૧૯૨ કોર્પોરેટરને લેપટોપ આપવા માટે દરખાસ્ત થઇ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત નવેંબર મહીનામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં વિજયી બનેલા ૧૯૨ કોર્પોરેટરોને આગામી દિવસોમાં ઘી-કેળા મળ્યા જેવી સ્થિતિ સર્જાશે.કેમકે આ વખતે મળી રહેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ ૧૯૨ કોર્પોરેટરોને રૃપિયા ૩૮,૩૨૫ની કિંમતનું એક એવા ૨૫૦ લેપટોપની ખરદી કરી કોર્પોરેટરોને આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.આ ઉપરાંત તમામ કોર્પોરેટરોને રિલાયન્સના ફોર-જી પ્લાન સાથે પણ કનેકટિવિટી આપવા અંગે કાર્યવાહી કરવા દરખાસ્ત કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.આ અંગેની મળતી વિગતો મુજબ,સ્ટેન્ડિંગ કમિટીની મળનારી બેઠકમા ંનવા ચૂંટાયેલા કોર્પોરેટરોને ડેલ લેટીટયુડના લેપટોપ આપવા માટે મંજૂરી માંગવામાં આવી છે.આ લેપટોપમાં ફોર-જીબી રેંમ ઉપરાંત અનેક સુવિધાઓ કોર્પોરેટરોને મળશે.એક અન્ય દરખાસ્તમાં

૧૯૨ કોર્પોરેટરોને રિલાયન્સની ફોર-જી કનેકટિવિટી સાથે જોડવા અંગે મંજુરી માંગવામાં આવી છે.જેમાં ૨-જી સેવા કોમ્બો પ્લાન સાથે જીએસએમ કનેકશન વત્તા થ્રી-જી માટે અલાયદુ આઈપોડ ડીવાઈસ સબસ્ક્રાઈબ કરવાની એ પછી રિલાયન્સ દ્વારા ફોર-જી લોન્ચ કર્યા બાદ તમામ ૧૯૨ કોર્પોરેટરોને ફોર-જી કનેકટિવિટીથી સાંકળી લેવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવી છે.આમ કમિટી દ્વારા આ બંને દરખાસ્તોને મંજુરી આપવામાં આવ્યા બાદ હાલના કોર્પોરેટરોને જલસા પડી જશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope