કન્યા શિક્ષણ સાથે કુપોષણ મુક્તિ માટે આહવાન કરાયું

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કન્યા શિક્ષણ સાથે જ કુપોષણ મુક્તિ માટે સમાજ શક્તિ ને વ્યાપક સ્તરે જોડવાનું આહવાન કર્યું છે. જો દિકરી શિક્ષીત હશે તો બે કુળ તારશે અને બાળક કુપોષણ મુક્ત હશે તો તંદુરસ્ત સમાજ તંદુરસ્ત નાગરિકનું ઘડતર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ જેતપુરમાં સરદાર પટેલ કેળવણી મંડળના ઉપક્રમે રાણીબેન બાવનજીભાઈ હિરપરા શૈક્ષણિક સંકુલમાં વિવિધ વિભાગોનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે રાજકોટ જિલ્લાના કુપોષિત બાળકોને પોષક આહાર પુરક પોષણ માટે રૃપિયા ૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આનંદીબેન કહ્યું કે, ગુજરાતના યુવાનો યુવતીઓને આવા આધુનિક જ્ઞાન સંપદાથી સજજ કરી રાજયના આવી રહેલા ૮૨ હજાર કરોડના ઔદ્યોગિક રોકાણો સાથે તાલ મિલાવતા રોજગાર અવસરો આપવાની દિશામાં પણ સેવાભાવી શિક્ષણ સંસ્થાઓ વિચારે તેવું વાતાવરણ સર્જવું જોઈએ.

આનંદીબેન પટેલે કન્યા શિક્ષણની મહત્તા ધરાવવા સાથે ટેકનોલોજી યુક્ત આધુનિક જ્ઞાન સંપન્ન સમાજથી જ શ્રેષ્ઠ રાજય રાષ્ટ્રનું નિર્માણ શક્ય બને છે. તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સમયાનુકુલ પરિવર્તન સાથેનું શિક્ષણ વિજ્ઞાન મેળવીને યુવા પેઢી પોતાની કારકિર્દીનું ઘડતર કરવા સાથે હાર્દભરી અપીલ કરતા કહ્યું કે દિકરીઓ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન, ગણિત, અંગ્રેજી, જેવા ગહન વિષયો પ્રત્યે વિશેષ રસ લે તે આવશ્યક છે. સમાજના શ્રેષ્ઠીઓની પણ આ સેવાદાયિત્વ ભાવના હોવી જોઈએ. તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કન્યા શિક્ષણ માટે સમાજમાં જાગૃતિ આવી રહી છે. તેની સરાહના કરતા એવી અપીલ પણ કરી હતી કે દીકરા દિકરી વચ્ચેનો ભેદભાવ મિટાવવાની કન્યા ભૂણ હત્યા અટકાવવાની અને દિકરીઓને કુળદિપક જેમ જ વધાવવાની સમાજ જાગૃતિ એટલી જરૃરી છે. તેમણે જેન્ડર ઈમ્બેલેન્સ પુરુષ સ્ત્રી અસમાનતાના અનેકાનેક દ્રષ્ટાંતો આપતા માતાઓ બહેનો દીકરીઓને સ્પર્શતા વિવિધ રોગો માટે અમદાવાદમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ શરૃ કરીને માતા બાળકોને સ્પર્શતા વિવિધ રોગો માટે અમદાવાદમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ શરૃ કરીને માતા બાળકોને રોગમુક્ત રાખવાની નેમ દર્શાવી હતી. આનંદીબેન માતૃવાત્સલ્ય ભાવ સભર વક્તવ્યમાં ઉમેર્યું કે, દીકરા દિકરીનો ભેદ રાખવામાં ક્યાંકને ક્યાંક જાણ્યે અજાણ્યે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા જવાબદાર છે.

તેમણે કહ્યું કે, રાજય સરકારના પ્રયાસોને સમાજના મળી સહયોગને પરિણામે હવે એક હજાર દીકરાએ દીકરીના સંખ્યામાં વધારો કરી શક્યા છીએ. આપણે આ અસંતુલન હજુ પણ વધુ દુર કરવું છે. મુખ્યમંત્રીએ રાજય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં હાથ ધરાઈ રહેલા આરોગ્ય તપાસણી અભિયાન, બેસ્ટ સર્વાઈકલ કેન્સર, ગર્ભસ્થ શિશુના રોગો, દુર કરવાની અદ્યતન સારવાર, વાંકાચૂંકા હાથ પગના અંગો, ધરાવતા બાળકની શસ્ત્રક્રિયા જેવા અભિયાનોનો વ્યાપક લાભ લેવા અનુરોધ કર્યો હતો.  પાણી પુરવઠા મંત્રી વિજયભાઈ રૃપાણીએ કહ્યું કે, ગુજરાતના વિકાસમાં સામાજીક યોગદાનમાં ખાસ કરીને પટેલ સમાજની સંસ્થાઓ દ્વારા કન્યાશિક્ષણની આહલેક જગાવવામાં આવી છે જે અન્યો માટે પ્રેરણારૃપ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજજ થવા જણાવ્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope