મોંઘવારીની માર : અમૂલ દૂધના ભાવમાં જંગી વૃદ્ધિ

અમદાવાદ,તીવ્ર મોંઘવારીનો સામનો સામાન્ય લોકો કરી રહ્યા છે ત્યારે મોંઘવારીની વધુ એક માર લોકો ઉપર પડી છે. સૌથી મહાકાય કંપની અમૂલે પણ હવે દૂધની કિંમતમાં વધારો ઝીંકવાનો નિર્ણય કર્યો છે. આની સાથે જ સામાન્ય લોકોના બજેટ વધુ બગડે તેવા સંકેત છે. અમૂલે પોતાની તમામ બ્રાન્ડ દૂધની કિંમતમાં વધારો ઝીંકી દીધો છે. ગુજરાતમાં ૨૦૦૬ બાદથી સતત વધારો કરાયો છે. દેશના અન્ય ભાગોમાં પણ અમૂલ દૂધની કિંમતમાં વધારો કરાયો છે. દેશભરમાં જેનું બ્રાન્ડનેઈમ છે તેવા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ દ્વારા તેના અમૂલ બ્રાન્ડનેઈમ સાથે બજારમાં વેચવામાં આવેલા તમામ દુધના ભાવમાં લીટરે ૨ રૃપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારો આખા રાજયમાં શનિવારથી અમલમાં આવશે.

આ ભાવ વધારા અંગે મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ કહ્યું છે કે અમે દિલ્હીમાં ભાવ વધારો કરવામાં આવ્યા બાદ રાજધાનીમાં છેલ્લી વખત મે, ૨૦૧૪માં દુધના ભાવ વધારવામાં આવ્યા હતા. એ પછી ગુજરાતમાં જુન, ૨૦૧૫માં કંપનીએ તેની તમામ બ્રાન્ડમાં પ્રતિલિટરે ૨ રૃપિયાનો વધારો કર્યો હતો. રાજયમાં ૨૦૦૬ના વર્ષ બાદ ૨૧મી વખત આ દુધના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સોઢીની દલીલ એવી છે કે, ખર્ચ વધવાને કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે. ખેડુતોને ચુકાવવામાં આવતા ભાવમાં વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પશુઓ માટેના ચારા અને સામગ્રીઓની માર્કેટ કિંમતમાં વીસ ટકાનો વધારો થયો છે. ગુજરાત ઉપરાંત ઉત્તરપ્રદેશ, કોલકતા, મુંબઈ અને અન્ય શહેરોમાં પણ આવનારા આઠ દસ દિવસમાં નવા ભાવ અમલી બનશે. ઉલ્લેખનીય છે કે, અમૂલ માર્કેટમાં અમૂલ તાજા, અમૂલ શક્તિ, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લિમ, અમૂલ ટી અને અમૂલ કાઉ નામથી છ બ્રાન્ડનું બજારમાં વેચાણ કરે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope