સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લો ૮૨.૨૮ ટકા : ધોરણ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે ૬૯.૧૬ ટકા પરિણામ જાહેર

 

૧૦૦ ટકાવાળી શાળા ઘટીને ૩૨ : ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી શાળા વધીને ૪૮ થઇ : ૮૨૭૯ને પરિણામમાં સુધારા : ગુજકેટનું પરિણામ જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા.૧૨

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાનું ૬૯.૧૬ ટકા પરિણામ આવ્યુ છે. જે ગત વર્ષ કરતા ૬.૬૧ ટકા પરિણામ ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ અને પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામવાળાની સંખ્યા ઘટીને ૩૨ થઇ છે અને ૧૦ ટકા પરિણામવાળા વધી ૪૮ થઇ છે. એ૧ ગ્રેડ સાથે ૩૪૪ અને એ૨ ગ્રેડ સાથે ૪૯૭૧ વિદ્યાર્થીઓ આવ્યા છે. સૌથી વધુ પરિણામ વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા આવ્યુ છે જયારે એક વિષયમાં ૮૨૯૭ વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારણાની જરૂરિયાત છે. સાયન્સમાં અમદાવાદ શહેરમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર બન્યા છે. જયારે ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. જયારે મેથ્સમાં ૧૦૦ માર્ક વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦ છે. આ ઊપરાંત આજ રોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો-૧૨ સાયન્સના પરિણામમાં પ્રથમ વખત ટોપટેનની યાદી જાહેર કરવામાં આવી નથી. બોર્ડ પ્રથમ વખતે વિદ્યાર્થીઓને ગ્રેડ અને પર્સન્ટાઇલ રેન્ક આપવામાં આવ્યા છે. આ વખતે માર્કસીટમાં પાસ-નાપાસ જાહેર કરવામાં આવ્યા નથી. ચાલુ વર્ષે બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૧માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષામાં કુલ ૯૧૪૪૪માંથી ૬૩૩૭૪ વિદ્યાર્થીઓ અને ૨૮૦૭૦ વિર્દ્યાિથનીઓ નાધાઇ હતી. આમાંથી કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનતાં પરિણામ ૬૯.૧૬ ટકા આવ્યું છે. જે ગતવર્ષના ૭૫.૭૭ ટકા કરતા ૬.૬૧ ટકા ઓછુ આવ્યુ છે. આ વખતે સૌથી વધુ પરિણામ કડી કેન્દ્રનું ૯૬.૬૩ ટકા અને ઓછુ પરિણામ વડાલી કેન્દ્રનું ૨૫.૨૧ ટકા આવ્યુ છે. આવી જ રીતે સૌથી વધુ પરિણામ પંચમહાલ જિલ્લાનું ૮૨.૨૮ ટકા અને ઓછુ પરિણામ નર્મદા જિલ્લાનું ૩૦.૬૭ ટકા આવ્યુ છે. આ વખતે ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળા ૩૨ છે જે ગતવર્ષે ૬૫ હતી આવી જ રીતે ૧૦ ટકાથી ઓછા પરિણામવાળી સંખ્યા ગતવર્ષની ૬ શાળાની સરખામણીમાં ૪૮ શાળા થઇ છે. આ વખતે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૩૪ ટકા આવતા વિર્દ્યાિથનીઓનું ૭૧.૭ ટકા પરિણામ સાથે બાજી મારી ગઇ છે. સાયન્સમાં ૯૯થી ઊપર પર્સન્ટાઇલ રેન્ક મેળવનાર એ ગ્રુપમાં ૫૩૭ અને બી ગ્રુપમાં ૨૦૮ વિદ્યાર્થીઓ છે. આ વખતે પણ સાયન્સમાં અંગ્રેજી માધ્યમનું ૭૫.૧૨ ટકા કરતા ગુજરાતી માધ્યમનુું ૬૮.૪૬ ટકા સાથે ઓછુ પરિણામ આવ્યુ છે. આ વખતે ગેરરીતિના ૨૩ કેસ નાધાયા છે. જયારે ગતવર્ષે ૧૮ કેસ હતા. આ વખતે એ ગ્રુપના ઊમેદવારો ૪૬૪૪૬(૭૨.૩૧ ટકા), બી ગ્રુપના ઊમેદવારો ૧૫૯૮૯(૬૧.૯૩ ટકા) અને એબી ગ્રુપના ઊમેદવાર ૪૬(૧૨.૯૯ ટકા) પરિણામ આવ્યુ છે. ૧૦૦ ટકા માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા વિષય પ્રમાણે જોઇએ તો મેથ્સમાં ૩૦, કેમેસ્ટ્રીમાં ૩, ફિઝિકસમાં ૬, બાયોલોજી ૮ અને કોમ્પ્યુટરમાં બે વિદ્યાર્થીોનો સમાવેશ થાય છે. ધો-૧૨ સાયન્સમાં ૨૦ ટકા પાસગ સ્ટાન્ડર્ડથી ૧૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે સાયન્સમાં ૧૧૧ વિકલાંગ વિદ્યાર્થીઓમાંથી એ૧ ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી આવ્યા નથી.  વિકલાંગ વિદ્યાર્થીઓનું પરિણામ ૭૯.૨૮ ટકા આવ્યુ છે. ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યામાં એ૧ ગ્રેડમાં ૩૪૪, એ૨ ગ્રેડમાં ૪૭૭૧, બી૧ ૧૧૨૭૨, બી૨ ૧૫૪૮૦, સી૧ ૧૭૯૯૫, સી૨ ૯૯૨૧, ડી ૨૪૯૮ અને ઇ૧ અને ઇ૨ ગ્ડમાં ૨૮૦૮૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ કુલ  ડી કે તેથી ઊપરના ગ્રેડવાળા કુલ ૬૨૪૮૧ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બનશે. આ વખતે ૯ વિષયમાં ૨ વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની જરૂરિયાત છે. આજ જાહેર થયેલા પરિણામમાં અમદાવાદમાં ૬૪૭૯ અને અમદાવાદ ગ્રામ્યમાં ૩૩૯૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે. જયારે આજરોજ જાહેર થયેલા ગુજકેટના પરિણામમાં પર્સન્ટાઇલ રેન્ક ૯૯ મેળવનાર એ ગ્રુપમાં ૬૮૭ અને બી ગ્રુપમાં ૨૬૧ વિદ્યાર્થીઓ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope