પ્રદીપ શર્માની અરજી પર નરેન્દ્ર મોદીને સુપ્રિમે નોટિસ ફટકારી

પ્રદીપ શર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીનાં આધારે મોદીને નોટિસ અપાતાં રાજકીય ગરમી : તેમની વિરુદ્ધ દ્વેષભાવથી પાંચ કેસ કરાયા હોવાની દલીલ

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવીદિલ્હી,તા.૧૨

એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત કેડરનાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ ર્સિવસ (આઇએએસ ઓફિસર) પ્રદીપકુમાર શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનાં આધાર પર ગુજરાતનાં નરેન્દ્ર મોદીને નોટિસ ફટકારતાં રાજકીય વર્તુળોમાં ગરમી જામી ગઇ હતી. પ્રદીપ કુમાર શર્માએ તેમની સામે લાદવામાં આવેલા કેસમાં સીબીઆઇ તપાસની માંગણી પણ કરી હતી. સાથે સાથે રાજયની બહાર ટ્રાયલને ટ્રાન્સફર કરવા મામલે પણ રજૂઆત કરી હતી. જસ્ટીસ આફતાબ અલમ અને જસ્ટીસ આર.એમ.લોધાની બનેલી સુપ્રીમ કોર્ટની બચે નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારને નોટિસ આપી હતી. અગાઊ સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, શર્મા સામે પાંચ કેસો કરવામાં આવ્યા છે. રાજકીય દ્વેષભાવની ભાવના સાથે મોદી તરફથી શર્મા સામે પાંચ કેસ કરવામાં આવ્યા હોવાની રજુઆત કોર્ટમાં કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ કોલીન ગોન્ઝાલવેસ શર્મા તરફથી સુપ્રીમ. કોર્ટમાં ઊપસ્થિત થયા હતાં. શર્મા પણ ચોક્કસ પ્રકારનાં આક્ષેપો ખચી લેવા તૈયાર થયા હતાં. આ આક્ષેપો અંગત રીતે હોવાનો દાવો કોર્ટમાં કરવામાં આવ્યો હતો. ગોન્ઝાલવેસે અંગત આક્ષેપો પરત ખચી લેવાની બાંયધરી આપી હતી તે અગાઊ જસ્ટીસ આર.એમ.લોધાએ તેમણે કહ્યું હતું કે, ચારિત્ર અંગેનાં આક્ષેપોેન પરવાનગી આપી શકાય નહ. આ પ્રકારનાં આક્ષેપોનો આધાર શું છે. આ પ્રકારનાં આક્ષેપો ખૂબ ગંભીર છે. બીજીબાજુ ગુજરાતનાં મુખ્યમંત્રી મોદી તરફથી ઊપસ્થિત થયેલાં વરિષ્ઠ વકીલ એમ.એન.કાૃષ્ણામણિએ કોર્ટને કહ્યું હતું કે, આ પ્રકારનાં અંગત આક્ષેપો આધાર વગરનાં અને દ્વેષભાવથી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા ખરડવાનાં પ્રયાસથી આ પ્રકારનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પ્રકારનાં આક્ષેપોને મંજૂરી આપવી જોઇએ નહ. શર્માએ આક્ષેપ કર્યો હતો કે, મુખ્યમંત્રીએ તેમની સામે તેમની નારાજગી વ્યકત કરી હતી કારણ કે તેમનાં ભાઇ કુલદીપ શર્મા સોહરાબુદ્દીન એન્કાઊન્ટર કેસને ઊકેલવામાં રાજય સીઆઇડીનાં તે સમયે વડા તરીકે હતાં. આજ કારણસર તેમની સામે દ્વેષભાવથી આક્ષેપો કરવામાં આવ્યા હતાં અને કેસો કરવામાં આવ્યા હતાં. પ્રદીપ શર્માએ એમ પણ કહ્યું હતું કે, મોદીનાં ઇશારે જ તેમનાં પ્રમોશનને રોકવાનાં હેતુસર રિપોર્ટમાં ચેડા કરાયા હતાં. પ્રદીપ શર્માએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે કુલદીપ શર્મા સાથે તેમનાં અંગત દ્વેષભાવને કારણે મુખ્યમંત્રી દ્વારા તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. મોદી દ્વારા રાજય વ્યવસ્થાનો દૂરઊપયોગ કરાયો હતો. ભૂતપૂર્વ ગાૃહમંત્રી અમિત શાહ ઊપર પણ આમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેમનાં અંગત સંબંધો અંગે વિડીયો તેમની પાસે છે તેવી દહેશત મોદીને હતી જેનાં કારણે મોદીએ તેમનાં પર તોપ તાકી દીધી હતી. વિડીયો મેળવવા તેમનાં આવાસ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મુખ્યમંત્રીનાં ઇશારે જ સત્તાવાળાઓ દ્વારા તેમનાં મોબાઇલ ફોન આંતરવામાં આવ્યા હતાં. આ તબક્કે જસ્ટીસ અલમે આ વરિષ્ઠ વકીલને કહ્યું હતું કે, વિડીયોની શોધ કરવા માટે જ તેમનાં આવાસ ઊપર દરોડા પાડવામાં આવ્યા હતાં તેમ તમે કઇ રીતે કહી શકો છો. આ તપાસ અન્ય કેસો સાથે પણ હોઇ શકે છે. આ તપાસમાં કશું મળ્યું ન હતું તે બાબત અલગ છે. જસ્ટીસ લોધાએ વરિષ્ઠ વકીલને કહ્યું હતું કે, સૌથી પહેલાં તમારી સામે પક્ષપાતનાં પ્રથમદર્શી પુરાવા રજૂ કરવા જોઇએ.

 

અમરસહને મોટો ફટકો : ટેપ જાહેર કરવા ઊપર સ્ટે ઊઠાવ્યો

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહની અરજી સુપ્રીમે ફગાવી : ફોન ઊપર વાતચીતની ટેપ જારી કરાશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહને આજે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અમરસહ દ્વારા કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી. સાથે સાથે તેમની ફોન પર થયેલી વાતચીતની ટેપને મિડિયામાં પ્રકાશિત કરવા પર મુકવામાં આવેલો મનાઈહુકમ ઊઠાવી લીધો હતો. આનો મતલબ એ થયો કે હવે અમરસહની થયેલી ફોન પર વાતચીતની ટેપ જાહેર કરવામાં આવશે. અત્રે નાધનીય છે કે એક નેતાઓ અને બોલિવુડની અભિનેત્રીઓ સાથે તેમની વાતચીત ટેપ કરવામાં આવી હતી. જસ્ટીસ જી. એસ. સિઘંવી અને જસ્ટીસ એ.કે. ગાંગુલીની બચે અમરસહની અરજીને ફગાવી દેતા ટેપ મિડિયામાં પ્રકાશિત  કરવાના મામલે મુકવામાં આવેલા વચગાળાના સ્ટેને ઊઠાવી લીધો હતો.
અલબત્ત અમરસહને આંશિક રાહત આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓ ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાના મામલે ટેલિકોમ ઓપરેટરની સામે પગલા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમરસહે આ તમામ મામલે કેટલીક બાબતો છુપાવી છે. અત્રે નાધનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૭મી    ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે ઈલેકટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા દ્વારા અમરસહ અને અન્ય કોઈ પણ વ્યકિતની વાતચીતની ટેપ પ્રકાશિત કરવા સામે સ્ટે મુકી દીધો હતો. બચે ૨૯મી માર્ચના દિવસે અમરસહ  અને એક બિન સરકારી સંગઠન સીપીઆઈએલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીપીઆઈએલ દ્વારા અમરસહની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની વાતચીતની ટેપ જાહેર કરવાની માંગણી કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope