નવસારી : એક કારનું ટાયર ફાટતા પાંચ કાર વચ્ચે ટક્કર

હાઇવે પર ફિલ્મી સ્ટન્ટ જેવા દૃશ્યો જોવા મળ્યા
ઘટનામાં સદ્‌નસીબે કોઈ મોટી જાનહાની થઈ ન હતી, અકસ્માત બાદ રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવસારી,તા.૧૪
આજની દોડધામવાળી જિંદગીમાં અકસ્માતના બનાવો સામાન્ય બની ગયા છે. દરરોજ રોડ અકસ્માતના અનેક બનાવો નોંધાતા રહે છે અને અનેક આશાસ્પદ લોકો જીવ ગુમાવે છે. નેશનલ હાઇવે નંબર ૪૮ પર નવસારીના મટવાડ ખાતે આવેલી અંબિકા નદીના બ્રિજ પર એક સાથે પાંચ કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જોકે, સદનસિબે અહીં કોઈજાનહાની થઈ ન હતી. એક સાથે પાંચ કાર એક પછી એક પાછળ અથડાતા લોકો બે ઘડી માટે જોવા માટે ઊભા રહી ગયા હતા. ફિલ્મોમાં જોવા મળતાં દ્રશ્યો નવસારી ખાતે નેશનલ હાઇવે પર જોવા મળ્યાં હતાં. મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર નવસારીના મટવાડ પાસે અંબિકા નદી પર આવેલા બ્રિજ પર આજે મુંબઈથી અમદાવાદ તરફ જતાં માર્ગ પર એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટી ગયું હતું. જે બાદમાં કારની પાછળ પૂરપાટ આવી રહેલી અન્ય કારની ટક્કર થઈ હતી. એક પછી એક એમ પાંચ કાર અથડાઈ હતી. જોકે, સબનસિબે આ બનાવમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. બનાવ બાદ અહીં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થયા બાદ સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. નેશનલ હાઇવે પર એક પછી એક એમ પાંચ કાર અથડાતા અહીંથી પસાર થતા લોકો એક સમય માટે અકસ્માત જોવા માટે ઊભા રહી જતા હતા. અનેક લોકો આ બનાવને પોતાના મોબાઇલમાં પણ કેદ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશમાં રોડ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ આ બનાવમાં સદનસિબે કોઈ જાનહાની થઈ નથી. મંગળવારે જૂનાગઢ-વંથલી હાઈવે પર ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર ચાલક ડૉ. રવી ડઢાણીયાનું ઘટના સ્થળે મોત થયુ હતું. તો બસમા સવાર ચાર મુસાફરો ઈજા પહોંચી હતી. બનાવની વિગત પ્રમાણે મંગળવારે સાંજે જૂનાગઢ વંથલી હાઈવે પર ભોલેનાથ ટ્રાવેલની બસ એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો બૂકડો બોલી ગયો હતો. કાર ચાલક ડૉ. રવી ડઢાણીયા છાતીમાં કારનો આગળનો ભાગ ઘૂસી જતાં તેમનું સ્થળ પર મોત થઈ ગયું હતુ. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારને તોડીને ડૉક્ટરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. શહેરના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે કાર હંકારી બે યુવાનોને કચડી મોતને ઘાટ ઉતારી દેવાાય હતા. બંને યુવાનો રેસ્ટોરન્ટમાં કામ પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા હતા. ઉમરા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસે મંગળવારે એક આરોપીની ધરપકડ કરી છે. કાર ચાલક અકસ્માત સર્જીને પેટ્રોલ પંપ પાસે ઉભો રહ્યી ગયો હતો. પેટ્રોલ પંપ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં તે કેદ થઇ ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે તેના ચાલકને પકડી પાડ્યો હતો.

 

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ગેંગસ્ટરની હત્યા

ચુસ્ત બંદોબસ્ત છતાં જેલમાં કેદીઓની મારામારી
અજ્જુ કાણિયા અને સુનિલ પરમારની વચ્ચે ઝઘડો થયો હતો : સુનિલે છતનું પતરૂં અજ્જુના ગળા પર ફેરવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાઃ
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુને જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ કેદીઓ દ્વારા તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં અજ્જુને સયાજી હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે અજ્જુ કાણીયાની ધરપકડ કરી હતી. બાદમાં રિમાન્ડ મેળવીને તેને જેલ મોકલવામાં આવ્યો હતો.
સુત્રો મુજબ સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યાના આરોપમાં સજા ભોગવી રહેલા માથાભારે સુનિલ પરમાર કોઈ કારણોસર બબાલ થઈ હતી. અજ્જુ અને સુનિલ વચ્ચે બબાલમાં સુનિલે છતનું પતરૂં અજ્જુના ગળાના ભાગે ફેરવી દીધું હતું. અજ્જુને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા કર્મચારીઓ અને એક વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી. વડોદરા શહેરના માથાભારે અને ખંડણી સહિતના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત અજ્જુ કાણીયાની વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યા થઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ કુખ્યાત અજ્જુ કાણીયા સામે અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, લૂંટ, મારામારી અને ખંડણી સહિતના ૩૧થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ૪ વખત પાસામાં પણ ધકેલવામાં આવ્યો હતો.

 

હવે બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે

અન્ન નાગરિક પુરવઠા મંત્રીની જાહેરાત
મગફળી ટેકાની ખરીદીનો ૨૧મી ઓકટોબરથી શુભારંભ અત્યાર સુધીમાં સવા ૪ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રી રાદડિયાએ ઉમેર્યું કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજૂઆતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે અને તા.૨૧મી ઓકટોબરથી રાજ્યભરમાં નાફેડના સંકલનમાં રહીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે. ગત વર્ષે રાજ્ય સરકારે ૪.૭૦ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ ૪.૭૦ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવે તેવો અંદાજ છે. મંત્રી રાદડિયાએ ઉમેર્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએકયુ અને નાફેડ દ્વારા કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોમાં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી ઘટશે અને સાથેસાથે બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 

પાલનપુરના ખેમાણા પાસેથી ચરસ સાથે બે ઝડપાઈ ગયા

રાજ્યમાં પાલનપુર થઇ રાજસ્થાનથી ડ્રગ ઘૂસાડાય છે
ગુજરાત એટીએસ-બનાસકાંઠા એસઓજીએ કારમાંથી એક કરોડથી વધુના ચરસના જથ્થાની સાથે ઝડપી પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુર, તા. ૧૪
ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસેથી કારમાંથી રૂ.૧ કરોડથી વધુના ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસ ઘુસાડવાનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની બાતમી મ?ળતાં ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ રેકેટને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાનથી મંગળવારના રોજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમી મળતાં ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક વેગનાર કાર ઉપર શંકા જતાં કારની તલાસી લેવામાં આવતાં કારમાંથી ૧૬.૭૫૩ કિલો ગ્રામ ચરસ જેની કિંમત રૂ.૧,૦૦,૫૧,૮૦૦ સાથે બે આરોપી મુંબઈના માહિમ વિસ્તારમાં લોહાર ચાલી ખાતે રહેતા ફહીમ અજીમ બેગ (ઉ.વ.૩૧) અને ઔરંગાબાદ હરસુલ જહાંગીર કોલોની ખાતે રહેતા સમીર અહેમદ શેખની ધરપકડ કરી આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યુ હતું અને કોને આપવાનું હતું તેમજ આ આરોપીઓ કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ચરસોનો મોટો જથ્થો બે શખ્સો લુધિયાણા (પંજાબ)થી મુમ્બઇ પાસીંગની વેગનર ગાડી નંબર એમ.એચ-૦૪-એચ.એન-૫૦૭૧માં પાલનપુર ખેમાણા નજીક આવેલી એક હોટલ પર આવવાના હોવાની એટીએસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધા હતા. બે શખ્સોને મુમ્બઇ માહિમના અને અમદાવાદ વટવામાં મકાન ધરાવી રહેતા ઇમરાન નામના વ્યક્તિએ જડીબુટી અને દવાઓ લઇ આવવા લુધિયાણા મોકલ્યા હતા અને લુધિયાણા ખાતે સબજી મંડીમાં પહોચતાં ટ્રક નંબર જે.કે.૦૩-બી-૮૪૫૨ આવેલી તેમાથી એક ઇસમ આ ચરસ આપી ગયો હતો. જે લઇ ઇમરાનને આપવા જવાના હતા. આ કામ માટે ઇમરાને તેઓને રૂ.૫૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. જેથી પોલીસે ઇમરાનની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર નજીકથી એટીએસ અને એસઓજી પોલીસે ચરસ સાથે પકડેલા બંન્ને આરોપીઓ પરપ્રાતીય હોવાનું બહાર આવ્યુ છે.જેમાંથી ફહિમ અઝીમ બેગ રહે.માહિમ લુહાર ચાલ,નોવેલ્ટી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં એ-૩ માહિમ વેસ્ટ, મું્‌બઇ, મહારાષ્ટ અને સમીર એહમદ શેખ રહે.જહાંગીર કોલોની,હરશુલ,શફીર કિરાના,ઘર નં.૩૪ ઔરંગાબાદ મહારાટ્ર આમ બંન્ને આરોપીઓ પરપ્રાંતી હોવાનું બહાર આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ફિલ્મસ્ટારો સહિત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતના માર્ગેથી ચરસના જંગી જથ્થા સાથે મુંબઈના બે શખ્સો ઝડપાયા હોઈ ઝડપાયેલો આ ચરસનો જંગી જથ્થો ગુજરાતના રસ્તેથી મહારાષ્ટ્રમાં જઈ રહ્યો હતો કે ગુજરાતમાં જ ક્યાંક લઈ જવાતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.

 

સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની વચ્ચે એમઓયુ

રપ હજારથી વધુ લોકોને રોજગારી મળશે
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના કારણે આદિજાતિ વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના માટે હિન્દુસ્તાન ઝિંકે રસ દાખવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના ર્સ્ેં ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ અરૂણ મિશ્રાએ આ ર્સ્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી. વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અગ્રવાલે આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થવાની પહેલના મૂળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ રહેલો છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ર્સ્ેંની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ૩૦૦ દ્ભ્‌ઁછની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે.અગ્રવાલે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી.

 

ગુજરાતમાં કોરોનાના નવા ૧૧૭૫ કેસ : ૧૧નાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૪૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૧૬૫૬૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૬૫૪૧ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૫,૦૯૮ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૫૨, અમદાવાદમાં ૧૮૨, વડોદરામાં ૧૧૭, રાજકોટમાં ૧૦૫, જામનગરમાં ૮૫, મહેસાણામાં ૩૭, કચ્છમાં ૨૦, પંચમહાલમાં ૧૯, અમરેલીમાં ૨૮, બનાસકાંઠા ૧૧, સાબરકાંઠામાં ૧૯ , મોરબીમાં ૧૪, ભરૂચમાં ૨૫ સુરેન્દ્રનગરમાં ૧૨૩ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૬, જૂનાગઢમાં ૪૧, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૮, નર્મદામાં ૫, ભાવનગરમાં ૨૦, દાહોદમાં ૧૦, આણંદ ૧૨, બોટાદમાં ૨, ખેડામાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૧૧, છોટાઉદેપુર ૪, મહીસાગરમાં ૮, નવસારીમાં ૧૦, અરવલ્લી ૬, તાપીમાં ૭, વલસાડમાં ૩ મળીને કુલ ૧૧૭૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૯૫૯ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૭૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૪૮૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૬,૫૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૫૮૯ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૦૪ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૩, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-રાજકોટમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૮૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વધ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૭૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૭૮
વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૬, જામનગર કોર્પોરેશન ૬૦, વડોદરા ૪૦,
મહેસાણા ૩૭, રાજકોટ ૨૯
અમરેલી ૨૮, ગાંધીનગર કોર્પોરેશન૨૭,
ભરૂચ ૨૫, જામનગર ૨૫, પાટણ ૨૩, સુરેન્દ્રનગર ૨૩, જુનાગઢ ૨૧, જુનાગઢ કોર્પોરેશન ૨૦,
કચ્છ ૨૦, ગાંધીનગર ૧૯, પંચમહાલ ૧૯, સાબરકાંઠા ૧૯, ગીર સોમનાથ ૧૮, અમદાવાદ ૧૭,
ભાવનગર કોર્પોરેશન ૧૪, મોરબી ૧૪, આણંદ ૧૨, બનાસકાંઠા ૧૧,
દેવભૂમિ દ્ધારકા ૧૧, દાહોદ ૧૦, નવસારી ૧૦, મહીસાગર ૮, તાપી ૭, અરવલ્લી ૬, ભાવનગર ૬
ખેડા ૬, પોરબંદર ૬, નર્મદા ૫, છોટા ઉદેપુર ૪, વલસાડ ૩, બોટાદ ૨

 

સોનાની ચેઈન પરત લેવા જતા વજન ઓછું નિકળ્યું

૨૦૧૮માં સોનાની ચેઈન ગીરવે મુકી હતી
ગોમતીપુરમાં યુવકને નાણાંની ભીડ ઊભી થતા તેણે પોતાની સોનાની ચેનને ગીરવે મૂકીને વ્યાજે પૈસા લીધા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અજીબ ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકને નાણાંની ભીડ ઊભી થતા તેણે પોતાની સોનાની ચેન ગીરવે મૂકીને વ્યાજે પૈસા લીધા હતા. આનું વ્યાજ પણ ચૂક્યું હતું. બાદમાં તે ચેન છોડાવવા ગયો ત્યારે તેને જે સોનાની ચેન મળી તે ઓછા વજન અને ઓછા ટચ વાળી મળતા યુવકે નાણા ધીરનાર અને જવેલર્સ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો નાણાભીડને કારણે પોતાની પાસે રહેલા સોનાના દાગીના ગીરવે મૂકીને લોન લેતા હોય છે. ત્યારે આ તમામ લોકો માટે આ કિસ્સો ચેતવણી સમાન છે. ગોમતીપુરમાં રહેતા મુકેશભાઈ ચાવલા છૂટક મજૂરી કામ કરે છે. તેમને થોડા સમય પહેલા અલીફા શાન જવેલર્સમાંથી ૧.૪૦ લાખની સોનાની ચેન ખરીદી હતી. વર્ષ ૨૦૧૮માં તેઓને પૈસાની જરૂર ઉભી થતા તે સોનાની ચેન તેમણે અલ્પેશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિની નાણા ધીરધાર અને ભૈરવ જવેલર્સ શોપમાં એક લાખમાં ગીરવે મૂકી હતી. બાદમાં વર્ષ ૨૦૨૦માં તેઓ પોતાની સોનાની ચેન છોડાવવા ગયા હતા. તેમણે અલ્પેશને ૨.૫ ટકા વ્યાજ લેખે ૬૫ હજાર પણ ચૂકવી દીધા હતા. જોકે, બાદમાં નાણા ભીડ રહેતા તેઓ આ ચેન લઈને પાછા અલીફા શાન દુકાનમાં ગયા હતા. જ્યાં આ ચેન બતાવતા દુકાનદારે જણાવ્યું કે તમે જે ૪૦ ગ્રામ ૩૯૦ મિલી વજનની ચેન ખરીદી હતી તે આ નથી. જેથી તેઓ સોના ચાંદીના માર્કેટમાં ગયા હતા, જ્યાં આ ચેનનું વજન ૩૯ ગ્રામ ૯૯૦ મિલી જણાયું હતું. અને તેનું ટચ પણ ઓછું હતું. આ મામલે મુકેશભાઈએ પોતાની સાથે ઠગાઈ થઈ હોવાથી જાણ થઈ હતી. જે બાદમાં તેઓ અલ્પેશને ત્યાં ગયા હતા અને આ વાતની જાણ કરી હતી.

 

દીકરીના કબજા માટે પતિએ પત્ની પાસે ૨૦ લાખ માગ્યા

સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
બેંગકોક ખાતે રહેવા દરમિયાન ડાન્સ ક્લાસના સર સાથે અફેર હોવાની શંકાને લીધે પતિ પત્નીને મારતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૩
શહેરમાં એક વ્યક્તિએ તેની પત્ની પાસે દીકરીના કબજા માટે ૨૦ લાખ રૂપિયા માંગ્યાની ફરિયાદ નોંધાઈ છે. સુરતની યુવતીના હીરા વેપારી સાથે લગ્ન થયા હતા. જે બાદમાં હીરા વેપારી બેંગકોક સ્થાયી થયો હતો. લગ્ન બાદ બંનેને સંતાન તરીકે એક દીકરી અવતરી હતી. જોકે, દીકરીના જન્મ બાદ મહિલાનો પતિ મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખી તેને માર મારતો હતો. જે બાદમાં મહિલા કંટાળીને સુરત પોતાના પિયરમાં આવી ગઈ હતી. આ દરમિયાન પરિણીતાએ દીકરીનો કબજો સોંપવાની વાત કરતા પતિએ ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતે વાત કરીએ તો સુરતમાં રહેતી એક યુવતીના લગ્ન પરિવારની સહમતિ સાથે મુંબઈ ખાતે હીરા કંપનીમાં નોકરી કરતા દિવ્યેશ મોરખીયા સાથે એપ્રિલ ૨૦૦૮માં થયા હતા. લગ્ન જીવનના એક વર્ષમાં પતિ દિવ્યેશને બેંગકોક ખાતે સારી નોકરી મળતા તે પરિવાર સાથે ત્યાં જતો રહ્યો હતો. જોકે, થોડા સમય બાદ પતિ દિવ્યેશે નોકરી છોડી પોતાનો હીરાનો વેપાર શરુ કર્યો હતો. આ સમય દરમિયાન તેની પત્ની સગર્ભા થઈ હતી અને એક દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ પરિવારમાં પણ ખુશી હતી પરંતુ તેના થોડા સમય પછી પરિણીતાને તેના પતિ અને સાસરિયાં તરફથી ત્રાસ આપવાની શરૂઆત થઈ હતી. જોકે, પોતાનો પરિવાર વીખેરાય નહીં તે માટે પરિણીતા કંઈ બોલતી ન હતી. બાદમાં પરિણીતાનો પતિ તેના પર શંકા કરવા લાગ્યો હતો. પરિણીતા એક ડાન્સ ક્લાસમાં જતી હતી. ડાન્સ ક્લાસના સર સાથે અફેર હોવાની શંકા રાખીને પતિ તેની પત્નીને માર મારતો હતો અને ઘરમાં નોકરાણી તરીકે રહેવા માટે મજબૂર કરતો હતો. મારપીટ બાદ પરિણીતા ખૂબ જ ડરી ગઈ હતી. જે બાદમાં પરિણીતા તેના ભાઈની મદદથી ભારત પરત આવી હતી અને પોતાના પિયરમાં રહેવા લાગી હતી. જોકે, તેની દીકરી પતિ પાસે જ હતી. આ દરમિયાન પરિણીતાએ દીકરીનો કબજો સોંપી દેવાની વાત કરતા પતિએ ૨૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ મામલે પરિણીતાએ પતિ અને સાસરિયાં વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

 

કચ્છમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા ફફડાટ

રાત્રે ૧૨.૩૦ વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા
રાત્રે ૧૨.૩૦થી ૬.૦૦ વાગ્યા સુધી અલગ અલગ તીવ્રતાના ૪ આંચકા અનુભવાયા, ૨.૮-૧.૯ની તીવ્રતાના આંચકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકાએ પેટાળને હલબલાવી નાખ્યું છે. મોડી રાત્રે ફરી એકવાર કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી. કચ્છમાં મોડી રાત્રે ૧૨.૩૦ કલાકે વાગ્યે ૨.૮ ની તીવ્રતાવાળો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે ૧૨.૩૦થી લઈને સવારે ૬.૦૦ વાગ્યા સુધી અલગ અલગ તીવ્રતાના ૪ આંચકા અનુભવાયા છે. ૨.૮ અને ૧.૯ ની તીવ્રતાના આ આંચકા હતા. કચ્છના ખાવડા, રાપર, ભચાઉ અને દૂધઈ નજીક આ આંચકા અનુભવાયા છે. રાપરથી ૩ કિલોમીટર દૂર અને ખાવડાથી ૪૬ કિલોમીટર દૂર ભૂકંપનુ કેન્દ્રબિંદુ નોંધાયું હતુ. ભચાઉથી ૧૪ અને દૂધઈથી ૧૫ કિલોમીટર દૂર આ કેન્દ્રબિંદુ હતુ. ત્યારે કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ કચ્છ મેઇન ફોલ્ટ લાઇન પર કરેલા અભ્યાસ બાદ આ તારણ બહાર આવ્યું છે. આ ફોલ્ટ લાઇન પર છેલ્લા એક હજાર વર્ષથી કોઇ મોટો ભૂકંપ આવ્યો ન હોવાથી જમીની ઊર્જા વધી રહી છે. જે ગમે ત્યારે રિલીઝ થતાં મોટો ભૂકંપ આવશે. જેમાં કચ્છના અંજાર અને ગાંધીધામની સાથે અમદાવાદમાં પણ ભયંકર નુકસાન થવાનો અંદાજો છે. ફોલ્ટ લાઈન જમીનના પેટાળમાં લખપતથી લઈને ભચાઉ સુધી ૧૮૦ કિમી જેટલી લાંબી ફોલ્ટ લાઇન આવેલી છે. છેલ્લે કચ્છ લેન્ડ ફોલ્ટ લાઇનમાં ૪૨૭ વર્ષ પહેલાં મોટો ભૂકંપ અનુભવાયા બાદ ફોલ્ટ સુષપ્ત હતો, પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ સહિતનો વ્યાપ વધવા સહિતના લીધે આ ફોલ્ટ પર દબાણ આવતાં આ ફોલ્ટ ફરી એકવાર સક્રિય બન્યો છે. તેના જ લીધે ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ આવેલો કે તેનાથી પણ વધુ શક્તિશાળી ભૂકંપનો આંચકો કચ્છને આગામી વર્ષમાં ધ્રુજાવી શકે છે. ૫થી લઇને ૭ની તીવ્રતા સુધીના આંચકાથી કચ્છમાં મોટી નુકસાની થશે, પણ તેની વિઘાતક ગણાય તેવી અસર અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વ્યાપકપણે અનુભવાશે.

 

દૂધના પાવડરની નિકાસ માટે કિલોએ ૫૦ રૂપિયાની સહાય

પશુપાલકોને આ નિર્ણય થી સીધો લાભ થશે
આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતાં દૂધ સંઘોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતો-પશુપાલકોના હિતને વરેલી રાજ્ય સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂ. ૧૮૫૦ કરોડની કિંમતનો ૯૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. અને આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે. તેમણે ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવુ પડે તેમ છે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને લઇ અમૂલ ફેડરેશનના ચેરમેન શામળ પટેલ, વાઇસ ચેરમેન વલમજી હુંબલ, એમ.ડી. આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેનઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.૦૧.૧૧.૨૦૨૦ થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને રૂ.૧૫૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ ૫૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતના પશુપાલકોને દૂધના પ્રતિ લિટર ૮ થી ૧૦ રૂપિયા વધુ ભાવ મળે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પ્રવર્તતા રાજ્ય સરકારની આ સમયસર મદદ મળતાં દૂધના ભાવો ઘટાડવા નહી પડે જેનો સીધો લાભ ૩૬ લાખ પશુપાલક પરિવારોને થશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope