૧૯૨ કોર્પોરેટરને લેપટોપ આપવા માટે દરખાસ્ત થઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત નવેંબર મહીનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વિજયી બનેલા ૧૯૨ કોર્પોરેટરોને આગામી દિવસોમાં ઘી-કેળા મળ્યા જેવી સ્થિતિ સર્જાશે.કેમકે આ વખતે મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૧૯૨ કોર્પોરેટરોને રૃપિયા ૩૮,૩૨૫ની કિંમતનું એક એવા ૨૫૦ લેપટોપની ખરદી કરી કોર્પોરેટરોને આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ ઉપરાંત તમામ કોર્પોરેટરોને રિલાયન્સના ફોર-જી પ્લાન સાથે પણ કનેકટિવિટી આપવા અંગે કાર્યવાહી કરવા દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.આ અંગેની મળતી વિગતો મુજબ,સ્ટેન્ડિંગ કમિટીની મળનારી બેઠકમા ંનવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ડેલ લેટીટયુડના લેપટોપ આપવા માટે મંજૂરી માંગવામાં આવી છે.આ લેપટોપમાં ફોર-જીબી રેંમ ઉપરાંત અનેક સુવિધાઓ કોર્પોરેટરોને મળશે.એક અન્ય દરખાસ્તમાં

૧૯૨ કોર્પોરેટરોને રિલાયન્સની ફોર-જી કનેકટિવિટી સાથે જોડવા અંગે મંજુરી માંગવામાં આવી છે.જેમાં ૨-જી સેવા કોમ્બો પ્લાન સાથે જીએસએમ કનેકશન વત્તા થ્રી-જી માટે અલાયદુ આઈપોડ ડીવાઈસ સબસ્ક્રાઈબ કરવાની એ પછી રિલાયન્સ દ્વારા ફોર-જી લોન્ચ કર્યા બાદ તમામ ૧૯૨ કોર્પોરેટરોને ફોર-જી કનેકટિવિટીથી સાંકળી લેવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવી છે.આમ કમિટી દ્વારા આ બંને દરખાસ્તોને મંજુરી આપવામાં આવ્યા બાદ હાલના કોર્પોરેટરોને જલસા પડી જશે.

 

ચકચારી ચેતન બેટરી કેસમાં કુખ્યાત વિશાલ પકડાઈ ગયો

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ચેતન બેટરી મર્ડર કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને ફર્લો રજા ઉપર નિકળ્યા બાદ ફરીથી હાજર નહીં થયેલા કુખ્યાત વિશાલ વિષ્ણુ નાયકને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ચોક્કસ બાતમીના આધારે તેને મુંબઈ ગોરેગાંવ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. તેને ગોરેગાંવ ઇસ્ટ ઉમિયામાતાજી ધામ પટેલ યાત્રી ભવન ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. તેની સામે ગુનાહિત ઇતિહાસ રહેલો છે. નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૦૨માં ખૂનના ગુનામાં જેલની સજા ભોગવી ચુકેલા અને સાબરમતી જેલમાં જેલવાસ વેળા ૨૦૦૫માં ચેતન બેટરીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજીવન કેદની સજા તેને પડી હતી. કુખ્યાત વિશાલ પાસેથી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ૨૦૦૨માં નારણપુરા ખાતે હત્યાના ગુન્હામાં સાબરમતી જેલમાં હતો. તે દરમ્યાન ૨૦૦૫માં ચેતન બેટરીના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવીને ગુજરાતના અલગ અલગ જેલોમાં રહી ચુક્યો હતો.

૨૦૧૫નાને નદીમાં સુરતના લાજપોર જેલ ખાતે ફર્લો રજા પર છુટ્યા બાદ ફરાર હતો. છેલ્લા એક વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. આરોપી વિશાલ વિષ્ણુભાઈ નાયકને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુજરાત એટીએસ એ સંયુક્ત ટીમ બનાવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમ મુંબઈ ખાતે રવાના થઈ હતી. આરોપી વિશાલ વિષ્ણુભાઈ નાયકને મુંબઈના ગોરેગાવ ખાતેથી પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની સઘન પુછપરછ કરતાં આરોપી ૨૦૧૫ના મે મહિનામાં ફર્લો રજા બાદ સાણંદ ખાતે તેના એક મિત્રના ફલેટમાં બે મહિના સુધી રોકાયો હતો. ખોટા દસ્તાવેજો બનાવી

બ્રોકર દ્વારા ગોતા ખાતે ભાડેના મકાનમાં રહેતો હતો. પોતાની ઓળખ છુપાવા હેલમેટ પહરીને બહાર નીકળતો હતો. આરોપી પોલીસના પકડથી બચવા માટે પોતાની પાસે હમેશા ચીલીસ્પે રાખતો હતો. જેલવાસ દરમ્યાન આરોપીને એક મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ પટેલ સમાજની વાડીઓ આવેલી છે જ્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા મળે છે જેથી ખોટા દસ્તાવેજો બનાવી પટેલવાડીમાં રોકાયો હતો. આરોપી એ કડી ખાતે રહેતા જીજાજીના દસ્તાવેજો મેળવીને એક પછી એક દસ્તાવેજો અને પાસપોર્ટ બનાવ્યા હતા. પાસપોર્ટના આધારે એકવાર અમેરીકાના વિઝા માટે અરજી કરી હતી. જોકે વિઝા મળ્યા ન હતા. આરોપી પાસપોર્ટ બનાવ્યા પહેલા બે નંબરમાં વિદેશ ભાગી જવાના પ્રયત્નો કરી અને દિલ્હી ખાતેના એજન્ટો પાસે ગયો હતો. જોકે સફળતા મળી ન હતી.

 

કન્યા શિક્ષણ સાથે કુપોષણ મુક્તિ માટે આહવાન કરાયું

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કન્યા શિક્ષણ સાથે જ કુપોષણ મુક્તિ માટે સમાજ શક્તિ ને વ્યાપક સ્તરે જોડવાનું આહવાન કર્યું છે. જો દિકરી શિક્ષીત હશે તો બે કુળ તારશે અને બાળક કુપોષણ મુક્ત હશે તો તંદુરસ્ત સમાજ તંદુરસ્ત નાગરિકનું ઘડતર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળના ઉપક્રમે રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલમાં વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને પોષક આહાર પુરક પોષણ માટે રૃપિયા ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આનંદીબેન કહ્યું કે, ગુજરાતના યુવાનો યુવતીઓને આવા આધુનિક જ્ઞાન સંપદાથી સજજ કરી રાજયના આવી રહેલા ૮૨ હજાર કરોડના ઔદ્યોગિક રોકાણો સાથે તાલ મિલાવતા રોજગાર અવસરો આપવાની દિશામાં પણ સેવાભાવી શિક્ષણ સંસ્થાઓ વિચારે તેવું વાતાવરણ સર્જવું જોઈએ.

આનંદીબેન પટેલે કન્યા શિક્ષણની મહત્તા ધરાવવા સાથે ટેકનોલોજી યુક્ત આધુનિક જ્ઞાન સંપન્ન સમાજથી જ શ્રેષ્ઠ રાજય રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સમયાનુકુલ પરિવર્તન સાથેનું શિક્ષણ વિજ્ઞાન મેળવીને યુવા પેઢી પોતાની કારકિર્દીનું ઘડતર કરવા સાથે હાર્દભરી અપીલ કરતા કહ્યું કે દિકરીઓ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, જેવા ગહન વિષયો પ્રત્યે વિશેષ રસ લે તે આવશ્યક છે. સમાજના શ્રેષ્ઠીઓની પણ આ સેવાદાયિત્વ ભાવના હોવી જોઈએ. તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કન્યા શિક્ષણ માટે સમાજમાં જાગૃતિ આવી રહી છે. તેની સરાહના કરતા એવી અપીલ પણ કરી હતી કે દીકરા દિકરી વચ્ચેનો ભેદભાવ મિટાવવાની કન્યા ભૂણ હત્યા અટકાવવાની અને દિકરીઓને કુળદિપક જેમ જ વધાવવાની સમાજ જાગૃતિ એટલી જરૃરી છે. તેમણે જેન્ડર ઈમ્બેલેન્સ પુરુષ સ્ત્રી અસમાનતાના અનેકાનેક દ્રષ્ટાંતો આપતા માતાઓ બહેનો દીકરીઓને સ્પર્શતા વિવિધ રોગો માટે અમદાવાદમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ શરૃ કરીને માતા બાળકોને સ્પર્શતા વિવિધ રોગો માટે અમદાવાદમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ શરૃ કરીને માતા બાળકોને રોગમુક્ત રાખવાની નેમ દર્શાવી હતી. આનંદીબેન માતૃવાત્સલ્ય ભાવ સભર વક્તવ્યમાં ઉમેર્યું કે, દીકરા દિકરીનો ભેદ રાખવામાં ક્યાંકને ક્યાંક જાણ્યે અજાણ્યે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા જવાબદાર છે.

તેમણે કહ્યું કે, રાજય સરકારના પ્રયાસોને સમાજના મળી સહયોગને પરિણામે હવે એક હજાર દીકરાએ દીકરીના સંખ્યામાં વધારો કરી શક્યા છીએ. આપણે આ અસંતુલન હજુ પણ વધુ દુર કરવું છે. મુખ્યમંત્રીએ રાજય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં હાથ ધરાઈ રહેલા આરોગ્ય તપાસણી અભિયાન, બેસ્ટ સર્વાઈકલ કેન્સર, ગર્ભસ્થ શિશુના રોગો, દુર કરવાની અદ્યતન સારવાર, વાંકાચૂંકા હાથ પગના અંગો, ધરાવતા બાળકની શસ્ત્રક્રિયા જેવા અભિયાનોનો વ્યાપક લાભ લેવા અનુરોધ કર્યો હતો.  પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૃપાણીએ કહ્યું કે, ગુજરાતના વિકાસમાં સામાજીક યોગદાનમાં ખાસ કરીને પટેલ સમાજની સંસ્થાઓ દ્વારા કન્યાશિક્ષણની આહલેક જગાવવામાં આવી છે જે અન્યો માટે પ્રેરણારૃપ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજજ થવા જણાવ્યું હતું.

 

શ્યામલ નજીક મોલ પાર્કિંગમાં ભીષણ આગ : ભારે દોડધામ

શહેરના શ્યામલ ચાર રસ્તા પર આવેલા ટાઈટેનિયમ સીટી સેન્ટરના બેઝમેન્ટમાં આજે બપોરે અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટના બનતા આખા મોલમાં દોડધામ મચી જવા પામી હતી અને તમામ દુકાનો બંધ કરી દેવાઈ હતી. આ ઘટનાની જાણ ફાયરબિગ્રેડને કરતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી શરૃ કરી હતી. આ ઘટનામાં ચાર વ્યક્તિઓ ફસાયા હતા તેમને ફાયરના જવાનો દ્વારા સલામતથી બહાર કાઢવામાં આવ્યા હતા. કલાકોના જહેમત બાદ ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાની જાણ આનંદનગર પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ શરૃ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.

ફાયરબિગ્રેડના સુત્રો મુજબ, શ્યામલ ચાર રસ્તા પર આવેલા ટાઈટેનિયમ સીટી સેન્ટરના બેઝમેન્ટમાં આજે ૫ઃ૩૦ વાગ્યાની સુમારે અચાનક આગ લાગી હતી. આ ઘટના બનતા આખા મોલમાં દોડધામ મચી જવા પામી હતી અને ભય પ્રસરી જવા પામી હતી. આગને પગલે તમામ દુકાનોને બંધ કરી દેવાઈ હતી. આ ઘટનાની જાણ ફાયરબિગ્રેડ ને કરતાં તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી. આગને પગલે ૩ મહિલા અને એક પુરુષ ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરના જવાનો દ્વારા રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તમામ લોકોને સુરક્ષીત બચાવી લેવાયા હતા. કલાકોના જહેમત બાદ ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી હતી.

આ ઘટનામાં પાર્કિગમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. આ ઘટનાની જાણ આનંદનગર પોલીસને કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનૂમાન છે. જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

શહેરમાં ગરમીના પ્રમાણમાં ફરીથી વધારો : પારો ૪૧.૫

અમદાવાદ ગરમીના પ્રમાણમાં આજે આંશિક વધારો નોંધાયો હતો અને બપોરના ગાળામાં લોકોએ વધુ ગરમીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ગરમીનું પ્રણામ ઘટ્યું છે પરંતુ એકાએક રોગચાળાનું પ્રમાણ વધી ગયું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસો વધી ગયા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં જે વિસ્તારમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું તેમાં સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. સુરેન્દ્રનગરમાં પારો ૪૧.૮ રહ્યો હતો. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે જેથી વાતાવરણમાં ઠંડક રહી શકે છે. રેડ એલર્ટની જાહેરાત કર્યાના થોડાક દિવસ બાદ જ એએમસી દ્વારા હવે ગ્રીન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદની હવે ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.

 

ગુજરાતમાં બે લાખ કરોડના પ્રોજેક્ટો હાથ ધરાશે : ગડકરી

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાલ ચાલી રહેલા અને કેટલાક સૂચિત રોડ પ્રોજેક્ટોની આજે જાહેરાત કરી હતી. ગડકરીએ ૬૭૫ કિલોમીટરના રાષ્ટ્રીય મહામાર્ગની જાહેરાત કરી હતી. ગુજરાત માટે બે લાખ કરોડના પ્રોજેક્ટોની જાહેરાત કરવામાં આવી છે. સોમનાથ-ભાવનગર હાઈવે માટે કામ શરૃ કરતી વેળા પોતાના ભાષણમાં ગડકરીએ કહ્યું હતું કે, ૮૬૬ કિમીની લંબાઈમાં ગુજરાતમાં ૮૭૫૨ કરોડની કિંમતના ૨૫ પ્રોજેક્ટો શરૃ થઇ ચુક્યા છે જ્યારે ૩૨૮ કિમીના ૪૯૧૬ કરોડની કિંમતના બીજા ૧૨ પ્રોજેક્ટો આગામી ત્રણ મહિનામાં શરૃ કરાશે. ગુજરાતમાં ૧૮ પ્રોજેક્ટો માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) ઉપર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટો ૪૧૦૦૦ કરોડના છે. ગડકરીએ કહ્યું હતું કે, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ અંતિમ તબક્કામાં છે અને કામગીરી ટૂંક સમયમાં જ શરૃ કરાશે. બે વર્ષમાં ગુજરાતમાં માત્ર માર્ગ સેક્ટરમાં એક લાખ કરોડના કામ હાથ ધરાશે.

કેન્દ્ર સરકાર જો જરૃર પડશે તો વધુ ૧૦થી ૧૫ હજાર કરોડ આપશે. ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે સીઆરએફ ફંડ હેઠળ ૪૭૩ કરોડ મંજુર કર્યા છે. આગામી વર્ષમાં ગુજરાતમાં ૧૨૦૦ કિમીના રોડ બનાવવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે સોમનાથમાં સોમનાથ-ભાવનગરના ૨૫૬ કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના ચાર માર્ગીકરણ કાર્યનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાવતા ગુજરાતમાં આગામી બે વર્ષમાં માર્ગો અને બંદરોના માળખાકીય વિકાસ માટે રૃપિયા ૨ લાખ કરોડ કેન્દ્ર સરકાર ફાળવશે તેવી જાહેરાત કરી હતી.

તેમણે ગુજરાતના સાત માર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગ જાહેર કરવાનું કેન્દ્ર સરકાર સમક્ષ વિચારાધીન છે તેની વિગતો આપતા કહ્યું કે, માળિયા-દ્વારકા ઓખા રોડ રાજમાર્ગ ૨૯૦ કિમી, ભાવનગર-ધોલેરા-એસઆઈઆરથી ખંભાત સુધીનો ૨૦૦ કિમીનો માર્ગ, નારાયણ સરોવર-લખપત ૩૩ કિમી, રાધનપુર-શામળાજી વાયા વડનગર ૧૯૧ કિમી, એરૃ ચાર રસ્તાથી તિથલ ઉમરસાડી ૮૦ કિમી, અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા કેવડિયા કોલોની ૭૨ કિમી એણ કુલ ૬૭૫ કિમીના રાજ્યમાર્ગોને રાષ્ટ્રીય રાજમાર્ગમાં તબ્દીલ કરવાની વિગતો આપી હતી. તેમણે સોમનાથ-પોરબંદર દ્વારકાના ૨૧૦ કિમીના કોસ્ટલ હાઇવેને રૃપિયા ૩ હજાર કરોડના ખર્ચે ૧૫ ઓગસ્ટ-૨૦૧૬ સુધીમાં કાર્યારંભ કરાશે તેમ જણાવ્યું હતું. અમદાવાદ-ધોલેરા-એસઆઈઆર માર્ગને સિક્સલેન કરવાની તથા દ્વારકા-બેટ દ્વારકા વચ્ચે રૃપિયા ૪૯૦ કરોડના ખર્ચે પુલ બાંધવાની તેમણે જાહેરાત કરી હતી.

 

હોટ દિપિકા તેમજ રિતિક રોશનની જોડી ટુંકમાં હશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૧૮

બોલિવુડના બે સૌથી કુશળ કલાકારો પૈકી સ્ટાર રિતિક રોશન અને દિપિકાને હવે સાથે ચમકાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રયાસોને સફળતા મળે તેવી શક્યતા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સાજિદ નડિયાદવાળા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જેમાં રિતિક રોશન અને દિપિકાને લેવાની ગણતરી કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી અંતિમ નિર્ણય કરવામાં આવ્યો નથી. બોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીના એક એવા રિતિક રોશને તમામ ટોચની અભિનેત્રીઓ સાથે ભૂમિકા કરી છે. પરંતુ દિપિકાની સાથે તેની જોડી હજુ સુધી સ્ક્રીન પર દેખાઇ નથી. હવે બન્નેને સાથે લેવામાં આવે તેવી શક્યતા છે.

સાજિદ દિપિકા સાથે એક પ્રોજેક્ટ પર કામ કરવા વિચારી રહ્યા છે. જેમાં રિતિક રોશનને લેવાની હિલચાલ છે. રિતિક રોશન બોલિવુડમાં હાલમાં સૌથી મોઘા સ્ટાર પૈકીના એક તરીકે છે. તે કેટરીના કેફ, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત, કરીના કપુર સાથે દેખાઇ ચુક્યો છે. જો કે દિપિકા સાથે કામ કરવાની તક મળી નથી. ક્રિશ-૩ ફિલ્મમાં બન્નેને સાથે લેવાની યોજના હતી પરંતુ કોઇ કારણસર આ જોડી ચમકી ન હતી. અંતે ફિલ્મમાં પ્રિયંકા અને કંગનાને લેવામાં આવી હતી. હવે બન્નેને સાથે લેવાની પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવી છે. રિતિક હાલમાં આશુતોષની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જેમાં કામ કરવા માટે તેને જંગી નાણાંની ઓફર કરાઇ હોવાના અહેવાલ મળ્યા છે. રિતિકની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. તેની માંગ સતત વધી રહી છે.

 

સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં મૈસુર પ્રથમ સ્થાન પર રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

સ્વચ્છ ભારત અભિયાન પર દેશના શહેરોની સ્વચ્છતાના સંદર્ભમાં રેંકિંગ જાહેર કરી દેવામાં આવી છે. યાદીમાં ૭૩ શહેરોને સાફ સફાઈની દ્રષ્ટિએ રેંકિંગ આપવામાં આવી છે. સાફ સફાઈની દ્રષ્ટિએ યાદીમાં દિલ્હી ચોથા સ્થાને છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદી સર્વે બાદ જારી કરાઈ છે. દેશના સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન પર કર્ણાટકના મૈસુર શહેર છે જ્યારે બીજા સ્થાન સ્થાન પર ચંદીગઢ, ત્યારબાદ તિરુચિરાપલ્લી, દિલ્હી, વિશાખાપટ્ટનમ, સુરત, રાજકોટ, ગંગટોક, ચિંચવાડ, ગ્રેટર મુંબઈનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી વર્ષ ૨૦૧૪માં હાથ ધરવામાં આવી હતી. દેશના સૌથી  ખરાબ ૧૦ શહેરોમાં ધનબાદ પ્રથમ સ્થાન પર છે. શહેરોની યાદી પણ ૭૩ શહેરમાંથી કરવામાં આવી છે. આસનસોલ સૌથી ખરાબ શહેરોની યાદીમાં બીજા, ઇટાનગર ત્રીજા, પટણા ચોથા, મેરઠ પાંચમા, રાયપુર છઠ્ઠા, ગાઝિયાબાદ સાતમાં, જમશેદપુર આઠમાં, વારાણસી નવમાં અને કલ્યાણ ડોંબિવલી ૧૦ સ્થાને છે. વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોદીએ પોતે સ્વચ્છતા અભિયાનની શરૃઆત કરાવી હતી. બોટમ ૧૦ લિસ્ટમાં મોદીના મતવિસ્તાર વારાણસીનો સમાવેશ થાય છે. મેરઠ ૨૦૧૪ અને ૨૦૧૬ની યાદીમાં સામેલ છે. શહેરી વિકાસ પ્રધાન એમ વેંકૈયા નાયડુ દ્વારા યાદી જારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં કરવામાં આવેલા સર્વેની સાથે સરખામણી કરવામાં આવે તો તેમાં સુધારો થયો છે. વિશાખાપટ્ટનમ અગાઉ ૪૪માં સ્થાને હતું જે હવે પાંચમા સ્થાને છે. જ્યારે સુરત ૧૨માં સ્થાને હતુ જે છઠ્ઠા સ્થાને છે. રાજકોટ જે ૩૨માં સ્થાને હતું તે ૭માં સ્થાને છે. ગંગટોક જે ૧૬માં સ્થાને હતુ તે આઠમાં સ્થાને છે. વર્ષ ૨૦૧૪માં ટોપ ટેન સ્વચ્છ શહેરોમાં મૈસુર, ગ્રેટર મુંબઈ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ, પુણે, નવી મુંબઈ, નાસિક, પિમ્પરી, ચંદીગઢ હતા હવે સ્થિતિ બદલાઈ છે. જુદા જુદા મુદ્દાઓના આધાર પર રેંકિંગની પસંદગી કરવામાં આવી છે. મોદીના વારાણસીનો સૌથી ખરાબ શહેરોમાં સમાવેશ કરાયો છે.

 

Headline2

આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!

 

Headline1

આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે! આ એરલાઇન નથી, 2 કરોડની બસ ગુજરાતના હાઇવે પર દોડે છે!

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope