ચકચારી ચેતન બેટરી કેસમાં કુખ્યાત વિશાલ પકડાઈ ગયો

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ચેતન બેટરી મર્ડર કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને ફર્લો રજા ઉપર નિકળ્યા બાદ ફરીથી હાજર નહીં થયેલા કુખ્યાત વિશાલ વિષ્ણુ નાયકને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. ચોક્કસ બાતમીના આધારે તેને મુંબઈ ગોરેગાંવ ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે. તેને ગોરેગાંવ ઇસ્ટ ઉમિયામાતાજી ધામ પટેલ યાત્રી ભવન ખાતેથી પકડી લેવામાં આવ્યો હતો. તેની સામે ગુનાહિત ઇતિહાસ રહેલો છે. નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૦૨માં ખૂનના ગુનામાં જેલની સજા ભોગવી ચુકેલા અને સાબરમતી જેલમાં જેલવાસ વેળા ૨૦૦૫માં ચેતન બેટરીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આજીવન કેદની સજા તેને પડી હતી. કુખ્યાત વિશાલ પાસેથી દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ૨૦૦૨માં નારણપુરા ખાતે હત્યાના ગુન્હામાં સાબરમતી જેલમાં હતો. તે દરમ્યાન ૨૦૦૫માં ચેતન બેટરીના હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવીને ગુજરાતના અલગ અલગ જેલોમાં રહી ચુક્યો હતો.

૨૦૧૫નાને નદીમાં સુરતના લાજપોર જેલ ખાતે ફર્લો રજા પર છુટ્યા બાદ ફરાર હતો. છેલ્લા એક વર્ષથી આરોપી નાસતો ફરતો હતો. આરોપી વિશાલ વિષ્ણુભાઈ નાયકને પકડવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગુજરાત એટીએસ એ સંયુક્ત ટીમ બનાવી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ અને એટીએસની ટીમ મુંબઈ ખાતે રવાના થઈ હતી. આરોપી વિશાલ વિષ્ણુભાઈ નાયકને મુંબઈના ગોરેગાવ ખાતેથી પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની સઘન પુછપરછ કરતાં આરોપી ૨૦૧૫ના મે મહિનામાં ફર્લો રજા બાદ સાણંદ ખાતે તેના એક મિત્રના ફલેટમાં બે મહિના સુધી રોકાયો હતો. ખોટા દસ્તાવેજો બનાવી

બ્રોકર દ્વારા ગોતા ખાતે ભાડેના મકાનમાં રહેતો હતો. પોતાની ઓળખ છુપાવા હેલમેટ પહરીને બહાર નીકળતો હતો. આરોપી પોલીસના પકડથી બચવા માટે પોતાની પાસે હમેશા ચીલીસ્પે રાખતો હતો. જેલવાસ દરમ્યાન આરોપીને એક મિત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ પટેલ સમાજની વાડીઓ આવેલી છે જ્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા મળે છે જેથી ખોટા દસ્તાવેજો બનાવી પટેલવાડીમાં રોકાયો હતો. આરોપી એ કડી ખાતે રહેતા જીજાજીના દસ્તાવેજો મેળવીને એક પછી એક દસ્તાવેજો અને પાસપોર્ટ બનાવ્યા હતા. પાસપોર્ટના આધારે એકવાર અમેરીકાના વિઝા માટે અરજી કરી હતી. જોકે વિઝા મળ્યા ન હતા. આરોપી પાસપોર્ટ બનાવ્યા પહેલા બે નંબરમાં વિદેશ ભાગી જવાના પ્રયત્નો કરી અને દિલ્હી ખાતેના એજન્ટો પાસે ગયો હતો. જોકે સફળતા મળી ન હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope