સરબજીતની મુકિતનાં પ્રયાસો ઝડપી બનશે : સરબજીતનાં કેસનાં મામલે સરકારને સુપ્રિમની નોટિસ

મામલામાં કાર્યવાહી કરવા સરકારને આદેશ : સરબજીત બે દશકથી પાકિસ્તાનની જેલમાં છે : બહેન દ્વારા અરજી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમાૃતસર, તા. ૧૧

છેલ્લા બે દશકથી પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હવા ખાઈ રહેલા ભારતીય નાગરિક સરબજીત સહને છોડાવી લેવા માટે પગલા લેવાના સબંધમાં આજે સરકારને નોટીસ ફટકારી હતી. સરબજીતસહના વકીલ અરવદ શર્માએ આજે જણાવ્યું હતું કે, સરબજીતની બહેન દલબીર કૌર દ્વારા બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીનાં આધાર ઊપર આ નોટિસ ફટકારવામાં આવી છે. તેઓએ આશા વ્યકત કરી છ કે કોર્ટની નોટિસથી સરબજીતની મુકિત માટે સરકારનાં પ્રયાસો વધુ તીવ્ર બનશે અને પાકિસ્તાન ઊપર દબાણ પણ વધશે. અન્ય એક કેદી ગોપાલદાસને સાતમી એપ્રિલનાં દિવસે ૨૭ વર્ષ સુધી જેલની સજા ગાળ્યા બાદ પાકિસ્તાન દ્વારા છોડી મૂકવામાં આવ્યો હતો, તેઓ ભારત પરત ફર્યા હતાં. અરવદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ મામલો પણ ગોપાલદાસ જેવો જ છે. અરવદે કહ્યું હતું કે, સરબજીતનો મામલો ભૂલનો સ્પષ્ટ કેસ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સળિયા પાછળ રહેલી વ્યકિત સરબજીતસહ છે જયારે એફઆઇઆરમાં મનજીતસહનો ઊલ્લેખ છે અને મનજીતસહની કોઇપણ પ્રકારની ભાળ મળી નથી. આટલા લાંબાગાળા સુધી કોઇપણ નિર્દોષ વ્યકિતને રાખી શકાય નહ. સરબજીતની બહેન દલબીર કૌરે કહ્યું છે કે, આ એક મોટી સિદ્ધિ છે અને આશા વ્યકત કરી છે કે ગોપાલદાસ મુકત થયા બાદ તેનાં ભાઇને પણ સ્વદેશ પરત ફરવાની તક આપી દેવામાં આવશે. સરબજીતની પત્નીની સાથે તેની બે પુત્રીઓએ પણ પાકિસ્તાન હાઇકમિશન તરફથી વિઝા માટે અપીલ કરેલી છે. સરબજીતની પત્ની અને દલબીર સરબજીતને મળવા માંગે છે. અગાઊ દલબીર કૌરે સરબજીતનાં વકીલ શેખને પાકિસ્તાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પરત ખચી લેવા અપીલ કરી હતી. ભીખીવડ ગામનો નિવાસી સરબજીત વર્ષ ૧૯૯૦માં શરાબનાં નશામાં પાકિસ્તાન જતો રહ્યો જયાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદથી તે પાકિસ્તાની જેલમાં છે.

 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope