ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

 

હાઈકોર્ટના ઓર્ડરને મ્યુ. તંત્ર ઘોળીને પી ગયું : મ્યુનિ.તંત્ર-પોલીસ કમિશનર વિરુદ્ધ કાર્યવાહીની હિલચાલ :ઝૂંપડાઓ નહ તોડવા હાઈકોર્ટે ૬ઠ્ઠીએ આદેશ કર્યો અને કોર્પોરેશને આદેશની પરવા કર્યા સિવાય ઝૂંપડાઓ તોડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

અહસાના પૂજારી મહાત્મા ગાંધીના આશ્રમથી માંડ પચાસ ડગલા દૂર આવેલા દૂધેશ્વર નદી કિનારે વસતા શ્રમજીવી લોકોની હાલત ઊપર આભ અને નીચે ધરતી જેવી થઈ ગઈ છે. શ્રમજીવીઓને તેમના ઝૂંપડાઓમાંથી હટાવવા તંત્રએ કોઈ જ કસર બાકી રાખી નથી. છેલ્લાં દસ દિવસોથી આ શ્રમજીવીઓ અંગ્રેજો કરતાં પણ બદતર તંત્ર સામે લડી રહ્યા છે. પરંતુ તેમનું સાંભળવા કોઈ તૈયાર નથી. જયારે બીજી તરફ વોટના રાજકારણ માટે ચૂંટણી ઢંઢેરામાં અમદાવાદને સગાપોરની હરોળમાં મુકવા માટે માત્ર એક હજાર દિવસમાં રિવરફ્રન્ટ પ્રોજેકટ પુરો કરવાનું વચન આપનાર મોદી સરકાર હવે ૧૩ વર્ષ પછી જાગી છે અને ગમે તે ભોગે રિવર ફ્રન્ટ પુરો કરવા અધીરી બની છે. હાઈકોર્ટે ૬ મેના રોજ આ તમામ ઝૂંપડા જૈસે થે તે સ્થિતિમાં રાખવા ઓર્ડર કર્યો છે. તેમ છતાં અહસાના પુજારી ગાંધીના મૂલ્યને પણ મ્યુનિ. સત્તાવાળાઓ જાણે ઘોળીને પી ગયા હોય તેમ હાલમાં પણ ઝૂંપડાવાસીઓ પર દમન ગુજારવાનું ચાલુ રાખ્યું છે. માહિતી એવી છે કે દૂધેશ્વર બિ્રજ નીચે આવેલા સાબરમતી નદીના પટ્ટમાં છેલ્લાં ૨૦ વર્ષથી શ્રમજીવી લોકો ઝૂંપડા બાંધીને રહે છે. રિવર ફ્રન્ટ પ્રોજેકટને લઈ સરકાર દ્વારા સર્વે પણ કરાયો હતો.જેમાં તમામ ઝૂંપડાઓના નંબર આપી રહીશોને સર્વેની સ્લીપો પણ આપવામાં આવી હતી. ૨૦૧૦માં સાબરમતી નદીને અડીને આવેલા કે જયાં હાલમાં રિવરફ્રન્ટ બની ગયો છે તેવા ઝૂંપડાવાસીઓને મકાનો પણ ફાળવાયા હતા. પરંતુ રિવરફ્રન્ટને આગળ વધારવા અન્ય ઝૂંપડા ખસેડવા પડે તેવી સ્થિતિ હતી. આ તમામ મકાનોનો પણ સર્વે કરાયો હતો. જો કે તેમ છતાં આ ઝૂંપડાઓને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપ્યા વિના અને નોટીસ પાઠવ્યા વિના ગત તા. ૪મે

રોજ સવારે પોલીસ કાફલા સાથે આવેલી કોર્પોરેશનની ટીમે બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું હતું. જે કામગીરી હાલમાં પણ ચાલુ છે. તંત્રએ ઓચતા ઝૂંપડા તોડવાનું શરૂ કરતાં ઝૂંપડાવાસીઓએ હાઈકોર્ટમાં ઘા કરી હતી. જેથી હાઈકોર્ટે ૬ઠ્ઠી મે ના રોજ ઓર્ડર કર્યો હતો કે દૂધેશ્વર બિ્રજ નીચેના ઝૂંપડાઓ જૈસે થે તેવી સ્થિતિમાં રહેવા દેવા. તેમ છતાં તંત્ર દ્વારા હાલમાં પણ ડિમોલેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બે હજારથી વધુ ઝૂંપડાવાસીઓની સ્થિતિ હાલમાં બદતર બની ગઈ છે. હાઈકોર્ટના ઓર્ડર બાદ પણ છેલ્લાં પાંચ દિવસથી આ કામગીરી ચાલુ છે. ગઈકાલે ઝૂંપડાવાસીઓએ પોતાના વકીલ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને લેખિત જાણ કરી હતી કે, હાઈકોર્ટે ૬ઠ્ઠી મેના રોજ ઝૂંપડાઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેવા દેવા માટેનો ઓર્ડર કર્યો છે. તેમ છતાં પણ ગઈકાલે સવારથી જ પોલીસ કાફલા સાથે બુલડોઝર સહિતની ટીમ પહાચી ગઈ હતી. તંત્ર દ્વારા ઝૂંપડાવાસીઓને માત્ર ઠાલા વચનો આપવામાં આવી રહ્યા છે. જયારે બે ઘર થયેલા ઝૂંપડાવાસીઓની પુકાર સાંભળનાર કોઈ નથી. હવે બસ જોવાનું એ છે કે સગાપોરની હરોળમાં અમદાવાદમાં મુકાય તે પહેલાં ઝુંપડાવાસીઓને મકાન મળે છે કે પછી આ રીતે જ તેમના પર દમન ચાલુ રહેશે.

નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચ કમિટી પર નજર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૨

ઝૂંપડાવાસીઓના પુનઃ સ્થાપના અને પુનઃવસન માટે નિવાૃત્ત જસ્ટીસ ડી. પી. બુચની કમિટી રચવામાં આવી છે. તમામ ઝૂંપડાવાસીઓએ મકાન માટે કમિટીમાં અરજી કરી છે.

જેથી હવે તમામ ઝૂંપડાવાસીઓની નજર કમિટી ઊપર જોડાઈ છે. આગામી દિવસોમાં કમિટીમાં નિર્ણય લેવાશે તેને લઈ ઝૂંપડાવાસીઓ પણ માન્ય રાખવા તૈયાર છે. પરંતુ હાલમાં ઝૂંપડાવાસીઓ ઊપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિમાં જીવી રહ્યા હોવાની કમિટી ઝડપી નિર્ણય લે તેમ પણ ઝૂંપડાવાસીઓ આશા સેવી રહ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope