સ્થાપના અને પુનઃવસન માટે નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચની કમિટી રચવામાં આવી છે. તમામ ઝૂંપડાવાસીઓએ મકાન માટે કમિટીમાં અરજી કરી છે.

જેથી હવે તમામ ઝૂંપડાવાસીઓની નજર કમિટી ઊપર જોડાઈ છે. આગામી દિવસોમાં કમિટીમાં નિર્ણય લેવાશે તેને લઈ ઝૂંપડાવાસીઓ પણ માન્ય રાખવા તૈયાર છે. પરંતુ હાલમાં ઝૂંપડાવાસીઓ ઊપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવી રહ્યા હોવાની કમિટી ઝડપી નિર્ણય લે તેમ પણ ઝૂંપડાવાસીઓ આશા સેવી રહ્યા છે.

 

કોન્ગોમાં દર કલાકમાં ૪૮ મહિલા બળાત્કારનો શિકાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

ડકાર,તા. ૧૨

આફ્રિકન દેશ કોન્ગોમાં મહિલાઓ ખુબ બિનસુરક્ષિત છે. વિશ્વમાં મહિલાઓ માટે સૌથી બિનસરક્ષિત જગ્યામાં કોન્ગોનો સમાવેશ થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અહ દરરોજ ૧૧૫૨ જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર થાય છે અને આ દર દર કલાકમાં ૪૮ની બરોબર છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા આંકડા કરતા આ આંકડો ૨૬ ગણો વધારે છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલમાં કોન્ગોમાં એક વર્ષમાં ૧૬૦૦૦ મહિલાઓની સાથે બળાત્કારની વાત કરવામાં આવી હતી. જોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કુલ ઓફ  પબ્લિક હેલ્થમાં સહાયક પ્રોફેસર મિશેલ હિન્દીને કહ્યું છે કે આ દર વધારે પણ હોઈ શકે છે. હિન્દીન  લગ આધારિત થનાર હસા સંબંધી મામલામાં નિષ્ણાંત છે. આ આંકડા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ સર્વે કરવા માટે લોકોને સીધીરીતે મળીને તારણ તૈયાર કરવામાં આવ્યા હતા. હિન્દીને કહ્યું હતું કે આ આંકડા ચાકાવનારા છે. કોન્ગો સાત કરોડની વસ્તી ધરાવે છે. જે કદની દ્રષ્ટિએ પશ્ચિમ યુરોપ જેટલુ છે.
કોન્ગો છેલ્લા કેટલાક દશકોમાં સંઘર્ષમાં રહ્યું છે. તેના વિશાળ વન્ય વિસ્તારો  લડવૈયાથી ભરેલા છે. જે હરિફ લોકોને ખતમ કરવા માટે બળાત્કારનો ઊપયોગ કરે છે. આ આંકડા અમેરિકી જર્નલમાં જુનમાં પ્રકાશિત કરવામાં આવશે. આમાં કહેવામાં આવ્યું છે કે કોન્ગોમાં ૨૦૦૬ અને વર્ષ ૨૦૦૭ વચ્ચેના ગાળામાં ૧૨ મહિનામાં ૪૦૦,૦૦૦ મહિલાઓ બળાત્કારનો શિકાર થઈ હતી.

કોન્ગોના આ આંકડા સપાટીએ આવ્યા બાદ સ્પષ્ટ થાય છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બિલકુલ ભાંગી પડી છે. સ્થિતી ગંભીર બનેલી છે. મહિલાઓ બિલકુલ બિનસુરક્ષિત છે. ભોગ બનેલી મહિલાઓ દ્વારા જુદી જુદી રીતે વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં તેની કોઈ અસર દેખાઈ રહી નથી. મહિલાઓ નિસહાય હાલતમાં મુકાયેલી છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે. છતાં તેની અસર હાલ દેખાઈ રહી નથી.

કાગોમાં રોજ ૧૧૫૨ જેટલી મહિલાઓ પર બળાત્કાર

 

બચાવ અને રાહત કામગારી શરૂ : સ્પેનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂંકપ : ૧૦ લોકોના મોત

ચાર દશકથી વધુ સમય બાદ સ્પેનમાં પ્રચંડ ભૂકંપ : અનેક ઈમારતો ધરાશાયીઃ ઈજાગ્રસ્ત થયેલાની સંખ્યા ખુબ મોટી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મેડ્રીડ,તા. ૧૨

દક્ષિણી સ્પેનમાં આજે સવારે ૫.૨ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો. પ્રચંજ ભૂંકપના કારણે ઓછામાં ઓચા ૧૦ લોકોના મોત થયા છે. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. ધરતીકંપના કારણે લોકોમાં વ્યાપક દેહશત ફેલાઈ ગઈ હતી. ચાર દશકમાં પહેલીવાર સ્પેનમાં વિનાશકારી ભૂંકપ આવ્યો છે. ધરતીકંપના લીધે દક્ષિણીપૂર્વ શહેર લોરકામાં અનેક ઈમારતો ધરાસાયી થઈ ગઈ હતી. દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સાક્ષીઓએ કહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ટેલિવીઝન ફોટાઓમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે વ્યાપક નુકસાન થયું છે. ધરતીકંપ બાદ લોકોને ખુલ્લા મેદાનમાં આશ્રય લેવાની ફરજ પડી છે.

સ્થાનિક સમય મુજબ ૬.૪૭ વાગે આંચકો આવ્યો હતો. પ્રચંડ ભૂકંપ પહેલા ૪.૪ની તીવ્રતાનો હળવો આંચકો પણ આવ્યો હતો. એક તબીબે કહ્યું છે કે અનેક લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન જોસ લુઈસ રોડ્રીગ્સે માહિતી આપતા કહ્યું છે કે તેઓ મહારાજા જુઆન કાર્લોસ સાથે તેઓ બેઠક યોજી રહ્યા હતા ત્યારે આંચકો આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ઈમનજન્સી લશ્કરી યુનિટ તેનાત કરવામાં આવી છે. લોરકા અને ટોટાના શહેરોમાં સૌથી વધારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ૯૨૭૦૦ લોકો રહે છે. ધરતીકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચારેબાજુ કાટમાળનો ભરાવો જોવા મળ્યો હતો. અત્રે નાધનીય છે કે ૨૮મી ફેબ્રુઆરી ૧૯૬૯ના દિવસે સ્પેનમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૯ લોકોનો મોત થયા હતા. પરંતુ મોટા ભાગના લોકો સ્પેન બહારના હતા.

 

Horoscope

તા.૧૨-૦૧-૨૦૧૩

શનિવાર

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ.

મેષ (અ,લ,ઇ) : મધ્યમ દિવસ, કોઇ આકસ્મિક ધનલાભ મળે, સામાજીક સરળતા રહે, મહિલાવર્ગને શાંતિ.

વૃષભ (બ,વ,ઉ) : કનિષ્ઠ દિવસ,સામાજીક બાબતોમાં સંભાળવું, આર્થિક સરળતા, મહિલાવર્ગને શાંતિ સેવવી.

મિથુન (ક,છ,ઘ) : ઉત્તમ દિવસ, કોઇ આર્થિક ધનલાભ મળે, સામાજીક સુવિધા રહે, મહિલાવર્ગને હર્ષદાયક દિવસ.

કર્ક (ડ,હ) : મધ્યમ દિવસ, સામાજીક કાર્ય પાર પડી શકે, આર્થિક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને શાંતિ.

સિંહ (મ,ટ) : ઉત્તમ દિવસ, કોઇ આર્થિક કાર્યને અંજામ આપી શકો, સામાજીક બાબતો સરળ, મહિલાવર્ગને શાંત દિવસ.

કન્યા (પ,ઠ,ણ) : મધ્યમ દિવસ, આર્થિક લક્ષ્યાંક પાર પડે, સામાજીક બાબતો સરળ, મહિલાવર્ગને શાંતિ.

તુલા (ર,ત) : ઉત્તમ દિવસ, કોઇ સામાજીક બાબતને તમે પાર પાડી શકો, આર્થિક બાબતો સરળ રહે, મહિલાવર્ગને શાંત દિવસ.

વૃશ્વિક (ન,ય) : કનિષ્ઠ દિવસ, બિનજરૃરી આર્થિક ખર્ચ ટાળો, સામાજીક બાબતો પણ સુવિધાપ્રદ, મહિલાવર્ગે સંભાળવું.

ધન (ભ,ધ,ફ) : ઉત્તમ દિવસ, સામાજીક સરળતા, આર્થિક બાબતો પણ લાભકારી, મહિલાવર્ગને પ્રવાસ સુખ.

મકર (ખ,જ) : ઉત્તમ દિવસ, કોઇ અણધાર્યો ધનલાભ થશે, સામાજીક સરળતા રહે, મહિલાવર્ગને શ્રેયકર દિવસ.

કુંભ (ગ,શ,સ) : ઉત્તમ દિવસ, સામાજીક માન-પ્રતિષ્ઠા મળે, આર્થિક બાબત પણ શ્રેયકર, મહિલાવર્ગને શાંત દિવસ.

મીન (દ,ચ,ઝ,થ) : મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે પણ આર્થિક પાસુ ખર્ચાળ, મહિલાવર્ગને શાંતિ.

 

સ્તનપાન કરનાર શિશુનું વર્તન બાળપણમાં વધુ સારુ રહે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૧૨ 
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે બાળકના જન્મ બાદ થોડાક મહિનાઓ સુધી નવજાત શિશુને સ્તનપાન કરાવનાર મહિલાઓના બાળકો બાળપણમાં વધુ સારુ વર્તન કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નવજાત શિશુની વર્તનમાં બોટલથી દૂધ પીનાર બાળકોનું વર્તન પ્રમાણમાં ઓછુ સારુ રહે છે. આની સરખામણીમાં નવજાત શિશુના ગાળામાં માતાનું દૂધ પીનાર બાળકોનું વર્તન વધારે સારુ રહે છે. આશરે ૧૦૦૦૦ માતાઓ અને તેમના બાળકોને આવરીલઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. આમાં જાણવા મળ્યુ છે કે નવજાત શિશુના ગાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર મહિનાઓ સુધી સ્તનપાન કરાવનાર મહિલાઓના બાળકો બાળપણમાં પ્રમાણમાં વધુ સારુ વર્તન કરે છે. આની સરખામણીમાં બોટલથી દૂધ પીનાર બાળકોનું વર્તન અયોગ્ય રહે છે. એક તાૃત્યાંશ જેટલા બાળકોનું વર્તન પાંચ વર્ષની વય સુધી વધુ સારુ રહ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. દૂધની બોટલની ફોરમ્યુલાના આધાર પર ઊછરેલા બાળકોમાં હાઇપર એકિટવિટી, નારાજગીના સંકેત વધુ જોવા મળ્યા છે. આ ઊપરાંત ચોરીના બનાવોમાં પણ આ પ્રકારના બાળકો નાની વયમાં સામેલ થઇ જાય છે. ઓકસફોર્ડ યુનિર્વિસટીના મારિયા કિવગ્લીએ આ સંશોધનનું નેતાૃત્વ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પરિણામ એકદમ નક્કર નથી પરંતુ તેના તારણો ચોક્કસપણે પ્રોત્સાહનજનક છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે માતાના દૂધમાં રહેલા ફેટીએસિડ દ્વારા પણ કેટલીક બાબતો સાબિત થાય છે. સ્તનના દૂધમાં રહેલા તત્વો બાળકોના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. માતા અને બાળક વચ્ચે સંબધોમાં પણ તેની ભૂમિકા રહે છે. જેથી તે શિખવાનું વર્તન ઝડપથી મેળવે છે.

બિ્રટનમાં તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસનું તારણ  બોટલના દૂધથી ઊછરેલા શિશુનું વર્તન અયોગ્ય રહે છે

 

સરબજીતની મુકિતનાં પ્રયાસો ઝડપી બનશે : સરબજીતનાં કેસનાં મામલે સરકારને સુપ્રિમની નોટિસ

મામલામાં કાર્યવાહી કરવા સરકારને આદેશ : સરબજીત બે દશકથી પાકિસ્તાનની જેલમાં છે : બહેન દ્વારા અરજી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમાૃતસર, તા. ૧૧

છેલ્લા બે દશકથી પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હવા ખાઈ રહેલા ભારતીય નાગરિક સરબજીત સહને છોડાવી લેવા માટે પગલા લેવાના સબંધમાં આજે સરકારને નોટીસ ફટકારી હતી. સરબજીતસહના વકીલ અરવદ શર્માએ આજે જણાવ્યું હતું કે, સરબજીતની બહેન દલબીર કૌર દ્વારા બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીનાં આધાર ઊપર આ નોટિસ ફટકારવામાં આવી છે. તેઓએ આશા વ્યકત કરી છ કે કોર્ટની નોટિસથી સરબજીતની મુકિત માટે સરકારનાં પ્રયાસો વધુ તીવ્ર બનશે અને પાકિસ્તાન ઊપર દબાણ પણ વધશે. અન્ય એક કેદી ગોપાલદાસને સાતમી એપ્રિલનાં દિવસે ૨૭ વર્ષ સુધી જેલની સજા ગાળ્યા બાદ પાકિસ્તાન દ્વારા છોડી મૂકવામાં આવ્યો હતો, તેઓ ભારત પરત ફર્યા હતાં. અરવદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ મામલો પણ ગોપાલદાસ જેવો જ છે. અરવદે કહ્યું હતું કે, સરબજીતનો મામલો ભૂલનો સ્પષ્ટ કેસ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સળિયા પાછળ રહેલી વ્યકિત સરબજીતસહ છે જયારે એફઆઇઆરમાં મનજીતસહનો ઊલ્લેખ છે અને મનજીતસહની કોઇપણ પ્રકારની ભાળ મળી નથી. આટલા લાંબાગાળા સુધી કોઇપણ નિર્દોષ વ્યકિતને રાખી શકાય નહ. સરબજીતની બહેન દલબીર કૌરે કહ્યું છે કે, આ એક મોટી સિદ્ધિ છે અને આશા વ્યકત કરી છે કે ગોપાલદાસ મુકત થયા બાદ તેનાં ભાઇને પણ સ્વદેશ પરત ફરવાની તક આપી દેવામાં આવશે. સરબજીતની પત્નીની સાથે તેની બે પુત્રીઓએ પણ પાકિસ્તાન હાઇકમિશન તરફથી વિઝા માટે અપીલ કરેલી છે. સરબજીતની પત્ની અને દલબીર સરબજીતને મળવા માંગે છે. અગાઊ દલબીર કૌરે સરબજીતનાં વકીલ શેખને પાકિસ્તાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પરત ખચી લેવા અપીલ કરી હતી. ભીખીવડ ગામનો નિવાસી સરબજીત વર્ષ ૧૯૯૦માં શરાબનાં નશામાં પાકિસ્તાન જતો રહ્યો જયાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદથી તે પાકિસ્તાની જેલમાં છે.

 

 

IAS પરીક્ષા રિઝલ્ટ : ચેન્નઈ સ્થિત યુવતી પ્રથમ નંબરે રહી

પ્રતિષ્ઠાજનક સિવિલ ર્સિવસીસ એકઝામિનેશનમાં દિવ્યા દર્શનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે : બીજા નંબરે પણ યુવતી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૧

પ્રતિષ્ઠિત સીવીલ ર્સિવસીસ એકઝામીનેશન ૨૦૧૦નાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતાં. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ  ચેન્નાઈની કાયદા વિષયની સ્નાતક એસ. દિવ્યાદર્શનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા નંબરે પણ કોમ્પ્યુટર એન્જિનીયર એવી મહિલા શ્વેતા મોહંતીએ બાજી મારી છે. ત્રીજા સ્થાને ચેન્નાઈના જ દાંતના ડોકટર આર. વી. વરૂણકુમાર આવ્યો છે. ચાલુ વર્ષે સિવિલ ર્સિવસ પરીક્ષામાં ૯૨૦ ઊમેદવારો ઊત્તીર્ણ થયાં છે. જેમાં ૨૦૩ મહિલાઓ છે. ચેન્નઈની ડો. આંબેડકર લો યુનિર્વિસટીમાંથી બીએ બીએસ (હોન્સ)ની ડિગ્રી મેળવનાર દિવ્યાદર્શનીએ બીજા પ્રયત્નેે પરીક્ષા પાસ કરી છે. મોહંતીએ ત્રીજા પ્રયત્ને પરીક્ષા ઊત્તીર્ણ કરી છે. પુરુષોમાં ટોચનું સ્થાન મેળવનાર કુમાર ચેન્નઈની રાગસ ડેન્ટલ કોલેજમાંથી બીડીએસ પદવી મેળવી છે. જેણે ત્રીજા તબક્કે પરીક્ષા પાસ કરી છે. આનંદીત બનેલી દિવ્યા દર્શનીએ કહ્યું હતું કે, મ અપેક્ષા સેવી ન હતી કે તે પ્રથમ સ્થાને આવશે. મને ઘણી નવાઈ લાગી છે પરિણામ સારું આવશે. તેની અપેક્ષા હતી. પરંતુ પ્રથમ આવીશ તેની સહેજ પણ અપેક્ષા ન હતી.  ટોચના સહવિદ્યાર્થીઓમાં ૨૦ પુરુષો, અને પાંચ મહિલા છે. જેમાંથી ૧૫ એન્જિનિયર, જયારે પાંચ તબીબક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ૯૨૦ ઊત્તીર્ણ ઊમેદવારોમાંથી ૨૮ શારીરીક વિકલાંગ છે. ૫,૪૭,૬૯૮ ઊમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. જેમાંથી ૨,૬૯,૦૩૬ ઊમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી હતી. મુખ્ય લેખિત પરીક્ષા માટે ૧૨૪૯૧ ઊમેદવારો લાયક ઠર્યા હતા. જેમાંથી ૨૫૮૯ ઊમેદવારોને પર્સનલ ટેસ્ટ માટે બોલાવાયા હતા. જેમાંથી અંતે ૯૨૦ ઊત્તીર્ણ થયા હતા.

IAS પરીક્ષા ચિત્ર…..

(સંપૂર્ણ સમાચાર સેવા)                                  નવી દિલ્હી, તા. ૧૧

પરીક્ષા યોજાઇ                     ૨૦૧૦
પરિણામ જાહેર થયું              મે ૨૦૧૧
ઊત્તીર્ણ થયેલાં ઊમેદવાર         ૯૨૦
ઊત્તીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓ     ૨૦૩
ટોચનાં વિદ્યાર્થીઓ                 ૨૦
ટોચની વિર્દ્યાિથનીઓ            ૦૫
એન્જિનિયરગનાં વિદ્યાર્થીઓ      ૧૫
તબીબ ક્ષેત્રનાં વિદ્યાર્થી            ૦૫
શારીરિક વિકલાંગ વિદ્યાર્થી        ૨૮
અરજી કરનાર ઊમેદવાર         ૫,૪૭,૬૯૮
લેખિત પરીક્ષા માટે લાયક        ૧૨૪૯૧
પર્સનલ ટેસ્ટ માટેનાં વિદ્યાર્થી     ૨૫૮૯

 


 

 

૧૪ વર્ષના લાંબાગાળા બાદ અરજી દાખલ કરાતા સુપ્રીમ લાલઘુમ : ભોપાલ ગેસ દુર્ઘટના કેસ ફરીથી ખોલવા માટેની અપીલ ફગાવાઇ

વર્ષ ૧૯૮૪ની દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતનાં ભોગ બનેલાં લોકોને મોટી પીછેહઠ : સીબીઆઇની અરજી સુપ્રીમ કોર્ટે અંતે ફગાવી દીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા. ૧૧
વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ભોગ બનેલાં લોકોને આજે મોટી પીછેહઠ સાંપડી હતી. કારણકે સુપ્રીમ કોર્ટે ભોપાલ દુર્ઘટના કેસને ફરી ખોલવા માટેની સીબીઆઇની અપીલને ફગાવી દીધી હતી. ખૂબજ મોટી દુર્ઘટના હોવા છતાં માત્ર બે વર્ષ જેલની હળવી સજા સાથે છટકી ગયેલા આરોપીઓ સામે ખટલો ચલાવવાની માંગણી કરીને સીબીઆઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. મહત્તમ દસ વર્ષની જેલની સજાની જોગવાઇ ધરાવતા કઠોર કાયદા હેઠળ સજા કરવાની માંગણી કરીને આ અપીલ કરવામાં આવી હતી. જસ્ટીસ અલ્તામસ કબીર, આર.વી.રવિન્દ્રન, બી.સુદર્શન રેડ્ડી, આફતાબ અલમની બનેલી સુપ્રીમ કોર્ટેની બચે આ ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટીસ એસ.એચ.કાપડીયાનાં નેતાૃત્વમાં આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી  અરજીમાં સ્પષ્ટીકરણ જે અપાયો છે તે સંતોષજનક નથી. સીબીઆઇ દ્વારા અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે સ્પષ્ટીકરણ અપાયું છે તે સંતોષજનક નથી હોવાથી વાત માનવા જેવી નથી. ૧૪ વર્ષનાં લાંબા ગાળા બાદ આ અરજી દાખલ કરાઇ છે. બચે આ કેસનાં સંદર્ભમાં આટલા લાંબા ગાળા બાદ અરજી બાદ સીબીઆઇની પણ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટ દરરોજનાં આધારે સુનાવણી ચલાવી રહી છે. હવે ભોગ બનેલાં લોકો માટે વળતરની રકમ ૭૫૦ કરોડથી વધારીને ૭૭૦૦ કરોડ કરવા માટેની સુનાવણી ચલાવશે. સુપ્રીમ કોર્ટનાં ૧૪ વર્ષ જૂના ચુકાદાને રિકોલ કરવાની માંગ કરતી અરજી પર ૨૭મી એપ્રિલનાં દિવસે આજ બચે ચુકાદો અનામત રાખ્યો હતો, તેની અરજીમાં સીબીઆઇએ કઠોર આરોપો પુનઃ લાગુ કરવાની માંગણી કરી હતી. બીજીબાજુ મધ્યપ્રદેશ સરકારે પણ સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દરમિયાનગીરીની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૩૧મી ઓગસ્ટનાં દિવસે હળવી સજા તરફ દોરી જનાર પોતાનાં ચુકાદાની ફેરતપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ચેરમેન કેસુબ મહિન્દ્રા સહિત કેટલાંક આરોપીઓને જેલની સજા કરવામાં આવી હતી. આ તમામ સાત આરોપીઓને બે-બે વર્ષની સજા કરાઇ હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનામાં ગયા વર્ષે સાતમી જૂનનાં દિવસે ટ્રાયલ કોર્ટે તમામ સાત દોષિતોને સાત દોષીઓને બે-બે વર્ષ જેલની સજા ફટકારી હતી. આ ચુકાદો આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ચુકાદો આવ્યા બાદ લોકોએ જોરદાર દેખાવો પણ કર્યા હતાં. આનાં કારણે ઝૂકી જઇને સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી.
ગેસ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે હળવી સજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. સીબીઆઇ તરફથી હાજર થયેલાં એટર્ની જનરલ ગુલામ ઇ. વહાણવટીએ કહ્યુ હતું કે, સમગ્ર મામલામાં સમીક્ષા કરવાની માંગ કરવાનો તપાસ સંસ્થાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. આ દિશામાં ધ્યાન આપાવમાં તે જરૂરી છે. જોકે આ કેસને ફરી ખોલવાની સીબીઆઇની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં સાત દોષિતો કોણ કોણ

(સંપૂર્ણ સમાચાર સેવા)                               નવીદિલ્હી,તા. ૧૧

૧ કેસુબ મહિન્દ્રા  (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં પૂર્વ વડા)
૨. વિજય ગોખલે (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં તત્કાલીન એમ.ડી)
૩. કિશોર કામદાર (તત્કાલીન ઊપપ્રમુખ)
૪. જે.એન.મુકુંદ (તત્કાલીન વર્કસ મેનેજર)
૫. એસ.બી.ચૌધરી તત્કાલીન પ્રોડકશન મેનેજર
૬. કે.બી.શેટ્ટી (તત્કાલીન પ્લાન સુપ્રિટેન્ડડેન્ટ)
૭. એસ.આઇ.કુરેશી (તત્કાલીન પ્રોડકશન આસિસ્ટન્ટ)