IAS પરીક્ષા રિઝલ્ટ : ચેન્નઈ સ્થિત યુવતી પ્રથમ નંબરે રહી

પ્રતિષ્ઠાજનક સિવિલ ર્સિવસીસ એકઝામિનેશનમાં દિવ્યા દર્શનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે : બીજા નંબરે પણ યુવતી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૧

પ્રતિષ્ઠિત સીવીલ ર્સિવસીસ એકઝામીનેશન ૨૦૧૦નાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતાં. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ  ચેન્નાઈની કાયદા વિષયની સ્નાતક એસ. દિવ્યાદર્શનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા નંબરે પણ કોમ્પ્યુટર એન્જિનીયર એવી મહિલા શ્વેતા મોહંતીએ બાજી મારી છે. ત્રીજા સ્થાને ચેન્નાઈના જ દાંતના ડોકટર આર. વી. વરૂણકુમાર આવ્યો છે. ચાલુ વર્ષે સિવિલ ર્સિવસ પરીક્ષામાં ૯૨૦ ઊમેદવારો ઊત્તીર્ણ થયાં છે. જેમાં ૨૦૩ મહિલાઓ છે. ચેન્નઈની ડો. આંબેડકર લો યુનિર્વિસટીમાંથી બીએ બીએસ (હોન્સ)ની ડિગ્રી મેળવનાર દિવ્યાદર્શનીએ બીજા પ્રયત્નેે પરીક્ષા પાસ કરી છે. મોહંતીએ ત્રીજા પ્રયત્ને પરીક્ષા ઊત્તીર્ણ કરી છે. પુરુષોમાં ટોચનું સ્થાન મેળવનાર કુમાર ચેન્નઈની રાગસ ડેન્ટલ કોલેજમાંથી બીડીએસ પદવી મેળવી છે. જેણે ત્રીજા તબક્કે પરીક્ષા પાસ કરી છે. આનંદીત બનેલી દિવ્યા દર્શનીએ કહ્યું હતું કે, મ અપેક્ષા સેવી ન હતી કે તે પ્રથમ સ્થાને આવશે. મને ઘણી નવાઈ લાગી છે પરિણામ સારું આવશે. તેની અપેક્ષા હતી. પરંતુ પ્રથમ આવીશ તેની સહેજ પણ અપેક્ષા ન હતી.  ટોચના સહવિદ્યાર્થીઓમાં ૨૦ પુરુષો, અને પાંચ મહિલા છે. જેમાંથી ૧૫ એન્જિનિયર, જયારે પાંચ તબીબક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ૯૨૦ ઊત્તીર્ણ ઊમેદવારોમાંથી ૨૮ શારીરીક વિકલાંગ છે. ૫,૪૭,૬૯૮ ઊમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. જેમાંથી ૨,૬૯,૦૩૬ ઊમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી હતી. મુખ્ય લેખિત પરીક્ષા માટે ૧૨૪૯૧ ઊમેદવારો લાયક ઠર્યા હતા. જેમાંથી ૨૫૮૯ ઊમેદવારોને પર્સનલ ટેસ્ટ માટે બોલાવાયા હતા. જેમાંથી અંતે ૯૨૦ ઊત્તીર્ણ થયા હતા.

IAS પરીક્ષા ચિત્ર…..

(સંપૂર્ણ સમાચાર સેવા)                                  નવી દિલ્હી, તા. ૧૧

પરીક્ષા યોજાઇ                     ૨૦૧૦
પરિણામ જાહેર થયું              મે ૨૦૧૧
ઊત્તીર્ણ થયેલાં ઊમેદવાર         ૯૨૦
ઊત્તીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓ     ૨૦૩
ટોચનાં વિદ્યાર્થીઓ                 ૨૦
ટોચની વિર્દ્યાિથનીઓ            ૦૫
એન્જિનિયરગનાં વિદ્યાર્થીઓ      ૧૫
તબીબ ક્ષેત્રનાં વિદ્યાર્થી            ૦૫
શારીરિક વિકલાંગ વિદ્યાર્થી        ૨૮
અરજી કરનાર ઊમેદવાર         ૫,૪૭,૬૯૮
લેખિત પરીક્ષા માટે લાયક        ૧૨૪૯૧
પર્સનલ ટેસ્ટ માટેનાં વિદ્યાર્થી     ૨૫૮૯

 


 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope