All posts by news

ડિમલવર ગાયિકા મારિયા વધારે બાળકો ઇચ્છતી નથી

(સપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૨૫

ડિ્રમલવર ગયિકા મારિયા કેરીએ કહ્યુ છે કે તે હવે વધારે બાળકોની ઇચ્છુક નથી. ૩૦મી એપ્રિલના દિવસે મારિયા કેરીએ ટિ્વન્સ બાળકોને જન્મ આપ્યો હતો. તેના ટિ્વન્સ બાળકોમાં મોનરોઈ અને મોરોક્કનનો સમાવેશ થાય છે. મારિયા કેરીએ કહ્યુ છે કે તેના પતિ નિક કેનોન પણ તેના મત સાથે સંમત છે. આ દંપત્તિ હવે તેમના પરિવારને વધારે વિસ્તૃત બનાવવા ઇચ્છતા નથી. ૪૧ વર્ષીય સુપરસ્ટાર ગાયિકા મારિયા કેરીએ કહ્યુ છે કે બે બાળકો પૂરતા છે. વધુ બાળકોની તેઓ ઇચ્છા રાખે છે કે કેમ તે અંગે પુછવામાં આવતા મારિયા કેરીના પતિ નિક કેનોને કહ્યુ છે કે મારિયાના મત સાથે તે બિલકુલ સહમત છે. મારિયા કેરી સગર્ભાવસ્થા દરમિયાન પણ પોતના કામમાં વ્યસ્ત રહી હતી. હવે તે ફરી પોપની દુનિયામાં એન્ટ્રી કરી ચુકી છે. તેમના માતાપિતાના બેકગ્રાઉન્ડ ઉપર નજર કરવામાં આવે તો ટીવી પ્રેજેન્ટર નિક માને છે કે તેમના બાળકો જુદાજુદા માર્ગ ઉપર આગળ વધે તેમ તેઓ ઇચ્છે છે. પોતાના બાળકો પ્રત્યે તેઓ કોઈ ખાસ ઇરાદો ધરાવતા નથી.

બે બાળકોના પરિવારને સાચવવા મારિયા કેરી ઇચ્છુક 

 

પરિવારની પરંપરા આગળ વધારશે

પેરિસ હિલ્ટન હોટલ લોન્ચ કરવા સુસજજ

(સપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જલસ,તા. ૨૫

સોશ્યાલાઈટ અને ટોચની સેલિબિ્રટી સેક્સી પેરિસ હિલ્ટન હવે પોતાના દાદાના માર્ગ ઉપર આગળ વધી રહી છે. તે પોતાની હોટલ અને બીચ ક્લબ ચેઇન શરૂ કરવાની યોજના ધરાવે છે. હોટેલિયર કોનરાગ હિલ્ટનના પરિવાર સાથે સંકળાયેલી પેરિસ હિલ્ટન પણ હવે કોનરાગની જેમ હોટલના ક્ષેત્રમાં નામ કમાવવાની યોજનામાં છે. કોનરાગ હિલ્ટને વર્ષ ૧૯૨૫માં વિશ્વપ્રસિદ્દ હિલ્ટન હોટેલ ચેઇનની સ્થાપના કરી હતી. પેરિસ હિલ્ટન હવે રિયલ એસ્ટેટમાં પણ હવે ઝંપલાવવા માંગે છે. અન્ય શ્રેણીબદ્ધ બિઝનેસમાં પેરિસ હિલ્ટન પૈસા રોકી ચુકી છે. અબજોપતિ પરિવાર સાથે સંકળાયેલી પેરિસ હિલ્ટન રિયલ એસ્ટેટની સાથે સાથે પેરિસ હિલ્ટન હવે હોટેલ અને બીચ ક્લબમાં પડીને હવે એક શક્તિશાળી મહિલા તરીકે ઉભરી આવવા માંગે છે. પેરિસ હિલ્ટનના પરિવારની બોલબાલા બિઝનેસ હોટલના કારણે રહી છે. કોન્ટેક્ટ મ્યુઝિકના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે નવા બિઝનેસમાં પડવા માટે પેરિસ હિલ્ટન જાણકાર લોકો સાથે વાતચીતમાં વ્યસ્ત બનેલી છે.

 

સાંદ્રા અને જયોર્જ ક્લુની બંને હવે સિંગલ છે

હોલિવુડ બ્યુટિ સાંદ્રા બુલોક દુઃખમાં ક્લુનીની સાથે છે

(સપૂર્ણ સમાચાર સેવા)

લોસએન્જલસ,તા. ૨૫

હોલિવુડની બ્યુટિ ક્વીન અને ઓસ્કાર વિજેતા અભિનેત્રી તાજેતરમાં સિંગલ થયેલા સુપરસ્ટાર જયોર્જ ક્લુનીની તકલીફને હળવી કરવાના પ્રયાસો કરી રહી છે. સાન્દ્રા બુલોક અને જયોર્જ ક્લુની પહેલાથી જ નજીકના મિત્રો રહેલા છે. છેલ્લા બે વર્ષથી તેમની ગર્લફ્રેન્ડ તરીકે રહેલી ઇટાલિયન મોડલ સાથે જયોર્જ ક્લુનીના સંબંધો તૂટી ગયા બાદ સાંદ્રાબુલોક હતાશ થયેલા જયોર્જ ક્લુનીને રાહત આપવાના તથા દુખમાંથી બહાર નિકળવા મદદ કરી રહી છે. ૫૦ વર્ષીય જયોર્જ ક્લુની ૪૬ વર્ષીય સાંદ્રા બુલોક તાજેતરમાં જ કેટલીક વખત મળી ચુક્યા છે. ઇટાલિયન મોડલ ઇલિસાબેટ્ટા કેનાલિસ સાથે સંબંધ તુટી ગયા બાદ સાંદ્રા ક્લુની સાથે સારા પળ ગાળી રહી છે. ખૂબ ઓછા લોકોને આ વાતની જાણ છે કે સાંદ્રા બુલોક અને જયોર્જ ક્લુની ગ્રેવીટીમાં એક સાથે કામ કરી ચુક્યા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે. નજીકના સૂત્રોને ટાંકીને બિ્રટનના જાણીતા અખબારે કહ્યુ છે કે જયોર્જ ક્લુનીના ખરાબ સમયમાં સાંદ્રા તેમની સાથે રહેવા માંગેે છે. સાંદ્રા બુલોક પોતે પણ પતિ દ્વારા વિશ્વાસઘાતનો ભોગ બની ચુકી છે. પાંચ વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ સાંદ્રા બુલોકના પણ તેના પતિ જેસી જેમ્સ સાથે છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદથી સાંદ્રા સિંગલ થયેલી છે. બે વર્ષના દત્તક લીધેલા પુત્ર લુઈસના મામલે બોલાચાલી થયા બાદ જયોર્જ ક્લુની અને ઇલિસાબેટ્ટા વચ્ચે માથાકુટ થઈ હતી. લગ્ન અને બાળકોના મામલે તીવ્ર બોલાચાલી થયા બાદ મામલો ખુબજ ગંભીર બન્યો હતો. અને આખરે આ બંને અલગ થયા હતા. જયોર્જ ક્લુની હોલિવુડના ટોચના અભિનેતા તરીકે ગણવામાં આવે છે.

હોલિવુડ સુપરસ્ટાર જયોર્જ ક્લુનીના ગર્લફ્રેન્ડની સાથે સંબંધો તુટી ગયા બાદ સાંદ્રા જયોર્જ ક્લુનીની મદદમાં 

 

સચિનની જગ્યાએ કાલિસ ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને

(સંપૂર્ણ સમાચાર સેવા)                                            દુબઇ, તા.૨૪

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા આજે જારી કરવામાં આવેલા ટેસ્ટ રેન્કીંગમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરની જગ્યાએ દક્ષિણ આફ્રિકાનો ઓલ રાઉન્ડર જેક્સ કાલીસ ટોચના સ્થાને આવી ગયો છે. વિન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમા ંસદી ફટકારી મેન ઓફ ધ મેચ બનનાર રાહુલ દ્રવિડ ૯ સ્થાનનો કુદકો લગાવી ટોચના ૨૦ બેટ્સમેનોમાં સ્થાન મેળવી લીધું છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના પણ ૨૬ સ્વાનનો કૂદકો લગાવી ૬૧ મા સ્થાને આવી ગયો છે. વિન્ડીઝ સામેની શ્રેણીમાં આરામ કરવાનાં નિર્ણયને લીધે સચિનને ટોચનું સ્થાન ગુમાવવું પડ્યું છે. નિયમઅનુસાર પ્રતિ ટેસ્ટ નહીં રમનાર ખેલાડીના રેટીંગમાં એક ટકાનો ઘટાડો થાય છે. આગામી બંને ટેસ્ટ પણ સચિન ન રમવાનો હોવાથી હજુ પણ તેનાં રેટીંગમાં ઘટાડો થશે. હાલ તે બીજા નંબરે સરકી ગયો છે. ૧૧૨ રન ફટકારીને દ્રવિડે ૪૫ પોઇન્ટ મેળવીને ૨૦મા સ્થાને આવી ગયો છે. નવેમ્બર ૨૦૧૦ બાદ દ્રવિડની આ શ્રેષ્ઠ રેટીંગ છે. ૨૦૦૪માં દ્રવિડ આઇસીસી ક્રિકેટર અને આઇશીસી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતી ચૂક્યો છે. જો કે લક્ષ્મણ અને કેપ્ટન ધોનીના રેટીંગ અનુક્રમે પાંચ અને બે સ્થાનનો ઘટાડો થયો છે. બોલીંગમાં ઇશાંત શર્મા ત્રણ સ્થાન વધીને ૧૧મા ક્રમે આવી ગયો છે. બોલરોમાં દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેપન ટોચના સ્થાને યથાવત છે. ઇંગ્લેન્ડનો ગ્રીમ સ્વાન અને જેમ્સ એન્ડરસન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ટેસ્ટ બેટ્સમેન રેન્કીંગ

ક્રમ…………..……………નામ………………………….દેશ…………………………..રેટીંગ

૧…………..…………જેક્સ કાલિસ…………..…દક્ષિણ આફ્રિકા…………..…….૮૮૨

૨…………..…………સચિન તેંડુલકર…………..…ભારત…………..…………….૮૭૪

૩…………..…………કુમાર સંગાકારા…………..…શ્રીલંકા…………..…………….૮૩૮

૪…………..…………જોનાથન ટ્રોટ…………..……શ્રીલંકા…………..……………૮૩૩

૫…………..…………અલીસ્ટક કૂક…………..……ઇંગ્લેન્ડ…………..…………….૮૨૧

૬…………..…………વિરેન્દ્ર સેહવાગ…………..…ભારત…………..……………૭૮૨

૭…………..…………સમરવીરા…………..………..શ્રીલંકા…………..……………૭૬૬

૮…………..…………ચંદ્રપોલ…………..……………વિન્ડીઝ…………..……………૭૬૩

૯…………..…………એબીડીવીલીયર્સ………….દ. આફ્રિકા…………..…………૭૬૦

૧૦…………..…………હાશિમ અમલા…………..દ. આફ્રિકા…………..…………૭૪૪

બોલર રેન્કીંગ

ક્રમ…………..……………નામ…………..……………દેશ…………..……………રેટીંગ

૧…………..……………ડેલ સ્ટેયન…………..…દ. આફ્રિકા…………..………૮૯૯

૨…………..…………..ગ્રીમ સ્વાન…………..……ઇંગ્લેન્ડ…………..……….૭૯૭

૩…………..……………જેમ્સ એન્ડરસન…………ઇંગ્લેન્ડ…………..………૭૮૧

૪…………..……………મોર્ન મોકેલ…………..દ. આફ્રિકા…………..………૭૫૧

૫…………..……………ઝહીરખાન…………..……ભારત…………..…………૭૪૨

૬…………..……………મિચેલ જોન્સન………ઓસ્ટ્રેલિયા…………..…….૭૨૭

૭…………..……………હરભજનસિંઘ…………..ભારત…………..…………૬૫૯

૮…………..……………શકીલ અલહસન……બાંગ્લાદેશ…………..………૬૪૮

૯…………..……………ડેનીયલ વેટ્ટોરી………ન્યૂઝીલેન્ડ…………..………૬૨૩

૧૦…………..……………ક્રિસ ટ્રેમલેટ………….ઇંગ્લેન્ડ…………..…………૬૧૧

 

મારનનું દૂરસંચાર મંત્રાલય પર પૂર્ણ પ્રભુત્વ હતું : હેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવાી દિલ્હી, તા.૨૪

દેશભરમાં ચકચાર મચાવનાર ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં ડીએમકેના અગ્રણી નેતા અને પૂર્વ ટેલીકોમ મંત્રી દયાનિધિ મારનના શાસનકાળ વખતે લેવામાં આવેલા નિર્ણયો શંકાસ્પદ હોવાના પુરાવા સીબીઆઇને હાથ લાગ્યા છે. જેના પરથી સીબીઆઇને લાગી રહ્યું છે કે, ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડથી સૌથી વધારે લાભ દયાનિધી મારનને થયો છે. તેમના અનુગામી એ. રાજા હાલ ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસ ્અંતર્ગત જેલના સળિયા પાછળ છે. જયારે મારન આરામથી બહાર ફરી રહ્યા છે. તમિલનાડુમાં મોબાઇલ સેવા પૂરી પાડતી એરસેલના પ્રથમ પ્રમોટર સી. શિવાશંકરન અને હચીસનને હિસ્સો વહેંચવાની ડીલ કરી હતી. જેને ટેલીકોમ વિભાગે મંજૂરી આપવી ફરજિયાત હતી. છતાં પણ ટેલિકોમ વિભાગે કોઇપણ કારણો દર્શાવ્યા વિના સાડા આઠ મહિના સુધી તેને મંજૂરી આપી ન હતી. જેના પરિણામે સોદો રદ કરવામાં આવ્યો હતો. છઠ્ઠી જૂનના રોજ શિવાશંકરે સીબીઆઇને કહ્યું હતું કે, મારને પોતાનો હિસ્સો પોતાના મિત્ર મેક્સીસ ગ્રુપના ટી. આનંદન ક્રિષ્નને વેચાણ કરવા ફરજ પાડી હતી.

બીજી બાજુ મારને શિવશંકરના દાવાને ખોટો ગણાવ્યો હતો. જૂન, ૨૦૦૪માં મારનના મંત્રી બન્યાના એક મહિના બાદ એરસેલે તામિલનાડુના ઓપરેશન માટે ૧૨૦૦ કરોડ રૂા.માં પોતાનો હિસ્સો હચીસન ગ્રુપને વહેંચવાનો સોદો કર્યો હતો. જેના નાણાં ઉપયોગથી એરસેલ દેશના અન્ય રાજયોમાં નેટવર્ક વિસ્તારવા ઇચ્છતું હતું. પરંતુ લાયસન્સની શરતો અનુસાર, ડોટની મંજુરી વિના સોદો થઇ શકે નહીં. ૨૮ જુન ૨૦૦૪ના રોજ એરસેલે ડોટ પાસે સોદા માટે મંજૂરી માંગી હતી. ડોટ દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી ૧૪ ઓગસ્ટ ૨૦૦૪ સુધીમાં એરસેલે આપી દીધી હતી. જો કે કોઇપણ કારણ દર્શાવ્યા વિના ડોટે તેને મંજૂરી આપી ન હતી. જેના પરિણામે એરસેલ અને હચીસન વચ્ચેનો સોદો રદ થઇ ગયો હતો. ૭ માર્ચ ૨૦૦૫ના રોજ એરસેલે ડોટને પત્ર લખ્યો હતો કે, અમારી અરજીના અનુસંધાને માંગવામાં આવેલા તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી દીધા હોવા છતાં મંજૂરી આપવામાં આવી નથી. તો તે કારણ દર્શાવવા વિનંતી છે. અગાઉ એરસેલને લાયસન્સ અને સ્પેક્ટ્રમ ફાળવવામા પણ મારને એક માસની અંદર નિયમ અનુસાર ફાઇલ કલીયર કરવાની હોવા છતાં વિલંબ કર્યો હતો. ટ્રાઇની ભલામણ વિના મારને મેક્સીસને મંજૂરી આપી હતી.

મારનનાં શાસનકાળમાં લેવાયેલાં બધાં નિર્ણય શંકાસ્પદ હોવાનાં પુરાવા હાથ લાગ્યાં : મારનની તકલીફમાં વધારો

 

ટૂંકમાં રાઇટ ટુ પ્રાઇવસી બિલ સંસદમાં રજુ થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા.૨૪

કોઇપણ ઓફિસ અથવા તો મકાનની જાસૂસી કરવા અથવા તો કોઇપણ ટેલીફોનની વાતચીત ગેરકાયદે આંતરવીને ગંભીર ગુનો ગણીને પાંચ વર્ષની કેદ અને ૧ લાખ રૂા.ના દંડની જોગવાઇ કરતું રાઇટ ટુ પ્રાઇવસી બિલ ટૂંકમા ંજ સંસદમાં રજૂ કરાશે. બિલને કારણે ડિટેક્ટીવ એજન્સીઓ ચલાવતી કંપનીઓ મુશ્કેલીમાં મુકાશે. હવે તેમને પણ કોઇપણની ટેલિફોન વાતચીત આંતરવા સરકારની મંજૂરી લેવી ફરજિયાત બનશે. દેશના નાગરિકોની ખાનગી વાતોની ગુપ્તતા જળવાઇ રહેવાના હેતુસર આ બિલ સરકારમાં ટૂંકમાં જ લાવશે. આ ઉપરાંત જે નાગરિકની ખાનગી અને ગુપ્ત વાતો જાહેર કરશે. તેને ભંગ કરનાર વ્યક્તિ પાસેથી વળતર આપવાની જોગવાઇ પણ બિલમાં સમાવી લેવામાં આવી છે. નોંધનીય છે કે, ટુ જી સ્પેક્ટ્રમ કૌભાંડ કેસમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટા અને કોર્પોરેટ લોબિસ્ટ નિરા રાડીયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત સાર્વજનિક થયા બાદ ટાટા દ્વારા તેને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઇ હતી. જેના સંદર્ભે બિલ લાવવામાં આવ્યું છે. બિલની જોગવાઇ અનુસાર કોઇપણની ખાનગી માહિતી ગેરકાયદે રીતે એકઠી કરનાર કંપની કે વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કેદ અને ૫૦ હજાર રૂા. નો દંડ થશે.

 

અણ્ણાને હાર આપવા સરકાર ચૂંટણી નિયમોમાં સંશોધન થશે

અણ્ણાનાં આંદોલનને કચડી નાંખવા, તેમની વિરુદ્ધ લડત ચલાવવા સરકાર વ્યૂહ રચના ઘડી રહી હોવાનાં અહેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા.૨૪

લોકપાલ બિલ બાદ ચૂંટણીના નીતિનિયમોમાં સુધારા-વધારા અને સંશોધનનો મુદ્દો પીઢ ગાંધીવાદી અણ્ણા હજારે ઉઠાવી શકે તેવી દહેશતના પગલે સરકારે ચૂંટણી નિયમોમાં સંશોધન કરવાની પહેલ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે ચૂંટણી ગવર્નિંગ બોડી સંદર્ભેના નિયમોમાં ત્રણ મુખ્ય ફેરફાર કરવાની દરખાસ્ત તૈયાર કરી દીધી છે. સંસદીય સમિતિની ભલામણો પણ કાયદા મંત્રાલયે નકારી દીધી છે. જે અનુસાર રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટમાં ફેરફાર કરવાની દરખાસ્ત મુખ્ય છે. જેમાં ચાર્જશીટ થયેલા તેમજ પાંચ વર્ષની સજા કાપી ચૂકેલા ઉમેદવારોને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે.

જો કે ઉમેદવારીપત્રક ભર્યાના એક વર્ષની અંદર ચાર્જફ્રેમ થયા હોય તો જોગવાઇ તેના પર લાગુ પડી શકશે નહીં. રાજકીય દાવપેચ કે ષડયંત્રના ભાગરૂપે લગાવવામાં આવેલા આક્ષેપોના કારણે અમુક ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે. તે અંગે કાયદા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, ઉમેદવારને લાગે કે તેની વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો ખોટા છે તો તે હાઇકોર્ટમાં જઇ શકે છે. અથવા તો સ્પેશ્યિલ ટિ્રબ્યુનલમાં પણ જઇ શકે છે. જયાં ૧૫ દિવસમાં અરજીનો નિવેડો આવી શકે છે. જો ટિ્રબ્યુનલ કે કોર્ટ દ્વારા ઉમેદવાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આક્ષેપો રાજકીય હેતૂ પ્રેરિત હોય તો તે ઉમેદવાર ચૂંટણી લડવા સક્ષમ છે.

 

કંપનીઓની માર્કેટ મૂડી ૬૫૬૭૮૪૮.૧૫ કરોડ થઈ

ટુજી કાંડ : રાજાનાં પત્ની અને સંબંધીની પૂછપરછ

(સંપૂર્ણ સમાચાર સેવા)                             તિરૂચિરાપલ્લી, તા.૨૪

જેલમાં રહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાજાનાં સગા-સબંધીઓની આજે આવકવેરા વિભાગ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી હતી. ટુજી કૌભાંડનાં સંબંધમાં સળિયા પાછળ રહેલાં રાજાનાં પત્ની તેમનાં ભાઈ સહિતનાં સગા-સંબંધીઓની પૂછપરછ કરાઈ હતી. રાજાનાં પત્ની પરમેશ્વરી અને તેમનાં ભાઈ એ.રામચંદ્રન ઉપરાંત અન્ય બે સંબંધીઓની આશરે ત્રણ કલાક સુધી ક્ષેત્રીય આઈટીની ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. જોેકે અધિકારીઓએ આજની પૂછપરછ અંગે કોઈ માહિતી આપી ન હતી. ટુજી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલાં સીબીઆઈએ રાજાનાં સગા-સંબંધીઓનાં આવાસ પર પહેલાંથી તપાસ કરી રહી છે. ટુજી સ્પેકટ્ર્મ કૌભાંડ કેસમાં ભૂમિકા બદલ ધરપકડ કરાયેલાં રાજા હાલ દિલ્હીની તિહાર જેલમાં છે. ૧૭ ફેબ્રુઆરી બાદથી તેઓ જેલમાં છે.

 

સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટથી વધુનાં ઉછાળાથી

કુલ રોકાણકારોની સંપત્તિમાં ૧૫૭૩૫૭ કરોડનો વધારો

(સંપૂર્ણ સમાચાર સેવા)                            

તિરૂચિરાપલ્લી, તા.૨૪

શેરબજારમાં આજે રોકાણકારોએ૧.૫૭ લાખ કરોડની કમાણી કરી હતી. બેંચમાર્ક સેન્સેક્સમાં ૫૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાતા મૂડીરોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો હતો. રોકાણકારોની આવકમાં વધારો થતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતી હતાશા દૂર થઈ હતી. તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીની દૃષ્ટિએ ગણવામાં આવે તો કુલ મૂડી રોકાણકારની સંપત્તિ વધીને ૬૫૬૭૮૪૮.૧૫ કરોડ થઈ હતી. તેમની સંપત્તિમાં ૧૫૭૩૫૭ કરોડ રૂપિયાનો ગુરૂવારની સરખામણીમાં વધારો થયો હતો. ૩૦ શેર કંપનીઓનાં સેન્સેક્સમાં સૌથી વધુ ફાયદો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી કોઈપણ યોગદાન વગર સંયુક્ત માર્કેટવેલ્યુમાં ૭૮૦૫૧ કરોડનો વધારો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનાં શેર આજે ફલેટ રહ્યા હતાં. કંપનીની માર્કેટ વેલ્યુમાં ૮૫ કરોડનો ઘટાડો થયો હતો. સેન્સેક્સની કંપનીઓમાં માર્કેટ વેલ્યુની દૃષ્ટિએ સૌથી વધુ નફો કરનાર કંપનીઓમાં ટીસીએસ અને એસબીઆઈ રહી હતી. બંનેની માર્કેટ કેપમાં ૮ હજાર કરોડનો વધારો થયો હતો જયારે ઓએનજીસીની માર્કેટ વેલ્યુમાં ૭ કરોડનો વધારો થયો હતો. ઈન્ફોસિસ-એનટીપીસીમાં ૫ હજાર કરોડથી વધુનો, એચડીએફસીમાં ૪૧૦૦ કરોડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં ૩૫૦૦ કરોડ, ભારતી એરટેલમાં ૩૫૦૦ કરોડ, વિપ્રોમાં ૩૪૦૦ કરોડ, આઈટીસીમાં ૨૭૦૦ કરોડ, એચડીએફસી બેંકમાં ૨૩૦૦ કરોડ, ટાટા સ્ટીલમાં ૨૧૦૦ કરોડ, હીરોહોન્ડામાં ૨૧૦૦ કરોડ અને ભેલમાં ૨૦૦૦ કરોડનો નફો થયો હતો.

 

ડીઝલમાં લીટરદીઠ ૩ અને કેરોસીનમાં લીટરદીઠ ૨નો વધારો

રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો કમરતોડ વધારો ઝીંકી દેવાયો

તીવ્ર મોંઘવારીની વચ્ચે વધારો તાત્કાલિક અમલી : ગરીબ અને મધ્યમ વર્ગ વધુ ભીંસમાં : ભાજપ અને તૃણમૂલે વિરોધ કરી સરકાર પર દબાણ વધાર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)                                       નવીદિલ્હી,તા. ૨૪

મોંઘવારી આસમાને છે ત્યારે સરકારે આજે ગરીબ અને મધ્યમવર્ગ તથા અન્ય તમામ લોકોની ચિંતામાં અને તકલીફમાં અનેકગણો વધારો કરી દીધો હતો. મોંઘવારી વધુ વધે તેવાં એક નિર્ણય હેઠળ કેન્દ્ર સરકારે આજે ડીઝલ, એલપીજી ગેસ તથા કેરોસીનની કિંમતમાં કમરતોડ વધારો ઝીંકી દીધો હતો. આ ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે મળેલી મિટીંગમાં આ અંગેનો નિર્ણય કરાયા બાદ ભાજપ સહિતનાં રાજકીય પક્ષોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. ડીઝલનાં ભાવમાં લીટર દીઠ રૂપિયા ત્રણનો વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે તમામ લોકો માટે અતિઉપયોગી એવા રાંધણગેસની કિંમતમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો અભૂતપૂર્વ વધારો ઝીંક્યો હતો. પેટ્રોલિયમ પ્રધાન એસ.જયપાલ રેડ્ડીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કેરોસીનની કિંમતમાં લીટર દીઠ રૂપિયા બેનો વધારો કરાયો છે. એમપાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની મિટિંગ આજે બપોરે યોજાનાર હતી પરંતુ ગૂંચવણનાં કારણે કેટલાંક કલાકો સુધી આ બેઠકને ટાળી દેવામાં આવી હતી. મતભેદો ગંભીર રીતે ઉભરીને સપાટી પર આવ્યા હતાં. જોકે સરકાર ભાવ વધારા પર મક્કમ રહી હતી. યુપીએનાં સાથી તૃણમૂલ કોંગ્રેસે ભાવ વધારાનો વિરોધ કર્યો છે. નાણાપ્રધાન પ્રણવ મુખર્જીનાં નેતૃત્વમાં મળેલી ઈજીઓએમની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું છે કે, તેઓ ભાવ વધારાને ટેકો આપતાં નથી. ભાવ વધારાથી કટોકટીનો સામનો કરી રહેલી ઓઈલ કંપનીઓને ફાયદો થશે કારણકે ફયુઅલની કિંમતો માર્કેટ રેટ કરતાં ઓછઈ હતી. ડીઝલ ઉપર લીટર દીઠ રૂપિયા ૧૫, કેરોસીન ઉપર લીટર દીઠ ૨૭ અને સિલિન્ડર પર ૩૮૧ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં એસ. જયપાલ રેડ્ડી પ્રણવ મુખર્જીને મળ્યાં હતાં. ડીઝલની કિંમતાં જુન ૨૦૧૦માં રૂપિયા બે નો વધારો કરાયો હતો જયારે એલપીજીની કિંમતમાં રૂપિયા ૩૫નો વધારો કરાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક વર્ષના લાંબા ગાળા બાદ ડિઝલ, રાધણગેસ અને કેરોસીનની કિમતમાં વધારો કરવામાં આવ્યો છે. રિફાઈનર્સ દ્વારા પણ લિક્વીડીટી કટોકટીનો સામનો કરવામાં આવી રહ્યો છે. માર્કેટ ધીરાણની રકમ માર્ચ મહિનામાં ૯૭૦૦૦ કરોડથી વધીને ૧૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. જો આવુ થશે તો ફયુઅલની અછત ઉભી થઈ શકે છે. ફયુઅલની કિંમતોમાં વધારો કરવા જેની પાસે સત્તા છે તે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિટર્સની મિટિંગ આજે મળી હતી. કેરોસીનમાં લીટરદીઠ ૨૭.૪૭ અને રાંધણ ગેસમાં સિલિન્ડર દીઠ ૩૮૧ રૂપિયાના વધારાની માંગણી કરવામાં આવી હતી. સરકારે મોંઘવારી વચ્ચે મતદારોમાં ભારે નારાજગી ફરી વળશે તેવી દહેશતના લીધે છેલ્લા એક વર્ષથી ડિઝલ, રાંધણગેસ અને કેરોસીનની કિમતમાં વધારો કરવામાં આવ્યો ન હતો પરંતુ આજે કોઈ વિકલ્પ ન રહેતાં સરકારે તીવ્ર ભાવ વધારો ઝીંકી દીધો હતો. સરકારે છેલ્લે ૨૫ જૂન ૨૦૧૦ના દિવસે રાજકીય રીતે સંવેદનશીલ ફયુઅલની કિમંતમાં વધારો કર્યો હતો, તે વખતે કેરોસીનમાં લીટરદીઠ રૂપિયા ત્રણ, ડિઝલમાં લીટરદીઠ રૂપિયા બે અને રાધણ ગેસમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૩૫નો વધારો કર્યો હતો. ક્રુડની કિમત ૭૫ ડોલરથી વધીને હવે ૧૧૦ સુધી થઈ ગઈ છે. ૨૫મી જુનથી પેટ્રોલ માટે ભાવ સ્વતંત્રતા મેળવનાર ઓઈલ કંપનીઓને પણ આશા છે કે પેટ્રોલમાં પણ ભાવ વધારો કરવામાં આવશે. તેઓ લીટરદીઠ રૂપિયા બેનો વધારો કરવાની માંગણી કરી ચુક્યા છે. બીજીબાજુ ઓઈલ કંપનીઓએ ગયા વર્ષે પેટ્રોલની કિંમત અંકુશ મુક્ત કરાયા બાદથી ૧૦ વખત ભાવ વધારો કરી ચુક્યા છે.

ઓઈલ મંત્રાલયના અધિકારીઓનું કહેવુ છે કે આઈઓસી, બીપીસીએલ અને એપપીસીએલને ઓછી કિંમતે ફયુઅલ વેચવાના કારણે દરરોજ ૪૫૦ કરોડ રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે.

તીવ્ર ભાવ વધારો……

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨૪

* ડીઝલની કિંમતમાં લીટર દીઠ રૂપિયા ત્રણનો વધારો કરાયો

* રાંધણ ગેસની કિંમતમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૫૦નો વધારો ઝીંકાયો

* કેરોસીનની કિંમતમાં લીટર દીઠ રૂપિયા ૨ નો વધારો કરાયો

* એમપાવર્ડ ગ્રુપની મિટીંગમાં નિર્ણય કરાયો

* મિટીંગ બપોરે મળનાર હતી પરંતુ મતભેદોને કારણે સાંજે મળી

* મમતા બેનર્જીએ ભાવ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો

* ભાજપે ભાવ વધારા સામે વાંધો ઉઠાવ્યો

* ડીઝલ ઉપર લીટર દીઠ હાલ રૂપિયા ૧૫નું નુકસાન થઈ રહ્યું હતું

* કેરોસીન ઉપર ઓઈલ કંપનીઓને લીટર દીઠ રૂપિયા ૨૭નું નુકસાન થઈ રહ્યું હતું

* સિલીન્ડર ઉપર ૩૮૧ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું

* છેલ્લે ડીઝલ અને એલપીજીની કિંમતમાં જુન ૨૦૧૦માં વધારો કરાયો હતો

* ઓઈલ માર્કેટની કંપનીઓને અભૂતપૂર્વ નુકસાન થઈ રહ્યું હતું જેમાં દરરોજ ૪૫૦ કરોડનું નુકસાન થઈ રહ્યું હતું