All posts by Sampurna Samachar

રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો આજથી આરંભ થશે

અમદાવાદ રાજયભરની શાળાઓમાં ઉનાળું વેકેશન ઉનાળું વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. છેલ્લા કેટલાક દિવસથી સૂમસામ બનેલા શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકારથી ગૂંજી ઉઠશે. બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડતી હોવાથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી કેટલીક શાળાઓને પોતાની રીતે વેેકેશન લંબાવાયુંની ચર્ચા ચાલી રહી છે પરંતુ આજે સાજે ડીઈઓ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે, તમામ શાળાઓ આજથી જ ખુલશે. આદેશનો ભંગ કરનાર શાળા સામે પગલા લેવામાં આવશે. પ્રાપ્ત થતી મુજબ રાજયભરની શાળાઓમાં ૯મી એપ્રિલની આસપાસ ઉનાળા વેકેશનની શરૃઆત થઇ હતી. આ વખતે ઉનાળા વેકેશનનો ગાળો આશરે બે મહિનાનો રહ્યો હતો. આજથી આ વેકેશન પૂર્ણ થતા છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી સૂમસામ બનેલા શાળાઓના કેમ્પસ વિદ્યાર્થીઓના શોરબકોરથી ગૂંજી ઊઠશે. રાજયમાં પ્રાથમિકની ૪૦ હજારથી વધુ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકની ૧૦,૫૦૦થી વધુ શાળાઓના ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓનું આજથી નવું શૈક્ષણિક સત્ર શરૃ થઈ જશે.

જો કે, શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડતી હોવાથી વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી કેટલીક શાળાઓએ પોતાની રીતે વેકેશન લંબાવી દીધું હોવાની માહિતી મળી હતી નિયમ મુજબ શાળાઓ ડીઈઓની મંજૂરી વિના વેકેશન લંબાવી શકે નહીં. ત્યારે હવે આવી શાળાઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે  તેે પણ જોવું રહ્યું. દરમિયાન ગાંધીપુલ વિસ્તારની સ્ટેશનરીની દુકાનોમાં પણ વાલીઓને કરવી પડે છે. આ વખતે વિવિધ ચીજ વસ્તુઓમાં સરેરાશ ૨૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે. સ્કુલ બેગમાં ચાયનાની બેગનું આકર્ષણ આ વખતે સ્કુલ બેગમાં ચાયનાની બેગનું આકર્ષણ રહ્યું છે. સ્કુલ બેગમાં જોવા મળતી વિવિધ વેરાઈટીઓમાં મોટાભાગે ચાઈનાની જ હોય છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ : દોષિતોને સજા અંગે આજે જાહેરાત, સઘન સુરક્ષા

અમદાવાદ,વર્ષ ૨૦૦૨ના સનસનાટીપૂર્ણ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં અમદાવાદની ખાસ અદાલત આવતીકાલે આરોપીઓને સજા અંગેની જાહેરાત કરનાર છે. હત્યાકાંડમાં રહેલા આરોપીઓ પૈકીના ૨૪ને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ૩૬ને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ અદાલત તમામ આરોપીઓને સજા અંગેની જાહેરાત કરશે. તમામ અપરાધીઓ પૈકી ૧૧ને હત્યાના મામલામાં અપરાધી ઠેરવવામાં આવ્યા છે. જેથી એમ માનવામાં આવે છે કે, સજા કઠોર પણ હોઈ શકે છે. તમામની નજર હવે કોને કેટલી સજા ગુલબર્ગ હત્યાકાંડ મામલામાં થાય છે તેના ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડ અંગેના ચુકાદા ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ છે. રાજકીય વર્તુળોમાં પણ આને લઇને રાજ જોવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, બીજી જૂનના દિવસે અમદાવાદની ખાસ અદાલતે મામલામાં લાંબા ગાળા બાદ ચુકાદો આપતા ૬૬ આરોપીઓ પૈકી ૨૪ને અપરાધી ઠેરવ્યા હતા અને ૩૬ને નિર્દોષ છોડી મુક્યા હતા. જે આરોપીઓને અપરાધી જાહેર કરવામાં આવ્યા છે તેમાં વિહિપના નેતા અતુલ વૈધ્યનો સમાવેશ થાય છે. આરોપીઓને ટેકો આપવા માટે આવતીકાલે પણ કોર્ટ સંકુલમાં વિહિપના કાર્યકરો, પરિવારના સભ્યો પહોંચે તેવી શક્યતા છે જેથી કોર્ટ સંકુલની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. ચકચારી આ કેસમાં ટ્રાયલ સાત વર્ષ સુધી ચાલી હતી. સઘન સુરક્ષા વચ્ચે ખાસ જજ પીબી દેસાઇ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર ૨૦૧૫માં ખાસ અદાલતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ હતા. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. જે સાત વર્ષ સુધી ચાલી હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થયા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક હતા. તપાસ વેળા સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા.

સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીય રીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા. ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. મામલાને લઇને છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચા રહી હતી. નિર્દોષ છોડી મુકવામાં આવેલાઓમાં તત્કાલીન મેઘાણીનગર પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ઇરડાનો સમાવેશ થાય છે. તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો હતા. ગુલબર્ગ સોસાયટીના નિવાસીઓને બચાવી લેવા માટે જ્યારે તેમની જરૃર હતી ત્યારે તેઓ ઘટનાસ્થળથી જતા રહ્યા હતા. બિનઅસરકારકરીતે ફરજ અદા કરવાનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવાનો પણ આક્ષેપ હતો. અન્ય જે લોકોને નિર્દોષ છોડી મુકવાાં આવ્યા છે જેમાં સ્થાનિક ભાજપ કાઉન્સિલર બિપિન પટેલ, પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર મેઘસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે. અપરાધીઓ અંગેના ચુકાદા ઉપર હવે તમામની નજર રહેશે. કોર્ટ સંકુલની આસપાસ પણ વિશેષ સુરક્ષા રહેશે.

 

આરબીઆઈના ગવર્નર તરીકે રાજનને ખુલ્લુ સમર્થન

નવીદિલ્હી,ભાજપના એક વર્ગ તરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા રઘુરામ રાજનને હવે અગ્રણી ઇન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈ તરફથી પણ ટેકો મળી ગયો છે. આરબીઆઈના ગવર્નર તરીકે રઘુરામ રાજન જારી રહે તેવી ઇચ્છા સીઆઈઆઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સીઆઈઆઈનું કહેવું છે કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. તેમના ઉપર અંગત પ્રહારો બિલકુલ બિનજરૃરી છે. કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નૌશાદ ફોર્બ્સનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલી પણ અંગત પ્રહારો કરી ચુક્યા છે પરંતુ આ પ્રહારો બિનજરૃરી છે. તેમણે કહ્યું છે કે, રઘુરામ રાજન ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે.

જાપાનની છ દિવસની યાત્રાએ અરુણ જેટલીના પ્રતિનિધિમંડળ સાથે રહેલા નૌશાદે કહ્યું છે કે, ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાંઆવી રહેલા આક્ષેપોને અમે ગંભીરતાથી લેતા નથી. તેમના આક્ષેપોને બિનજરૃરી ગણીએ છીએ. વાઈબ્રન્ટ લોકશાહીના ભાગરુપે આવા આક્ષેપોને ગણી શકાય છે. તેમણે કહ્યું હતું કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. જો તેમની ફેર નિમણૂુંક કરવામાં આવશે તો આ બાબત ખુબ જ શાનદાર રહેશે અને હકારાત્મક પણ રહેશે. અગાઉની યુપીએ સરકાર દ્વારા રઘુરામ રાજનની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની ત્રણ વર્ષની અવધિની શરૃઆત ચોથી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે શરૃ થઇ હતી. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ભાજપના એક વર્ગ તરફથી તેમની વ્યાપક ટીકા હાલના દિવસોમાં કરવામાં આવી રહી છે. વ્યાજદરમાં ઘટાડો કરવા રાજનના ઇન્કારના પરિણામ સ્વરુપે ભાજપના ચોક્કસ વર્ગ તરફથી તેમની ટિકા થઇ રહી છે.

રાજન અંગે સ્વામીની ટિપ્પણી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમની ટિપ્પણીને ગંભીરતાથી લેતા નથી. જેટલી પણ અગાઉ રાજન ઉપર કરવામાં આવેલા પ્રહારોને ફગાવી ચુક્યા છે. ચર્ચાઓ ઇસ્યુ ઉપર થવી જોઇએ. અંગત પ્રહારોને લઇને વાત કરવી યોગ્ય નથી. નાણામંત્રી પણ કહી ચુક્યા છે કે, લોકોએ મુદ્દાઓ અને નીતિઓને લઇને ચર્ચા કરવી જોઇએ. તેમને નીતિઓને ટેકો આપવા અથવા નીતિઓની ટીકા કરવાનો અધિકાર રહેલો છે પરંતુ અંગત બાબતો ઉપર ટિપ્પણી યોગ્ય નથી. રઘુરામ રાજનને નિમણૂંકને લઇને હાલમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. આઈએમએફના પૂર્વ અર્થશાસ્ત્રી રાજન જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. જે તેમને એક્સ્ટેન્શન મળશે નહીં તો તેઓ આરબીઆઈના પ્રથમ એવા ગવર્નર રહેશે જેમને પાંચ વર્ષની અવધિ મળી નથી. પાંચ વર્ષની અવધિ સુધી રહી ચુકેલા ગવર્નરમાં ડી સુબ્બારાવ, વિમલ જાલન, સી રંગરાજનનો સમાવેશ થાય છે. રાજને કેટલાક પોલિસી નિર્ણયો હાલમાં જ લીધા છે.

 

મોંઘવારીની માર : અમૂલ દૂધના ભાવમાં જંગી વૃદ્ધિ

અમદાવાદ,તીવ્ર મોંઘવારીનો સામનો સામાન્ય લોકો કરી રહ્યા છે ત્યારે મોંઘવારીની વધુ એક માર લોકો ઉપર પડી છે. સૌથી મહાકાય કંપની અમૂલે પણ હવે દૂધની કિંમતમાં વધારો ઝીંકવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ સામાન્ય લોકોના બજેટ વધુ બગડે તેવા સંકેત છે. અમૂલે પોતાની તમામ બ્રાન્ડ દૂધની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૨૦૦૬ બાદથી સતત વધારો કરાયો છે. દેશના અન્ય ભાગોમાં પણ અમૂલ દૂધની કિંમતમાં વધારો કરાયો છે. દેશભરમાં જેનું બ્રાન્ડનેઈમ છે તેવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ દ્વારા તેના અમૂલ બ્રાન્ડનેઈમ સાથે બજારમાં વેચવામાં આવેલા તમામ દુધના ભાવમાં લીટરે ૨ રૃપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારો આખા રાજયમાં શનિવારથી અમલમાં આવશે.

આ ભાવ વધારા અંગે મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું છે કે અમે દિલ્હીમાં ભાવ વધારો કરવામાં આવ્યા બાદ રાજધાનીમાં છેલ્લી વખત મે, ૨૦૧૪માં દુધના ભાવ વધારવામાં આવ્યા હતા. એ પછી ગુજરાતમાં જુન, ૨૦૧૫માં કંપનીએ તેની તમામ બ્રાન્ડમાં પ્રતિલિટરે ૨ રૃપિયાનો વધારો કર્યો હતો. રાજયમાં ૨૦૦૬ના વર્ષ બાદ ૨૧મી વખત આ દુધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોઢીની દલીલ એવી છે કે, ખર્ચ વધવાને કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે. ખેડુતોને ચુકાવવામાં આવતા ભાવમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પશુઓ માટેના ચારા અને સામગ્રીઓની માર્કેટ કિંમતમાં વીસ ટકાનો વધારો થયો છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, કોલકતા, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ આવનારા આઠ દસ દિવસમાં નવા ભાવ અમલી બનશે. ઉલ્લેખનીય છે કે, અમૂલ માર્કેટમાં અમૂલ તાજા, અમૂલ શક્તિ, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લિમ, અમૂલ ટી અને અમૂલ કાઉ નામથી છ બ્રાન્ડનું બજારમાં વેચાણ કરે છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ પ્રકરણ

દોષિતોની યાદી………
અમદાવાદ, ગોધરાકાંડ બાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ મામલામાં આજે ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ૬૬ પૈકીના ૨૪ને અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા અપરાધીઓની યાદી નીચે મુજબ છે.
૧. કૈલાશ લાલચંદ્ર ધોબી
૨. યોગ્રેંદ્રસિંહ ઉર્ફે લાલુ મોહનસિંહ શેખાવત
૩. જયેશકુમાર ઉર્ફે ગબ્બર મદનલાલ જિગર
૪. કૃષ્ણકુમાર ઉર્ફે કૃષ્ણા મુન્નાલાલ
૫. જયેશ રામજી પરમાર
૬. રાજુ ઉર્ફે મામો કાનીયો
૭. નારણ સીતારામ ટાંક
૮. લાખણસિંહ ઉર્ફે લાખીયો
૯. ભરત ઉર્ફે ભરત તૈલી બાલોદીયા
૧૦. ભરત લક્ષ્મણસિંહ ગોડા
૧૧. દિલીપ પ્રભુદાશ શર્મા
૧૨. બાબુભાઈ મનજીભાઈ પટણી
૧૩. માંગીલાલ ધુપચંદ્ર જૈન
૧૪. દિલીપ ઉર્ફે કાળુ ચતુરભાઈ
૧૫. સંદિપ ઉર્ફે સોનું
૧૬. મુકેશ પુખરાજ સાંખલા
૧૭. અંબેશ કાંતિલાલ જીગર
૧૮. પ્રકાશ ઉર્ફે કલી ખેંગારજી પઢીયાર
૧૯. મનિષ પ્રભુલાલ જૈન
૨૦. ધર્મેશ પ્રહલાદભાઈ શુક્લ
૨૧. કપિલ દેવનારાયણ ઉર્ફે મુનાભાઈ મિશ્રા
૨૨. અતુલ ઈંદ્રવધન વૈધ
૨૩. બાબૂભાઈ હસ્તીમલ રાઠૌડ
૨૪. સુરેંદ્રસિંહ ઉર્ફે વકીલ દિગ્વિજય સિંહ ચૌહાન

નિર્દોષ છુટેલાઓ…….

જ્યારે ૩૬ને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. નિર્દોષ છુટેલાઓની યાદી નીચે મુજબ છે.
૧ માંગજી પોકારજી મારવાડી
૨ જયેશ રામુભાઈ પટણી
૩ કિશોરભાઈ મંગાભાઈ પટણી
૪ શૈલેષ
૫ કાળુ હિરાલાલ પટણી
૬ કનૈયા બબલુ
૭ કાંતિભાઈ પોપટભાઈ પટણી
૮ શકરાભાઈ પટણી
૯ મનોજકુમાર પ્રેમજીભાઈ પરમાર
૧૦ દિપકકુમાર સોમાભાઈ સોલંકી
૧૧ વિનોદભાઈ અરવિંદભાઈ સોલંકી
૧૨ અજય સોમાભાઈ પંચાલ
૧૩ સંજય કુમાર શંકરભાઈ પટણી
૧૪ શૈલેષ નટવરભાઈ પટણી
૧૫ નરેશ ઉર્ફે નરિયો પ્રજાપતિ
૧૬ બાબુભાઈ મોહનભાઈ પટણી
૧૭ શંકરજી હકાજી માળી
૧૮ પન્નાલાલ ઉર્ફે પ્રભુ મોચી પ્રેમચંદ સિસોદિયા
૧૯ પ્રહલાદ રાજુજી અસોરી
૨૦ મદનલાલ ધનરાજ રાવલ
૨૧ મહેન્દ્ર મૂળચંદભાઈ પરમાર
૨૨ પ્રહલાદ ઓમપ્રકાશ સોંગરા
૨૩ ચિરાગ દિલીપભાઈ શાહ
૨૪ મુકેશ આત્મારામ ઠાકુર
૨૫ પરબતસિંહ તારસંગસિંહ
૨૬ નગીન હસમુખભાઈ પટણી
૨૭ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ
૨૮ મહેશ ઉર્ફે પપ્પુ પ્રતાપજી
૨૯ મહેશ રામજીનાથ
૩૦ સુશીલ બ્રિજમોહન શર્મા
૩૧ પ્રદિપ ખનાભાઈ પરમાર
૩૨ કિરીટકુમાર ગોવિંદજી ઇરડા (તત્કાલિન પીઆઈ)
૩૩ મેઘસિંહ ચૌધરી (પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર)
૩૪ બિપીન અંબાલાલ પટેલ (ભાજપ કાઉન્સિલર)
૩૫ દિલીપ કાંતિલાલ જીંગર
૩૬ રાજેશ દયારામ જીંગર

 

કેન્દ્ર સરકારના તમામ કર્મીઓને જુલાઈથી પગાર વધારાનો લાભ

મુંબઇ,જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સાતમા વેતન પંચની ભલામણોને હવે ટૂંક સમયમાં જ અમલી બનાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની આગામી મહિનાથી પગાર વધારાનો લાભ મળવાની શરૃઆત થઇ જાય તેમ માનવામાં આવે છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા વધારવામાં આવેલા પે સ્કેલ આગામી મહિનાથી આપવામાં આવશે. દરમિયાન કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ગ્રુપ ઓફ સેક્રેટરીની બેઠક ૧૧મી જૂનના દિવસે યોજનાર છે જેમાં સાતમાં વેતન પંચની ભલામણોના મામલામાં ફેરફારને આખરી ઓપ આપવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં સરકારે સાતમાં વેતન પંચની ભલામણોની પ્રક્રિયાને હાથ ધરવા કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરી હતી. પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત થશે. પગાર વધારાનો લાભ આગામી મહિનાથી મળવાની શરૃઆત થશે. સાતમાં વેતન પંચની ભલામણોથી ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બાવન લાખ પેન્શનરોને ફાયદો થશે. સેક્રેટરીની એમ્પાવર્ડ કમિટિ સ્ક્રીનિંગ કમિટિ તરીકે કામ કરશે.

કમિશનના તમામ સંબંધિત પરિબળોના સંદર્ભમાં ભલામણોની પ્રક્રિયાને આગળ વધારશે. પ્રાપ્ત માહિતી મુજબ સાતમાં વેતન પંચની ભલામણોને અમલી બનાવવાને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. સરકાર કહી ચુકી છે કે, સાતમાં વેતન પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ નવા પગાર સ્કેલના અમલીકરણથી તિજોરી ઉપર જંગી બોજ પડનાર છે. વર્ષ ૨૦૧૬-૧૭માં તિજોરી ઉપર ૧.૦૨ લાખ કરોડનો વધારાનો બોજ પડશે અથવા તો જીડીપીના ૦.૭ ટકા સુધીનો વધારાનો બોજ પડશે.

 

રઝાક ખાનનું અવસાન થતાં બોલીવુડમાં આઘાતનું મોજુ

મુંબઈ,બોલીવુડના લોકપ્રિય કોમેડી અભિનેતા અને ગોલ્ડનભાઈના નામથી ચાહકોમાં લોકપ્રિય રઝાક ખાનનું અવસાન થયું છે. તેમના અવસાનથી ચાહકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. રઝાક ખાને અનેક યાદગાર ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી. રઝાક ખાનને હાર્ટએટેકનો મોટો હુમલો થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રઝાક ખાને પોતાની કેરિયર દરમિયાન સલમાન ખાન, ગોવિંદ, શાહરુખ ખાન સાથે અનેક ફિલ્મો કરી હતી. મોડી રાત્રે ૧૨.૩૦ વાગે તેમને એટેક આવ્યો હતો. બાંદ્રાની હોસ્પિટલમાં રઝાક ખાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો પુત્ર અશદ ખાન હાલ ક્રોએશિયામાં છે. તે પરત ફર્યા બાદ તેમની દફનવિધિ નારિયેળવાડીમાં કરવામાં આવનાર છે. રઝાક શાહરુખખાન અભિનિત બાદશાહમાં માણેકચંદ, સલમાન ખાન અભિનિત હેલો બ્રધર્સમાં નિન્જા ચાચા ્ને ગોવિંદા અભિનિત અખિયોં સે ગોલી મારેમાં ટક્કર પહેલવાન તરીકે ખુબ જ લોકપ્રિય થયા હતા. તેમના ભાઈ શહેઝાદ ખાને ફેસબુક ઉપર આજે સવારે આ મુજબની જાહેરાત કરી હતી. શહેઝાદ ખાને ફોટો શેર કરતા કહ્યું હતું કે, કાર્ડિયા હુમલાના લીધે રઝાકનું અવસાન થયું છે. તેમના પુત્રની હવે રાહ જોવાઈ રહી છે.

રઝાક ખાન સૌથી પહેલા રૃપ કી રાની ચોરો કા રાજા સાથે કેરિયરની શરૃઆત કરી હતી. આ ફિલ્મ ૧૯૯૩માં આવી હતી. તેમની યાદગાર ફિલ્મોમાં ક્યા કુલ હૈ હમ સિરીઝ, બાદશાહ, રાજા હિન્દુસ્તાની, હેરાફેરી, ફિર હેરાફેરી, ભાગમ ભાગ, અખિયો સે ગોલી મારે, પ્યાર કિયા તો ડરના ક્યા, લોહા, ઇશ્કનો સમાવેશ થાય છે. આ અભિનેતાએ ૩૦૦થી પણ વધારે ફિલ્મો કરી હોવાના અહેવાલ છે. ૧૯૯૯માં રજૂ થયેલી બાદશાહમાં માણેકચંદના રોલમાં પણ રઝાક છવાઈ ગયા હતા. રૃપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ ૧૯૯૩માં સુપરહિટ સાબિત થઇ હતી જેમાં શ્રીદેવી અને અનિલ કપૂરની ભૂમિકા હતી. વર્ષ ૨૦૧૪માં આવેલી એક્શન જેક્શન રઝાકની અંતિમ ફિલ્મ હતી. રઝાકના અવસાનથી બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. તમામ કલાકારાઓ પોતપોતાનીરીતે પ્રતિક્રિયાઓ આપી છે.

 

પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં વધારાથી પ્રજા પર બોજ પડશે

અમદાવાદ,સમગ્ર દેશની પ્રજાને અચ્છે દિનના સ્વપ્ના બતાવી સત્તા મેળવનાર ભાજપ સરકારે બે વર્ષની ઉજવણીના તાયફાઓ વચ્ચે સર્વિસ ટેક્ષ વધારીને ૧૫ ટકા કરવા ઉપરાંત પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ વધારો કરવા સાથે મોંઘવારીનો કમરતોડ બોજો ઝીંકી પ્રજાની ક્રુર મશ્કરી કરી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, માત્ર ને માત્ર સત્તા લાલસા માટે અચ્છે દિનના સ્વપ્ન બતાવનાર ભાજપ સરકારનું ગુજરાત મોડેલ ફક્ત બે વર્ષમાં પ્રજાજનો માટે દુઃખદ અને અસહ્ય બની ગયું છે.

ભાજપ દ્વારા મોદી સરકારની પ્રશસ્તી માટે દેશભરમાં બે વર્ષની ઉજવણીના તાયફાઓ કરી કરોડો રૃપિયા વેડફવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ આજથી સર્વિસ ટેક્ષમાં વધારો કરી ૧૫ ટકા કરવામાં આવ્યો છે. ઉપરથી આજે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ લીટરે ૨.૫૦ જેટલો તોતીંગ વધારો કરી સામાન્ય પ્રજાની કમરતોડી નાંખવામાં આવી છે.ભાજપ સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં ત્રણ ટકા જેટલો સર્વિસ ટેક્ષમાં વધારો ઝીંકી પ્રજાના બજેટને વેરવિખેર કરી નાંખવામાં આવ્યું છે. અત્યારે કૃષિ કલ્યાણના નામે ઝીંકાયેલા સેસ ઉપરાંત અગાઉ સ્વચ્છ ભારતનો સેસ ઝીંકવામાં આવ્યો હતો.ટેક્ષ ધીમે ધીમે વધારીને ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ જેટલો એટલે કે ૧૮ ટકા સુધી વધારવાનો અંદાજ છે. જેના પરીણામે આ અચ્છે દિન વાળી આ મોદી સરકારના રાજમાં સામાન્ય પ્રજાને જીવવું દોહ્યું થઈ જશે. ભાજપ સરકારે સર્વિસ ટેક્ષમાં વધારો ઝીંકીને છેલ્લા એક વર્ષમાં જ ૧.૨૦ લાખ કરોડ જેટલી કમાણી માત્ર ને માત્ર સેસથી કરી છે. આજથી કૃષિ કલ્યાણ સેસ લગાવીને સર્વિસ ટેક્ષ ૧૫ ટકા કરવામાં આવતા સરકારને વધારાના પાંચ હજાર કરોડ મળશે.

 

૧૫ વર્ષ સુધી મોદી પીએમ તરીકે જ રહેશે : પાસવાન

જમ્મુ,કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું છે કે, કોંગ્રેસને ચિંતા કરવાની કોઇ જરૃર નથી. કારણ કે, આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહેનાર છે. પાસવાને મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેનશાહ તરીકે ગણાવવાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના આક્ષેપનો જવાબ આપતા આ મુજબની વાત કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. કારણ કે દેશના લોકોએ જનમત આપેલો છે. ગઇકાલે જ સોનિયા ગાંધીએ કાર્યક્રમ દરમિયાન મોદીને શહેનશાહ તરીકે ગણાવ્યા હતા. એનડીએ સરકારની બે વર્ષની પૂર્ણાહૂતિ બાદ ચાલી રહેલી ઉજવણીના સંદર્ભમાં સોનિયા ગાંધીએ આ મુજબની વાત કરી હતી. સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયાથી ભાજપના નેતાઓ તથા એનડીએના અન્ય નેતાઓ લાલઘૂમ થયેલા છે.

પાસવાને આજે એવી પ્રતિક્રિયા આપીને કોંગ્રેસની છાવણીમાં વધુ ચિંતા ફેલાવી દીધી હતી કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. મોદીને દેશના લોકો હજુ પણ પસંદ કરી રહ્યા છે. તેમની વધતી લોકપ્રિયતાના સર્વે વારંવાર આવી રહ્યા છે જેમાં મોદીને સમર્થન આપનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પાસવાને કહ્યું છે કે, એનડીએ સરકારની બે વર્ષની કામગીરી લોકો જોઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં લોકો આ સરકારને વધુ તક આપવા માટે પણ તૈયાર છે. રાજ્યોના પરિણામો પણ આ મુજબની સાબિતી આપે છે. અત્રે નોંધનીય છે કે, હ ાલમાં યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં એકબાજુ આસામમાં ભાજપે એકલા હાથે બહુમતિ મેળવી છે. જ્યારે બંગાળ, કેરળમાં પણ શાનદાર એન્ટ્રી કરી છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં આજે ટ્રાયલ કોર્ટ ચુકાદો આપી શકે છે

અમદાવાદ,કોમી રમખાણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી દેનાર ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં આવતીકાલે ખાસ ટ્રાયલ કોર્ટ તેનો ચુકાદો આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટ્રાયલની પૂર્ણાહૂતિ થયા બાદથી સપ્ટેમ્બર ૨૦૧૫થી આ ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. આ ચુકાદાને લઇને તમામની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે.

૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ રહેલા છે. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી ચુકી છે. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક છે.

વર્ષ ૨૦૦૨માં તેઓ ભાજપના કાર્પોરેટર તરીકે હતા. સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા. સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીયરીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા.

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. કોર્ટે ઠેરવ્યું હતું કે, આરોપી સામે કોઇ પુરાવા નથી. ત્યારબાદ ઝાકિયાએ આ ચુકાદાને પડકાર ફેંકી હાઈકોર્ટમાં અપીલ કરી હતી જ્યાં આ મામલો પેન્ડિંગ છે. આ કેસ એવા નવ મોટા કેસો પૈકી એક છે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સીટ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. પ્રાંતિજ રમખાણ કેસમાં આરોપીઓને અપરાધી ઠેરવવામાં આવી ચુક્યા છે.