સુશાંતને પિતા સાથે સારા સંબંધો નહોતા : શિવસેના

એક્ટર મુંબઈમાં રહીને મુંબઈગરો બની ગયો હતો
સામનામાં બિહારની સરકાર પર આરોપ મૂકીને કહ્યું કે બિહાર સરકારે આ પ્રશ્ને દખલ કરવાની જરૂર નહોતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૧
મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેનાના દાવા પ્રમાણે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતને અને તેના પિતાવચ્ચેના સંબંધો સારા નહોતા. શિવસેનાના મુખપત્ર સામનામાં પ્રગટ થયેલા લેખમાં આવો દાવો કરાયો છે. સામનામાં બિહારની રાજ્ય સરકાર પર આરોપ મૂકીને કહ્યું હતું કે બિહાર સરકારે આ બાબતમાં દખલ કરવાની જરૂર નહોતી. સુશાંત છેલ્લાં થોડાં વરસોથી મુંબઇગરો બનીગયો હતો. એને નામ અને ધન બંને મુંબઇએ આપ્યાં હતાં. એના અપમૃત્યુની તપાસ મુંબઇ પોલીસ સારી રીતે કરી રહી હતી. સામનાએ એેવો સવાલ કર્યો હતો કે સુશાંતના સંઘર્ષના દિવસોમાં તો બિહારે એની સાથે નહોતું. નામ અને પૈસા આવ્યા બાદ બિહારને યાદ આવ્યું હતું કેસુશાંત બિહારનો હતો. સામનાએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો હતેા કે બિહાર પોલીસ કંઇ ઇન્ટરપોલ નથી. મુંબઇ પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે બિહાર પોલીસે એમાં માથું મારવાની કોઇ જરૂર નહોતી. સીબીઆઇ અથવા બિહાર પોલીસ જ આ કેસને હલ કરી શકે છે એવી માન્યતાપણ સાચી નથી.
સામનામાં એવો આક્ષેપ કરાયો હતો કે બિહાર પોલીસના ડાયરેક્ટર જનરલ ગુપ્તેશ્વર પાંડેને નીતિશ કુમારના જનતા દળ યુ અથવા ભાજપ પાસેથી ચૂંટણી ટિકિટ મેળવવાની ઇચ્છા છે એટલે એ આટલી બધી હો હા કરે છે. અમને એ જોઇને હસવું આવે છે કે જેણે ભાજપનીચૂંટણી ટિકિટ પર ઉમેદવારી કરી છે એ હવે મુંબઇ પોલીસની કાર્યક્ષમતા પર સવાલ ઊઠાવી રહ્યા છે.

 

રાજસ્થાનમાં રાજ્યપાલે સત્રની અરજી નકારી કાઢી

ગેહલોત ચોથી વખત ગવર્નરને મળ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૨૯
રાજકીય ખેંચતાણની વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્રએ વિધાનસભાનું સત્ર ૩૧ જુલાઈથી બોલાવવાની ત્રીજી અરજીને નકારી કાઢી છે. તે પછી મુખ્યમંત્રી અશોક ગેહલોત ચોથી વખત રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ગવર્નરે શરત મૂકી હતી કે સત્ર બોલાવવા માટે ૨૧ દિવસની નોટિસ આપવી જોઈએ. રાજ્યપાલની મુલાકાત પહેલા વિધાનસભા સત્ર બોલાવવા માટે ગવર્નરનો વાંધો દર્શાવતા પત્ર પર ગેહલોતે કહ્યું કે પ્રેમ પત્ર તો પહેલા જ આવી ગયો છે, હવે એમને મળીને પૂછીશું કે તેઓ શું ઈચ્છે ? ૨૧ દિવસની નોટિસની રાજ્યપાલની શરતને લઈને તેમણે કહ્યું કે ૨૧ દિવસ હોય કે પછી ૩૧ દિવસ, જીત આપણી જ થશે. ૭૦ વર્ષમાં પ્રથમ વખત કોઈ ગવર્નરે આ પ્રકારનો સવાલ કર્યો છે. તમે સમજી શકો છો કે રાજ્ય કઈ તરફ જઈ રહ્યું છે ? રાજભવન જતાં પહેલાં ગેહલોતે કહ્યું હતું કે સરકાર પાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે પરંતુ અમે મજબૂત છીએ. જેમણે દગો કર્યો છે તેઓ ઈચ્છે તો પાર્ટીમાં પરત આવી શકે છે અને સોનિયા ગાંધીની માંફી માંગી લે. ગેહલોતે ગોવિંદસિંહ ડોટાસરાના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળવાના કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે.

 

પૂજા કરવાના નવા સ્થળોની કોઈ જ જરૂર નથી : કાર્તિ

કોંગ્રેસ સાંસદનો રામમંદિરનો વિરોધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૩૦
૫ ઓગસ્ટે અયોધ્યામાં નવા રામ મંદિરનુ નિર્માણ શરુ થઈ જશે.એ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે રામ મંદિરનો વિરોધ કર્યો છે.
કાર્તિ ચિદમ્બરમે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે, ભારતમાં હવે નવા પૂજા સ્થળની જરુર નથી. કાર્તિએ સવાલ ઉઠાવ્યો છે કે, રામ મંદિરના ભૂમિપૂજન માટેનુ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું છે. શું તેની પાછળ કોઈ જ્યોતિષિય કારણ છે, આ માટે સમયની પસંદગી કરવાનો નિર્ણય આશ્ચર્યજનક છે.બુધવારે ૧૨ વાગ્યા થી દોઢ વાગ્યા સુધીનો સમય રાહુકાળ છે.આ દરમિયાન કોઈ શુભ કાર્ય શરુ થઈ શકે નહી.જોકે હું મારી વાત પર કાયમ છું કે, દેશને નવા પૂજા સ્થળની જરુર નથી. કાર્તિએ પોતાના જુના ટિ્વટને ફરી દોહરાવીને કહ્યુ હતુ કે, મારુ દ્રઢ પણે માનવુ છે કે, ભારતને કોઈ પણ જાતના નવા મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારાની જરુરિયાત નથી.આપણી પાસે આવા સ્થળો પૂરતા છે.

 

મંદિર ભૂમિપૂજન માટે કોઈ મુખ્યમમંત્રીને નિમંત્રણ નહીં

મંદિર ભૂમિપૂજન મામલે રાજકારણ ગરમાશે
ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાકે સમારોહમાં હાજર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, માત્ર ૨૦૦ મહેમાનોને આમંત્રણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા, તા. ૩૦
અયોધ્યામાં ૫ ઓગસ્ટે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ માટે માત્ર યુપીના સીએમ યોગી આદિત્યનાથને છોડીને બીજા કોઈ સીએમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કાર્યક્રમનુ આયોજન કરી રહેલા રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૦ મહેમાનોનુ લિસ્ટ તૈયાર કરાયુ છે, જેમાં યોગીનુ નામ સામેલ છે પણ બીજા કોઈ સીએમને નહીં બોલાવવાનુ નક્કી કરાયુ છે, જેથી આમંત્રિતોની સંખ્યા વધે નહી. જોકે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે.કારણકે મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરે અગાઉ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.એમ પણ શિવસેનાનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જુનો સબંધ રહ્યો છે. બીજી તરફ ૨૦૦ મહેમાનોના લિસ્ટ અંગે ગુપ્તતા વરતવામાં આવી રહી છે.સુરક્ષાના કારણે આમંત્રિતોના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી.આ નામ નક્કી કરવામાં વિશ્વ હિન્દુ પરિષદ , રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિની મહત્વની ભૂમિકા રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના ધારાસભ્ય, સાંસદ, મેયરને બોલાવાશે.જોકે રામ મંદિર સાથે જોડાયેલા ભાજપના ઘણા નેતા બાકાત રહી શકે છે.૧૯૯૧ અને ૧૯૯૨માં ૬ ડિસેમ્બરે માર્યા ગયેલા કેટલાક કારસેવકોના પરિવારને પણ બોલાવવામાં આવશે.

 

આગરામાં ચિતા પરથી દલિત યુવતીના શબને હટાવી દીધો

બીએસપી સુપ્રીમો માયાવતીની તપાસની માગણી
ઉત્તરપ્રદેશમાં હજુ પણ જાતિવાદ : મહિલાના શબને અન્ય સ્થળે અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનૌ, તા. ૨૮
ઉત્તર પ્રદેશના આગ્રામાં દલિત મહિલાના અંતિમ સંસ્કારને અટકાવવાના મામલે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે. માયાવતીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આગરામાં એક ઉચ્ચ જાતિના સ્મશાનમાં દલિત મહિલાના મૃતદેહને મૃત્યુશૈયા પરથી ઉતારીને તેની અંતિમવિધિ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બસપા પ્રમુખે ટ્વીટ કરીને જણાવ્યું કે, આગરા નજીક દલિત મહિલાના મૃતદેહને કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ મૃત્યુશૈયા પરથી ખસેડી અંતિમક્રિયા અન્ય સ્થળે કરવા જણાવ્યું હતું. આ સ્મશાન ઉચ્ચ જાતિના લોકોનું હોવાનું જણાવી આવું વર્તન કરાયું હતું. આ શરમજનક અને ધિક્કારને પાત્ર ઘટના છે. આવી જાતિવાદને ઉશ્કેરતી ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ થવી જોઈએ તેમ માયાવતીએ જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશ સરકારને ટાંકીને પૂર્વ સીએમ માયાવતીએ જણાવ્યું કે આવા ઘૃણાસ્પદ બનાવ બદલ દોષિતોને કડક સજા કરવી જોઈએ જેથી ફરી આવી ઘટનાઓ ઘટતી રોકી શકાય. માયાવતીએ વધુમાં મધ્ય પ્રદેશના દલિત ડોક્ટર જેમનું દિલ્હીમાં કોરોના વાયરસથી મૃત્યુ થયું તેમના પરિવારજનોને આર્થિક મદદ કરવા પણ માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે દિલ્હી સરકારે જાતિવાદી માનસિકતાને છોડીને દિલ્હીમાં સેવારત તબીબના મૃત્યુને પગલે તેના પરિવારને તમામ મદદ કરવી જોઈએ.

 

દેશના યુવાનો બેરોજગારી અંગે પ્રશ્ન પૂછશેઃ સિંઘવી

સરકાર પર કોંગ્રેસના ચાબખા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
મોદી સરકાર દ્વારા ૪૭ ચાઈનીઝ એપ્સને બેન કરવાના એક દિવસ બાદ કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું છે કે, મોદી સરકાર પબજી પર પ્રતિબંધ મૂકવા માગતી હતી પરંતુ તેમને ખબર પડી ગઈ કે જો આપણા યુવાનો વીડિયો ગેમ્સ નહીં રમે તો તેઓ બેરોજગારી અંગે પ્રશ્ન પૂછશે. અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે, મોદીજી પબજી ગેમને બેન કરવા માગતા હતા પરંતુ પછી તેમને લાગ્યું કે જો આપણા યુવાનો કાલ્પનિક દુનિયામાં નહીં હોય તો પછી તેઓ નોકરીઓ જેવા વાસ્તવિક દુનિયાના મુદ્દાઓ પર વાત કરશે જે તેમના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
સોમવારે સરકારના માહિતી અને પ્રોદ્યોગિક મંત્રાલયે વધુ ૪૭ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત એવા એહવાલ પ્રાપ્ત થયા છે કે સરકાર ૫૦ ચાઈનીજ એપ્સને બેન કરવા પર વિચાર કરી રહી છે. આ એપ્સની યાદી બનાવવામાં આવી રહી છે અને તેમાં પબજી સામેલ છે.

 

રાહુલના વીડિયોથી કોંગ્રેસના એક જૂથમાં નારાજગીની શંકા

કોંગી નેતાને કોણ સલાહ આપે છે તે અંગે ગણગણાટ
વીડિયો રિલિઝ કરતા પહેલા પોતાના સાથી નેતાઓ કે કાર્યકરો સાથે સલાહ લેવા ચર્ચા વિચારણા કરી રહ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૮
રાહુલ ગાંધી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી રોજ સોશ્યલ મીડિયા પર વિડિયો રિલિઝ કરીને સતત ચીન મુદ્દે મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના ચાહકો તો તેના ભરપૂર વખાણ કરી રહ્યા છે પણ કોંગ્રેસમાં જ એક જૂથ આ પ્રકારના વિડિયોથી નારાજ હોવાની ચર્ચાઓ પણ દબાતા સૂરે ચાલી રહી છે. નેતાઓનું એક જૂથ રાહુલ ગાંધીના આ પ્રકારના એપ્રોચ પર સવાલ ઉઠાવી રહ્યું છે. કારણકે રાહુલ ગાંધી આ પ્રકારના વિડિયો રિલિઝ કરતા પહેલા પોતાના સાથી નેતાઓ કે કાર્યકરો સાથે સલાહ લેવા ચર્ચા વિચારણા પણ કરી રહ્યા નથી. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એક નેતાએ કહ્યુ હતુ કે, રાહુલ અમારી સાથે વાત કરતા નથી અને અમને ખબર નથી કે તેમને કોણ સલાહ આપે છે. આ જ મુદ્દે પી ચિદમ્બરમને પત્રકાર પરિષદમાં પૂછવામાં આવ્યુ ત્યારે ત્ેમણે પણ કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ મારી સલાહ લીધી નથી.કારણકે હું સંરક્ષણ કે વિદેશ મંત્રી રહ્યો નથી. દરમિયાન કોંગ્રેસમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ટીમો અલગ-અલગ થઈને કામ કરી રહી છે.રાહુલ ગાંધી પોતાના પ્રભાવનો ઉપયોગ જવાબદારીથી કરી રહ્યા નથી .જેનાથી કોંગ્રેસમાં સવાલ ઉઠી રહ્યા છે. ન્યૂઝ ચેનલ સાથેની વાતમાં નેતાને પૂછવામાં આવ્યુ કે, સોનિયા ગાંધી કરતા અલગ રસ્તા પર રાહુલ ગાંધી કેમ જોવા મળે છે ત્યારે આ નેતાએ કહ્યુ હતુ કે, કદાચ રાહુલ ગાંધી વિચારતા હશે કે અમે બધા બેકાર છે અને તેમના જ સલાહકારો બધુ સારી રીતે જાણે છે.

 

સુપ્રીમ કોર્ટમાંથી સ્પીકર જોશીએ અરજી પરત ખેંચી

હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૭
રાજસ્થાનમાં રાજકીય ઘટનાક્રમમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. સ્પીકર સીપી જોશીએ હાઈકોર્ટના આદેશની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીને પરત ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં સીપી જોશની વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું કે, રાજસ્થાન હાઈકોર્ટે ૨૪ જુલાએ એક નવો આદેશ આપ્યો હતો જેમાં ૧૦મી અનુસૂચિની વ્યાખ્યા સહિત અનેક અન્ય મુદ્દા ઉઠાવ્યા હતા. સિબ્બલે જણાવ્યું હતું કે તેઓ કાયદાકીય વિકલ્પોની શોધ કરશે. વિધાનસભા સ્પીકર સીપી જોશીએ ફરિયાદ કરી હતી કે હાઈકોર્ટના આદેશ તેમના અધિકાર ક્ષેત્રમાં આવતો નથી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સોમવારે ૧૧ વાગ્યે સુનાવણી થવાની હતી જો કે તેના પહેલા જ સીપી જોશીએ તેમની અરજી પરત ખેંચી લીધી છે. રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ સહિત ૧૯ ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ દ્વારા મોકલવામાં આવેલી અયોગ્યતાની નોટિસ પર સ્થિતિ જાળવી રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો.

 

મેં મિશ્રાના વર્તનને લઈ પીએમ મોદીને વાત કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતનું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૨૭
રાજસ્થાનના ચાલી રહેલા રાજકીય સંકટને લઈને મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ગહેલોતે જણાવ્યું છે કે, તેમણે રાજ્યપાલ કલરાજ મિશ્રા અંગે રવિવારે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે અને રાજ્યપાલના ’વર્તન’ અંગે તેમને અવગત કરાવ્યા હતા. ઉપરાંત ગહેલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે પણ વાત કરીને તેમને રાજ્યની સ્થિતિની જાણકારી આપશે. ગહેલોતે જણાવ્યું કે, મેં વડાપ્રધાનની સાથે ગઈ કાલે વાત કરી હતી અને રાજ્યપાલના વર્તન અંગે તેમને જણાવ્યું છે. મેં સાત દિવસ પહેલાના પત્ર પર અંગે પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે. ગહેલોતે જણાવ્યું કે, રાજ્યપાલે તેમને છ પાનાંનો ’પ્રેમ પત્ર’ મોકલ્યો હતો. ગયા અઠવાડિયે મુખ્યમંત્રી અશોક ગહેલોતે વડાપ્રધાન મોદીને એક પત્ર લખીને રાજ્યના રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવ્યા હતા. ત્યારબાદ અશોક ગહેલોતે જણાવ્યું હતું કે, તેમણે પત્ર એટલા માટે લખ્યો કેમકે તેઓ નથી ઈચ્છતા કે કાલે પછી વડાપ્રધાન કહે કે તેમને આની જાણકારી જ નહતી.

 

મહારાષ્ટ્રમાં તાકાત હોય તો મારી સરકાર પાડીને બતાવે

આ પડકાર નથી પણ તેમનો સ્વભાવ છે : મુખ્યમંત્રી
કેટલાક લોકોને પાડવામાં-તોડવામાં ખુશી મળે છે : ઉદ્ધવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૨૬
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પાડવા અને રાજસ્થાનમા સચિન પાયલોટના રાજીનામાથી અસ્થિર રાજકીય હાલતની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પડકાર આપ્યો છે કે, જે કોઈને પણ મહારાષ્ટ્રની સરકાર પાડવી છે તે પાડીને બતાવે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો કહી રહ્યા છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સરકાર પાડી દઈશું. હું કહું છું કે અત્યારે જ પાડી દો. હું ફેવિકોલ લગાવીને બેઠો છું. ઠાકરેએ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપ પર નિશાનો તાકતા જણાવ્યું કે, તમને (ભાજપને) પાડવામાં અને તોડવામાં ખુશી મળે છે. કેટલાક લોકોને બનાવવામાં ખુશી મળે છે. મને કંઈ પડી નથી. પાડી દો સરકાર. ઠાકરેને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ પડકાર આપી રહ્યા છે તો તેમણે જણાવ્યું કે આ પડકાર નથી પરંતુ તેમનો સ્વભાવ છે. ઠાકરેએ જણાવ્યું કે, આ સરકારનું ભવિષ્ય વિપક્ષના નેતા પર નિર્ભર નથી તેથી હું જણાવી રહ્યો છો કે જો તમારે પાડવી છે તો પાડી દો. ઉદ્ધવે ત્રણેય દળની તુલના રિક્ષાના ત્રણ પૈડા સાથે કરતા જણાવ્યું કે, રિક્ષા ગરીબોની સવારી છે. બુલેટ ટ્રેન અને રિક્ષાની વચ્ચે એકની પસંદગી કરવી પડશે તો હું રિક્ષાને પસંદ કરીશ. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ગરીબોની સાથે ઉભો રહીશ. મારી આ ભૂમિકા હું બદલવા માગતો નથી. કોઈ એવું વિચારે નહીં કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું તો હું બુલેટ ટ્રેનની પાછળ ઉભો રહીશ.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope