બચાવ અને રાહત કામગારી શરૂ : સ્પેનમાં ૫.૨ની તીવ્રતાનો ભૂંકપ : ૧૦ લોકોના મોત

ચાર દશકથી વધુ સમય બાદ સ્પેનમાં પ્રચંડ ભૂકંપ : અનેક ઈમારતો ધરાશાયીઃ ઈજાગ્રસ્ત થયેલાની સંખ્યા ખુબ મોટી

(સંપૂર્ણ સમાચાર સેવા)

મેડ્રીડ,તા. ૧૨

દક્ષિણી સ્પેનમાં આજે સવારે ૫.૨ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપનો આંચકો આવ્યો હતો. પ્રચંજ ભૂંકપના કારણે ઓછામાં ઓચા ૧૦ લોકોના મોત થયા છે. અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થઈ ગઈ હોવાના અહેવાલ મળ્યા છે. ધરતીકંપના કારણે લોકોમાં વ્યાપક દેહશત ફેલાઈ ગઈ હતી. ચાર દશકમાં પહેલીવાર સ્પેનમાં વિનાશકારી ભૂંકપ આવ્યો છે. ધરતીકંપના લીધે દક્ષિણીપૂર્વ શહેર લોરકામાં અનેક ઈમારતો ધરાસાયી થઈ ગઈ હતી. દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. સાક્ષીઓએ કહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ટેલિવીઝન ફોટાઓમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું છે કે વ્યાપક નુકસાન થયું છે. ધરતીકંપ બાદ લોકોને ખુલ્લા મેદાનમાં આશ્રય લેવાની ફરજ પડી છે.

સ્થાનિક સમય મુજબ ૬.૪૭ વાગે આંચકો આવ્યો હતો. પ્રચંડ ભૂકંપ પહેલા ૪.૪ની તીવ્રતાનો હળવો આંચકો પણ આવ્યો હતો. એક તબીબે કહ્યું છે કે અનેક લોકો ઘાયલ થયા છે. વડાપ્રધાન જોસ લુઈસ રોડ્રીગ્સે માહિતી આપતા કહ્યું છે કે તેઓ મહારાજા જુઆન કાર્લોસ સાથે તેઓ બેઠક યોજી રહ્યા હતા ત્યારે આંચકો આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે ઈમનજન્સી લશ્કરી યુનિટ તેનાત કરવામાં આવી છે. લોરકા અને ટોટાના શહેરોમાં સૌથી વધારે નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ૯૨૭૦૦ લોકો રહે છે. ધરતીકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચારેબાજુ કાટમાળનો ભરાવો જોવા મળ્યો હતો. અત્રે નાધનીય છે કે ૨૮મી ફેબ્રુઆરી ૧૯૬૯ના દિવસે સ્પેનમાં ભૂકંપ આવ્યો હતો. જેમાં ૧૯ લોકોનો મોત થયા હતા. પરંતુ મોટા ભાગના લોકો સ્પેન બહારના હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope