કૃષિ બિલ ખેડૂત વિરોધી નથી, વિપક્ષો અફવા ફેલાવે છે : મોદી

સમગ્ર દેશમાં ખેડૂતોએ આંદોલન શરૂ કરતાં સરકાર ચોંકી ઉઠી
બિલથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થશે, જેનો ફાયદો ખેડૂતોને થશે, કેટલાક ખાલી વિરોધ માટે જ વિરોધ કરી રહ્યા છે : વડાપ્રધાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૮
સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલના પગલે એનડીએની અંદર જ સંગ્રામ છેડાયો છે. આ બિલના વિરોધમાં અકાલી દળના નેતા અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌરે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે તો સમગ્ર દેશમાં ખેડૂતોએ સરકારના આ બિલ સામે વિરોધ અને આંદોલન શરૂ કર્યું છે. દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો ઉતરી પડ્યા છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલને પાસ કરવા માટે મકક્મ છે. ઉલટાનું તેમણે અકાલી દળ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને કહ્યું હતું કે, બિલનો વિરોધ કરનારા લોકો લઘુત્તમ ટેકાના ભાવ અને સરકારી ખરીદીની વ્યવસ્થા ખતમ થઈ જશે તેવી અફવા ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, બિલના કારણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થઈ જશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે પણ કેટલાક લોકોને ખાલી વિરોધ જ કરવો છે એટલે બિલનો વિરોધ કરી રહ્યા છે. બિહારમાં કોસીમાં રેલવે પુલના ઉદઘાટન પ્રસંગે મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, આ બિલના કારણે ખેડૂતોને અનેક બંધનોથી મુક્તિ મળી છે.ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે વધારે વિકલ્પ મળશે અને તેમની આવક વધશે.ખેડૂતોને લલચાવવા માટે ચૂંટણી સમયે મોટા મોટા વાયદા કરનારા વિરોધ પક્ષો ચૂંટણી બાદ આ વાયદા ભુલી જતા હતા. હવે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સારુ કામ કરી રહી છે ત્યારે વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે.જે બદલાવનો વિરોધ થઈ રહ્યો છે તે જ બદલાવ લાવવાની વાતો વિપક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી.જોકે હવે એનડીએ સરકારે આ બદલાવ કર્યો છે એટલે વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, બિલનો વિરોધ કરનારા લોકોથી ખેડૂતો સાવધ રહે.આજે હું ખેડૂતોને કહેવા માંગું છું કે, કોઈ જાતના ભ્રમમાં ના રહેતા.જેમણે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યુ અને તેઓ આજે ખેડૂતોને જુઠ્ઠુ બોલી રહ્યા છે.આ લોકો જ છે જે ખેડૂતોને બંધનોમાં જકડી રાખવા માંગે છે અને ખેડૂતોની કમાણી લૂંટી જનારા વચેટિયાઓ માટે બિલનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતને તેની પેદાશ કોઈ પણ જગ્યાએ અને કોઈને પણ વેચવાની આઝાદી આપવાનો નિર્ણય બહુ ઐતિહાસિક છે.ભારતનો ખેડૂત હવે બંધનોમાં નહી પણ મુક્ત થઈને ખેતી કરશે.

 

વેક્સિન કરતાં માસ્ક વધારે અસરકારક : યુએસ તબીબ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ હજુ પણ માસ્કને અવગણે છે
વેક્સિન આવી જાય છે તો પણ એને બધા અમેરિકનો સુધી પહોંચવામાં ૬થી ૯ મહિના લાગશે એવો તબીબનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા. ૧૭
અમેરિકાના સેન્ટર ફોર ડીઝીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(ઝ્રડ્ઢઝ્ર)ના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે ફેસ માસ્ક પહેરવું વધુ ઈફેક્ટિવ હોવાનું કહ્યું છે. તેમણે કહ્યુંકે વેક્સિન કરતાં માસ્ક વધુ અસરકારક રહે છે અને તેનાથી કોરોનાથી સલામત રહી શકાય છે. બીજી બાજુ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માસ્ક અંગે નવો અભિપ્રાય રજૂ કર્યો હતો અને કહ્યુંકે, કોઈપણ સંજોગોમાં માસ્ક વેક્સિનથી વધુ અસરકારક સાબિત ન થઈ શકે.
કોરોના વાઇરસને રોકવા અને વેક્સિન સંબંધી સવાલોના જવાબ આપવા માટે સીડીસી ચીફ સિનેટની એક કમિટી સમક્ષ હાજર થયા. પછીથી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ બે વાતો સ્પષ્ટ કરવા માગું છું. પ્રથમ- વેક્સિન આગામી વર્ષના વચ્ચેના ગાળામાં તમામ અમેરિકનો સુધી પહોંચી જશે. બીજી- માસ્ક દરેક સ્થિતિમાં વેક્સિનથી વધુ અસરકારક ઉપાય છે.
કારણ કોઈપણ હોઈ શકે છે. જોકે ટ્રમ્પને રેડફીલ્ડની દલીલ પચી નહિ. કેટલાક કલાકો પછી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, મેં તેમનું નિવેદન સાંભળ્યું. તેમને બોલાવીને વાતચીત કરી. મેં તેમને પૂછ્યું, અંતે તમે શું કહેવા માગો છે? રોબર્ટે એ વાત માની લીધી છે કે વેક્સિન માસ્કની સરખામણી વધુ અસરકારક છે અને તેમની વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે.
રેડફીલ્ડ જ્યારે સિનેટ કમિટી સમક્ષ હાજર થયા તો તેમણે કહ્યુંહતું કે, જો આજે વેક્સિન આવી જાય છે તોપણ એને તમામ અમેરિકનો સુધી પહોંચવામાં ૬થી ૯ મહિના લાગશે. ખાસ વાત એ છે કે ટ્રમ્પના કોરોના વાઇરસના એડવાઈઝર ડોક્ટર એન્થોની ફોસી પણ ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. જોકે રાષ્ટ્રપતિ તેમના જ એડવાઈઝરની વાતને ફગાવી દે છે. રેડફીલ્ડના જણાવ્યા મુજબ માસ્ક દ્વારા સંક્રમણ પર થોડા મહિનામાં જ કાબૂ મેળવી શકાય છે. જોકે આ માટે શરત એટલી જ છે કે એને યોગ્ય રીતે પહેરવો જોઈએ.

 

શિવસેના નિવૃત્ત ઓફિસરને માર મારવાના આરોપમાં ઘેરાઇ

શિવસેના ફરી એક વાર વિવાદમાં ફસાઈ
નેવીના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ભાજપે શિવસેના પર પ્રહાર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૨
કંગના રનૌટની સાથ વિવાદોમાં ફસાયા પછી શિવસેના સરકાર ફરી એક વાર ચર્ચામાં છવાઇ છે. સોશિયલ મીડિયા પર પર મુખ્યમંત્રી ઉદ્‌ઘવ ઠાકરેથી જોડાયેલું એક કાર્ટૂન ફોર્વર્ડ કરવાના આરોપ પર નૌસેનાના એક પૂર્વ અધિકારી મદન શર્મા પર હુમલો કરવાનો આરોપ સહ પોલીસે ૬ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા સમતા નગર પોલીસમાં શિવસેનાના બે કાર્યકર્તાઓને પણ પકડવામાં આવ્યા છે. જેમાંથી એક શિવસેનાનો શાખા પ્રમુખ કમલેશ કદમ પણ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટૂનને સોશિયલ મીડિયા પર શેર કરવાથી નારાજ શિવેસનાના કાર્યકર્તાઓએ ૬૨ વર્ષીય એક સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી. મામલાની તપાસ કરી રહેલા એક પોલીસ કર્મચારીએ આ ઘટના સવારે ૧૧ઃ૩૦ વાગે ઉપનગર કાંદિવલીના લોખંડવાલા કોમ્પેલેક્ષ વિસ્તારમાં થઇ હોવાનું જણાવ્યું છે. સેવાનિવૃત્ત નૌસેના અધિકારી મદન શર્માએ એક વોટ્‌સઅપ ગ્રુપમાં ઠાકરેનું આ કાર્ટૂન મોકલ્યું હતું. કેટલાક શિવસેના કાર્યકર્તા આ પછી તેમના ઘરે ગયા અને તેમની સાથે મારપીટ કરી. શર્માની આંખમાં આ કારણે ચોટ આવી છે. જે પછી હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. નેવીના પૂર્વ અધિકારી મદન શર્માએ આ વાતની સમગ્ર જાણકારી આપતા કહ્યું કે ૮ થી ૧૦ લોકોએ મારી પર હુમલો કર્યો અને મને માર માર્યો. આ પહેલા મને એક સંદેશ માટે ધમકી ભરેલા ફોન પણ આવતા હતા. મેં સોશિયલ મીડિયામાં ખાલી તેને ફોરવર્ડ કર્યો હતો. મેં આખું જીવન દેશની રક્ષા માટે કામ કર્યું છે. અને આ રીતની સરકાર અસ્તિત્વમાં ન હોવી જોઇએ. નૌસેનાના પૂર્વ અધિકારી સાથેની મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભાજપે શિવસેના પર હુમલો કર્યા છે. અને આ સમગ્ર ઘટના માટે શિવસેના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસએ આ આખી ઘટના પર દુખ વ્યતિત કર્યું છે. અને કહ્યું છે કે એક વોટ્‌સઅપ ફોરવર્ડના નામે આટલી બર્બરતા યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરે આ ગુંડારાજને રોકવું જોઇએ. અમે માંગ કરીએ છીએ કે અપરાધીઓને કડક સજા કરવામાં આવે.

 

કોરોના વેક્સિન સંદર્ભે ટ્રમ્પ પર ભરોસો ન કરાય : કમલા હેરિસ

ચૂંટણી પહેલાં કોરોના વેક્સિનને મંજૂર કરવી જોઈએ
નવેમ્બરમાં રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, પાર્ટી ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધી રહ્યાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૉશિંગ્ટન, તા. ૬
અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા હેરિસે કહ્યું હતું કે તેઓ કોરોના વાયરસ વેક્સિન માટે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ રાખી શકે નહીં. તેમણે કહ્યું કે તેઓ જેના વિશે વાત કરી રહ્યા છે તે એક વિશ્વસનીય સ્ત્રોત હોવો જોઈએ પણ તેમ નથી. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં કોરોના વેક્સિનને મંજૂર કરવી જોઈએ. વેક્સિનનો મુદ્દો ખરો મુદ્દો છે.
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, ત્યારે ડેમોક્રેટ્‌સ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધી રહ્યાં છે.
તાજેતરમાં જ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને કમલા હેરિસે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતાં કહ્યું હતું કે તેમને રાષ્ટ્રપતિ પદની સમજ નથી. જો બિડેને અમેરિકામાં વધી રહેલા કોરોના કેસને લઈને ટ્રમ્પને ઘેર્યા. તેમણે કહ્યુ દેશમાં કોવિડ-૧૯ ના વધતા કેસ પાછળનુ કારણ ટ્રમ્પનો સાચા સમય પર નિર્ણય લેવો નથી. સાથે જ તેમણે કહ્યુ, ટ્રમ્પ દેશમાં થઈ રહેલા પ્રદર્શનો માટે પણ જવાબદાર છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પની કોરોના સ્થિતિને સંભાળવા અને નસ્લવાદ વિરોધી પ્રદર્શનોને લઈને તેમની પ્રતિક્રિયાની કડક આલોચના કરી છે.

 

મંદિર માટે સોના-ચાંદીની ઈંટો મોકલવામાં આવી

યોગીએ ૧૧ લાખનું ડોનેશન આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા. ૪
મંદિરના ભૂમિ પૂજન માટે ગણતરીના લોકોને આમંત્રણ અપાયું હોય પણ દેશના કરોડો શ્રધ્ધાળુઓ માટે આ પ્રસંગ અનેરુ મહત્વ લઈને આવ્યો છે. ભાવિકો મંદિર માટે સોના ચાંદીની ઈંટો પણ દાનમાં આપી રહ્યા છે. હૈદ્રાબાદના જ્વેલર કે શ્રીનિવાસે રામ મંદિર નિર્માણ માટે એક કિલો સોનાનીઈંટ ડોનેટ કરી છે. આ જ રીતે પાંચ કિલો ચાંદીની ઈંટ પણ ટ્રસ્ટને દાનમાં અપાઈ છે. તેના સિવાય યુપીના જ્વેલર્સ એસોસિએશન તરફથી ૩૩ કિલો ચાંદીની ઈંટો દાન આપવામાં આવી છે. દેશમાંથી એટલે જ દાનનો પ્રવાહ અયોધ્યા તરફ વહી રહ્યો છે. ગુજરાતના કથાકાર મોરારિબાપુએ પાંચ કરોડનું દાન કર્યું છે. શિવસેના પણ એક કરોડનુ દાન આપવાની જાહેરાત કરી ચુકી છે. શિવસેનાનુ કહેવું છે કે, આ રકમ મંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ વ્યક્તિગત રીતે ૧૧ લાખનુ ડોનેશન આપી ચુક્યા છે.

 

યુએસમાં સાંસદોને માસ્ક વિના પ્રવેશ નહીં : સ્પીકર

અમેરિકામાં કોરોનાથી દોઢ લાખથી વધુનાં મોત
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ અને કોલેજ ખોલવા અંગે રાજ્ય સરકારો સાથે વાત કરવાનો પ્લાન બનાવી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિંગ્ટન, તા. ૩૦
વિશ્વમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી ૧ કરોડ ૭૨ લાખ ૧૧ હજાર ૧૯૫ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી ૧ કરોડ ૬૯ લાખ ૩૦ હજાર ૦૧૨ સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે. ૬ લાખ ૬૯ હજાર ૯૮૨ લોકોના મોત થઇ ચૂક્યા છે. મહામારીએ વિકારળ સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં મોતનો આંકડો ઝડપથી એક લાખ તરફ વધી રહ્યો છે.અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ(નીચલું સદન)ના સ્પીકર નેન્સી પેલોસીએ તેમના સાંસદોને અને સ્ટાફને માસ્ક પહેરીને આવવાનો આદેશ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમ તોડનારને હાઉસની બહાર કાઢી નાખવામા આવશે. અમેરિકામાં મોતનો આંકડો બુધવારે રાત્રે ૧ લાખ ૫૦ હજાર ૧૫૯ થઇ ગયો હતો. હેલ્થ મિનિસ્ટ્રી અને કોરોના ટાસ્ક ફોર્સ તરફથી આ આંકડો જાહેર કરવામા આવ્યો હતો. કુલ સંક્રમિતોની સંખ્યા પણ ૪૫ લાખથી વધુ થઇ ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સ્કૂલ અને કોલેજ ખોલવા અંગે રાજ્ય સરકારો સાથે વાત કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. તેના વિશે ગુરૂવાર સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવામા આવી શકે છે. બુધવારે રાત્રે જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે બ્રાઝીલમાં ૯૦૧૮૮ લોકોના મોત થયા છે. શરૂઆતના તબક્કામાં કોરોના અંગે દરેક સ્તરે બેદરકારી રાખવામા આવી હતી જેના ગંભીર પરિણામ સામે આવી રહ્યા છે. દરરોજ હજારો ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. બુધવારે અહીં ૭૦ હજારથી વધુ કેસ નોંધાયા હતા. ગુરૂવારે સવારે જાહેર થયેલા સરકારી નિવેદન પ્રમાણે, ચીનમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. આ ત્રણેય લોકો બીજા દેશમાંથી ચીન પહોંચ્યા હતા. વિદેશથી આવેલા કુલ ૨૦૫૯ લોકો અત્યારસુધી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. નેશનલ હેલ્થ કમિશને આ માહિતી આપી હતી. ચીનની સરકાર ગુઆનડોંગ, યુન્નાન અને શાંક્શી રાજ્યો પર વધારે ફોકસ કરી રહીછે. આ ત્રણ રાજ્યોમાં ઇમ્પોર્ટેડ કેસ વધુ મળી રહ્યા છે. સંયુક્ત અરબ અમીરાતમાં ૩૭૫ નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ ૫૯૯૨૧ થઇ ગયા છે. ેંછઈના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસારે બુધવારે જણાવ્યું કે નવા દર્દીઓની હાલત સ્થિર છે અને તેમનો ઇલાજ ચાલી રહ્યો છે. અત્યારસુધી ૫૩૨૦૨ સંક્રમિત સ્વસ્થ થઇ ચૂક્યા છે. બુધવારે કોઇનું પણ મૃત્યુ થયું ન હતું.

 

હવે અમૂલ ડેરી દ્વારા કેમલ મિલ્ક પાવડર બજારમાં મુકાશે

રોગપ્રતિકારક શક્તિ વધારો થશે
અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટ સહિતના મોટા શહેરોનો સમાવેશ થાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨૮
ચીનના વુહાનથી વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર અને રાજકોટ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. કોરોનાનો ચેપ એક વ્યક્તિમાંથી બીજામાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. પરંતુ જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તેમાં સંક્રમણનું જોખમ ઓછું હોય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની માંગ પણ ખૂબ વધી રહી છે. ત્યારે હવે અમૂલ દ્વારા ઊંટડીના દૂધનો પાવડર બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે.
ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (ય્ઝ્રસ્સ્હ્લ)માં વાઈરસ ચેરમેન પદે નિયુક્ત થયેલા કચ્છ સરહદ ડેરીમે વલમજીભાઈનાા જણાવ્યાનુસાર ઊંટડીના દૂધમાં રહેલા પૌષ્ટિક તત્વો આરોગ્ય માટે જ નહીં પરંતુ જીવલેણ બીમારીઓ ડાયાબીટિઝ અને કેન્સરમાં પણ ખૂબ જ ઉપયોગી હોવાનું સામે આવ્યું છે. શરૂઆતમાં ઊંટડીનું ફ્રેશ મિલ્ક અને ટેટ્રા પેક બજારમાં મૂક્યા બાદ હવે ઊંટડીના દૂધનો પાવડર સહિત વિવિધ બનાવટો માટે કવાયત શરૂ કરવામાં આવી છે. ય્ઝ્રસ્સ્હ્લના સીનિયર જનરલ મેનેજરના જણાવ્યા મુજબ ઊંટડીના દૂધનો પાવડર પણ સ્પ્રે ડ્રાઈ પ્રોસેથી તૈયાર કરવામાં આવે છે. અગાઉ કેમલ મિલ્ક ટેટ્રા પેકમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે કેમલ મિલ્ક પાવડર કન્ઝ્યુમર પેકમાં ઉપલબ્ધ કરવામાં આવશે. જે કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક નીવડશે. જણાવી દઈએ કે, અમૂલ દ્વારા સૌપ્રથમ વાર કેમલ મિલ્ક ચોકલેટ, ફ્રેશ કેમલ મિલ્ક અને બાદમાં ટેટ્રા પેકમાં કેમલ મિલ્ક લોન્ચ કરવામાં આવ્યું હતું. અમૂલ દ્વારા હળદર, તુલસી અને આદુવાળુ દૂધ બજારમાં મૂક્યા બાદ હવે કેમલ મિલ્ક પાવડર બજારમાં મૂકાશે.

 

કોરોનાના ખોટા આંકડાથી પરિણામ ખરાબ આવશે

લોકોએ ડરવાની નહીં જાગવાની જરૂર છે : ઉર્ૐં

જ્યાં મહામારી ફેલાઈ રહી છે ત્યાં આકરા પગલાં સિવાય કોઈ આરો ન હોવાની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ચેતવણી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂયોર્ક, તા. ૪
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત હોય તેવા દેશોને ચેતવણી જારી કરી છે અને ઝઘડવાને બદલે વાસ્તવિક સ્થિતિ પર ધ્યાન આપીને મહામારીને કાબૂમાં લેવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈક રેયાને જીનેવા ખાતે પત્રકારોને સંબોધિત કરતી વખતે જણાવ્યું કે, લોકોએ જાગવાની જરૂર છે. તેમણે કોવિડ મહામારીના ખોટા આંકડા આપનારા દેશોને ચેતવણી પણ આપી હતી. રેયાને જણાવ્યું કે, અનેક દેશો આંકડાથી મળતા સંકેતોને નજરઅંદાજ કરી રહ્યા છે. આર્થિક કારણોસર વ્યાપારી ગતિવિધિ શરૂ કરવાની જરૂર પડી શકે છે પરંતુ સમસ્યાને પણ નજરઅંદાજ ન કરી શકાય. આ સમસ્યાનો જાદુઈ રીતે અંત નહીં આવે. રેયાને જણાવ્યું કે, મહામારીને કાબુમાં લેવા માટે કોઈ પણ સમય મોડો ન હોઈ શકે. સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવાને બદલે ઓછું સંક્રમણ ફેલાયેલું હોય તેવા ક્ષેત્રોમાં શરતી ઢીલ આપવી જોઈએ, પરંતુ જે ક્ષેત્રોમાં વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોય ત્યાં કઠોર પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે જણાવ્યું કે, જો વિવિધ દેશો લોકડાઉન ખોલી દેશે અને તેમના પાસે વધી રહેલા કેસ સામે ડીલ કરવા કોઈ ક્ષમતા નહીં હોય તો સૌથી ખરાબ સ્થિતિ નિર્માણ પામશે. જો સ્વાસ્થ્ય વ્યવસ્થા દર્દીઓની સારવારમાં અસફળ રહેશે તો વધુ લોકો પોતાનો જીવ ગુમાવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી મામલાના ડાયરેક્ટર માઈક રેયાને જણાવ્યું કે કેટલાક દેશોમાં કેસ વધવા પર ફરીથી કડક નિયમો અમલી કરવામાં આવે તે જરૂરી બની શકે છે. સાથે જ તેમણે ટ્રાન્સમિશન ઘટાડવા સિવાય અન્ય રીતે વાયરસને કાબુમાં લેવો શક્ય છે તેવો સવાલ કર્યો હતો અને જો તેમ શક્ય ન હોય તો લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું.

 

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ૪ યુવકોનાં મોતથી હોબાળો

મજૂરીથી વંચિત કામદારોએ જોખમ લીધું

તમિલનાડુના તુતીકોરિન જિલ્લાની ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે તાત્કાલિક મકાન માલિક વિરુદ્ધ કેસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા) તુતીકોરિન, તા. ૩
તમિલનાડુના તુતીકોરિન જિલ્લામાં ગુરુવારે એક ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન શ્વાસ રુંધાવાથી ચાર વ્યક્તિના મોત થયા છે. પોલીસના કહેવા અનુસાર આ ઘટના કેલા ચેક્કારાકુડી ગામાં બની હતી. સૌથી પહેલાં બે વ્યક્તિ ટેન્કની સફાઈ કરવા એમાં ઉતર્યા હતા. જ્યારે એ બહાર નીકળી ન આવ્યા તો અન્ય બે પણ અંદર ઉતર્યા અને બાદમાં ચારેયના શ્વાસ રુંધાવાથી મોત થયા હતા.
આ સંબંધમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલું છે. પોલીસના કહેવા અનુસાર ચારેય મૃતક વ્યક્તિઓની ઓળખ કરાઈ છે, જેમાં પંડી(૨૪), ઇસાકિરાજા(૨૦), બાલા(૨૩) અને દિનેશ(૨૦) સામેલ છે, આ ચારેય યુવકો પડોશી જિલ્લા તિરુનેલવેલ્લીના રહેવાસી છે.
પોલીસે કહ્યું કે પંડી, ઇસાકિરાજા અને બાલાએ પહેલાં પણ મેન્યુઅલ સ્કૈવેંજર્સના રુપમા કામ કર્યું હતું. પરંતુ દિનેશે કર્યું નહતું. એ તેમની સાથે એટલા માટે કામ પર ગયો હતો,કારણ કે કોરોના વાયરસ મહામારીના કારણે દૈનિક મજુરી મળી રહી નહતી. કેલા ચેક્કારાકુડીના રહેવાસી ૬૫ વર્ષીય સોમસુંદરમએ તેમણે પોતાના નિવાસસ્થાન પર સેપ્ટિક ટેન્કની સફાઈ કરવા આદેશ આપ્યો હતો. એ ગુરુવારે સવારથી કામ પર લાગેલા હતા. પરંતુ બપોરે બે કલાકે એક વ્યક્તિ ટેન્કની અંદર બેહોશ થઈને પડી ગઈ હતી. ત્યારબાદ તેને બચાવવા અન્ય લોકો પણ ટેન્કમાં ઉતર્યા હતા, જે બાદમાં બેહોશ થઈ ગયા હતા. કેસની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું કે એ ચારેય ટેન્કથી નીકળી રહેલી ઝેરીલી ગેસના કારણે બેહોશ થઈ ગયા હતા. બાદમા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં મોડી રાત્રે ૨-૩૦ કલાકે તેમની મોત થઈ હતી.

 

પોતાના બૅનર હેઠળ સાત નવા પ્રોજેક્ટ લૉન્ચ કરશે વીર દાસ

અભિનેતા ‘વિયર્ડેસ કૉમેડી’ નામનું બેનર ચલાવે છે

વીર દાસ ફક્ત એક જ શોમાં ઍક્ટિંગ કરતો જોવા મળશે
(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧
કૉમેડિયન અને ઍક્ટર વીર દાસ પોતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ કૉમેડી જોનરને વધુ એક્સ્પ્લોર કરવા જઈ રહ્યો છે. તે છેલ્લે નેટફિ્લક્સની ડાર્ક-કૉમેડી ફિલ્મ ‘હસમુખ’માં જોવા મળ્યો હતો અને તેણે આ ફિલ્મને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. વીર દાસ પોતાનું ‘વિયર્ડેસ કૉમેડી’ નામનું બેનર ચલાવે છે જેના દ્વારા તે હવે જુદા-જુદા ઓટીટી પ્લૅટફૉર્મ માટે પ્રોજેક્ટ્સ લૉન્ચ કરશે. એમાંથી હાલ કુલ ૭ જેટલા શો, ફિલ્મો અને બ્રૉડકાસ્ટ માટેનું સ્ક્રિપ્ટિંગ અને કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે જે આ વર્ષે જ રિલીઝ થવાની શક્યતા છે. જોકે વીર દાસ આ પ્રોજેક્ટમાંથી ફક્ત એક જ શોમાં ઍક્ટિંગ કરતો જોવા મળશે. બાકીનામાં તે ક્રીએટિવ પ્રોડ્યુસર તરીકે ફાળો આપશે. આ બધા શોની યાદી પણ રસપ્રદ છે. ‘મહિલા કૅન્ટીન’ નામનો શો મહિલા-કેન્દ્રિત પૉલિટિકલ કૉમેડી શો હશે, તો અન્ય એક પંજાબી ડ્રામા સિરીઝ હશે જેનું સંપૂર્ણ શૂટિંગ ઉપર હવામાં (પ્લેનમાં) થયેલું હશે. ‘લાઇટફુટ’ નામના પ્રોજેક્ટની વાર્તા ઑનલાઇન બૂટ વેચતી કંપની પર આધારિત હશે જે બૂટના તળિયામાં ડ્રગ્સ ડિલીવર કરવાનું કામ કરે છે ! આ ઉપરાંત વીર દાસ તેલુગુ, પંજાબી, મરાઠી અને ગુજરાતી ભાષાઓમાં પણ કૉમેડી સિરીઝ બનાવવાનું વિચારી રહ્યો છે. તેનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ આવવાથી કૉમેડીના નવા કન્સેપ્ટ માટેના દરવાજા ખૂલી ગયા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope