સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં મૈસુર પ્રથમ સ્થાન પર રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

સ્વચ્છ ભારત અભિયાન પર દેશના શહેરોની સ્વચ્છતાના સંદર્ભમાં રેંકિંગ જાહેર કરી દેવામાં આવી છે. યાદીમાં ૭૩ શહેરોને સાફ સફાઈની દ્રષ્ટિએ રેંકિંગ આપવામાં આવી છે. સાફ સફાઈની દ્રષ્ટિએ યાદીમાં દિલ્હી ચોથા સ્થાને છે. શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદી સર્વે બાદ જારી કરાઈ છે. દેશના સ્વચ્છ શહેરોમાં પ્રથમ સ્થાન પર કર્ણાટકના મૈસુર શહેર છે જ્યારે બીજા સ્થાન સ્થાન પર ચંદીગઢ, ત્યારબાદ તિરુચિરાપલ્લી, દિલ્હી, વિશાખાપટ્ટનમ, સુરત, રાજકોટ, ગંગટોક, ચિંચવાડ, ગ્રેટર મુંબઈનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી વર્ષ ૨૦૧૪માં હાથ ધરવામાં આવી હતી. દેશના સૌથી  ખરાબ ૧૦ શહેરોમાં ધનબાદ પ્રથમ સ્થાન પર છે. શહેરોની યાદી પણ ૭૩ શહેરમાંથી કરવામાં આવી છે. આસનસોલ સૌથી ખરાબ શહેરોની યાદીમાં બીજા, ઇટાનગર ત્રીજા, પટણા ચોથા, મેરઠ પાંચમા, રાયપુર છઠ્ઠા, ગાઝિયાબાદ સાતમાં, જમશેદપુર આઠમાં, વારાણસી નવમાં અને કલ્યાણ ડોંબિવલી ૧૦ સ્થાને છે. વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોદીએ પોતે સ્વચ્છતા અભિયાનની શરૃઆત કરાવી હતી. બોટમ ૧૦ લિસ્ટમાં મોદીના મતવિસ્તાર વારાણસીનો સમાવેશ થાય છે. મેરઠ ૨૦૧૪ અને ૨૦૧૬ની યાદીમાં સામેલ છે. શહેરી વિકાસ પ્રધાન એમ વેંકૈયા નાયડુ દ્વારા યાદી જારી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં કરવામાં આવેલા સર્વેની સાથે સરખામણી કરવામાં આવે તો તેમાં સુધારો થયો છે. વિશાખાપટ્ટનમ અગાઉ ૪૪માં સ્થાને હતું જે હવે પાંચમા સ્થાને છે. જ્યારે સુરત ૧૨માં સ્થાને હતુ જે છઠ્ઠા સ્થાને છે. રાજકોટ જે ૩૨માં સ્થાને હતું તે ૭માં સ્થાને છે. ગંગટોક જે ૧૬માં સ્થાને હતુ તે આઠમાં સ્થાને છે. વર્ષ ૨૦૧૪માં ટોપ ટેન સ્વચ્છ શહેરોમાં મૈસુર, ગ્રેટર મુંબઈ, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ, પુણે, નવી મુંબઈ, નાસિક, પિમ્પરી, ચંદીગઢ હતા હવે સ્થિતિ બદલાઈ છે. જુદા જુદા મુદ્દાઓના આધાર પર રેંકિંગની પસંદગી કરવામાં આવી છે. મોદીના વારાણસીનો સૌથી ખરાબ શહેરોમાં સમાવેશ કરાયો છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope