All posts by news

બાબા રામદેવ સમક્ષ અણ્ણાની શરતો

અનશનમાં જોડાવવા માટે અણ્ણાએ ઘણી શરત મુકી

અણ્ણા હજારેની શરતોથી રામદેવ કેમ્પની મુશ્કેલી વધી

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૭

વરિષ્ઠ ગાંધીવાદી લીડર અને સામાજિક કાર્યકર અણ્ણા હાજારે આજે કહ્યું હતુ કે પોતાના અનશનમાં યોગ ગુરુ બાબા રામદેવને સામેલ કરવાના મામલે તેઓએ કેટલીક સર્તો તેમની સમક્ષ મુકી દીધી છે. બાબા રામદેવ અનશનમાં સામેલ થવાની વાત કરી ચુક્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીના જંતરમંતર પર અનશન ઉપર બેસી ગયેલા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંચ પર યોગ ગુરુ બાબા રામેદેવનું સ્વાગત કર્યું હતું. અણ્ણા હજારે ૧૬મી ઓગસ્ટથી ફરી એક વાર અનશન પર જવાની જાહેરાત કરી ચુક્યા છે. મહાષ્ટ્રમાં ગઇ કાલે મોડી રાત્રે અણ્ણા હજારે કહ્યું હતું કે બાબા રામદેવે તેમની સાથે અનશન પર બેસવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરંતુ તેઓએ તેમની સમક્ષ કેટલીક સર્તો મુકી દીધી છે.

આ સર્તો મામલે બાબા રામદેવ વિચારણા કરીને જવાબ આપશે. અણ્ણા હજારેના નેતૃત્વમાં સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ પૈકીના એક સભ્યએ કહ્યું છે કે, આ પ્રથમ પ્રસગ છે જયારે અણ્ણા હજારે આ પ્રકારની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાબા રામદેવ સાથે કેટલાક નિશ્ચિત મુદ્દાઓ પર વાત કરવામાં આવ્યા બાદ અનશનમાં સામેલ કરવાના મુદ્દે સ્વાગત કરાશે.

સરકાર અને સિવિલ સોસાયટીની જોઇન્ટ ગ્રાફટીંગ કમિટીની મિટીંગમાં લોકપાલ મામલે નિષ્ફળતા મળ્યા પછી સરકાર સાથે અણ્ણા હજારેની ખેચતાણ ચાલી રહી છે. અણ્ણા જંતરમંતર ઉપર ૧૬મી ઓગસ્ટના દિવસે આંદોલન કરવાની જાહેર કરી ચુક્યા છે.

 

ટૂંક સમયમાં જ ફેંસલો કરાશે

ગુજરાતમાં નૂરના દરમાં ૧૦-૧૫ ટકાનો વધારો કરી દેવાશે

ઉત્પાદન ખર્ચમાં ઉલ્લેખનીય વધારો થતા હાલત કફોડી ડીઝલના ભાવ વધતા પરિવહન પર ૭૦૦ કરોડનો બોજ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા. ૨૭

ગુજરાતમાં નૂરના દરમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કરવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. ફયુઅલની કિમતમાં હાલમાં જ ઝીંકવામાં આવેલા વધારા અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના લીધે નૂરના દરમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો ગુજરાતમાં પણ તોળાઈ રહ્યો છે. રાજય સરકારને લખવામાં આવેલા પત્રમાં અખીલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર્સ એસોસિએશને અપીલ કરી છે કે પેટ્રોલિયમ પેદાશોના રેટ પડોશી રાજયો જ જેવા બનાવી દેવામાં આવે. સુરતમાં ટ્રક એસોસિએશનના એક પ્રતિનિધિએ વિગત આપતા કહ્યુ હતુ કે ડીઝલની કિમતમાં વધારાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને માઠી અસર થઈ છે. નીચા વેટના રેટ પડોશી રાજયોમાં રહેલા છે જેથી ગુજરાતને વધારે નુકશાન થઈ રહ્યુ છે. ગુજરાતમાં રહેલા ડિઝલના ખર્ચ કરતા અન્યોમાં રેટ ઓછો છે. ફુગાવાના કારણે ખર્ચ છેલ્લા એક વર્ષમાં ૨૫ ટકા સુધી વધી ગયો છે. ડીઝલની કિમતમાં વધારો થવાના પરિણામ સ્વરૂપે જો રેટ વધારવામાં આવશે નહીં તો પરિવહન ચાલકોને મુશ્કેલી થશે. પાંચ ટકાનો નૂર દરમાં વધારો ડીઝલ કિમતની અસરને પહોંચી વળવા માટે અપૂરતો રહેશે. વ્હિકલ ઇન્શ્યોરન્સ રેટ જેવા ઇન્ડસ્ટ્રીમાં અન્ય ઘણા ખર્ચાઓના મુદ્દાઓ પણ પ્રવર્તી રહ્યા છે. છેલ્લા આઠ મહિનાઓમાં ટાયરની કિંમતમાં ૭૦ ટકા સુધીનોવધારો થયો છે. જયારે સ્પેર અને લુબિ્રકન્ટ્સમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ટોલ ટેક્સનો ખર્ચ પણ વધી રહ્યો છે. જે ૨૦૦ ટકા સુધી વધ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ જંગી ખર્ચના લીધે હાલત કફોડી બનેલી છે. આશરે છ લાખ કોર્મિશયલ વાહનો ગુજરાતમાં એજીટીટીએના છત્ર હેઠળ દોડે છે. અમારા રાજયમાં સરેરાશ ત્રણ લાખ વાહનો રેગ્યુલર આધાર પર દિવસમાં ૩૦૦ કિલોમીટર દોડે છે જેથી ૩.૨૦ રૂપિયાનો ડીઝલમાં વધારો થતા ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પર ૭૦૦ કરોડનો બોજ નાખશે ઉપરાંત ઇન્શ્યોરન્સમાં રેટમાં ૬૮ ટકાનો વધારો થયો છે. લેબર ચાર્જમાં છેલ્લા એક વર્ષમાં ૭૫ ટકાનો વધારો થયો છે. તમામ પરિબળોને જોતા ગુજરાતમાં નૂર દરમાં વધારો જરૂરી બની ગયો છે.

 

ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો

મુંબઈમાં રેવ પાર્ટી ઉપર રેડ પડી : ૩૦૦થી વધારે ઝબ્બે

મહારાષ્ટ્ર પોલીસની બાતમીના આધારે રેડ : ઝડપાયેલામાં ૬૦ યુવતિનો સમાવેશ : ૧૦ ડ્રગ્સ સપ્લાયર પણ ઝબ્બે

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઇ,તા. ૨૭

દેશના વાણિજય પાટનગર ગણાતા મુંબઈમાં ફરી એકવાર રેવ પાર્ટી પર દરોડો પાડીને ૩૦૦થી વધુને અટકાયતમાં લઈ જવામાં આવ્યા હતા જોકે ૧૫૦ લોકો જેટલા લોકોને પ્રાથમિક પુછપરછ બાદ છોડી મુકવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસ રવિવાર મોડી રાત્રે રાયગઢ જિલ્લાના કરજતમાં માઉન્ડ વ્યૂ રિસોર્ટમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર ચોક્કસ બાતમી મળ્યા બાદ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ૬૦થી વધુ યુવતિઓ ઝડપાઈ ગઈ હતી. ઝડપાઈ ગયેલાઓમાં ૧૦ જેટલા ડ્રગ્સ સપ્લાયરો પણ પકડાઈ ગયા હતા. ચોંકાવનારી બાબત એ પણ છે કે આ પાર્ટીમાં એન્ટી નાર્કોટિગ સેલના એક ઇન્સ્પેક્ટરની પણ હાજરી હતી. અટકાયતમાં લેવામાં આવેલા તમામ યુવક યુવતિઓ ધનાઢ્ય પરિવારના હોવાનું જાણવા મળી રહ્યુ છે.

ઝડપાઈ ગયેલાઓમાં કેટલાક બાળકો ફિલ્મી હસ્તીઓના પણ છે. પોલીસે યુવક- યુવતિઓના મેડિકલ ટેસ્ટ કરાવ્યા છે અને તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ખાલાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ પાટીલે આ સમાચારને સમર્થન આપતા જણાવ્યુ હતુ કે અહીંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસના કહેવા મુજબ અહીં યુવક- યુવતિઓ ડ્રગ્સ લઈ રહ્યા હતા. પાર્ટીમાં સામેલ મોટાભાગના લોકો ચિક્કાર દારૂના નશામાં હતા. પોલીસે નશાની ચીજવસ્તુઓ પણ જપ્ત કરી છે. ખાસ બાબત એ છે કે આ રેવ પાર્ટીમાં એન્ટી નાર્કોટીક્સ સેલના ઇન્સ્પેક્ટર અનિલ જાદવ પણ સામેલ હતા. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ ઇન્સ્પેક્ટરની દેખરેખ હેઠળ જ નશાની આ ખુલ્લી રમત રમવામાં આવી રહી હતી. પોલીસે જાદવને અટકાયતમાં લઈને તેની પણ પુછપરછ હાથ

ધરી છે.

રેડની સાથે સાથે……..

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૨૭

* રાયગઢ જિલ્લાના કરજતપમાં માઉન્ડ વ્યૂ રિસોર્ટમાં રેડ

* ૬૦ યુવતિઓ સહિત ૩૦૦થી વધુ લોકોને અટકાયતમાં લેવાયા

* ઝડપાયેલાઓમાં ૧૦ ડ્રગ્સ સપ્લાયર્સનો સમાવેશ

* એન્ટી નાર્કોટિક્સ સેલના એક ઇન્સ્પેક્ટર પણ ઝડપાઈ ગયા

* તમામ યુવક-યુવતિઓ ધનાઢ્ય પરિવારના છે કેટલાક ફિલ્મી કલાકારોના બાળકો પણ છે

* તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા

* યુવક-યુવતિઓ પાર્ટીમાં ડ્રગ્સ લઈ રહ્યા હતા અને નશામાં હતા

* એન્ટી નાર્કોટિક સેલના ઇન્સ્પેક્ટરની દેખરેખમાં નશાનો ખેલ ચાલી રહ્યો હોવાની શક્યતા

 

સનસનાટીપૂર્ણ કેસનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો

ડે હત્યા કેસ : ૭ શખ્સોની અટકાયત, મોટી સફળતા

ઝડપાઇ ગયેલા ૭ શખ્સો પૈકી તમિલનાડુમાંથી ત્રણની, સોલાપુરમાંથી એકની અને મુંબઈમાંથી ત્રણની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૨૭

ક્રાઇમ રિપોર્ટર જયોતિર મોય ડેની ઘાતકી હત્યાના ૧૬ દિવસ બાદ મુંબઈ પોલીસની ક્રાઇમબ્રાન્ચની ટીમે આ સનસનાટીપૂર્ણ હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો છે. મુંબઈ પોલીસની ક્રાઇમબ્રાન્ચની ટીમે ૭ શખ્સોની અટકાયત કરી છે. ગૃહપ્રધાન આરઆર પાટીલે વિગત આપતા જણાવ્યું છે કે તમિલનાડુમાં રામેશ્વરંમથી ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. જયારે સોલાપુરથી એક શખ્સની ધરપકડ કરાઇ છે. જયારે મુંબઈમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. પાટીલે વધુમાં કહ્યું છે કે ઝડપાયેલા તમામ સાતેય શખ્સો મહારાષ્ટ્રના છે. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર અને જોઇન્ટ કમિશનર ઓફ પોલીસે આ ઘટનાક્રમ અંગે તેમને માહિતી આપી હોવાનો દાવો પાટીલે આજે સવારે કર્યો હતો તેમેણે કહ્યું હતું કે આરોપીઓ પૈકી બે ઓળખ સતીશ કાલિયા અને અનિલ વાઘમોેડે તરીકે કરવામાં આવી છે. પાટીલે એમ કહ્યું છે કે આ શાનદાર કામગિરી બદલ મુંબઈ ક્રાઇમબ્રાન્ચની ટીમ માટે ૧૦ લાખનું ઇમાન તેઓ જાહેર કરી રહ્યા છે. આ કેસને ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચે શાનદાર કામગિરી અદા કરી છે. પોલીસ સુત્રોએ કહ્યું છે કે આ બનાવમાં અંડરવર્લડની સાઠગાઠ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આ મામલાની ચકાસણી કરી રહી છે. દરમિયાન તમામ શખ્સોને કિલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કિલા કોર્ટે તમામને ચોથી જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ ઉપર મોકલી દીધા હતા. ૫૬ વર્ષીય જે.ડે.અંગ્રેજી ટેબ્લોઇટ મિડડેમાં કામ કરતા હતા. ડેની ૧૧મી જુનના દિવસે ઉપ નગરરિય પવાઇ વિસ્તારમાં મોટરસાઇકલ ઉપર આવેલા ૪ હુમલાખોરે અંધાધુન ગોળીબાર કરીને હત્યા કરી દીધી હતી. ડે ઉપર અતિ નજીકથી ગોળીબાર કરવામા આવ્યો હતો. તેમને પાંચ ગોળીઓ વાગી હતી. પીઢ પત્રકારની ઘાતકી હત્યા બાદ સમગ્ર મુંબઈમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. પોલીસ તમામ રીતે આ કેસમાં તપાસ કરી રહી હતી. પોલીસે ડેના લેપટોપ અને હાર્ડડિસ્કમાં પણ તપાસ કરી હતી. આમા તપાસ કરવામાં આવ્યા બાદ આ સનસનાટીપૂર્ણ હત્યામાં કેટલીક નક્કર કડી હાથ લાગી હતી. આ મામલામાં પત્રકારોએ સીબીઆઇ તપાસની માંગણી કરી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે સીબીઆઇ તપાસનો ઇન્કાર કર્યો હતો. મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં જ ડેની હત્યાના મામલામાં તપાસની પ્રગતિ અંગે છઠ્ઠી જુલાઇ સુધી અહેવાલ આપવા પોલીસને આદેશ આપ્યો હતો.

ધરપકડની સાથે સાથે..

(સંપૂર્ણ સમાચાર સેવા)                                       મુંબઈ,તા. ૨૭

ક્રાઇમ રિપોર્ટરની હત્યાના ૧૬ દિવસ બાદ હત્યા કેસને ઉકેલી લીધો હોવાનો મુંબઈ ક્રાઇમબ્રાન્ચનો દાવો

સાત શખ્સોની ધરપકડ કરવામાં સફળતા

ગૃહપ્રધાન આરઆર પાટીલે સફળતા મેળવી હોવાનો દાવો કર્યો.

તમિલનાડુમાંથી ત્રણની, સોલાપુરમાંથી એકની અને મુંબઈમાંથી ત્રણની ધરપકડ કરાઇ.

તમામ સાતેય શખ્સો મહારાષ્ટ્રના હોવાનો ખુલાશો

સફળતા બદલ મુંબઇ ક્રાઇમબ્રાન્ચ માટે ૧૦ લાખના ઇનામની જાહેરાત

અંડરવર્લ્ડ સાથે સાઠગાઠ હોવાની બાબત સપાટીએ

તમામ આરોપીઓને ૪ જુલાઇ સુધી રિમાન્ડ પર લેવાયા

 

સેબી આઈપીઓ કાંડમાં ફરીથી તપાસ હાથ ધરશે

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી,તા. ૨૭

માર્કેટ રેગ્યુલેટર સેબી વર્ષ ૨૦૦૩-૨૦૦૬ના કરોડો રૂપિયાના આઈપીઓ કૌભાંડમાં તેની તપાસ પુનઃ શરુ કરવાની તૈયારીમાં છે. એક વર્ષથી વધુ સમયના ગાળા બાદ આઈપીઓ કૌભાંડમાં ફરી તપાસ શરૂ થઈ રહી છે. તેની પોતાની કમિટિ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના મામલામાં પણ તપાસ કરવામાં આવશે. સેબી ૩૦મી જુનના દિવસે યોજાનારી તેની આગામી બોર્ડ મિટિંગમાં ચર્ચા વિચારણા કરશે. બે સભ્યની કમિટિની તપાસમાં ઘણા પાસાઓ હશે. સેબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે તેવા અહેવાલ આવ્યા બાદથી ફરી એકવાર આઈપીઓ સાથે સંકળાયેલી કંપનીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે.

 

તાતાની નેનો નેપાળમાં લોન્ચ થઈઃકિંમત પાંચ લાખથી વધુ

શ્રીલંકાના બજારમાં એન્ટ્રી બાદ હવે તાતા નેનોની એન્ટ્રી

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૭

શ્રીલંકન બજારમાં સફળરીતે એન્ટ્રી કરી લીધા બાદ તાતા મોટર્સ હવે નેપાળમાં પણ એન્ટ્રી કરી લીધી છે. તાતા મોટર્સે ગઈકાલે નેપાળમાં નાનકડી કાર નેનો સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી હતી. નેપાળમાં આ કારની કિંમત ૭.૯૮ લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે ભારતીય કિંમતમાં ધ્યાન આપવામાં આવે તો તેની કિંમત ૫.૦૧ લાખ છે. તાતા મોટર્સના હેડ ઇન્ટરનેશનલ બિઝનેસ(પેસેન્જર વાહન) જહોની ઓમેને કહ્યુ હતુ કે નેપાળમાં તાતા નેનો લોન્ચ કરવાના પ્રસંગે અમે ખુબજ ખુશ છીએ. અમને વિશ્વાસ છે કે તાતા નેનોની આ કાર નેપાળના લોકોને પણ ગમી જશે. નેપાળના લોકો ઘણા સમયથી તાતાની કાર બજારમાં જોવા ઇચ્છી રહ્યા હતા. કંપનીના સત્તાવાર ડિસ્ટ્રીબ્યુટર શિપરાડી ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ મારફતે આ કારનું વેચાણ નેપાળમાં કરવામાં આવશે. કંપનીએ કહ્યુ છેકે કારની ત્રણેય આવૃત્તિ બુકિંગ માટે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તાતા મોટર્સે એપ્રિલ મહિનાથી વિદેશી બજારોમાં નેનો કાર મોકલવાની શરૂઆત કરી હતી. એ ગાળામાં ૪૯૮ કાર શિપમેન્ટ મારફતે રવાના કરવામાંઆવી હતી. નેપાળ ઉપરાંત શ્રીલંકામાં નેનો કાર પહેલાથી જ લોન્ચ કરવામાં આવી છે. જયાં તેની કિમત ૯.૨૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. સુરક્ષાના પાસાઓ અને ફયુઅલ અસરકારકતા ઉપરાંત તાતા નેનો કાર ચાર વર્ષની ગેરેન્ટી સાથે નેપાળમાં પ્રવેશ કરનાર પ્રથમ કાર છે. ૯૦૦૦૦ કિલોમીટર માટેની વોરન્ટી અપાઈ છે. 

 

રાઈટ ઇશ્યૂ સબસ્ક્રિપ્શનનો સરકારનો ઇન્કાર

એસબીઆઈ ફંડ એકત્રિત કરવાના વિકલ્પો ચકાસશે

બોન્ડ જારી કરીને ૧૫૦૦૦ કરોડ ઉભા કરવાની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની વિધિવત તૈયારી શરૂ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૭

દેશની સૌથી મોટી ધીરાણ આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ) તેની ગ્રોથ વ્યૂહરચનાને આગળ વધારવાના હેતુસર વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન બોન્ડ જારી કરીને ૧૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. એક બાજુ સરકાર પણ કેટલાક મામલે કઠોર વલણ અપનાવી રહી છે. સરકારે રાઈટ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટેનો ઇન્કાર કર્યા બાદ આ હિલચાલ હાથ ધરાઈ છે. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તેઓને આશા છે કે કેન્દ્રસરકાર વલણને હળવુ કરીને આંશિક રાહત આપશે. સરકાર પોતે એસબીઆઈના ૨૦૦૦૦ કરોડના રાઈટ ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરવાના મામલે મુશ્કેલી અનુભવી રહી છે. અધિકારીઓનું કહેવુ છે કે ર્આિથક બાબતોના સેક્રેટરી જી ગોપાલને નોર્થ બ્લોકમાં આગળ વધતા પહેલા નવી ફંડીંગ પદ્ધતિ પર વિચારણા હાથ ધરી છે.

આગામી થોડાક મહિનાઓમાં સરકાર આવી કોઈ યોજના અમલી બનાવી શકાય છે કે કેમ તેને લઈને કોઈ નિર્ણય કરશે. મહેસૂલી દબાણનું કારણ આપીને સરકાર એસબીઆઈ મામલે પણ મજબુત વલણ અપનાવી રહી છે. આશરે ત્રણ વર્ષ સુધી સરકારી બેંકો બિઝનેસમાં ૨૫-૩૦ ટકા ગ્રોથને આગળ વધારવા સરકાર પાસેથી વધારાની મૂડી માંગે તેવી શક્યતા છે. મુંબઈમાં બેંકના કારોબારી અધિકારીઓ પૈકીના કેટલાકે એવો મત આપ્યો છે કે વર્તમાન સમયમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવાની બાબત સરળ નથી. બેંક ફોલો ઓન ઇશ્યૂનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકે છે જેના મારફતે સરકાર આઠ ટકા હિસ્સેદારી કાઢી શકે છે અને ઇક્વિટીની રકમ ઉભી કરવા એસબીઆઈને મદદરૂપ થઈ શકે છે. હાલમાં સરકાર એસબીઆઈમાં ૫૯.૪ ટકા હિસ્સેદારી ધરાવે છે. પરંતુ કાયદાની જોગવાઈમાં સરકારને ૫૧ ટકાથી ઓછી તેની હિસ્સેદારી કરવાથી રોકવામાં આવે છે. એસબીઆઈ આવનાર સમયમાં વધુ જંગી રકમ માંગે તેવી શક્યતા છે. આરબીઆઈના ધારાધોરણો પણ આ સંબંધમાં નક્કી કરવામાં આવેલા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ મુજબનો અહેવાલ આવ્યા બાદ આ મામલે નવી હિલચાલ હાથ ધરાઈ છે. 

 

બટાકાનો જંગી જથ્થો દેશમાં ઉપલબ્ધ

બટાકાની કિંમતમાં વધુ ઘટાડો થવાની શક્યતા

દેશમાં જુલાઈના અંત સુધી અને ઓગસ્ટની શરૂઆતમાં બટાકાની કિંમતમાં ૧૫-૨૦ ટકા ઘટાડો થાય તેવી વકી

(સપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા. ૨૫

જંગી જથ્થાના કારણે પહેલાથી જ દબાણ હેઠળ રહેલી બટાકાની કિંમત જુલાઈ મહિનામાં વધુ ઘટે તેવી શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં મોટાપાયે બટાકાનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવણીમાં વિલંબ અને ડ્રાય હવામાનના કારણે કિંમતો સ્થિર રહે તેવી શક્યતા છે. વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં બમ્પર પાક અને નેશનલ હોર્ટીકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા જાળવી રાખવાના જથ્થાના કારણે સ્થિતિ વિકટ બની છે. વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં ૩૫થી ૩૬ મિલિયન ટન બટાકાનો જથ્થો ઇન્ડસ્ટ્રી દ્વારા હાથ ધરવામાં આવનાર છે. પશ્ચિમ બંગાળ પોટેટો એસોસિએશનના પ્રમુખ સનાતન સંતરાએ એક અગ્રણી અંગ્રેજી અખબારને જણાવ્યુ છે કે ૬૦ લાખ ટનનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં છે. કિંમતો વર્તમાન સપાટી રહે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળ સાથે સંકળાયેલા વેપારીઓ આસામ, બિહાર, આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં જથ્થો પહોંચાડે છે. દિલ્હીના આઝાદપુર મંડીમાં બટાકાનો ભાવ બે જુદીજુદી જાતમાં ૬૦૦થી ૭૫૦ રૂપિયા ક્વિન્ટલદીઠ બોલાયો હતો. આગ્રામાં કુફરી બાહર વેરાઈટીની કિંમત ક્વિન્ટલદીછ ૬૦૦ રૂપિયા બોલાઈ હતી.જયારે કુફરી જયોતિનો ભાવ બેંગ્લોરમાં ક્વિન્ટલદીઠ ૮૦૦થી ૯૦૦ બોલાયો હતો. કોલકાતામાં ક્વિન્ટલદીઠ ૬૦૦ ભાવ રહ્યો હતો. ઉત્તર ભારતમાં લીલા શાકભાજીના સ્થિર ભાવના કારણે કોલ્ડ સ્ટોરેજમાં રહેલા ઉત્તરપ્રદેશના બટાકામાં ભાવ અને માંગ નિરાશાજનક રહી છે. જુલાઈના અંત સુધી બટાકાના ભાવમાં ૧૫થી ૨૦ ટકા સુધી ઘટવાની શક્યતા છે. કારણ કે એ વખતે દક્ષિણ અને ઉત્તર ભારતમાંથી બજારમાં બટાકાનો નવો જથ્થો આવશે. બટાકાના ઉત્પાદન ક્ષેત્રમાં આ વખતે વધારો થયો છે. ભારતીય ટોચના વેપારીઓએ હાલમાં રશિયાની મુલાકાત લીધી હતી. અને નિકાસ શક્યતાઓ ચકાશી હતી. આ વર્ષે રશિયામાં ૪૦૦૦૦ ટન બટાકાની ભારતીય વેપારીઓએ નિકાસ

કરી છે.

 

બીજી ટેસ્ટ મેચ : ભારત ત્રણ ઝડપી બોલરો સાથે ઉતરશે

પ્રવીણકુમાર, ઇશાંત અને મુનાફની સાથે ભારત મેદાનમાં ઉતરવા ઇચ્છુક : અમિત મિશ્રાને પડતો મુકાય તેવી વકી

(સપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૫

૨૭મી જુનથી શરૂ થતી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારત ત્રણ ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. બીજી ટેસ્ટ મેચ બાર્બડોસ ખાતે રમાનાર છે. અહીંની વિકેટ હમેશા ઝડપી બોલરોને મદદ કરતી રહી છે જેથી ભારતીય ટીમ કોઈ પણ જોખમ લઈને મેદાનમાં ઉતરવા તૈયાર નથી. કેન્સિગ્ટન ઓવલ ખાતેની વિકેટ ઝડપી બોલરો માટે મદદરૂપ થશે. વેસ્ટઇન્ડિઝના કેપ્ટન ડેરેન સમ્મીનું કહેવુ છે કે કેમર રોચ આ વિકેટ ઉપર છવાઈ જાય તેવી શક્યતા છે. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ ૬૩ રને જીત્યા બાદ ૧-૦ની લીડ ધરાવે છે. જયારે વિન્ડિઝની ટીમ બીજી ટેસ્ટ મેચ કોઈ પણ સંજોગોમાં જીતીને ટેસ્ટ શ્રેણીમાં બરોબરી કરવાની ઇચ્છા ધરાવે છે. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા કોઈ વધારે પ્રયોગ કર્યા વગર ઉંચા નૈતિક જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. જયારે બીજીબાજુ વિન્ડિઝ ઉપર બીજી ટેસ્ટ મેચમાં દબાણ રહેશે. કેપ્ટન ધોની અને કોચ ડંકન ફલેચરે સંકેત આપ્યો છે કે જો મુનાફ પટેલ ફિટ થઈ જશે તો તેને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી કોઈ ચિત્ર સ્પષ્ટ થયુ નથી.

ઇશાંત શર્મા અને પ્રવીણ કુમારની જોડીને જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છેકારણ કે પ્રથમ ટેસ્ટ મેચમાં આ બંને બોલરોએ ખુબ સારી બોલીંગ કરી હતી જેના પરિણામસ્વરૂપે ભારતની જીત થઈ હતી. મુનાફના સમાવેશથી ટીમ ઇન્ડિયાની બોલીંગ તાકાતમાં વધારો થશે. જો મુનાફને ટીમમાં સામેલ કરવામાં આવશે તો લેગ સ્પિનર અમિત મિશ્રાને પડતો મુકી દેવામાં આવશે. અમિત મિશ્રાએ વેસ્ટ ઇન્ડિઝની બંને ઇનિંગ્સમાં માત્ર બે વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાના નિરાશાજનક દેખાવથી ટીમ ઇન્ડિયાના સિનિયલ ખેલાડીઓ ખુશ દેખાઈ રહ્યા નથી. કેગ્સિન્ટનની વિકેટ પર ધોની પોતે નિરિક્ષણ કરી ચુક્યો છે. ધોનીનો મત છે કે ત્રણ ઝડપી બોલરો અને સ્પેશિયાલિસ્ટ સ્પિનર હરભજનસિંહ સાથે મેદાનમાં ઉતરવામાં આવશે. હરભજન ફુલ ટાઈમ સ્પિનર તરીકે રહેશે. સુરેશ રૈના અને વિરાટ કોહલી પાર્ટ ટાઈમ બોલર તરીકે કામ કરશે. ધોનીએ બંને ઇનિંગ્સમાં ઉલ્લેખનીય બેટીંગ કરવા બદલ રાહુલ દ્રવિડની પ્રશંસા કરી હતી. સુરેશ રૈના અને હરભજનસિંહે પણ ઉપયોગી બેટીંગ કરીને ભાગીદારી નોંધાવી હતી. બોલીંગમાં પ્રવિણ અને ઇશાન શર્મા છવાઈ ગયા હતા. ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલા વનડે શ્રેણી ભારતે ૩-૨થી જીતી લીધી હતી.

 

સચિને ફેરારી કારને વેચી મારતા ચાહકો ભારે ખફા

સચિને કાર વેચી દીધા બાદ રકમ ચેરિટીમાં કેમ આપી નથી તેવા પ્રશ્નો ઉઠ્યા : ચાહકોની નજરોમાં પ્રતિષ્ઠા બગડી

(સપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૨૫

મહાન ખેલાડી ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યા બાદ ભેટ તરીકે મળેલી કિંમત ફેરારી કાર સચિન તેન્ડુલકરે વેચી દીધા બાદ ક્રિકેટ ચાહકો ભારે નારાજ દેખાઈ રહ્યા છે. ભેટમાં મળેલી સુપરકાર સચિને વેચી મારતા સચિન હવે લોકોની નજરોમાં ઉતરી ગયો છે. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ સોશિયલ નેટવર્કીંગ સાઈટ ટિ્વટર ઉપર લખ્યુ છે કે જયારે સચિનને ભેટમાં ફેરારી કાર મળી હતી ત્યારે તે ઇચ્છતા હતા કે તેમાં ડ્યુટી અને એક્સાઈઝ માં રાહત મળે. પરંતુ હવે આ કાર વેચી દીધી છે. હવે સચિન કેપિટલ ગેઇન ટેક્સમાંથી રાહત માંગશે કે કેમ વર્ષ ૨૦૦૨માં વિવાદાસ્પદ સ્થિતિમાં સચિન ફરારી ૩૬૦ ઘરમાં લાવ્યો હતો.

સચિને જયારે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડોન બ્રેડમેનના ૨૯ ટેસ્ટ સદીના રેકોર્ડની બરોબરી કરી ત્યારે ફેરારીના ઇટાલિયન માલિક ફિએટે તેન્ડુલકરને આ કાર આપી હતી. જયારે સરકારે તેન્ડુલકરને ૧.૧ કરોડ રૂપિયાની આયાત ડ્યુટીથી રાહત આપવાની વાત કરી ત્યારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ આ રકમ ફિએટ ચુકવવા તૈયાર થઈ હતી. સોશિયલ નેટવર્કીંગ સાઈટમાં જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સચિને ભેટમાં મળેલી કાર વેચી દીધા બાદ આ રકમ ચેરીટીમાં કેમ આપી નથી. શોભા ડેએ પણ કહ્યુ છે કે સચિને કાર વેચી છે તે બાબત યોગ્ય નથી. અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઈને પણ લોકોમાં ચર્ચા છે.