કોન્ગોમાં દર કલાકમાં ૪૮ મહિલા બળાત્કારનો શિકાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

ડકાર,તા. ૧૨

આફ્રિકન દેશ કોન્ગોમાં મહિલાઓ ખુબ બિનસુરક્ષિત છે. વિશ્વમાં મહિલાઓ માટે સૌથી બિનસરક્ષિત જગ્યામાં કોન્ગોનો સમાવેશ થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે અહ દરરોજ ૧૧૫૨ જેટલી મહિલાઓ બળાત્કારનો શિકાર થાય છે અને આ દર દર કલાકમાં ૪૮ની બરોબર છે. સંયુકત રાષ્ટ્ર દ્વારા રજૂ કરવામાં આવેલા નવા આંકડા કરતા આ આંકડો ૨૬ ગણો વધારે છે. સંયુકત રાષ્ટ્રના અહેવાલમાં કોન્ગોમાં એક વર્ષમાં ૧૬૦૦૦ મહિલાઓની સાથે બળાત્કારની વાત કરવામાં આવી હતી. જોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કુલ ઓફ  પબ્લિક હેલ્થમાં સહાયક પ્રોફેસર મિશેલ હિન્દીને કહ્યું છે કે આ દર વધારે પણ હોઈ શકે છે. હિન્દીન  લગ આધારિત થનાર હસા સંબંધી મામલામાં નિષ્ણાંત છે. આ આંકડા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ સર્વે કરવા માટે લોકોને સીધીરીતે મળીને તારણ તૈયાર કરવામાં આવ્યા હતા. હિન્દીને કહ્યું હતું કે આ આંકડા ચાકાવનારા છે. કોન્ગો સાત કરોડની વસ્તી ધરાવે છે. જે કદની દ્રષ્ટિએ પશ્ચિમ યુરોપ જેટલુ છે.
કોન્ગો છેલ્લા કેટલાક દશકોમાં સંઘર્ષમાં રહ્યું છે. તેના વિશાળ વન્ય વિસ્તારો  લડવૈયાથી ભરેલા છે. જે હરિફ લોકોને ખતમ કરવા માટે બળાત્કારનો ઊપયોગ કરે છે. આ આંકડા અમેરિકી જર્નલમાં જુનમાં પ્રકાશિત કરવામાં આવશે. આમાં કહેવામાં આવ્યું છે કે કોન્ગોમાં ૨૦૦૬ અને વર્ષ ૨૦૦૭ વચ્ચેના ગાળામાં ૧૨ મહિનામાં ૪૦૦,૦૦૦ મહિલાઓ બળાત્કારનો શિકાર થઈ હતી.

કોન્ગોના આ આંકડા સપાટીએ આવ્યા બાદ સ્પષ્ટ થાય છે કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બિલકુલ ભાંગી પડી છે. સ્થિતી ગંભીર બનેલી છે. મહિલાઓ બિલકુલ બિનસુરક્ષિત છે. ભોગ બનેલી મહિલાઓ દ્વારા જુદી જુદી રીતે વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં તેની કોઈ અસર દેખાઈ રહી નથી. મહિલાઓ નિસહાય હાલતમાં મુકાયેલી છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે. છતાં તેની અસર હાલ દેખાઈ રહી નથી.

કાગોમાં રોજ ૧૧૫૨ જેટલી મહિલાઓ પર બળાત્કાર

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope