All posts by news

ડોન દાઊદ કરાચીમા જ છુપાયો છે : ચિદમ્બરમ

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, તા. ૧૨

અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છૂપાયેલો છે તેવો દાવો કેન્દ્રીય ગાૃહ મંત્રી પી. ચિદમ્બરમે આજે કર્યો હતો. દાઊદનાં મામલે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી ગયા છે. બંને વચ્ચે ખચતાણની સ્થિતિ છે છતાં ભારતે હાલમાં પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ગઇકાલે જ પાકિસ્તાનમાં છૂપાયેલા ૫૦ આતંકવાદીઓ અને ગુનેગારોની યાદી ભારતે જારી કરી હતી. આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમનો સમાવેશ થાય છે. ગઇકાલે જ પાકિસ્તાને દાઊદ પાકિસ્તાનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાને રદિયો આપ્યો હોવા છતાં ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનનું વલણ અયોગ્ય છે. દાઊદ પાકિસ્તાનમાં જ છે તેમાં કોઇ બેમત નથી.

 

બોગસ માર્કશીટ કાંડ : વધુ એક બોગસ પાઈલોટ ઝબ્બે

ઝડપાયેલા પાઈલોટોની સંખ્યા વધીને ૧૯ : વધુ બે નામ સપાટી પર આવ્યા હોવા છતાં તેમની ધરપકડ થઇ નથી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૨

કોર્મિશયલ ફલાઈંગ લાઈસન્સ મેળવવા માટે બોગસ માર્કશીટનો ઊપયોગ કરવા બદલ વધુ એક પાઈલોટની આજે ધરપકડ કરવામાં આવી હતી. આની સાથે જ ઝડપાઈ ગયેલા પાઈલોટોની કુલ સંખ્યા વધીને ૧૯ ઊપર પહાચી ગઈ છે. દરમિયાન એરલાઈન રેગ્યુલેટર ડિરેકટરોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમને જિગેશ જી ભાઈ પટેલ અને સૌરભ પી. લોખાંડેના નામ સાપી દેવામાં આવ્યા છે. ડીજીસીએનો આક્ષેપ છે કે આ બન્નેએ પણ કોર્મિશયલ પાઈલોટ લાઈસન્સ મેળવવા માટે બોગસ માર્કશીટ રજૂ કરી હતી. આજે રોહિત કપુરની દક્ષિણ દિલ્હીમાં આર.કે. પુરમથી ધરપકડ કરી લેવામાં આવી હતી. પટેલ અને લોખાંડે અને સાથે સાથે મધ્યસ્થીની ધરપકડ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસ હજુ સુધી ૧૧ પાઈલોટ, ડીજીસીએના ત્રણ ઓફિસર અને એક મધ્યસ્થીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બોગસ પાઈલોટ કાંડમાં બે અન્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. જયપુર પોલીસ બે બનાવટી પાઈલોટોની પણ ધરપકડ કરી ચુકી છે. બનાવટી માર્કશીટ ઊપલબ્ધ કરાવનાર ચાર મોડલનો પોલીસ અગાઊ પર્દાફાશ કરી ચુકી છે.

 

જરૂર પડશે તો કાનીમોઝીની ફરી પૂછપરછ કરાશે : ૨જી કૌભાંડમાં કાનીમોઝીની આઇટી દ્વારા પૂછપરછ થઇ

કલેગનર ટીવીને ૨૦૦ કરોડ રૂપિયા પહાચાડવાનાં મામલે ૯૦ મિનિટ સુધી કરૂણાનિધીની પુત્રીની પૂછપરછ કરાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ચેન્નઈ, તા. ૧૨

તમિળનાડુનાં મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ઇન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ દ્વારા ૨જી કૌભાંડનાં સંબંધમાં આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનગર ટીવીને શાહિદ બલવાની માલિકીની ડીબી રિયાલીટી તરફથી મળેલા ૨૦૦ કરોડ રૂપિયાનાં મામલે કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનર ટીવીમાં કાનીમોઝી પર હિસ્સેદારી ધરાવે છે.

૪૩ વર્ષીય સાંસદ કાનીમોઝી સમન્સ અપાયા બાદ ઊપસ્થિત રહ્યા હતાં. આઈઠી સૂત્રોનાં જણાવ્યા મુજબ ડીએમકે સાંસદ કાનીમોઝી અને કલાઈગીર ટીવીના એમડી શરદકુમારને અગાઊ ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રાન્સફર અંગે સ્પષ્ટતા કરવા સમન્સ ફટકારવામાં આવ્યું હતું. ઈન્કમટેકસ વિભાગે ગુરુવારે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હોવાથી પોસાબા હાઊસ કોર્ટમાં ગેરહાજર રહેવા મંજૂરી આપવા કાનીમોઝી અને શરદ કુમારે વિનંતી કરી હતી. પૂર્વ એડીશનલ સોલીસીટર જનરલ આસીફ એહમદ કનિમોઝી વતી કોર્ટને જાણ કરી હતી કે કાનીમોઝી અને શરદકુમારને ચેન્નાઈના નુનગામ બાકામ ખાતેની આઈટી ઓફિસમાં ૧૨મીના રોજ અનુક્રમે ૧૧ અને સાડાબાર વાગે હાજર રહેવાનું રહેશે. નાધનીય છે કે, કાનીનેઝીની અગાઊ સીબીઆઈ દ્વારા પણ ૩૬૩ પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રાન્સફરનો મુદ્દો જ કેન્દ્ર સ્થાને હતો. જેના સંદર્ભે આઈટીએ પણ પૂછપરછ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આઇટીનાં સૂત્રોએ કહ્યું છે કે, કાનીમોઝીની જો જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. શરદ કુમારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ બંનેની ડેપ્યુટી ડિરેકટર સ્તરનાં અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઇ હતી. આશરે દોઢ કલાકનાં ગાળા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસથી રવાના થઇ ગયા હતાં. દિલ્હી કોર્ટે અંગત હાજરીમાંથી કાનીમોઝી અને કુમારને હાલમાં મુકિત આપી હતી. તેમની જામીન અરજી પર ચુકાદો ૧૪મી મેનાં દિવસે જાહેર કરવામાં આવશે.

ઇડીએ કલેગનગર ટીવીને જંગી નાણાંની ટ્રાન્સફરનાં મામલે પૂછપરછ માટે તેમની સામે સમન્સ જારી કર્યા હતાં. કલેગનર ટીવીમાં કાનીમોઝી અને કુમાર બંને ૨૦-૨૦ ટકાની હિસ્સેદારી ધરોવ છે. કરૂણાનિધીની પત્ની દયાલુઅમ્મલનું નામ પણ સીબીઆઇની પૂરક ચાર્જશીટમાં આવી ચૂકયું છે. કરૂણાનીધીની પત્ની કલેગનર ટીવીમાં ૬૦ ટકા હિસ્સેદારી ધરાવે છે.

આવતીકાલે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થનાર છે તેથી પણ અસર થવાની શકયતા છે. કાનીમોઝી ૨જી કૌભાંડનાં કારણે વિવાદોના ઘેરામાં પહેલેથી જ આવી ચૂકયા છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની શકયતા છે.

સીબીઆઇ-આવકવેરા વિભાગ અને ઇડી દ્વારા ટુજી કૌભાંડમાં જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ડીએમકેનાં વરિષ્ઠ નેતા ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજા પહેલેથી જ જેલનાં સળીયા પાછળ પહાચી ચૂકયા છે.

 

 

કાનીમોઝી મુશ્કેલીમાં

 

(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નઇ,તા. ૧૨

· કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી પૂછપરછ

· ૨૦૦ કરોડની લેવડદેવડના મામલે આકરા પ્રશ્નો કરાયા

· આઇટી દ્વારા સમન્સ જારી કરાયા બાદ ઊપસ્થિત થયા

· જરૂર પડશે તો કાનીમોઝીની ફરી પૂછપરછ પણ કરવામાં આવશે

· કલેગનર ટીવીનાં એમડી શરદ કુમારની પણ પૂછપરછ કરાઇ

· પૂછપરછ કરાયા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસમાંથી ગુપ્ત રીતે રવાના થઇ ગયા

· કાનીમોઝીની જામીન અરજી પર ૧૪મીએ ચુકાદો આવશે

· કાનીમોઝી અને શરદ કુમાર નવીદિલ્હીમાં ૨જી કાંડનાં સંબંધમાં ઇડીની સમક્ષ ઊપસ્થિત થઇ ચૂકયા છે

· કાનીમોઝી કલેગનર ટીવીમાં હિસ્સેદારી ધરાવે છે

 

પોર્ટમેન એકટગ છોડી દે તેવી પ્રબળ સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૧૨

ઓસ્કાર વિજેતા અભિનેત્રી નતાલી પોર્ટમેન હાલ પોતાના પ્રથમ બાળકને લઈને આશાવાદી છે. નતાલીએ એવો સંકેત આપ્યો છે કે તે પરિવાર શરૂ કરવા માટે એકટગ સાથે છેડો ફાડી શકે છે. ૨૯ વર્ષીય પોર્ટમેને કહ્યું છે કે તે હોલિવુડની અન્ય અભિને૬ી આઊન્ડ્રે હેપબર્નના પગલે આગળ વધવા માંગે છે. તે પણ બાળક માટે હોલિવુડ છોડી ચુકી છે. ડાન્સ નિર્દેશક બેન્જામીન મિલીપાઈડ સાથે સંબંધ ધરાવતી નતાલી પોર્ટમેને કહ્યું છે કે તે યોગ્ય માર્ગ અપનાવવા હાલ વિચારી રહી છે. ખુબ ોછા લોકોને આ બાબતની માહિતી છે કે નતાલી અમેરિકન અને ઈઝરાયેલી નાગરિકતા ધરાવે છે. વર્ષ ૧૯૯૪માં તે અનાથ તરીકેની ભૂમિકામાં નજરે પડી હતી. ત્યારબાદથી તે સતત ચર્ચામાં રહી છે. પોર્ટમેનની યાદગાર ફિલ્મોમાં બ્યુટિફુલ ગર્લ અને એનીવેર બટ હિયરનો સમાવેશ થાય છે. તે ઓસ્કાર એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે. અૈતિહાસિક ડ્રામા ફિલ્મ ગોયાસ ઘોસ્ટમાં પણ તે નજરે પડી ચુકી છે.હાલ તે સૌથી વ્યસ્ત અભિનેત્રી પૈકીની એક અભિનેત્રી છે.

 

ખુબસુરત ઈવા મેન્ડેસની સુન્દરતા માટેનુ રહસ્ય શુ

(સંપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૧૨

હોલિવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ પૈકીની એક ઈવા મેન્ડેસની ખુબસુરતીને લઈને મોટા ભાગની મહિલાઓ ખુબ પ્રભાવિત છે ત્યારે ઈવા મેન્ડેસે હવે તેની ખુબસુરતી માટેનું રહસ્ય જારી કર્યું છે. ઈવાનું કહેવું છે કે બિકનીમાં ફોટો શુટ કરવાના કારણે તેને તેની ખુબસુરતી જાળવી રાખવામાં મદદ મળે છે. ૩૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે ફોટો શુટ માટે શરીરને આકર્ષક રાખવામાં આવે તે જરૂરી છે. ઈવાએ કહ્યું છે કે ફોટો શુટ વારંવાર કરવાની ફરજ પડે ચે. જેથી તે સ્લીમ રહે તે જરૂરી છે. સ્લીમ રહેવા માટે ઈવા મેન્ડેસ ચોકલેટ-ચિપ્સ કુકીઝ અને એવી કોઈ અન્ય ટેસ્ટી ચીજો ખાતી નથી.

ચરબીમાં વધારો કરે ેતેવી કોઈ ચીજ તે ખાતી નથી. ઈવા મેન્ડેસ ખાવાની ચીજવસ્તુઓને લઈને ખુબ સાવધાન રહે છે. અમેરિકન અભિનેત્રી અને મોડલ ઈવાએ વર્ષ ૧૯૯૦માં એકટગની શરૂઆત કરી હતી. શરૂઆતના ગાળામાં નાના નાના રોલ મળ્યા હતા. જો કે તે ટુંક સમયમાં પોતાની કુશળતા રજૂ કરવામાં સફળ રહી હતી. ત્યારબાદ તે કેટલીક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુકી છે. તેની યાદગાર ફિલ્મોમાં ઘોસ્ટ રાઈડર, વી ઓન ધ નાઈટ અને લાસ્ટ નાઈટનો સમાવેશ થાય છે. તેની અન્ય ઘણી ફિલ્મો પણ ધુમ મચાવી ચુકી છે.ફલોરીડામાં મિયામી નજીક તેનો જન્મ થયો હતો. તે લોસએન્જલસમાં ઊછરીને મોટી થઈ હતી. તેની માતાની તેની કેરિયરમાં મોટી ભૂમિકા રહી છે.

 

ચોકલેટ, ચિપ્સ, કુકીઝ, ચરબી વધે તેવી ચીજવસ્તુઓનો ઊપયોગ હોલિવુડ સુપરસ્ટાર મેન્ડેસ હાલમાં ટાળે છે

 

કરીના પણ હવે ટીવી શો હોસ્ટ કરે તેવી સંભાવના

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૧૨

બોલિવુડની લોકપ્રિય અભિને૬ી કરીના કપુર પણ સ્ટાઈલ આદારિત રીયાલિટી શો યોજે તેવી સંભાવના છે. પોતાના ફેશન સેન્સના કારણે કરીના કપુર પહેલાથી જ ખુબ લોકપ્રિય છે. ગ્લોબલ એન્ટરટેઈન્મેન્ટ ચેનલ પર તેના શોને રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. આ શોમાં કરીના કપુર કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ તે અંગે માહિતી આપતી નજરે પડશે. તે મેકઅપ અંગે પણ જરૂરી સલાહ ભગ લેનાર ઊમેદવારોને આપશે. બેબોએ આ અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે તેને શો યોજવા માટે ઓફર કરવામાં આવી છે. જો કે કરીના કપુરે હાલમાં આ સંબંધમાં વધારે માહિતી આપવાનો સાફ ઈન્કાર કર્યો છે.કરીનાએ કહ્યું છે કે પ્રાથમિક માહિતી હાલ તૈયાર કરવામાં આવી રહી છે. શોની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ફેશન શો કરવા માટે પણ તેને ઘણી ઓફર મળી રહી છે.

 

અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ સગર્ભા છે : હેવાલમાં ધડાકો

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૧૨

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં સગર્ભા હોવાના અહેવાલ મળ્યા છે. જો કે આ સમાચારને સમર્થન મળી રહ્યું નથી. શિલ્પા શેટ્ટી આઈપીએલની મેચોમાં હાલ આનંદ માણી રહી છે. જો કે તે સગર્ભા હોવાના અહેવાલ મળ્યા બાદ બોલિવુડમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. ૨૨મી નવેમ્બર ૨૦૦૯ના દિવસે બે વર્ષ સુધી સંબંધ જાળવ્યા બાદ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ લગ્ન કર્યા હતા. હવે બન્ને નવા સભ્યને આવકારવા માટે તૈયાર છે. શિલ્પા પ્રથમ વખત માતા બનવા જઈ રહી છે. જયારે કુન્દ્રા અગાઊના લગ્ન બાદ પણ એક વખત પિતા બની ચુકયા છે. રાજે અગાઊ કવિતા નામની યુવતિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ કવિતાએ નવમી સપ્ટેમ્બર ૨૦૦૬ના દિવસે પુત્રી દિલિનાને જન્મ આપ્યો હતો. અહેવાલ મુજબ શિલ્પા લાંબા સમયથી માતા બનવાની ઈચ્છા દરાવતી હતી. વર્ષ ૨૦૦૯માં એવા મિડિયા અહેવાલ આવ્યા હતા કે શિલ્પા પરિવાર શરૂ કરવા માટે ખુબ ઊત્સુક છે. એ વખતે શિલ્પાએ કહ્યું હતું કે તે બાળકોને ખુબ પસંદ કરે છે. બે બાળકોની ઈચ્છા શિલ્પા વ્યકત કરી ચુકી છે. શિલ્પાના નવા ભવ્ય આવાસમાં રેડીમેડ નર્સરી છે. શિલ્પા નવેમ્બર ૨૦૦૯માં રાજ સાથે લગ્ન કરી વધુ ચર્ચામાં આવી ગઈ હતી. શિલ્પાએ સેલિબિ્રટી બિગ બ્રોધર શોમાં ચેમ્પિયન બનીને માત્ર બિ્રટનમાં જ નહી બલ્કે વિશ્વભરમાં લોકપ્રિયતા મેળવી હતી. આ દંપતિએ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં શેર ખરીદી લીધા હતા.

 

રાજ- શિલ્પા શેટ્ટી પરિવારમાં નવા સભ્યને આવકારવા માટે ખુબ ઊત્સુકઃબોલિવુડમાં સમાચાર મામલે સસ્પેન્સ

 

માઘવારીમાં ઘટાડો : ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા થઇ ગયા

ફયુઅલ ઇન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા નાધાયો : બટાકાની કમતમાં ઘટાડો : શાકભાજી પણ સસ્તી : લોકોેને રાહત

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૨

૩૦મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહો ખાદ્યાન્ન ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા નાધાયો છે. જયારે ફયુઅલ ઈન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા થઈ ગયો છે. ગત સપ્તાહે ફુગાવાનો અને ફયુઅલ ઈન્ડેકસનો દર અનુક્રમે ૮.૫૩ અને ૧૩.૫૩ ટકા હતો. પ્રાથમિક ચીજવસ્તુઓનો ઈન્ડેકસ ૧૧.૯૬ ટકા નાધાયો છે. જે ગત સપ્તાહે ૧૨.૧૧ ટકા હતો. આમ ફુગાવાનો દર ઘટીને ૧૮ મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે. ચાલુ સપ્તાહ દરમિયાન કઠોળની કમતમાં ર્વાિષક ધોરણે ૯ ટકાનો ઘટાડો થયો છે. જયારે શાકભાજીની કિંમત પણ ૩.૬૪ ટકા ઘટી છે. બટાકાની કમત ૩.૫૮ ટકા ઘટી છે. અનાજ અને ફળફળાદિની કમત હજુ પણ ઊંચી છે. અનાજની કમત ૪.૫૪ અને ફળફળાદિની કમત ૩૫ ટકા ર્વાિષક ધોરણે વધી છે. દૂધની કિંમત પણ ૪.૩ ટકા વધી છે. ઈંડા,મટન અને માછલીના ભાવ પણ ૪.૬૨ ટકા વધ્યા છે. બિન ખાદ્ય વસ્તુઓનો ઈન્ડેકસ ૨૮.૬૨ ટકા નાધાયો છે. ફાયબરની કમત ૮૬ ટકા અને ્મીનરલની કમત ૧૧.૯૫ ટકા વધી છે. ફુગાવાના દર કરતાં રીઝર્વ બક ઓફ ઈન્ડિયાને આંશિક રાહત મળે છે. ગત સપ્તાહે જ આરબીઆઈએ રેપોરેટમાં ૦.૫૦ ટકાનો વધારો ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા કર્યો હતો.

 

 

માઘવારી ઘટવાની સાથે સાથ

 

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા.૧૨

· ખાદ્યાન્ન ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા થયો

· ફયુઅલ ઇન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા

· પ્રાથમિક ચીજ-વસ્તુઓનાં ઇન્ડેકસમાં ઊતાર-ચઢાવ

· ફુગાવાનો દર ૧૮ મહિનાની નીચી સપાટીએ આવ્યો

· શાકભાજીની કમતમાં ૩.૬૪ ટકાનો ઘટાડો

· અનાજ અને ફળફળાદીની કમતમાં હજુ ઊંચી સપાટી

· દૂધની કમતમાં ૪.૩ ટકાનો વધારો

 

ઔદ્યોગિક ઊત્પાદનનો દર ઘટી ૭.૮ ટકા થયો

નવી દિલ્હી, તા. ૧૨

મેન્યું ફેકચરગ અને ખાણક્ષેત્રના નબળા દેખાવને લીધે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં ઔદ્યોગિક ઊત્પાદનનો દર ઘટીને ૭.૮ ટકા નાધાયો છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૦૯-૧૦માં ઔદ્યોગિક ઊત્પાદન વાૃદ્ધિદર ૧૦.૫ ટકા હતો જો કે ચાલુ વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં ઔદ્યોગિક વાૃદ્ધિદર ૩.૬ ટકા વધ્યો છે. ઔદ્યોગિક ઊત્પાદનદરમાં ૮૦ ટકા હિસ્સેદારી ધરાવતા મેન્યુ ફેકચરગ ક્ષેત્રનો ર્વાિષક વાૃદ્ધિદર ૮.૧ ટકા નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧માં નાધાયો છે જે ગત નાણાકીય વર્ષમાં ૧૧ ટકા હતો. માર્ચમાં પણ મેન્યુ ફેકચરગ ક્ષેત્રના વાૃદ્ધિદરમાં ઘટાડો થયો હતો. ગત વર્ષના માર્ચમાં તેનો વાૃદ્ધિદર ૧૬.૪ ટકા હતો જે ચાલુ વર્ષે ૭.૯ ટકા નાધાયો છે. પણ ક્ષેત્રના જે ચાલુ વર્ષે ૭.૯ ટકા નાધાયો છે. પણ ક્ષેત્રના વાૃદ્ધિદરમાં પણ ઘટાડો થઇ ૫.૯ ટકા રહ્યો છે. જે ગત નાણાંકીય વર્ષમાં ૯.૯ ટકા હતો માર્ચ માસમાં પણ ક્ષેત્રનો વાૃદ્ધિદર ૦.૨ ટકા જ નાધાયો છે જે ગત નાણાંકીય વર્ષમાં ૨૦.૯ ટકા હતો. કેપીટલ ગુડઝનો ઊત્પાદન દર ચાલુવર્ષના માર્ચમાં ૧૨.૯. ટકા નોધેલો છે. ૨૦૧૦ના માર્ચમાં તે ૩૬ ટકા હતો. ગત નાણાંકીય વર્ષમાં ઉર્જા ક્ષેત્ર દર ૫.૬ ટકા થયો છે. જે ૨૦૦૯-૧૦માં ૬ ટકા હતો માર્ચ માસમાં ગત વાૃદ્ધિદર ૮.૩ ટકાની સાથે ૭.૨ ટકા નાધાયો છે ચાલુવર્ષના માર્ચ માસમાં ૧૭ ઔદ્યોગિક જીવોમાંથી ૧૩ની વાૃદ્ધિ થવા પામી છે. કન્ઝ્યુમર ડ્યુરેલલ વાૃદ્ધિદર ૨.૨ ટકા ગત વર્ષના ૦.૪૩ની સાથે માર્ચમાં નાધાયો છે. ૨૦૦૯-૧૦ના ૬.૨ ટકાના વાૃદ્ધિદર સાથે કન્ઝ્યુમર ગુડ્ઝનો વાૃદ્ધિદર ગત નાણાંકીયવર્ષમાં ૭.૫ ટકા નાધાયો છે. ઔદ્યોગિક ઊત્પાદન ઘટી જતાં તેની શેરબજાર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે.

 

નાણાકીય વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં ઔદ્યોગિક વાૃદ્ધિ દર ૧૦.૫ ટકા હતો જે હવે ઘટીને ૭.૮ ટકા થઇ ગયો છે

 

બેકગ, આઇટી અને કેપિટલ ગુડસનાં શેરમાં ઘટાડો નાધાયો : સેન્સેકસમાં ફરી ૨૪૯ પોઇન્ટનો ઘટાડો, ચાંદીમાં ૭૩૦૦નો કડાકા

પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ પેટ્રોલિયમ પેદાશોની કમતમાં વધારાની દહેશતની વચ્ચે શેરબજારમાં કડાકો : ઊથલપાથલ જારી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ/મુંબઈ, તા. ૧૨

પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના આવતીકાલે જાહેર થનારા પરિણામો બાદ પેટ્રોલિયમ પેદાશોની કમતમાં સરકાર દ્વારા વધારો થવાની દહેશતને પગલે મુંબઈ શેરબજારનાં બીએસઈ સેન્સીટીવ ઈન્ડેકસમાં ૧.૩૪ ટકા અથવા ૨૪૯.૧૭ પોઈન્ટનો આજે ઘટાડો થતાં ૧૮૩૩૫.૭૯ની સપાટીએ નરમ આવ્યો હતો. સેન્સેકસી જેમ નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના નિફટીમાં પણ ૧.૪૨ ટકા અથવા ૭૮.૮૫ પોઈન્ટનો ઘટાડો થતાં ૫૪૮૬.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેકસ આજે નીચા મથાળે ખૂલ્યો હતો. પરંતુ માર્ચ માસના આઈઆઈની આંકડાઓ અપેક્ષા કરતાં સારા આવતાં તે હકારાત્મક શ્રેણીમાં પ્રવેશી ગયો હતો. જો કે આવતીકાલે જાહેર થનારા વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો રોકાણકારો દ્વારા સાવચેતીપૂર્વક વલણ અપનાવવામાં આવતાં તે નકારાત્મક શ્રેણીમાં પ્રવેશી ગયો હતો. રીયાલ્ટી ઈન્ડેકસ સિવાય. તમામ ઈન્ડેકસો આજે ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. મેટલ ઈન્ડેકસમાં સૌથી વધુ ૪ ટકાનો ઘટાડો થયો હતો.બકગ, આઈટી અને કેપીટલ ગુડ્ઝમાં ૧ થી ૨ ટકાનો ઘટાડો થયો હતો. ઓટો ઈન્ડેકસમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈ-૩૦ સ્ક્રીપોમાં સૌથી વધુ ૨.૭ ટકાનો કડાકો એચડીએફસીમાં થયો હતો. જેથી એસોસીએટ્સ અને ટીસીએસમાં ૨.૩ ટકાનો ઘટાડો થયો હતો. માત્ર ત્રણ કંપનીના શેરની કમત જ વધી હતી. સૌથી વધુ ૦.૬ ટકાનો ઊછાળો ઓએનજીસીમાં થયોહ તો. રીયાલ્ટી જાયન્ટ ડીએલએફમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો.

માર્કેટ બ્રેડથ નબળી રહી હતી. ૨૨ ટકા શેર જ વધ્યા હતાં. એશિયાના અન્ય બજારોમાં જાપાનનો ૨૨૫ નિક્કી ૧.૫ ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨ ટકા ઘટ્યો હતો. હાગકાગનો હેેંગસગ ૧ ટકા ઘટીને બંધ રહ્યો હતોદરમિયાન વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતના પગલે આજે ચાર દિવસની તેજી બાદ બંને કમતી ધાતુઓમાં ભારે ઘટાડો નાધાયો હતો. અમદાવાદ બુલિયન બજારમાં ચાંદીમા વધુ ૭૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. ૭૩૦૦ રૂપિયા ઘટાડો થતાં ચાંદીની કમત પ્રતિ કિલો ૫૨૫૦૦ની સપાટીએ બંધ રહી હતી. જયારે ૩૭૫ રૂપિયા ઘટી શુદ્ધ સોનું (૯૯.૯) ૨૨૨૦૦ અને સ્ટાન્ડર્ડ સોનું (૯૯.૫)થી કમત ૨૨૧૦૦ની સપાટીએ રહી હતી. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે રૂ ૭૨૦૦ ઘટી ચાંદીની કમત રૂ ૫૩૩૦૦ પ્રતિકિલો થઈ ગઈ હતી. શુદ્ધ સોનું ૪૧૦ રૂપિયા ઘટી પ્રતિતોલા ૨૨૧૭૦ રૂપિયા બોલાઈ હતી. જયારે ૪૧૦ રૂપિયા ઘટી સ્ટાન્ડર્ડ સોનું ૨૨૦૫૦ રૂપિયા પ્રતિતોલા થઈ ગઈ હતી.

 

શેરબજારની સાથ સાથે

 

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૨

· નબળા ઔદ્યોગિક ઊત્પાદન વચ્ચે સેન્સેકસમાં ૨૪૯ પોઇન્ટનો ઘટાડો

· ક્રુડ ઓઇલની વધતી જતી કિમત વચ્ચે વૈશ્વિક બજારમાં પણ ઘટાડો

· ફંડ દ્વારા જોરદાર વેચવાલી

· મેટલ, કેપિટલ ગુડસ અને બેકગ સેકટરનાં શેરમાં ઘટાડો

· નિફટીમાં વેચવાલીનાં લીધે ૭૯ પોઇન્ટનો ઘટાડો

· નબળા ઔદ્યોગિક ઊત્પાદનનાં આંકડાથી બજારમાં ચતા ફેલાઇ

· ક્રુડની કમત અમેરિકામાં બેરલ દીઠ ૯૯.૪૦ ડોલર

· મેટલ ઇન્ડેકસમાં ૨.૯૯ ટકાનો ઘટાડો

· કેપિટલ ગુડ્સ ઇન્ડેકસમાં ૧.૪૨ ટકાનો ઘટાડો

· બૈકગ ઇન્ડેકસમાં ૧.૩૯ ટકાનો ઘટાડો