All posts by news

અમરસહને મોટો ફટકો : ટેપ જાહેર કરવા ઊપર સ્ટે ઊઠાવ્યો

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહની અરજી સુપ્રીમે ફગાવી : ફોન ઊપર વાતચીતની ટેપ જારી કરાશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહને આજે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અમરસહ દ્વારા કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી. સાથે સાથે તેમની ફોન પર થયેલી વાતચીતની ટેપને મિડિયામાં પ્રકાશિત કરવા પર મુકવામાં આવેલો મનાઈહુકમ ઊઠાવી લીધો હતો. આનો મતલબ એ થયો કે હવે અમરસહની થયેલી ફોન પર વાતચીતની ટેપ જાહેર કરવામાં આવશે. અત્રે નાધનીય છે કે એક નેતાઓ અને બોલિવુડની અભિનેત્રીઓ સાથે તેમની વાતચીત ટેપ કરવામાં આવી હતી. જસ્ટીસ જી. એસ. સિઘંવી અને જસ્ટીસ એ.કે. ગાંગુલીની બચે અમરસહની અરજીને ફગાવી દેતા ટેપ મિડિયામાં પ્રકાશિત  કરવાના મામલે મુકવામાં આવેલા વચગાળાના સ્ટેને ઊઠાવી લીધો હતો.
અલબત્ત અમરસહને આંશિક રાહત આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓ ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાના મામલે ટેલિકોમ ઓપરેટરની સામે પગલા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમરસહે આ તમામ મામલે કેટલીક બાબતો છુપાવી છે. અત્રે નાધનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૭મી    ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે ઈલેકટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા દ્વારા અમરસહ અને અન્ય કોઈ પણ વ્યકિતની વાતચીતની ટેપ પ્રકાશિત કરવા સામે સ્ટે મુકી દીધો હતો. બચે ૨૯મી માર્ચના દિવસે અમરસહ  અને એક બિન સરકારી સંગઠન સીપીઆઈએલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીપીઆઈએલ દ્વારા અમરસહની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની વાતચીતની ટેપ જાહેર કરવાની માંગણી કરી હતી.

 

ભારતનાં મોસ્ટવોન્ટેડ ૫૦ ત્રાસવાદીઓની યાદી……

(સંપૂર્ણ સમાચાર સેવા)                                                                                               નવીદિલ્હી,તા.૧૧

ભારત સરકારે આજે પાકિસ્તાનમાં છૂપાયેલાં ૫૦ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને અપરાધીઓની વિસ્તાૃત યાદી જારી કરી હતી. આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. યાદીમાં એ તમામ ત્રાસવાદીઓ સામેલ છે ભારતમાં કોઇને કોઇ ત્રાસવાદી હુમલામાં સામેલ રહ્યા છે. મોસ્ટ વોન્ટેડ ૫૦ ત્રાસવાદીઓની યાદી નીચે મુજબ છે.

ક્રમ નામ સંગઠન

૧. દાઊદ ઇબ્રાહિમ અંડરવર્લ્ડ ડોન
૨. હફીઝ સઇદ  લશ્કર-એ-તોયબા
૩. જાકીરઊર રહમાન લખવી મુંબઇ હુમલામાં માસ્ટર માઇન્ડ
૪. મૌલાના મસૂદ અઝહર જૈશ-એ-મહંમદ
૫. ઇલ્યાસ કાશ્મીરી અલકાયદાનો શખ્સ
૬. મેમન ઇબ્રાહીમ ઊર્ફે ટાઇગર મેમણ દાઊદનો સાગરિત
૭. શેખ શકીલ ઊર્ફે છોટા શકીલ દાઊદનો સાગરિત
૮. મેમણ અબ્દુલ અય્યુબ રઝાક દાઊદનો સાગરિત
૯. અનિસ ઇબ્રાહીમ કાસકર દાઊદનો ભાઇ
૧૦. શેખ અનવર હાજી કુખ્યાત ત્રાસવાદી
૧૧. જમાલ દાઊદનો સાગરિત
૧૨. મહોમ્મદ ડોસા દાઊદનો સાગરિત
૧૩. સૈયદ સલાઊદ્દી હિજબુલ મુજાહિદ્દીનનો વડો
૧૪. અમાનઊલ્લા ખાન જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો સ્થાપક
૧૫. લખબીરસહ  પંજાબી ત્રાસવાદી
૧૬. પરમજીત સહ પંજાબી ત્રાસવાદી
૧૭. રણજીતસહ ઊર્ફે નીટા પંજાબી ત્રાસવાદી
૧૮. વાધવાસહ પંજાબી ત્રાસવાદી
૧૯. સાજિદ માજિદ પાક. સેના અધિકારી
૨૦. મેજર ઇકબાલ પાક. સેના અધિકારી
૨૧. મેજર સમીર અલી પાક. સેના અધિકારી
૨૨. સૈયદ અબ્દુલ રહમાન ઊર્ફે પાશા પાક. સેના અધિકારી
૨૩. અબુ હમજા પાક. ત્રાસવાદી
૨૪. જાવેદ ચીકના અંડરવર્લ્ડ ગગસ્ટર
૨૫. સલીમ અબ્દુલ ઘાંચી અંડરવર્લ્ડ ગગસ્ટર
૨૬. રિયાઝ ખતરી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૭. મુનાફ હલારી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૮. મહંમદ સલીમ મુજાહીદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૯. ઇરફાન ચોગુલે અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૦. ખાનબશીર અહમદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૧. યાકુબ અદાખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૨. ઇરફાન ચોગુલે અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૩. ફિરોઝ રશીદ ખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૪. અલી મુસા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૫. સગીર અલી શેખ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૬. આફતાબ બખ્તી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૭. આઝમ ચીમા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૮. સૈયદ ઝાબીયુદ્દીન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૯. ઇબ્રાહીમ યથાથ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૦. જાહુર ઇબ્રાબીમ મિસ્ત્રી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૧. અખ્તર સૈયદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૨. મહોમ્મદસકીર અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૩. રઊફ અબ્દુલ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૪. સફિયાન મુફતી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૫. નાચન અકમલ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૬. પઠાણ યાકુબ ખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૭. કામબશીર અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૮. અમીરાજાખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૯. રશીદ અબ્દુલ્લા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૫૦. મેમણ ઇબ્રાહીમ અંડરવર્લ્ડ/ત્રાસવાદી

 

અમેરિકાનાં અહેવાલમાં નવી બાબત સપાટી પર : તોયબાનાં ત્રાસવાદીઓ જૈવિક હથિયારો મેળવવાનાં પ્રયાસમા

 

અલકાયદાની મદદથી ઘાતક હથિયારો મેળવે તેવી દહેશત

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવીદિલ્હી,તા.૧૧

જુલાઇ ૨૦૦૬માં મુંબઇમાં થયેલા ટ્રેન બોમ્બ બ્લાસ્ટ મામલામાં જે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે લશ્કરે-તોયબાનાં લીડરો પૈકીનાં એક એવા આરીફ કસમાની તેનાં અલકાયદા સાથેનાં સંબંધોનાં કારણે સામૂહિક વિનાશનાં જૈવિક હથિયારો અને એન્થ્રેકસ મેળવવા ભારતીય ત્રાસવાદી સંગઠનોની મદદ કરી રહ્યો હોવાનાં ચાકાવનારા અહેવાલ મળ્યા છે. પાકિસ્તાની બિઝનેસમેન અને ગુવાનટેનામો ખીણમાં અટકાયતી સેફુલ્લા પરાચાની પૂછપરછ કરાયા બાદ જે અહેવાલ તૈયાર કરાયો છે તે ખૂબ ચાકાવનારો છે. આમાં જાણવા મળ્યું છે કે લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ અમેરિકા સ્થિત એન્થ્રેકસ ત્રાસવાદી સાથે સંપર્કમાં છે. તોયબાનાં ત્રાસવાદીઓ સામૂહિક વિનાશનાં હથિયારો મેળવવા સક્રિય થયા છે. કસમાની સહિતનાં ચાર શખ્સોની સંપત્તિ વર્ષ ૨૦૦૬માં મુંબઇ ટ્રેન બ્લાસ્ટમાં સંડોવણી બદલ અમેરિકા દ્વારા ફ્રિજ કરી દેવામાં આવી હતી. અમેરિકી જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, કસમાનીની વર્ષ ૨૦૦૭માં સમજોતા બ્લાસ્ટમાં પણ ભૂમિકા હોવાનું જાણવા મળ્યું છે. સરગોધાનાં બિઝનેસમેન પરાચાએ વર્ષ ૨૦૦૮માં અમેરિકી સત્તાવાળાઓ સમક્ષ જણાવ્યું હતું કે, લશ્કરે તોયબાનો કસમાની અમેરિકા સ્થિત ફાર્માસિસ્ટ પાસેથી એન્થ્રેકસ અને અન્ય જૈવિક હથિયારો મેળવવાની તૈયારીમાં હતો. સૂત્રોએ કહ્યું છે કે આ રિપોર્ટ ખૂબ ખતરનાક છે.
લશ્કરે તોયબા અને અલકાયદાનાં આતંકવાદીઓ નજીકની સાંઠગાંઠ રહેલી છે. મુંબઇ ટ્રેન બ્લાસ્ટ કેસમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત થયા હતાં. ભારતીય સંસ્થાઓ આ બાબતથી વાકેફ છે કે આતંકવાદીઓનાં ઇરાદા ખૂબ ખતરનાક છે. પાકિસ્તાનમાં હજુ પણ મોટી સંખ્યામાં કેમ્પ ચાલી રહ્યા છે. ૪૨થી વધુ આતંકવાદી કેમ્પ હાલ સક્રિય છે અને ૭૦૦ જેટલાં ત્રાસવાદીઓ તાલિમ મેળવી રહ્યા છે એવા અહેવાલ તાજેતરમાં જ પ્રકાશિત કરાયા હતાં.

 

પેટ્રોલ, ડિઝલ અને LPG ભાવમાં ટૂંકમાં વધારો ઝકાશ

સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ 
વધતી જતી માઘવારી વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કમતમાં ટૂંક સમયમાં જ વધારો ઝકવામાં આવે તેવી શકયતા છે. વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ ગયા બાદ કોઇ પણ સમયે ભાવ વધારો ઝકવામાં આવશે. ભાવ વધારો હવે જરૂરી બની ગયો હોવાનું માનવામાં આવે છે. ભારત તેની ક્રૂડની જરૂરીયાતો પૈકી ૭૫ ટકા જરૂરીયાત આયાતથી પૂર્ણ કરે છે. આ ઊપરાંત વૈશ્વિક બજારોમાં હાલમાં ઊથલપાથલની સ્થિતિ સર્જાઇ રહી છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કમતોમાં ફયુઅલ વેચવાના કારણે વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં ૧૭૪૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચુકયુ છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને પેટ્રોલ, ડિઝલ, કેરોસિન અને રાધણ ગેસ સહિતની તમામ ઊપયોગી ચીજોને વેચવામાં ભારે નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે. ડિઝલ પર લિટરદિઠ ૧૬.૭૬ રૂપિયાનુ નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે.  સિલેન્ડર પર ૩૧૫.૮૬ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલ પર લિટરદિઠ ૪.૫૦ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલને સત્તવાર રીતે નિયંત્રિત મુકત બનાવી દીધા બાદ પણ સ્થિતિમાં સુધાર થયો નથી. સરકાર પાસે ભાવ વધારો ઝકવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. ક્રૂડ બેરલ દિઠ ૧૦૦ ડોલરથી નીચી સપાટી પર પહાચે તેવી શકયતા ઓછી દેખાઇ રહી છે.
આવી સ્થિતિમાં ભાવ વધારો જરૂરી બની ગયો છે. ન્યૂયોર્કના લાઇટ સ્વીટ ક્રૂડનો ભાવ ૧૧૧.૩૮ ડોલર છે. આવી જ રીતે બ્રેન્ડ નોર્થ સી ક્રૂડનો ભાવ ૧૨૧.૬૭ ડોલર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે કેટલાક રાજયોમાં હાલ વિધનસભાની ચુંટણી ચાલી રહી છે આવી સ્થિતિમાં નિર્ણય લઇ શકાશે નહ પરંતુ સરકાર ઊપર દબાણ સંકટ વધી રહ્યુ છે. તાજેતરમાં જ ઈન્ડિયન ઓઇલે પેટ્રોલીયમ પ્રધાન એસ જયપાલરેડ્ડીને અહેવાલ સાપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે એકસચેન્જ રેટમાં રૂપિયા એકના ફેરફારથી ઓઇલ માર્કેટગ કંપનીઓના નુકશાન પર ૮૬૦૦ કરોડની અસર થાય છે. આવી જ રીતે ઓઇલની કમતમાં દરેક એક ડોલરના ફેરફારથી ૩૨૦૦ કરોડ રૂપિયાની અસર થાય છે.

 

યાદી જારી કરીને પાકિસ્તાન ઊપર ભારતે વધુ દબાણ વધાર્યું : પાક.માં છૂપાયેલા ખતરનાક ૫૦ ત્રાસવાદીની યાદી જાહેર

મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં ડોન દાઊદ, તોયબાનાં સ્થાપક હફીઝ સઇદ અને લખવીનો સમાવેશ  વિસ્તાૃત યાદીમાં મસૂદ અઝહરનો  સમાવેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા.૧૧
પાકિસ્તાન ઊપર વધુ દબાણ વધારીને ભારતે આજે અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહિમ સહિત ૫૦ મોસ્ટ વોન્ટેડ ફરાર આરોપીઓની યાદી જારી કરી દીધી હતી. આ યાદીમાં દાઊદ ઇબ્રાહિમ ઊપરાંત ૨૬/૧૧ હુમલાનાં માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તોયબાનાં સ્થાપક હફીઝ સઇદ અને કુખ્યાત ત્રાસવાદી ઝકાઊર રહેમાન લખવીનો સમાવેશ થાય છે. આ તમામ આતંકવાદીઓ પાકિસ્તાનમાં છૂપાયેલા હોવાનો દાવો ભારતે કર્યો છે. ભારત સરકારે બિન લાદેનનાં મોત બાદ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇને દબાણ વધારી દીધું છે. હફીઝ સઇદ મુંબઇનાં ભીષણ આતંકવાદી હુમલા ઊપરાંત ભારતમાં અન્ય જુદા જુદા ઘણાં હુમલામાં સામેલ રહ્યો છે. આ યાદીમાં જૈશ-એ-મહંમદનાં લીડર મૌલાના મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. આ શખ્સ વર્ષ ૨૦૦૧માં સંસદ પર થયેલાં આતંકવાદી હુમલામાં મુખ્ય માસ્ટર માઇન્ડ તરીકે છે.
વર્ષ ૧૯૯૯માં કંદહાર હાઇજેક પ્રકરણમાં બાનમાં પકડી લેવામાં આવેલા ભારતીય પ્રવાસીઓનાં બદલામાં જે આતંકવાદીઓને છોડી મૂકવામાં આવ્યા હતાં તેમાં મૌલાના મસૂદ અઝહરનો સમાવેશ થાય છે. સરકારની આ યાદી પાકિસ્તાન માટે વધુ મુશ્કેલી ઊભી કરી શકે છે. અબેટાબાદમાં એકપક્ષીય અમેરિકાની લશ્કરી કાર્યવાહીમાં ઓસામા બિન લાદેનનાં ખાત્મા બાદ પાકિસ્તાન ઊપર અમેરિકાની સાથે સાથે ભારતનું દબાણ વધી ગયું છે.
યાદીમાં અલકાયદાના ત્રાસવાદી ઇલ્યાસ કાશ્મીરીનાં નામનો પણ સમાવેશ થાય છે, તે ભારતમાં ઘણાં આતંકવાદી કાૃત્યોમાં અને કાવતરા સહિત અન્ય ફોજદારી ગુનાઓમાં સામેલ રહ્યો છે. દાઊદ, મેમણ ઇબ્રાહીમ ઊર્ફે ટાઇગર મેમણ, શેખ શકીલ ઊર્ફે છોટા શકીલ, મેમન અય્યુબ અબ્દુલ રઝાક, અનિસ ઇબ્રાહીમ કાસકર, અનવર અહમદ હાજી, જમાલ અને મહોમ્મદ ડોસા મુંબઇમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટમાં સામેલ હતાં. હિજબુલ મુજાહિદ્દીનનાં ચીફ સૈયાદ સલાઊદ્દીન, જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રંટનાં વડા અમાઊલ્લા ખાન, પંજાબનાં ત્રાસવાદી લખબીરસહ, પરમજીતસહ, રણજીતસહ ઊર્ફે નીટા, વાધવાસહ પર મોસ્ટ વોન્ટેડ ફરાર આતંકવાદીઓમાં સામેલ છે. મુંબઇ હુમલા કેસમાં આરોપી સાજિદ માજિદ મેજર ઈકબાલ, મેજર સમીરઅલી, સૈયદ અબ્દુલ રહમાન ઊર્ફે પાસા, અબ્દુલ હમજા પણ આ યાદીમાં સામેલ છે.
અત્રે ઊલ્લેખનીય છે કે, ડોન દાઊદ પાકિસ્તાનમાં છે કે કેમ તેને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે સામસામે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એકબાજુ ભારતનું કહેવું છે કે દાઊદ પાકિસ્તાનમાં છૂપાયેલો છે. બીજીબાજુ પાકિસ્તાનનું કહેવું છે કે દાઊદ હજુ પણ પાકિસ્તાનમાં નથી. હજુ ગઇકાલે જ દાઊદ પાકિસ્તનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો.

 

ચીયરલીડર્સને મીટના ટુકડા તરીકે ગણાય છે :

કેટલાક ખેલાડીઓના ચીયરલીડર્સની સાથે નજીકના સબંધ હોવાનો પણ દક્ષિણ આફ્રિકાની ચિયર્સ લીડરે ધડાકો કયા

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

આઈપીએલમાંથી કાઢી મુકવામાં ાવ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ચિયરલીડર્સ ગૈબરીલા હાલના દિવસોમાં ઈન્ટરનેટ પર ખુબ લોકપ્રિય થયેલી છે. તે કોઈ પણ સેલિબ્રીટીથી ઓછી નથી. ગૈબરીલા આઈપીએલ મેચો બાદ થનાર પાર્ટીમાં ક્રિકેટરના વર્તન પર ગુપ્તરીતે બ્લોગગ કરી રહી હતી. ગૈબરીલાએ ખેલાડીઓના વર્તનને લઈને ચોંકાવનારા ઘડાકા કર્યા છે. જે આવનાર દિવસોમાં ભારે મુશ્કેલી સર્જી શકે છે. આઈપીએલના આયોજકો સામે પણ તકલીફ ઊભી કરી શકે છે. આ પ્રકારેગુપ્તરીતે પબ્લિક પ્લેટફોર્મ પર વાતચીત શેયર કરવાના કારણે ગૈબરીલાને આઈપીએલમાંથી કાઢી મુકવામા આવી હતી. અત્રે નાધનીય છે કે ૨૨ વર્ષીય ગૈબરીલા આઈપીએલ મેચોમાં ૪૦ દક્ષિણ આફ્રિકી ચીયરલીડર્સ ગ્રુપની સભ્ય તરીકે હતી અને મુંબઈ ઈન્ડિયન ટીમની ચીયરલીડર્સ તરીકે કામ કરી રહી હતી. આ યુવતિએ બ્લોગગ સાઈટ પર કેટલાક ખેલાડીઓ દ્વારા દરેક યુવતિ સાથે ફલર્ટ કરવા અને અયોગ્ય વાતચીત કરવા મામલે લખ્યું છે. આ યુવતિએ કેટલાક ખેલાડીઓના નામ પણ આપ્યા છે. આ ધડાકો કર્યા બાદથી ે ખુબ લોકપ્રિય થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના મિડિયામાં જણાવવામાં આવ્યું છે કે ગૈબરીલાના બ્લોગ્સથી ખેલાડીઓ પોતાની પ્રિવેસીને લઈને ચતિત થઈ ગયા હતા. ગૈબરીલાએ પોતાના એમ્પ્લોયરને હિપક્રિટીકલ કહ્યું છે અને કહ્યું છે કે કેટલીક ચીયરલિડર્સના ખેલાડીઓની સાથે સંબંધ છે. અહેવાલમાં જણાવાયું છે કે ગૈબરીલાને એક ક્રિકેટર અને ચીયરલીડર્સ વચ્ચેના સંબંધો અંગે

 

આઈપીએલ અધ્યક્ષ સમક્ષ ફરિયાદ કરવામાં આવ્યા બાદ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી હતી. સાઊથ આફ્રિકાની ચિયરલીડ્રસ ગૈબરીલાએ કહ્યું છે કે ગયા સપ્તાહામાં મંગળવારે તેને પરત આફ્રિકા મોકલી દેવામાં આવી હતી. આ યુવતિએ કહ્યું છે કે તેને ગુનેગારની જેમ સમજીને મોકલી દેવામાં આવી હતી. અમારી સાથે એવુ વર્તન કરવામાં આવે છે જેવુ કે અમે માંસના (મીટ)ના ટુંકડા છીએ. લોકો હમશા અમને ઘેરીને રહે છે. અત્રે નાધનીય છે કે ગૈબરીલા પહેલા આ પાર્ટીઓ અંગે ટ્વીટ કરતી હતી. આ યુવતિએ કેટલાક ભારતીય ખેલાડીના વર્તનની પ્રશંસા પણ કરી છે. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સહ ધોની અને રોહિતની પ્રશંસા કરવામાં આવી છે.

માસ્ટર બ્લાસ્ટર બેટ્સમેન સચિન તેન્ડુલકર પાર્ટીની સરખામણીમા પોતાના પરિવાર સાથે રહેવાનું વધારે પસંદ કરે છે.

 

ચીયરલીડર્સે શુ કહ્યું…

 

સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૧૧

* આઈપીએલ મેચો બાદ થતી રંગીન પાર્ટીઓમાં ખેલાડીઓ અશ્લીલ હરકતો કરે છે

* ખેલાડીઓનું વર્તન સારુ રહેતુ નથી

* કેટલાક ખેલાડીઓના ચીયરલીડર્સ સાથે નજીકના સંબંધ છે.

* કેટલાક ખેલાડીઓ દરેક યુવતિ સાથે ફલર્ટ કરે છે

* ખેલાડીઓને ચિયરગર્લ્સનાં સંબંધો અંગે રજૂઆત કરતાં તેને કાઢી મૂકવામાં આવી

* તેની સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું

* સચિન તદુલકર પોતાનાં પરિવાર સાથે જ રહે છે તે પાર્ટીઓમાં રહેતાં નથી

* મહેન્દ્રસહ ધોની અને રોહિત શર્મા જેવાં કેટલાક ખેલાડીઓનું વર્તન સારું છે અને આ ખેલાડીઓ ંખૂબજ વિનમ્ર છે.