આરબીઆઈના ગવર્નર તરીકે રાજનને ખુલ્લુ સમર્થન

નવીદિલ્હી,ભાજપના એક વર્ગ તરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા રઘુરામ રાજનને હવે અગ્રણી ઇન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈ તરફથી પણ ટેકો મળી ગયો છે. આરબીઆઈના ગવર્નર તરીકે રઘુરામ રાજન જારી રહે તેવી ઇચ્છા સીઆઈઆઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સીઆઈઆઈનું કહેવું છે કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. તેમના ઉપર અંગત પ્રહારો બિલકુલ બિનજરૃરી છે. કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નૌશાદ ફોર્બ્સનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલી પણ અંગત પ્રહારો કરી ચુક્યા છે પરંતુ આ પ્રહારો બિનજરૃરી છે. તેમણે કહ્યું છે કે, રઘુરામ રાજન ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે.

જાપાનની છ દિવસની યાત્રાએ અરુણ જેટલીના પ્રતિનિધિમંડળ સાથે રહેલા નૌશાદે કહ્યું છે કે, ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાંઆવી રહેલા આક્ષેપોને અમે ગંભીરતાથી લેતા નથી. તેમના આક્ષેપોને બિનજરૃરી ગણીએ છીએ. વાઈબ્રન્ટ લોકશાહીના ભાગરુપે આવા આક્ષેપોને ગણી શકાય છે. તેમણે કહ્યું હતું કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. જો તેમની ફેર નિમણૂુંક કરવામાં આવશે તો આ બાબત ખુબ જ શાનદાર રહેશે અને હકારાત્મક પણ રહેશે. અગાઉની યુપીએ સરકાર દ્વારા રઘુરામ રાજનની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની ત્રણ વર્ષની અવધિની શરૃઆત ચોથી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે શરૃ થઇ હતી. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ભાજપના એક વર્ગ તરફથી તેમની વ્યાપક ટીકા હાલના દિવસોમાં કરવામાં આવી રહી છે. વ્યાજદરમાં ઘટાડો કરવા રાજનના ઇન્કારના પરિણામ સ્વરુપે ભાજપના ચોક્કસ વર્ગ તરફથી તેમની ટિકા થઇ રહી છે.

રાજન અંગે સ્વામીની ટિપ્પણી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમની ટિપ્પણીને ગંભીરતાથી લેતા નથી. જેટલી પણ અગાઉ રાજન ઉપર કરવામાં આવેલા પ્રહારોને ફગાવી ચુક્યા છે. ચર્ચાઓ ઇસ્યુ ઉપર થવી જોઇએ. અંગત પ્રહારોને લઇને વાત કરવી યોગ્ય નથી. નાણામંત્રી પણ કહી ચુક્યા છે કે, લોકોએ મુદ્દાઓ અને નીતિઓને લઇને ચર્ચા કરવી જોઇએ. તેમને નીતિઓને ટેકો આપવા અથવા નીતિઓની ટીકા કરવાનો અધિકાર રહેલો છે પરંતુ અંગત બાબતો ઉપર ટિપ્પણી યોગ્ય નથી. રઘુરામ રાજનને નિમણૂંકને લઇને હાલમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. આઈએમએફના પૂર્વ અર્થશાસ્ત્રી રાજન જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. જે તેમને એક્સ્ટેન્શન મળશે નહીં તો તેઓ આરબીઆઈના પ્રથમ એવા ગવર્નર રહેશે જેમને પાંચ વર્ષની અવધિ મળી નથી. પાંચ વર્ષની અવધિ સુધી રહી ચુકેલા ગવર્નરમાં ડી સુબ્બારાવ, વિમલ જાલન, સી રંગરાજનનો સમાવેશ થાય છે. રાજને કેટલાક પોલિસી નિર્ણયો હાલમાં જ લીધા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope