ડિઝલ, ગેસ અને કેરોસીનના ભાવ વધતા

ફુગાવો વધીને ટૂંકમાં બે આંકડા સુધી પહોંચી જશે

અર્થશાસ્ત્રીઓનો મત : રિઝર્વ બેંક આગામી બે પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરશે

(સપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૫

ડિઝલ, રાંધણગેસ અને કેરોસીનની કિંમતમાં સરકારે વધારો ઝીંકી દીધા બાદ હવે ફુગાવો સરકારની ઉંઘ હરામ કરે તવી શક્યતા છે. અતિ જરૂરી પેટ્રોલિયમ પેદાશોની કિંમત વધી ગયા બાદ ફુગાવો ટૂંકા ગાળામાં જ બે આંકડામાં પહોંચી જાય તેવી શક્યતા છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે ડ્યુટી કાપના કારણસર થનાર રેવેન્યુ નુકશાનથી નાણાંકીય મોરચે દબાણ વધશે જેના કારણે ફુગાવા ઉપર પણ દબાણ વધશે.

માર્ચ ૨૦૧૨માં પૂરા થતા વર્તમાન નાણાંકીય વર્ષ માટે નક્કી કરવામાં આવલા ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી)ની ખાદ્યના ટાર્ગેટ ૪.૬ ટકા સુધી પહોંચી વળવાની બાબત ખુબજ મુશ્કેલરૂપ રહેશે. ફુગાવો પહેલાથી જ છેલ્લા એક વર્ષથી ઉંચી સપાટીએ રહ્યો છે. સરકારે ફુગાવાને અંકુશમાં લેવા માટે વિવિધ પગલા લીધા છે. પરંતુ સાથે સાથે પેટ્રોલિયમ કંપનીઓને થઈ રહેલા નુકશાનને પહોંચી વળવા નિયમિત ગાળામાં વધારવામાં આવેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવના કારણે ફુગાવો અંકુશમાં આવ્યો નથી. રાજકીય પક્ષોના વિરોધ છતાં કોઈ વિકલ્પ નહીં મળતા સરકારે ભાવ વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી હતી. રેટિંગ એજન્સી ક્રિશિલમાં મુખ્ય અર્થશાસ્ત્રી ડીકે જોષીએ કહ્યુ છે કે ફુગાવો ટૂંક સમયમાં જ બેવડા આંકડા ઉપર પહોંચી જશે. ડિઝલ કિંમતની કુલ અસર આશરે ૧૦૦ બેઝિક પોઈન્ટની આસપાસની હોઈ શકે છે. ડિઝલ હોલસેલ પ્રાઈઝ ઇન્ડેક્ષમાં ૪.૬૭ ટકાનુ વજન ધરાવે છે. ડિઝલની કિંમતમાં કોઈ પણ વધારો અર્થતંત્ર પર અસર કરે છે. કારણ કે ચીજવસ્તુઓને લઈ જવા માટે ટ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. ડિઝલનો ઉપયોગ કૃષિ સેક્ટરની સાથે સાથે મેન્યુફેક્ચરીંગ યુનિટોમાં પણ કરવામાં આવે છે. આ વધારો ગૃહિણીઓના બજેટને પણ બગાડી શકે છે. સરકારે કહ્યુ છે કે ડિઝલની કિંમતો ફુગાવામાં ૩૦ બેઝિક પોઈન્ટનો વધારો કરશે. ફુગાવો હાલ ૯.૦૬ ટકા છે. ખાદ્યાન્ન ફુગાવો ૯.૧૩ ટકા છે. અર્થશાસ્ત્રીઓનું કહેવુુ છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેવડા આંકડાના ફુગાવાના કારણે કઠોર રેટ નીતિને જાળવી રાખશે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું કહેવુ છે કે આરબીઆઈ આગામી બે પોલિસી સમીક્ષામાં વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઈન્ટનો વધારો કરી શકે છે. છેલ્લા ૧૫ મહિનામાં કિંમતોમાં દબાણના કારણે આરબીઆઈએ ૧૦ વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. ફુગાવાને અંકુશમા લેવા માટે ટૂંકા ગાળાના વિકાસની અવગણના કરી શકાય છે.

મોંઘવારી વધશે……..

(સપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨૫

* ડિઝલ, ગેસ અને કેરોસીનની કિંમતમાં વધારો કરાતા ફુગાવો બે આંકડામાં પહોંચશે

* માર્ચ ૨૦૧૨માં પુરા થતા નાણાંકીય વર્ષ માટે નક્કી કરાયેલા ૪.૬ ટકાના જીડીપી નાણાંકીય ખાદ્ય લક્ષ્યાંકને પહોંચી વળવામાં તકલીફ પડશે

* જરૂરી પેટ્રોલિયમ પેદાશોમાં વધારો થતા ફુગાવા પર દબાણ વધશે

* હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્ષમાં ડિઝલ ૪.૬૭ ટકા વજન ધરાવે છે.

* ડિઝલની કિંમતમાં કોઈ પણવધારો સમગ્ર અર્થતંત્ર પર અસર કરે છે

* ડિઝલનો ઉપયોગ કૃષિ સેક્ટર અને મેન્યુફેક્ચરીંગ યુનિટમાં કરવામાં આવે છે

* ગૃહિણીઓના બજેટને બગાડે તેવી પણ શક્યતા છે

* આગામી બે નીતિ સમીક્ષામાં આરબીઆઈ ૨૫ બેઝિક પોઈન્ટ સુધીનો વધારો કરી શકે છે

* છેલ્લા ૧૫ મહિનામાં આરબીઆઈએ ૧૦ વખત વ્યાજદર વધાર્યો છે 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope