All posts by news

ન્યૂયોર્કમાં સજાતિય સંબંધને અંતે માન્યતા

(સપૂર્ણ સમાચાર સેવા)

ન્યૂયોર્ક,તા. ૨૫

અમિરીકાના ઘણા પ્રાંતોમાં સજાતિય સંબંધોને હવે માન્યતા મળવા લાગી ગઈ છે. ન્યૂયોર્કમાં પણ સજાતિય લગ્નને હવે માન્યતા આપી દેવામાં આવી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં સજાતિય સંબંધોને માન્યતા આપવા માટે છેલ્લા કેટલાક દિવસથી જોરદાર ઝુંબેશ ચાલી રહી હતી. સજાતિય લગ્નને માન્યતા આપનાર અમેરિકાના છઠ્ઠા પ્રાંત તરીકે ન્યૂયોર્ક બની ગયુ છે. અમેરિકામાં એક પછી એક રાજયોમાં આ કાયદાને લાગુ કરવાની બાબત વર્ષ ૨૦૧૨માં યોજાનાર પ્રમુખની ચુંટણી તથા કોગ્રેસની ચુંટણી સાથે સંબંધીત છે.

આ એક સામાજિક મુદ્દો બની ગયો છે. આ કાયદાને સ્વીકાર કરવાની માંગ સતત ફેલાઈ ગઈ છે. અમેરિકામાં ૫૦ પૈકી છ રાજયોમાં સજાતિય લગ્નને માન્યતા મળી ચુકી છે. કેટલાક રાજયો આ દિશામાં આગળ વધી રહ્યા છે. પરંતુ ૩૯ રાજય આ કાયદાની વિરુદ્ધમાં છે. આ ૩૯ રાજયોમાં સજાતિય સંબંધો ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.

 

ડિઝલ, ગેસ અને કેરોસીનના ભાવ વધતા

ફુગાવો વધીને ટૂંકમાં બે આંકડા સુધી પહોંચી જશે

અર્થશાસ્ત્રીઓનો મત : રિઝર્વ બેંક આગામી બે પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરશે

(સપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૫

ડિઝલ, રાંધણગેસ અને કેરોસીનની કિંમતમાં સરકારે વધારો ઝીંકી દીધા બાદ હવે ફુગાવો સરકારની ઉંઘ હરામ કરે તવી શક્યતા છે. અતિ જરૂરી પેટ્રોલિયમ પેદાશોની કિંમત વધી ગયા બાદ ફુગાવો ટૂંકા ગાળામાં જ બે આંકડામાં પહોંચી જાય તેવી શક્યતા છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે ડ્યુટી કાપના કારણસર થનાર રેવેન્યુ નુકશાનથી નાણાંકીય મોરચે દબાણ વધશે જેના કારણે ફુગાવા ઉપર પણ દબાણ વધશે.

માર્ચ ૨૦૧૨માં પૂરા થતા વર્તમાન નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવલા ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી)ની ખાદ્યના ટાર્ગેટ ૪.૬ ટકા સુધી પહોંચી વળવાની બાબત ખુબજ મુશ્કેલરૂપ રહેશે. ફુગાવો પહેલાથી જ છેલ્લા એક વર્ષથી ઉંચી સપાટીએ રહ્યો છે. સરકારે ફુગાવાને અંકુશમાં લેવા માટે વિવિધ પગલા લીધા છે. પરંતુ સાથે સાથે પેટ્રોલિયમ કંપનીઓને થઈ રહેલા નુકશાનને પહોંચી વળવા નિયમિત ગાળામાં વધારવામાં આવેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવના કારણે ફુગાવો અંકુશમાં આવ્યો નથી. રાજકીય પક્ષોના વિરોધ છતાં કોઈ વિકલ્પ નહીં મળતા સરકારે ભાવ વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી હતી. રેટિંગ એજન્સી ક્રિશિલમાં મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે જોષીએ કહ્યુ છે કે ફુગાવો ટૂંક સમયમાં જ બેવડા આંકડા ઉપર પહોંચી જશે. ડિઝલ કિંમતની કુલ અસર આશરે ૧૦૦ બેઝિક પોઈન્ટની આસપાસની હોઈ શકે છે. ડિઝલ હોલસેલ પ્રાઈઝ ઇન્ડેક્ષમાં ૪.૬૭ ટકાનુ વજન ધરાવે છે. ડિઝલની કિંમતમાં કોઈ પણ વધારો અર્થતંત્ર પર અસર કરે છે. કારણ કે ચીજવસ્તુઓને લઈ જવા માટે ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. ડિઝલનો ઉપયોગ કૃષિ સેક્ટરની સાથે સાથે મેન્યુફેક્ચરીંગ યુનિટોમાં પણ કરવામાં આવે છે. આ વધારો ગૃહિણીઓના બજેટને પણ બગાડી શકે છે. સરકારે કહ્યુ છે કે ડિઝલની કિંમતો ફુગાવામાં ૩૦ બેઝિક પોઈન્ટનો વધારો કરશે. ફુગાવો હાલ ૯.૦૬ ટકા છે. ખાદ્યાન્ન ફુગાવો ૯.૧૩ ટકા છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુુ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેવડા આંકડાના ફુગાવાના કારણે કઠોર રેટ નીતિને જાળવી રાખશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે આરબીઆઈ આગામી બે પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરી શકે છે. છેલ્લા ૧૫ મહિનામાં કિંમતોમાં દબાણના કારણે આરબીઆઈએ ૧૦ વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. ફુગાવાને અંકુશમા લેવા માટે ટૂંકા ગાળાના વિકાસની અવગણના કરી શકાય છે.

મોંઘવારી વધશે……..

(સપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨૫

* ડિઝલ, ગેસ અને કેરોસીનની કિંમતમાં વધારો કરાતા ફુગાવો બે આંકડામાં પહોંચશે

* માર્ચ ૨૦૧૨માં પુરા થતા નાણાંકીય વર્ષ માટે નક્કી કરાયેલા ૪.૬ ટકાના જીડીપી નાણાંકીય ખાદ્ય લક્ષ્યાંકને પહોંચી વળવામાં તકલીફ પડશે

* જરૂરી પેટ્રોલિયમ પેદાશોમાં વધારો થતા ફુગાવા પર દબાણ વધશે

* હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્ષમાં ડિઝલ ૪.૬૭ ટકા વજન ધરાવે છે.

* ડિઝલની કિંમતમાં કોઈ પણવધારો સમગ્ર અર્થતંત્ર પર અસર કરે છે

* ડિઝલનો ઉપયોગ કૃષિ સેક્ટર અને મેન્યુફેક્ચરીંગ યુનિટમાં કરવામાં આવે છે

* ગૃહિણીઓના બજેટને બગાડે તેવી પણ શક્યતા છે

* આગામી બે નીતિ સમીક્ષામાં આરબીઆઈ ૨૫ બેઝિક પોઈન્ટ સુધીનો વધારો કરી શકે છે

* છેલ્લા ૧૫ મહિનામાં આરબીઆઈએ ૧૦ વખત વ્યાજદર વધાર્યો છે 

 

વનડેમાંથી અચોક્કસગાળા સુધી બ્રેક લેવા વેટોરીની જાહેરાત

ટેસ્ટ કેરિયર ઉપર વિશેષ ધ્યાન આપવાનો હેતુ : વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપમાં રમવા માટે આશાવાદી

(સપૂર્ણ સમાચાર સેવા)

વેલિગ્ટન,તા. ૨૫

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન ડેનિયલ વેટોરીએ ટેસ્ટ કેરિયરને લંબાવવાના હેતુસર વનડે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય સુધી બ્રેક લેવાની આજે જાહેરાત કરી હતી. ડેનિયલ વેટોરીને મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં એક ટોંચના બોલર તરીકે ગણવામાં આવે છે. વિશ્વના અગ્રણી વનડે ઓલરાઉન્ડરોમાં નવમાં સ્થાને રહેલા ૩૨ વર્ષીય વેટોરીએ કહ્યું છે કે તે વર્ષ ૨૦૧૫ના વર્લ્ડકપ સુધી ટીમમાં પરત ફરી શકે છે. પરંતુ આ ગાળામાં તે ટેસ્ટ ક્રિકેટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કરવા માંગે છે. ડેેનિયલ વેટોરી ન્યૂઝીલેન્ડ તરફથી હજુ સુધી ૧૦૫ ટેસ્ટ મેચો રમી ચુક્યો છે. વેટોરીએ કહ્યું છે કે, વનડેમાંથી ટૂંકા ગાળા માટે બ્રેક લેવા માટે કોઇ નિશ્ચિત કારણ નથી કારણ પ્રાથમિક છે. પોતાના શરીરની ફિટનેસને જાળવી રાખવાનો તેનોં હેતું છે. ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડનું નેતૃત્વ કરવા તે સંપૂર્ણપણે તૈયાર છે. નેતૃત્વ કરીને તે ટીમને આગળ વધારશે. વેટોરીએ કહ્યું છે કે થોડાક સમય માટે બ્રેક લેવાથી વનડે ક્રિકેટમાં પરત ફરવાની તેની તકો વધારે સારી થશે. જો તમામ બાબતો તેની ગણતરી મુજબ આગળ વધશે તો ૨૦૧૫ના વર્લ્ડકપમાં તે ફરી રમશે. આ વર્ષની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડના કેપ્ટન તરીકે વેટોરીએ રાજીનામું આપ્યું હતું. વેટોરીએ ૨૭૨ વનડે અને ૨૮ ટ્વેન્ટી મેચો રમી છે. છેલ્લા વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાનલમાં હારી ગઈ હતી. વેટોરી ૧૮ વર્ષની વયે ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ૧૯૯૭માં ઇગ્લેન્ડ સામે તેની પ્રથમ ઇનિગ્સમાં ૯૮ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. તે એવા ૮ ખેલાડીઓમાં સામેલ છે જે ૩૦૦થી વધુ ટેસ્ટ ક્રિકેટ અને ૩ હજાર રન બનાવી ચુક્યા છે. ભારતના કપિલદેવે ૪૦૦ વિકેટ અને ૪ હજાર રન બનાવ્યા હતા. વેટોરી પહેલાથી જ ૪ હજાર ૧૬૭ રન અને ૩૪૫ વિકેટ લઇ ચુક્યો છે.

ડેનિયલ વેટોરી પ્રોફાઇલ

(સપૂર્ણ સમાચાર સેવા) વેલિગ્ટન,તા. ૨૫

નામ : ડેનિયલ લુકા વેટોરી

જન્મ તારીખ : ૨૭મી જાન્યુઆરી ૧૯૭૯

જન્મ સ્થળ : ઓક્લેન્ડ, ન્યૂઝીલેન્ડ

વર્તમાન વય : ૩૨

નિકનેમ : ડેમ

હાઇટ : ૬ ફુટ ૩ ઇંચ

બેટિંગ સ્ટાઇલ : લેફટ હેન્ડ

બોલિંગ સ્ટાઇલ : સ્લો લેફટ આર્મ

રોલ : ઓલરાઉન્ડર

રાષ્ટ્રીય ટીમ : ન્યૂઝીલેન્ડ

ટેસ્ટ પ્રવેશ : ૬ઠી ફેબ્રુઆરી ૧૯૯૭ (ઇગ્લેન્ડ વિરૂદ્ધ)

છેલ્લી ટેસ્ટ : ૧૯મી જાન્યુઆરી ૨૦૧૧ (પાકિસ્તાન વિરૂદ્ધ)

વનડે પ્રવેશ : ૨૫મી માર્ચ ૧૯૯૭ (શ્રીલંકા વિરૂદ્ધ)

છેલ્લી વનડે : ૧લી ફેબ્રુઆરી ૨૦૧૧ (પાકિસ્તાન વિરૂદ્ધ)

વનડે શર્ટ નંબર : ૧૧

ટેસ્ટ-વનડે : ૧૦૫-૨૬૬

ટેસ્ટ-વનડે રન : ૪૧૬૭-૨૦૫૨

ટેસ્ટ-વનડે સદી : ૬-૦

ટેસ્ટ-વનડે અડધી સદી : ૨૨-૪

ટેસ્ટ-વનડે વિકેટ : ૩૪૫-૨૭૯

 

વિમ્બલ્ડનનો મોટો અપસેટ સર્જાયો : રોડીકનો પરાજય

મહિલાઓના વર્ગમાં બીજી ક્રમાંકીત ખેલાડી ઝોનારેવા હારી : મારિયા સારાપોવા, વિનસ વિલિયમની આગેકૂચ

(સપૂર્ણ સમાચાર સેવા)

લંડન,તા. ૨૫

લંડનમાં ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટા અપસેટ સર્જાયા છે. એકબાજુ પુરૂષોના વર્ગમાં ત્રણ વખતના રનર્સઅપ રહી ચુકેલા એન્ડી રોડીકની હાર થઈ છે. જયારે બીજીબાજુ મહિલાઓના વર્ગમાં વેરા ઝોનારેવા ફેંકાઈ ગઈ છે. બીજાબાજુ મહિલાઓના વર્ગમાં જ રશિયન ગ્લેમર ગર્લ મારિયા સારાપોવા હારતા હારતા સહેજમાં જ બચી ગઈ છે. સારાપોવાએ સંઘર્ષપૂર્ણ મેચમાં બિ્રટનની ૧૭ વર્ષીય રોબસન પર જીત મેળવી હતી. આઠમો ક્રમાંકીત એન્ડી રોડીક ફેંકાઈ જતા ચાહકોને હતાશા થઈ હતી. વર્ષ ૨૦૦૯માં એન્ડી રોડીક અને રોઝર ફેડરર વચ્ચે થિ્રલર અને અૈતિહાસિક મેચ રમાઈ હતી જેમાં એન્ડી રોડીકની હાર થઈ હતી. સ્પેનના સર્વ અને વોલી ખેલાડી લોપેજ સામે રોડીક ૭-૬(૭-૨), ૭-૬(૭-૨) અને ૬-૪થી હારી ગયો હતો. લોપેજ સામે એન્ડી રોડીકે અગાઉ તેની તમામ સાતેય મેચ જીતી છે. પરંતુ સ્પેનના આ ખેલાડીએ આ વખતે રોડીકને પછડાટ આપીને તેને હારનો સ્વાદ ચખાડ્યો હતો. એન્ડી રોડીકને તેના પાવરગેમ રમવાની લોપેજે તક આપી ન હતી. ૪૪માં ક્રમાંકીત ખેલાડીએ મોટો અપસેટ સજર્યો હતો.

૨૮ વર્ષીય રોડીક વિમ્બલ્ડનમાં છેલ્લા ચાર પૈકી ત્રણમાં ચોથા રાઉન્ડને પણ પાર કરી શક્યો નથી. સેન્ટરકોર્ટ ઉપર રમાયેલી આ મેચમાં અમેરિકન ખેલાડીએ રમત જોરદાર રમી હતી પરંતુ છેલ્લી ઘડીએ તે હિમ્મત હારી ગયો હતો. બીજીબાજુ પુરૂષોનાવર્ગમાં જ બિ્રટિશ ખેલાડી એન્ડી મરે અંતિમ ૧૬માં પહોંચી ગયો છે. મરેએ સેન્ટકોર્ટમાં ક્રોએશિયાના ઇવાન ઉપર ૬-૪, ૪-૬,૬-૧,૭-૬(૭-૪)થી જીત મેળવી હતી. ચોથો ક્રમાંકીત મરે હવે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવવા માટે સોમવારે ૧૭માં ક્રમાંકીત ખેલાડી ફ્રાન્સના રિચર્ડ ગ્રાસકેસ સામે રમશે. એન્ડી મરે ૧૯૩૬માં ફ્રેડ પેરીએ જીત મેળવ્યા બાદ વિમ્બલ્ડન ચેમ્પિયન બનનાર પ્રથમ બિ્રટિશ ખેલાડી બનવા સ્વપ્ન ધરાવે છે. મહિલાઓના વર્ગમાં બાજી ક્રમાંકીત ખેલાડી ઝોનારેવા બલ્ગારિયાની પીરોન કોવા સામે ૬-૨,૬-૩થી હારી ગઈ હતી. પીરોન કોવા હવે પાંચ વખતની વિમ્બલ્ડન ચેમ્પિયન વિનસ વિલિયમ સામે રમશે. વિનસે સ્પેનની મારિયા જોસ ઉપર ૬-૦, ૬-૨થી જીત મેળવી હતી. પાંચમી ક્રમાંકીત ખેલાડી સારાપોવાએ રોબસન ઉપર ૭-૬(૭-૪), ૭-૩થી જીત મેળવી હતી. વર્ષ ૨૦૦૪ની ચેમ્પિયન હવે ચેકગણ રાજયની ઝાકોપાલોવા સામે ટકરાશે. 

 

બિ્રટેનમાં બિચ પર ન્યૂડ સ્નાનનો નવો રેકોર્ડ સર્જાયો

સાઉથ વેલ્સના હોસિલી બિચ ઉપર એક સાથે ૪૦૦ લોકો નગ્ન થઇને ન્હાવા કુદી પડ્યા : પાણી ઠંડુ હોવા છતાં ભરપૂર મસ્તી માણી

(સપૂર્ણ સમાચાર સેવા)

લંડન,તા. ૨૫

લંડનમાં સાઉથ વેલ્સના હોસિલી બિચ ઉપર તાજેતરમાં જ એક વિશેષ પ્રકારનો રેકોર્ડ સર્જાયો હતો. આ રેકોર્ડ ન્યૂડ અથવા તો નગ્ન ન્હાવા માટેનો સર્જાયો હતો. સાઉથ વેલ્સના હોસિલી બિચ ઉપર ૨૦મી જુનના દિવસે ૪૦૦ જેટલા લોકોએ એક સાથે ન્યૂડ થઇને ન્હાવાનો રેકોર્ડ કર્યો હતો. આ લોકો દુનિયાના જુદા જુદા ભાગોથી આવ્યા હતા. અને અહી એકત્રિત થયા હતા. નગ્ન થઇને ન્હાવાના આ વિશ્વ રેકોર્ડમાં આ તમામ લોકો જોડાયા હતા. આ વિશેષ પ્રકારના નગ્ન સ્નાનના આયોજકો અને તેમા ભાગ લેનાર લોકોનો માનવુ છે કે આનાથી પહેલા ક્યારે પણ આટલી જંગી સંખ્યામાં લોકોએ નગ્ન થઇને ન્હાવામાં ભાગ લીધો નથી. આ લોકોએ કહ્યું હતું કે આ અગાઉ ૨૫૦ લોકોએ એકસાથે ન્યૂડ થઇને ન્હાવામાં ભાગ લીધો હતો. પરંતુ આમાં આ વખતે ૪૦૦ લોકો જોડાયા હતા. આ ચર્ચાસ્પદ ન્હાવાની સ્પર્ધામાં ભાગ લેનાર લોકો સોમવારે સવારથી જ સાઉથ વેલ્સના હોસિલી બિચ ઉપર પહોંચી ગયા હતા. સવારે ૮ વાગે આ તમામ લોકો પોતાના વસ્ત્રોને લગભગ ફાડી નાંખીને પાણીમાં કુદી પડ્યા હતા. આ લોકોની મસ્તી ટૂંકમાં જ મુશ્કેલીમાં ફેરવાઇ ગઇ હતી. કારણ કે બિચમાં પાણી ખુબ જ ઠંડું હતુ છતાં પણ આ લોકોએ નગ્ન થઇને ન્હાવા માટેની ભરપુર મજા માણી હતી. બિ્રટેનમાં વારંવાર આ પ્રકારના વિશેષ આયોજનો કરવામાં આવે છે. જેમાં દુનિયાભરમાંથી લોકો પહોંચે છે. આ ન્યૂડ સ્નાનની પણ એક પરંપરા રહી છે.

 

એસ્પીરીન સ્કીન કેન્સરને ઘટાડવામાં ઉપયોગી

દરરોજ એક ગોળી જીવલેણ કેન્સરના ખતરાને ૪૦ ટકા ઘટાડે છે.

(સપૂર્ણ સમાચાર સેવા)

લંડન,તા. ૨૫

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે દિવસમાં એક એસ્પીરીન ખતરનાક અને જીવલેણ સ્કીન કેન્સર વિકસિત થવાના જોખમને ૪૦ ટકા સુધી ઘટાડી દે છે. હારવર્ડ મેડીકલ સ્કુલમાં વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, દરરોજ એક ગોળી લેવાથી ઘણા જોખમ ઘટે છે. પાંચ વર્ષ સુધી આ દવા દરરોજ લેવાની સ્થિતિમાં સ્કીન કેન્સરનો ખતરો ઘટે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસના પરિણામ વિરોધાભાષી છે. કારણ કે કેટલાક અભ્યાસમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે એસ્પીરીનની આડઅસર ખતરનાક છે. ઘણા રોગને આમંત્રણ આપે છે. એક હજાર લોકોના મેડિકલ રિપોર્ટ અને રેકોર્ડમાં સરખામણી કરીને અભ્યાસના કારણો રજુ કરવામાં આવે છે. સ્કીન કેન્સરના સૌથી ખતરનાક સ્વરૂપ તરીકે મેલાનોમાને ગણવામાં આવે છે. બીજી બાજુ રોગ વગર પણ એસ્પીરીન જેવા દવા લેનાર લોકોની સંખ્યા ખુબ મોટી છે. સ્કીન કેન્સરના જોખમને ઘટાડવા માટે એસ્પીરીન ઉપયોગી છે. તેવા દાવા સાથે કેલિર્ફોિનયા સાનફ્રાન્સિસ્કોની યુનિર્વિસટી સહેમત નથી. અભ્યાસના પરિણામ ઇન્વેસ્ટીગેટિવ ડર્માટો લોજીમાં પ્રકાશિત કરાયા છે. 

 

કૃત્રિમ પૈનક્રિઆસ વિકસિત કરવામાં ટૂંકમાં સફળતા

ડાયાબિટસ સાથે સંબંધિત તકલીફને ઘટાડવાનો હેતુ : આગામી વર્ષમાં અભ્યાસ વધુ ઝડપી આગળ વધે તેવી વકી

(સપૂર્ણ સમાચાર સેવા)

શિકાગો,તા. ૨૫

અમેરિકામાં વૈજ્ઞાનિકો હવે એક અભૂતપૂર્વ સફળતા મેળવવાની બિલકુલ નજીક પહોંચી ગયા છે. આ વૈજ્ઞાનિકો કૃત્રિમ પૈનક્રિઆસ વિકસિત કરવાની નજીક પહોંચ્યા છે.પૈનક્રિઆસ શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ તરીકે છે. પૈનક્રિઆસ અથવા તો સાદો પિંડ ઇન્સુલિંગ પંપના મહત્વપૂર્ણ સિસ્ટમ તરીકે ગણવામાં આવે છે. આ ઉપરાંત લોકો ગ્લુકોજ સેન્સર્સ તરીકે પણ છે. વૈજ્ઞાનિકો છેલ્લા ઘણા સમયથી પૈનક્રિઆસ કૃત્રિમ રીતે વિકસિત કરવામાં લાગેલા હતા. હવે આ ક્ષેત્રમાં સફળતા હાથ લાગી છે. કોમર્શીયલ ઉપયોગમાં હજુ સમય લાગી શકે છે. કુત્રિમ પૈનક્રિઆસ વિકસિત કરવા સાથે સંબંધિત અભ્યાસના આંકડા સાનડિયાગો શોમાં અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનની મિટીંગમાં રજુ કરવામાં આવનાર છે. બોસ્ટન યૂનિર્વિસટી અને અન્ય નિષ્ણાંતોએ કહ્યું છે કે, ગ્લુકોજ મોનિટરીંગ પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી રહી છે. એક એવી વ્યવસ્થા વિકસિત કરાઇ રહી છે જે હાઇ અને લો બ્લડ સુગરને અંકુશમાં લેવામાં ભુમિકા બજાવશે. ૫૧ કલાકના અભ્યાસમાં અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. બિ્રટિસ મેડિકલ જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો આર્ટીફિશિયલ પૈનક્રિઆસ ઉપલબ્ધ થઇ જશે તો મેડિકિયલ મારફતે ડાયાબિટીસ સંબંધિત ખર્ચમાં ૨૫ વર્ષમાં ૨ અબજ ડોલરની રમક બચાવી શકાશે. 

 

ઇસ્કિયાની સિક્વલ ફિલ્મમાં અંતે કંગના રાણાવતની પસંદગી

(સપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૨૫

ઇસ્કિયા ફિલ્મની સિક્વલ બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. હીટ ફિલ્મ ઇસ્કિયાની સિક્વલ ડેઢ ઇસ્કિયા માટે અભિનેત્રી તરીકે કંગના રાણાવતની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યુ છે. અત્રે નોંધનિય છે કે વિદ્યાબાલન સિક્વલ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. બોલીવૂડની અભિનેત્રીઓને જયારે જાણવા મળ્યુ કે ઇસ્કિયાની અભિનેત્રી સિક્વલ ફિલ્મમાંથી ખસી ગઈ છે. અભિનેત્રીઓમાં આ ફિલ્મને આંચકી લેવા એક પ્રકારની સ્પર્ધા શરૂ થઇ ગઈ હતી. માધુરી દિક્ષીતને લઇને પણ ચર્ચા જાગી હતી. રાની મુખર્જી પણ આ ફિલ્મ કરવા માટે તૈયાર હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે કંગનાએ બાજી મારી દીધી છે. નિર્દેશક અભિષેક ચોબે કોઇપણ ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી.પરંતુ ફિલ્મ સાથે સંકાળાયેલા લોકોનું કહેવું છે કે કંગના નામ ઉપર પસંદગી થઇ ચુકી છે. ફિલ્મમાં અન્ય એક અભિનેત્રીની પસંદગી કરાય તેવી વકી છે. અરશદ વારસી અને નસીરુદ્દીન શાહ ફરી એકવાર નજરે પડશે.

 

બિપાશા અને જહોન અબ્રાહમ ફરી એકબીજાની નજીક આવે તેવી વકી

થોડાક દિવસ પહેલા જ બિપાશા સમાધાન કરવાના હેતુસર જહોન અબ્રાહમના ઘરે પહોંચી હતી : હવે મિત્રો પણ તેમને એક કરવાના મૂડમાં

(સપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૨૫

બિપાશા બસુ અને જહોન અબ્રાહમની જોડીને બોલીવૂડની એક આદર્શ જોડી તરીકે ગણવામાં આવતી હતી. થોડાક સમય પહેલા બન્ને વચ્ચે સંબંધો તુટી ગયા હતા. બન્નેના સંબંધો અંગે દાખલા આપવામાં આવતા હતા. પરંતુ આખરે તેમની વચ્ચે તિરાડ પડી ગઇ હતી. અને અલગ થઇ ગયા હતા. બિપાશા અને જહોન વચ્ચે લાંબા સમયથી ચાલેલા રોમાન્સનો અંત આવી ગયા બાદ હવે ફરીએકવાર એક થવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આમા કેટલાક નજીકના લોકો પણ ભુમિકા ભજવી રહ્યા છે. બિપાશા બસુએ પહેલ કરીને જહોનની નજીક જવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. થોડાક દિવસ પહેલા જ આ અભિનેત્રી જહોન અબ્રાહમના ઘરે પહોંચી હતી. ત્યારથી એવું લાગી રહ્યું છે કે બન્ને સમાધાન કરી લેવાના મુડમાં છે. સુત્રોનો કહેવું છે કે બન્નેમાં બ્રેકઅપ થયો હોવા છતાં બન્ને માટે એકબીજાને ભુલવાની બાબત શરળ નથી વર્ષો સુધી બન્ને એક બીજાના પ્રેમમાં રહ્યા હતા. તેમના તમામ મિત્રો પણ બન્નેને એકબીજાની નજીક લાવવાના પ્રયાસમાં લાગેલા છે. બોલીવૂડની સૌથી હોટ અને આદર્શ જોડી તરીકે બિપાશા બસુ અને જહોન અબ્રાહમને ગણવામાં આવતી હતી. બન્ને કેટલીક ફિલ્મો એક સાથે પણ કરી ચુક્યા છે. જેમાં જિસ્મ ફિલ્મનો સમાવેશ થાય છે. આવનાર દિવસો બન્ને માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે. 

 

ઉભરતા નવા સ્ટાર કેમરુનને પસંદ નથી

(સપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૨૫

હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી અને ર્ચાિલઝ એન્જલ્સ તરીકે જાણીતી કેમરુન ડાયઝે કહ્યુ છે કે તે યુવા સ્ટારથી નફરત કરે છે. ઉભરી રહેલા નવા સ્ટાર પાસે એક્ટિંગનો સતત અભાવ દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત સારા વર્તનથી પણ તેઓ વાકેફ નથી. ૩૮ વર્ષીય અભિનેત્રીએ કહ્યુ છે કે તે એવા યુવા અભિનેતાઓ સાથે કામ કરીને થાકી ગઈ છે કે જે માને છે કે હોલિવુડના બારણા તેમના માટે હમેશા ખુલ્લા રહેવા જોઈએ. કેમરુને એમ પણ કહ્યુ છે કે એક્ટિંગ અંગે કોઈ પણ કુશળતા નહીં હોવા છતાં આ કલાકારો હોલિવુડમાં ટકી રહેવા માટે મથામણ કરી રહ્યા છે. કેમરુનને ટાંકીને સૂત્રોએ કહ્યુ છે કે ધ માસ્ક સ્ટાર વિતેલા વર્ષોના સુપરસ્ટારની પ્રશંસા કરતા થાકતી નથી. કેમરુનનું કહેવુ છે કે થોડાક સમય પહેલા સુધી હોલિવુડના કલાકારો ખુબજ મહેનત કરતા હતા અને એક્ટિંગ પ્રત્યે ગંભીર હતા પરંતુ વર્તમાન યંગસ્ટાર આ ચીજમાં માનતા નથી. તેઓ અતિ ઝડપથી લોકપ્રિય થવા ઇચ્છે છે. આજના બાળકો એવુ માને છે કે નાણાં અને લોકપ્રિયતા સરળતાથી મળી શકે છે.