પરિણીતાને ઘેનની દવા પીવડાવી નગ્ન ફોટા પાડ્યા

સુરતના કતારગામની ઘટના
ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે ડેરીનો વ્યવસાય કરે છે. પરણિતાએ ડેરી પ્રોડ્‌ક્ટ આપવા આવતા ટેમ્પો ચાલકને રૂપિયા જરુરુ હોવાથી રૂપિયા આપ્યા હતા. ટેમ્પો ચાલક તેજસ દિપક પાટીલે મહિલા પાસેથી ઉછીના ૧૫ હજાર ,મોબાઇલ ખરીદવા ૪૦ હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ લીધા હતા. રૂપિયાની જરૂરી હોવાથી મહિલાએ રૂપિયાની ઉઘરાની કરવા જતા ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ યુવાનથી કંટાળી જઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામમાં આવેલા ડભોલી વિસ્તારમાં પરણિતા પતિ સાથે ડેરીની એજન્સી ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતી હતી. જોકે, આ પરણિતા ડેરીના કામ માટે અવાર નવાર સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ડેરી પર જતી હતી. આ પરણિતાને આ ડેરી પર દૂધ આપવા આવતા ટેમ્પો ચાલાક તેજસ પાટીલ સાથે મિત્રતા થઇ હતી. પહેલા મિત્રતા બાદ બંનેવ વચ્ચે વેપારી સંબંધ થયા હતા. અનાવા નવાર મળતા તેજસને રૂપિયાની જરૂર હોવાને લઈને આ પરણિતાએ પહેલા મોબાઈલ લેવા ૧૫ જહર રૂપિયા અપ્યા હતા. પછી ૪૦ હજાર ઉછીના ત્યાર બાદ ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ પરણિતા પાસેથી લીધા હતા. થોડા સમય બાદ પરણિતાએ રૂપિયાની ઉઘરાણી શરુ કરતા ટેમ્પો ચાલાક તેજસે ડિંડોલી ખાતે આવીને લઇ જવા કયું હતું. જેને લઈને આ પરણિતા રૂપિયા લેવા માટે ડિંડોલી ખાતે પોહચી હતું ત્યારે તેજસે તેના મિત્રના ઘરે બોલાવી ઘેનવાળુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. એક અઠવાડિયા બાદ ફરી પરણિતા રૂપિયા લેવા ગઈ હતી ત્યારે તેજસે આ વીડિયો બતાવી તેણીના પતિને નગ્ન ફોટો-વીડિયો બતાવી દેવાની ધમકી આપીને તેજસે પરણિતા પર અનેક વખત ડિંડોલીમાં બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે ટેમ્પો ચાલક તેજસથી કંટાળીને પરિણીતાએ આ મામલે ડિંડોલી પોલીસમાં આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

 

કોરોના વાયરસે રામલીલાના કલાકારોના પેટ પર લાત મારી

કલાકારોને ક્યાંય કામ નથી મળતું
૧૯૬૨થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું, ત્યારે આ વર્ષે મંડળ દ્વારા સ્ટેજ બનાવી પૂજા અર્ચના કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
કોરોના મહામારીએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી છે. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનના કાર્યક્રમ પર પ્રતિબંધ ફરમાવતા અનેક કલાકારોને પણ આર્થિક નુકસાન થયુ છે. અમદાવાદના ખોખરામાં છેલ્લા ૫૮ વર્ષથી સતત યોજાતી રામલીલા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રામલીલા દશેરા મહોત્સવ મંડળ દ્વારા વર્ષ ૧૯૬૨ થી સતત રામલીલાનું આયોજન કરાતું હતું. ત્યારે આ વર્ષે મંડળ દ્વારા માત્ર સ્ટેજ બનાવી ભગવાનની પૂજા અર્ચના કરાશે. કોરોનાને લીધે ૫૯માં વર્ષે રામલીલાનું આયોજન ના થતા કલાકારો તેમજ સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ, ડેકોરેશન, સાફ સફાઈ જેવા જુદા જુદા કામ સાથે સંકળાયેલા લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે. રામલીલા માટે અન્ય રાજ્યોમાંથી ૨૦ જેટલા કલાકારો આવતા અમદાવાદ આવતા હતા. મથુરા, આગ્રા અને બિહારથી આવતા કલાકારોને રોજગારી મળતી હતી, પરંતુ કોરોનાએ તમામની આવક છીનવી લીધી. આ ઉપરાંત જે સ્થાનિક લોકો આ કામ સાથે જોડાયેલા હતા, તે લોકોની રોજગારી પર બ્રેક લાગી છે. રામલીલા બાદ મંડળ દ્વારા દર વર્ષે દશેરા પર રાવણદહનનો કાર્યક્રમ પણ કરાતો હતો. જે આ વર્ષે મોકૂફ રખાયો છે. રાણ દહનમાં દરવર્ષે ૮,૦૦૦ થી ૧૦,૦૦૦ લોકો એકઠા થતા હતા. પરંતુ કોરોના ગાઈડલાઈન મુજબ રામલીલા અને રાવણદહનનો કાર્યક્રમ પણ નહિ યોજવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી જાહેર ઉજવણી પણ કેન્સલ કરાઈ છે. આવામાં નવરાત્રિથી લઈને દિવાળી સુધીના કોઈ તહેવારો નહિ ઉજવાય. જેથી તહેવારો સાથે સંકળાયેલા બિઝનેસ કરતા લોકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવશે.

 

કોરોનાના લક્ષણો દેખાતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

મહિલા ઘરમાં જ આઇસોલેટેડ હતા
કોરોનાનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા નહીં કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ ફરિયાદ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ હરિયાણાના પાનીપતના વતની હતા. તેમના પતિ રીંગરોડના મિલેનિયમ માર્કેટ-૨માં કપડાની દુકાન ધરાવે છે. ગોપાલકિશને સરોજ સુરતમાં વેસુ રોડ પર ફ્લોરેન્સની બાજુમાં નંદની એકમાં રહેતા પરિવાર સાથે રહે છે. જોકે, તેમાંય પત્નીને છેલ્લા બે -ચાર દિવસથી તાવ ખાંસી સહિતની તકલીફ હોવાથી સુનિતાબેન જાતે ઘરમાં આઈસોલેશન થઈ ગયા હતા. પરિણીતાને મનમાં કોરોના થવાના વિચારો આવતા હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા. પરિવારજનો તેમને કોરોના ટેસ્ટ કરાવવા લઇ જવાના હતા. તે પહેલા તેમને કોરોની બીક હતી કે, તેમને કોરોના પોઝિટિવ આવશે તો તેમની સાથે પરિવારના સભ્યો પણ હેરાન થઇ જશે. જેને લઈને આવેશમાં આવી જઈને ગતરોજ સવારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે પરિવારે આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી. જોકે, આ મહિલાને કોરોના લક્ષણ દેખાતા પીએમ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવતા આ મહિલાન કોરોના ગાઈડ લાઇન પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં અન્ય એક પરિણીતાએ પણ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરાનગર મેઇન રોડ, ગુરુજીનગર-૨માં રહેતી હેતલ અમિતભાઇ ટાંક નામની પરિણીતા કેટલાક સમયથી તેના તામશી સ્વભાવને કારણે જીદ્દી થઇ ગઇ હોય કંટાળીને ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

 

સ્કૂલ સંચાલકનો ફી મુદ્દે દબાણ કરતો વીડિયો વાયરલ

કોસમોસ સ્કૂલ સંચાલકની ફી મુદ્દે ધમકી
૧૦ ઓક્ટોબર સુધી પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા જણાવાયું ફી નહીં ભરનારાના એલસી તૈયાર હોવાની ધમકી અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ભરવા મામલે ૨૫ ટકા માફી આપવામાં આવી છે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોસમોસ સ્કૂલના સંચાલકોએ તો હદ જ કરી નાખી. સંચાલકે વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફી ભરવા મામલે સંચાલકના ધમકીના સુર જણાઈ રહ્યા છે. જેમાં સંચાલકએ વાલીઓને ૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રથમ ક્વાર્ટર ફી ભરવા જણાવાયું હતું પરંતુ તે નહિ ભરતા વાલીઓના એલસી તૈયાર છે જે વાલીઓને લઈ જવા જણાવ્યું છે. જોકે વિવાદ થતા સંચાલકે ફેરવી તોળ્યું હતું. જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ અને લોકડાઉન જાહેર થયા બાદ ફી મામલો વિવાદમાં આવ્યો હતો. જે મામલે હાલમાં જ ૧ ઓક્ટોબરના રોજ સરકારે સ્કૂલ ફી મામલે ૨૫ ટકા રાહત આપી હતી. જે માટે એક ઠરાવ ૭ ઓક્ટોબરના રોજ સરકારે કર્યો હતો. જોકે, ૧૧ ઓક્ટોબરે અમદાવાદના મણિનગરમાં આવેલી કોસમોસ સ્કૂલના ટ્રસ્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સ્કૂલના ટ્રસ્ટી અભિજીત હલદરનો છે. રાજ્ય સરકારે ફીમાં આપેલી રાહત અંગેના પરિપત્ર બાદ પણ ટ્રસ્ટીની અજ્ઞાનતા પ્રદર્શિત આ વાયરલ વીડિયોમાં થઈ છે. કેટલાક ન્યૂઝપેપરના નામ અને ફી મામલે રાહત અંગે સરકારે કરેલા પરિપત્રનો ઉલ્લેખ કરી ટ્રસ્ટીએ વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અગાઉ ૧૦ ઓક્ટોબર સુધીમાં વાલીઓને ફી જમા કરાવવા કહ્યું હતું. સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરીને ટ્રસ્ટીએ વાલીઓને કહ્યું કે, સરકારે આપેલી ૨૫ ટકા રાહત એ જ વાલીને મળશે, જે ૩૧ ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવશે. એટલું જ નહીં જે લોકોએ ગયા વર્ષની અને આ વર્ષની પ્રથમ સત્રની ફી નથી ભરી તેવા ૭૦ બાળકોના એલસી સ્કૂલમાં તૈયાર રાખ્યા છે, જે વાલીઓએ લઈ જવા. આમ આ વીડિયોમાં સંચાલકના ધમકીના સુર જોવા મળ્યા છે. જોકે, આ મામલે વાલીઓ કેમેરામાં કશું કહેવા ડરી રહ્યા છે તેઓને ડર છે કે વાલીઓ મીડિયામાં કશું કહેશે તો સ્કૂલ સંચાલક તેમના બાળકનું એલસી પકડાવી દેશે. આ અંગે અભિજીત હલદરને વીડિયો અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું કે, આ અંગે અમે વાલીઓને જાણ કરી દીધી છે. જેમાં કેટલાક ન્યુઝ પેપરની વિગતને ધ્યાને લઇ મેં વીડયો બનાવ્યો હતો. અને હવે અમે નવો વીડિયો બનાવી વાલીઓને ફી માફી અંગેની સૂચના આપી છે.

 

સુરત શહેરમાં કોરોના અવેરનેસ ગરબો વાયરલ

સુરત હંમેશા અવનવું કરવામાં જાણીતું છે
ગરબામાં સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક બાબતો માતાની આરાધના પણ દર્શાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
શહેર હંમેશા અવનવું કરવામાં જાણીતું છે. એમા પણ તકલીફની વાત હોઇ કે પછી મોજની વાત હોઇ સમય સમયને અનુરૂપ તે ભાષામાં તેની વાત કરતા હોય છે. આવી જ એક વાત આ કોરોના કાળમાં સુરતના કલાકારોએ રજૂ કરી છે. કોરોના કાળમાં આગામી નવરાત્રીમાં કોરોના સામે કઇ રીતે રક્ષણ મેળવી અને ગરબાનો આનંદ માણી માતાની આરાધના કરી શકાય તેની જાગ્રુતિ ફેલાવતો આ ગરબો સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગરબાના બોલ પણ એટલા સુંદર છે, મોજમા રહીશું અમે મોજમાં રહીશું, આવી નોરતાની રાત, ગરબે રમશું અમે આજ, મોઢે પહેરીને મા્‌સ્ક રમશું આજ અમે રાશ, આ ગરબામાં સેનેટાઇઝર, ડિસ્ટન્સ સહિતની અને બાબતો સાથે માતાની આરાધના પણ દર્શાવવામાં આવી છે. નવરાત્રીનો પર્વ હોય અને ગુજરાતીઓ શાંત બેસી રહે તે શક્ય જ નથી. જેથી જ સરકાર દ્વારા પણ આ કોરોના કાળમાં ભલે ખાનગી આયોજનો અને માસ ગેધરીંગની પરમિશન નથી આપી પરંતુ પોતાની સોસાયટીમાં કે શેરીઓમાં ૨૦૦ માણસોની સંખ્યા સાથે લિમિટેડ સમય માંટે ગરબા રમવાની પરમિશન આપી છે. ત્યારે સુરતમાં અનેક એવા લોકો છે મનપાની સાથે જાગૃત્તિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં કલાકારો પણ પાછા નથી રહ્યા. સુરતના જાણીતા કલાકારો કે જેઓ નવરાત્રીમાં પોતાના મધુર ગીતોથી ખૈલયાઓને નવરાત્રીમાં થનગનાટ કરાવતા હોય છે. તેવા બે કલાકારો યો યો જય વર્મા અને અમી અઢીયા જે સુરતના નહિ પરંતુ ગુજરાતના જાણીતા સિંગર છે. તેમના દ્વારા ખાસ એક ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની ભકિત તો છે જ પરંતુ તેની સાથે કોરોના કાળમાં યોજાય રહેલા આ નવરાત્રીમાં કઇ રીતે ગરબામાં ધ્યાન રાખવું તેની માહિતી પણ આપવામાં આવી છે. આ ગરબામાના શબ્દો ખાસ કોરોના કાળમાં લોકો અવેર થાય તેને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે.

 

કોરોના કહેરમાં RTOની કામગીરી ઓનલાઈન કરાઈ

વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય
આરટીઓની કામગીરી ઓનલાઇન કરાતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી જવાની જરૂર જ નહીં પડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૪
કોરોનાની મહામારીમાં અરજદારોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે તેવા એક રાહતના સમાચાર મલી રહ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓની કામગીરી ઓનલાઇન કરી દેવતા અરજદારોએ હવે આરટીઓ ઓફિસ સુધી આવવું જ નહીં પડે. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવું, ડુપ્લિકેટ બનાવવું, ખરાબ થઇ ગયું હોય તો નવું બનાવડાવવું અથવા લાઇસન્સનું સર્ટિફિકેટ, વાહનનો સ્ક્રીન રિપોર્ટ સહિતની કામગીરી ઓનલાઈન કરી દેવાતા અરજદારોએ હવે રાહતનો શ્વાસ લીધો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે આરટીઓમાં મર્યાદિત અરજદારો વચ્ચે મોટાભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. જે કામગીરી માટે અરજદારોની રૂબરૂ હાજરી જરૂર નથી. ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવવા, ડુપ્લિકેટ કઢાવવા અને ફોટો બદલાવવા જેવી કામગીરી ઓનલાઇન કરાયા બાદ લોકોએ પણ તેનો ભરપૂર લાભ લીધો છે.
લોકડાઉન બાદ સુરત આરટીઓમાં ૩૪,૦૦૦ લોકોએ ઘર બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવ્યા અને ડુપ્લિકેટ બનાવડાવ્યા છે. ઘરે બેઠા ઓનલાઇન કામગીરી થઇ શકે તેવી કામગીરી માટે અરજદારોએ ઇર્‌ંના ધક્કા નહીં ખાવા પડે તે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આવી કામગીરી ઓનલાઇન કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવેથી રાજ્યમાં ઇર્‌ંની ઘર બેઠા જ સમગ્ર કામગીરી પૂર્ણ કરી શકાય છે, એટલું જ નહીં હજુ પણ દરરોજ ૩૦૦ થી વધુ અરજીઓ આવી રહી છે .

 

નવરાત્રીમાં મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવો પડશે

તહેવાર અંગે ભારે મૂંઝવણ બાદ સરકારની સ્પષ્ટતા
રાજ્યમાં સરકારે કોઈ મંદિર બંધ નથી કર્યા, મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે નવરાત્રિમાં કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. ભીડ નહીં થાય તે માટે જે તે મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવાનો રહેશે. અગાઉ રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈનમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર ૧૭મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં કોઈપણ ગરબાનું આયોજન નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

ગાંધીધામ : તનિષ્કના શો રૂમ પર ટોળાનો હુમલો, માફી લખાવી

વિરોધ બાદ તનિષ્કે વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી
ઝવેરાતની કંપનીની જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લગાવી તેનો ભારે વિરોધ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૪
પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા અપનાવી લેવામાં આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટને લવ જેહાદ સાથે જોડવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના વંટોળ પછી તનિશ્ક દ્વારા આ એડને સત્તાવાર રીતે પાછી ખેંચવામાં આવી અને એક ખુલાસો પણ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાના પડઘાં આખા દેશ સાથે રાજ્યના કચ્છમાંમાં પણ પડ્યા છે. ગઈકાલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિશ્કના શો-રૂમમાં સામાજિક કાર્યકર પોતાની રજૂઆત કરવા ગયેલા હતા અને તેમણે શોરૂમ સંચાલકો પાસે માફીની માંગણી કરાવી હતી. જોકે, તેમનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે સામાજિક કાર્યકર છે તે સામજીભાઈ આહિર હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શામજી ભાઈ આહિરના વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં કચ્છ શોરૂમમાં તોડફોડ થઈ હોવાના મેસેજ વાયરલ થયા હતા. જોકે, આ મામલે શામજી ભાઈ આહીરે જણાવ્યું હતું કે ’શોરૂમમાં જઈને ફક્ત રજૂઆત કરી હતી. તોડફોડ નથી કરી અને એવી કોઈ ઘટના ઘટી નથી. જોકે, આ મામલે તનિશ્ક કંપનીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો ખુલાસો આપ્યો છે પરંતુ કચ્છમાં તેના પડઘાં પડ્યા બાદ શોરૂમના મેનેજમેન્ટ બહાર એક માફી આપતો ખુલાસો મૂક્યો છે. આ મામલે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે દેશમાં ઇન્ટરનેટ બે ભાગમાં વહેચાઈ ગયું છે. આ મામલે જાણીતી અભિનેત્રી કંગનાએ તનિષ્કની એડ જોતા કંગના રનૌત ભડકી અને તેણે ટિ્‌વટર પર લખ્યું છે કે, હિન્દુ હોવાને કારણે આપણે ઘણું સતર્ક રહેવાની જરૂર છે. ક્રિએટિવ આતંકવાદીઓ આપણાં મગજમાં શું ઘુસાડી રહ્યાં છે. આપણે આવા વિષય પર ચર્ચા મુલ્યાંકન કરવાની જરૂર છે. જે આપણાં મગજમાં ખોટું ભરતા જઇ રહ્યાં છે. આ તમામની શું અસર હોય છે. આપણી આ સભ્યતાને બચાવવાનો એક માત્ર ઉપાય છે આ તમામનો વિોરધ કરવો.’ કંગનાએ બીજી એક ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ’આ એડ ઘણી ખરી રીતે ખોટી છે. જેમ તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી હિન્દૂ વહુ તેમની સાથે રહે છે પણ તેને સ્વીકાર ત્યારે થાય છે જ્યારે તે ઘરને વારિસ આપવાની છે.

 

સામાન્ય બાબતમાં ભાઇએ મોટાભાઇની ક્રૂર હત્યા કરી

સુરત શહેરમાં ખૂની ખેલ ખેલાયો
પોલીસે ગુનાની ફરિયાદ નોંધીને સઘન તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે ગતરોજ કતારગામ વિસ્તાર રહેતા રત્નકલાકાર બે ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટમાં એક ભાઈએ બીજા ભાઈની કરપીણ હત્યા કરી છે. આ અંગેની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેવામાં સુરત થોડા દિવસ થાયને હત્યા અથવા હત્યાના પ્રયાસના ગુના બનતા હોય છે. ત્યારે ગતરોજ સામાન્ય બાબતે એક ભાઈ દ્વારા બીજા ભાઈની હત્યાની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતા જગદીશ એસ્ટેટ્‌સ ખાતે આવેલા એક ડાયમંડના કારખાનામાં કામ કરતા બે ભાઈ બાબુ અને જશુ ઠાકોરને જમવા બાબતે ઝગડો થયો હતો. બંન્ને ભાઇઓ વચ્ચે સામાન્ય બાબતથી શરૂ થટેલો ઝઘડો ઉગ્ર બોલાચાલીમાં પરિણમ્યો હતો. જેમાં નાના ભાઇ જશુએ મોટા ભાઇ બાબુ પર ડાયમંડ ઘસવાના ઓજારથી હુમલો કર્યો હતો. જેથી મોટા ભાઇની ઘટનાસ્થળે જ મોત નીપજી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ સુરતમાં ઇજાગ્રસ્ત મહિલા મળી આવી હતી. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને ૧૦૮ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં.

 

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરની હત્યા માટે ૪ લાખની સોપારી

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો
હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરતા વધુ તપાસમાં અન્યોના નામ આવવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ ૨૭ સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમા એક ખુલાસો થયો છે. પાલિકાનાં કાઉન્સીલર સાથે બનેલી ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજીત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદનાં જ અજય કલાકે ચાર લાખ આપીને હિરેનભાઇ પટેલની હત્યા કરાવી હતી. આ અંગે દાહોદ એલસીબી, ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની શક્યતા છે. મૃતક હિરેનભાઇ પટેલનાં પરિવારે મોત નીપજતા આક્ષેપ કર્યો હતો કે, રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ છે. ઝાલોદના અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ૨૭ સપ્ટેમ્બરે ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું. ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેનભાઇ પટેલ નગરની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા. સતત ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચૂંટાઈ આવતા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope