વિનમ્રતા ગઈ ભાડમાં, હું બોલ્ડ, સાહસી છું : ખુશ્બુ

કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલી અભિનેત્રીની સ્પષ્ટ વાત
ચાર વર્ષથી કોંગ્રેસે કોઈ ગંભીર જવાબદારી ન સોંપતા નારાજ મહિલા નેતાએ પક્ષ પલટો કર્યા બાદ નિવેદન કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૩
દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી ખુશ્બૂ સુંદર ડીએમકેથી કૉંગ્રેસમાં ગઈ અને હવે કૉંગ્રેસ છોડીને બીજેપીમાં સામેલ થઈ ગઈ છે. લગભગ એક દશક પહેલા રાજનીતિમાં આવેલી ખુશ્બૂ હંમેશા વિવાદોમાં જ ઘેરાયેલી રહી. તમામ ઉતાર-ચઢાવ છતા ખુશ્બૂ રાજનીતિમાં પોતાનું સ્થાન બનાવેલું રાખવામાં સફળ રહી. ખુશ્બૂએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલીને પોતાના અનુભવો, રાજનીતિમાં મળેલી શીખ અને અન્ય પાસાઓ પર વાત કરી. કૉંગ્રેસ છોડીને જવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું આ વિશે વિસ્તૃત રીતે વાત કરવા નથી ઇચ્છતી. મે કૉંગ્રેસ છોડી કેમકે હું તેમની કાર્યપ્રણાલીથી ખુશ નહોતી. કૉંગ્રેસ પાર્ટી હવે બદલાઈ ગઈ છે. પાર્ટીના લોકો બદલાઈ ગયા છે અને તેમના વિચાર બદલાઈ ગયા છે. ખુશ્બૂએ કહ્યું કે, કૉંગ્રેસ મને જવાબદારી આપવાની વાત ૪ વર્ષથી કરી રહી હતી. મેં તેમને જણાવ્યું કે સ્થાનિક નેતાઓ મારી સાથે સારો વ્યવહાર નહોતા કરી રહ્યા, પરંતુ તેઓ જાગ્યા નહીં. ખુશ્બૂને કૉંગ્રેસ છોડ્યા બાદ કહેવામાં આવ્યું કે, તે નેતા નહીં એક અભિનેત્રી છે. તે કમળને સીંચવા માટે ગઈ છે. આ પ્રશ્ન પર ખુશ્બૂએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી કરવી ખરાબ છે. હું ક્યારેક એક અભિનેત્રી હતી, પરંતુ તમિલનાડુ કૉંગ્રેસ કમિટિના અધ્યક્ષ કેએસ અલાગિરીને તો કોઈ પણ નહોતુ જાણતું. હું ભીડ ભેગી કરી શકુ છું, પરંતુ અલાગિરી નહીં. તેમનો મહિલાઓ પ્રત્યે આ પ્રકારનો જ વ્યવહાર છે. બુદ્ધિમાન અને છટાદાર કોણ છે? મારા માટે નમ્રતા ભાડમાં ગઈ, હું એક બૉલ્ડ, સુંદર છું અને સાહસી મહિલા છું.” ખુશ્બૂ કહે છે કે, તેમને વિચારધારા છે કે લોકોની સેવા કરો અને દેશ માટે કામ કરો. લોકો મને કહે છે કે હું એક તકવાદી છું, પરંતુ મે ક્યારેય પણ કોઈ પાર્ટીમાં જઇને પદ માટે મોલભાવ નથી કર્યો. તેમણે કહ્યું કે, “ધર્મનિરપેક્ષતા પર મારું વલણ નથી બદલાયું. મે બીજેપી જોઇન કરી કારણ કે મે પાર્ટીને સમજી અને મારી અંદર બદલાવ આવ્યો. કૉંગ્રેસ મુસલમાનો માટે કામ કરે છે, પરંતુ આનો મતલબ એતો નથી કે તે હિંદુઓની વિરુદ્ધ છે. આવું જ કંઇક બીજેપી સાથે પણ છે.”

 

કોશ્યારીની ટિપ્પણ પર ઉદ્ધવ ઠાકરે-સંજય રાઉત વિફર્યા

મંદિર ખોલવા મુંદ્દે રાજ્યપાલ-મુખ્યમંત્રી સામ-સામે
બાર ખોલનારા મુખ્યમંત્રી મંદિરો શા માટે ખોલતા તેને લઈને રાજ્યપાલના પ્રહાર સામે શિવસેનાનો પલટવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૩
મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોને ખોલવાને લઇને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને ઉદ્ધવ ઠાકરે સરકાર સામ-સામે આવી ગયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સમક્ષ મંદિર ખોલવાની માગ કરતા રાજ્યપાલે હિંદુત્વની વાત યાદ અપાવી તો શિવસેના ભડકી ઉઠી છે. હિંદુત્વ પર ઉદ્ધવ ઠાકરે બાદ હવે શિવસેના નેતા સંજય રાઉતે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે શિવસેના હિંદુત્વ ના ભૂલી છે અને ના ક્યારેય ભૂલશે. ઉલ્લેખનીય છે કે મંદિર ખોલવાની માંગ બાદ સંજય રાઉતે સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી હતી.
સંજય રાઉતે કહ્યું કે, “શિવસેનાએ હિંદુત્વને ક્યારેય નકાર્યું નથી, ના ભૂલ્યું છે અને ના ક્યારેય ભૂલશે. હિંદુત્વ શિવસેનાનો પ્રાણ છે. આત્મા છે અને હંમેશા સાથે રહેશે. જેમણે શિવસેના પર પ્રશ્ન ઉઠાવ્યો છે તેમણે આત્મચિંતન કરવું જોઇએ, જે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ૩ પાર્ટીની સરકાર ચાલી રહી છે, તે ઘણી મજબૂત છે અને નિયમોનું પાલન કરીને ચાલી રહી છે.” તેમણે આગળ કહ્યું કે, “મંદિર અને બારની તુલના કરવી ખોટું છે. વડાપ્રધાન મોદીએ પણ આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ટળ્યો નથી. જો દેશના પીએમને અહીં કોરોનાનો ખતરો લાગી રહ્યો છે તો મહારાષ્ટ્રના રાજ્યપાલે વિચારવું જોઇએ.”
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખીને મંદિર ખોલવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, ૧ જૂનના તમે મિશન ફરી શરુ કરવાની જાહેરાત કરી, પરંતુ ૪ મહિના બાદ પણ પૂજા સ્થળ ફરી નથી ખુલ્યા. તેમણે કહ્યું હતુ કે, આ વિડમ્બના છે કે સરકારે બાર અને રેસ્ટોરન્ટ ખોલી દીધા છે, પરંતુ દેવી અને દેવતાઓના સ્થળને નથી ખોલ્યા. તેમણે કહ્યું કે, તમે હિંદુત્વના મજબૂત પક્ષધર રહ્યા છો. તમે ભગવાન રામ પ્રત્યે સાર્વજનિક રીતે પોતાની ભક્તિ વ્યક્ત કરી. શું તમે અચાનક ખુદને ધર્મનિરપેક્ષ બનાવી લીધા છે જે શબ્દથી તમને નફરત છે?
રાજ્યપાલની ચિઠ્ઠીનો ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ધાર્મિક સ્થળોને ખોલવાને લઇને સરકાર વિચાર કરી રહી છે, પરંતુ જે રીતે એકદમ લોકડાઉન કરવું ખોટું પગલું હતું, એ જ રીતે બધું એકદમ અનલોક કરવું પણ ખોટું હશે. આ સાથે જ તેમણે કહ્યું કે, તમે મને હિંદુત્વવાદી કહ્યો એ યોગ્ય છે, પરંતુ મારે તમારા હિંદુત્વવાદના સર્ટીફિકેટની જરૂરિયાત નથી. ધાર્મિક સ્થળોને ના ખોલ્યા તો સેક્યૂલર અને ખોલી દીધા તો હિંદુત્વવાદી આ જ તમારી વિચારસરણી છે શું?

 

રાજ્યસભાની ૧૧ બેઠક પર ૯ નવેમ્બરે મતદાન યોજાશે

ચૂંટણી પંચ દેશમાં ચૂંટણી યોજવા મક્કમ
યુપીની ૧૦ અને ઉત્તરાખંડની એક સીટ પર ચૂંટણી યોજાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
ચૂંટણી પંચ દ્રારા રાજ્યસભાની ૧૧ સીટો પર ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. જે મુજબ ઉત્તર પ્રદેશની ૧૦ સીટો અને ઉત્તરાખંડની એક સીટ પર રાજ્યસભા ચૂંટણી યોજાશે. આ તમામ ૧૧ સીટો પર ૨૭ ઓક્ટોબરે ઉમેદવાર ફોર્મ ભરાશે અને ૯ નવેમ્બરે મતદાન થશે. ચૂંટણી પરિણામ ૧૧ નવેમ્બરે જાહેર કરાશે.
ઉલ્લેખનીય છે કે, ૨૫ નવેમ્બપે ઉત્તર પ્રદેશથી રાજ્યસભાના ૧૦ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે. જેમાં સૌથી વધારે સપાના સભ્યો છે. ઉત્તરાખંડથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજ બબ્બરનો કાર્યકાળ સમાપ્ત થઇ રહ્યો છે.
બીજી તરફ યુપી વિધાનસભામાં વર્તમાન સમયમાં ૩૯૫ ધારાસભ્યો છે અને ૮ સીટો ખાલી છે. જેમાંથી સાત સીટો માટે પેટાચૂંટણી યોજાશે. યુપીમાં હાલમાં બીજેપી પાસે ૩૦૬ ધારાસભ્યો છે જ્યારે ૯ અપના દળ અને ૩ નિર્દળીય ધારાસભ્યોના સમર્થન મળેલ છે. બાકીમાં સપા ૪૮, કોંગ્રેસ પાસે સાત, બસપાના ૧૮ અને ઓમ પ્રકાશ રાજભર પાર્ટીના ચાર ધારાસભ્યો છે.
રાજ્યસભામાં કુલ ૨૪૫ સભ્યો છે, જેમાંથી ભાજપ નેતૃત્વવાળા એનડીએ પાસે ૧૦૦થી વધુ સભ્યો છે. બીજેપી ૮૫, જેડીયુ ૫, બીપીએફ ૧, આરપીઆઇ ૧, એનપીએફ ૧, એમએનએફ ૧ અને બાકીના સાત સભ્યો સાથે કુલ ૧૦૧ સભ્યોનું સમર્થન છે.

 

શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે મુલાકાત કરી

બીએમસીએ કંગનાની ઓફિસ તોડી પાડી હતી
ઉદ્ધવ ઠાકરે અને પવાર વચ્ચેની બેઠકમાં કંગના રનૌતના મામલાને વધુ મહત્ત્વ ન આપવામાં આવે એવી ચર્ચા થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૧૦
બીએમસી તરફથી બુધવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. આ કાર્યવાહી બાદથી કંગના રનૌટે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી ઉપર આકરા આક્ષેપો કર્યા છે. બુધવારે કંગનાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ વીડિયો જાહેર કરી સંદેશ આપ્યો હતો. ત્યારબાદ એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને શિવસેના પ્રમુખ તથા સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી. આ બેઠકમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તમામ મુદ્દાઓની સાથે જ કંગના રનૌટ મામલા ઉપર પણ ચર્ચા થઈ. મળતી જાણકારી મુજબ, બેઠકમાં કંગના મામલા પર કહેવામાં આવ્યું છે કે આ કાર્યવાહી બીએમસી તરફથી કરવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર સરકારનો કોઈ સંબંધ નથી. એવામાં આ મામલાને વધુ મહત્ત્વ ન આપવામાં આવે. નોંધનીય છે કે, બીએમસીની કાર્યવાહી બાદ શિવસેના લોકોને નિશાન પર આવી ગઈ છે. એનસીપી પ્રમુખ શરદ પવારે પણ બીએમસીની આ કાર્યવાહીને બિનજરૂરી જણાવી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેથી તેમના સરકારી નિવાસ ‘વર્ષા’ પર મુલાકાત કરી. રાજ્યના સત્તારૂઢ ગઠબંધનથી બંને સહયોગીઓની વચ્ચે ૫૦ મિનિટ સુધી બેઠક ચાલી. આ બેઠક હાઈકોર્ટ દ્વારા શિક્ષણ અને નોકરીઓમાં મરાઠીઓને અનામત આપવા સંબંધિત રાજ્યના ૨૦૧૮ના કાયદાનું ક્રિયાન્વયન પર રોક લગાવવાની પૃષ્ઠભૂમિમાં થઈ. બીએમસીએ બુધવારે અભિનેત્રી કંગના રનૌટના બાંદ્રા સ્થિત ઓફિસના ગેરકાયદેસર હિસ્સાને ધ્વસ્ત કરી દીધો. ત્યારબાદ હિમાચલ પ્રદેશથી મુંબઈ પહોંચેલી કંગનાએ અનેક ટિ્‌વટ કર્યા અને વીડિયો જાહેર કરીને શિવસેના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પર જોરદાર બળાપો કાઢ્યો હતો.

 

ભાજપમાં ડખા : સ્વામીએ અમિત માલવીયને હટાવવા માગણી કરી

આઈટી સેલ બદનામ કરતો હોવાનો સાંસદનો આરોપ
આઇટી સેલના કેટલાક સભ્યો બોગસ આઇડી બનાવીને હુમલા કરી રહ્યા હોવાનો ભાજપના સાંસદનો આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૯
ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ પક્ષની નેતાગીરી સામે નવો મોરચો ખોલતાં એવી ધમકી ઉચ્ચારી છે કે પક્ષના આઇટી સેલના વડા અમિત માલવીયને જો ૨૪ કલાકમાં હટાવાય તો પોતે એમ સમજશે કે પક્ષ તેમને બચાવવા માગતો નથી. પક્ષમાં બીજી કોઇ વ્યવસ્થા નહીં હોવાથી મારે જાતે મારો બચાવ કરવો પડશે.
આજે સવારે ટ્‌વીટર પર સ્વામીએ આ ધમકી લખી હતી. આમ તો મંગળવારથી જ એ અમિત માલવીય સામે મોરચો ખોલી બેઠા હતા. અત્યાર અગાઉ પણ એ ભાજપની આઇટી શાખા પર એક કરતાં વધુ વખત હુમલા કરી ચૂક્યા હતા. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આઇટી સેલના કેટલાક સભ્યો બોગસ આઇડી બનાવીને મારા પર હુમલા કરી રહ્યા હતા. હવે મારા ચાહકો એ રીતે બોગસ આઇડી તૈયાર કરીને મારા વતી હુમલા કરે તો મારી જવાબદારી નહીં.
હકીકતમાં સુબ્રહ્મણ્યમ સ્વામી ભાજપમાં રહીને ભાજપના સંસદ સભ્ય હોવા છતાં સતત ભાજપ પર હુમલા કરતા રહ્યા હતા. એમના કેટલાંક નિવેદનો પક્ષ માટે નીચાજોણું થાય એવા બની રહ્યા હતા. કેટલાંક નિવેદનો પક્ષ માટે મુશ્કેલી વધારનારા બની રહ્યાં હતાં. આમ છતાં પક્ષની નેતાગીરી એમને સહી લેતી હતી. એ એક અનિવાર્ય અનિષ્ટ જેવા બની રહ્યા હોવા છતાં ભાજપની નેતાગીરી એમની સામે ડાયરેક્ટ એક્શન લેતી નહોતી. એટલે સ્વામી મનફાવે તેમ કરતા રહ્યા હતા.
સ્વામીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે અમિત માલવીયની આગેવાની હેઠળ ભાજપની આઇટી શાખા મને સતત ટ્રોલ કર્યા કરે છે. પક્ષની નેતાગીરીએ એને રોકવું જોઇએ.

 

લાઇવ મેચમાં રાશિદ ખાને આંદ્રે રસેલને લાત મારી

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો
રાશિદનો બોલ સ્ટમ્પ પર જઈને ટકરાયો અને બેલ્સની લાઇટ ચાલુ થઈ, જોકે બેલ્સ પડી નહીં, રસેલ પણ હેરાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૭
વેસ્ટઇન્ડિઝના બેટ્‌સમેન આંદ્રે રસેલનું સીપીએલમાં શાનદાર પ્રદર્શન ચાલુ છે. જમાઇકા થલાઇવાજ તરફથી રમતાં તેણે અનેક તોફાની ઇનિંગ રમીને પ્રશંસકોને ખુશ કરી દીધા છે. શનિવારે પણ બારબાડોસ ટ્રાઇટેંડ્‌સની વિરુદ્ધ તેણે ૨૮ બોલમાં ૫૪ રનની ઇનિંગ રમી. જોકે, આ મેચ દરમિયાન પ્રશંસકોને એવું કંઈક જોવા મળ્યું જેનાથી તેઓ હેરાન રહી ગયા. મેચ દરમિયાન બારબાડોજ તરફથી રમતાં અફઘાનિસ્તાની સ્પિનર રાશિદ ખાન રસેલને લાત મારતા જોવા મળ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. મેચ દરમિયાન જ્યારે રસેલ બેટિંગ કરી રહ્યો હતો તો રાશિદે તેને લગભગ આઉટ કરી દીધો હતો. રાશિદનો બોલ સ્ટમ્પ પર જઈને ટકરાયો અને બેલ્સની લાઇટ ચાલુ થઈ જોકે બેલ્સ પડી નહીં. આ જોઈ રાશિદની સાથોસાથ રસેલ પણ હેરાન રહી ગયો હતો. નોટઆઉટ કરાર થયા બાદ રસેલ આવ્યો અને રાશિદને મજાકના અંદાજમાં ચીઢાવવા લાગ્યો અને સેલિબ્રેશન સ્ટાઇલને કોપી કરવા લાગ્યો. જેવો તે પલટ્યો રાશિદ તેને કિક મારતો જોવા મળ્યો જોકે તે વાગી નહીં. બંને ત્યારબાદ હસવા લાગ્યા અને ફિસ્ટ બમ્પ કર્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રસેલ આઉટ ન થતાં તેણે રાશિદની મજાકના અંદાજમાં નકલ કરી અને રાશિદે તેને કિક મારવાનો મજાકમાં જ પ્રયાસ કર્યો આ દૃશ્ય પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યું છે અને આ વીડિયોને શૅર કરી રહ્યા છે. બારબાડોસની ટીમે સેન્ટ કિટ્‌સ પર જીતની સાથે શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ તેઓ અત્યાર સુધી જીત મેળવી નથી શક્યા. તેઓએ છેલ્લી મેચમાં થલાયવજાને માત આપી. બીજી તરફ રસેલની થલાયવજા પર આ હારનો કોઈ અસર નથી થઈ કારણ કે તેઓ પહેલાથી જ સેમીફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યા છે.

 

રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં : સોનિયાને સવાલ

ચોમાસુ સત્ર પહેલા ફરીથી વર્ચ્યુઅલ બેઠક કરશે
સંગઠનમાં આમૂલ પરિવર્તનને લઈ પત્ર લખનારા પાર્ટીના નેતા સોનિયાને અધ્યક્ષ પદને લઈ સ્પષ્ટ કરવાની વાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૬
પાર્ટી નેતૃત્વને લઈ કૉંગ્રેસમાં ફરી એકવાર પરસ્પર નારાજગી જોવા મળી શકે છે. મૂળે, ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા કૉંગ્રેસના તમામ નેતા ફરી એકવાર વર્ચ્યૂઅલ રીતે એકત્ર થવાના છે. સીડબ્લ્યુસીની બેઠક બાદ જે રીતે પાર્ટીની અંદર વિવાદ થયો હતો, ત્યારબાદ આ પહેલી વાર હશે જ્યારે કૉંગ્રેસના તમામ નેતા સામ-સામે હશે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે સંગઠનમાં આમૂલ પરિવર્તનને લઈ પત્ર લખનારા પાર્ટીના નેતા હવે સોનિયા ગાંધીને અધ્યક્ષ પદને લઈ સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરવા લાગ્યા છે. નોંધનીય છે કે આ બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ રક્ષા મંત્રી એકે અન્ટની પણ સામેલ હશે. નોંધનીય છે કે, સીડબ્લ્યુસીની મીટિંગ પહેલા કૉંગ્રેસમાં જ રીતે પત્ર બોમ્બ ફાટ્યો હતો, ત્યારબાદથી કૉંગ્રેસ નેતા બે કેમ્પમાં વહેંચાઈ ગયા હતા. જોકે પાર્ટીએ બાદમાં કહ્યું કે તમામ નેતાઓ સાથે વાત કરી વિવાદ પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સીડબ્લ્યુસીની મીટિંગમાં મનમોહન સિંહ, એકે એન્ટની અને રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ પત્ર લખનારા ૨૩ નેતાઓની આકરી ટીકા કરી હતી. જોકે સોનિયા ગાંધીને પત્ર લખનારા ૨૩ નેતાઓએ હજુ સુધી પોતાનું વલણ બદલ્યું નથી. સોનિયા ગાંધીની જીવની લખનારા રશીદ કિદવઈ મુજબ, સોનિયા ગાંધીને પત્ર લખનારા નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે તેઓ પોતાને અધ્યક્ષ પદનો ઉમેદવાર જાહેર કરશે કે નહીં. પાર્ટીની આંતરિક કલહને શાંત કરવાની જવાબદારી અનેક વરિષ્ઠ નેતાઓને આપવામાં આવી છે, પરંતુ આ મામલામાં કોઈ ખાસ પ્રગતિ નથી જોવા મળી. નોંધનીય છે કે, સોનિયા ગાંધીને નેતાઓના પત્ર પર ૬ મહિનામાં કોઈ અગત્યના નિર્ણય લેવાની વાત કહેવામાં આવી છે.

 

ચીનાઓ અરુણાચલથી પાંચને ઉઠાવી ગયા : કોંગી ધારાસભ્ય

નીનોંગ એરિંગે મોદીને પણ ટ્‌વીટર પણ જાણ કરી
થોડાક મહિના પહેલાં પણ ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો ભારતીય નાગરિકોને ઉપાડી ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૫
ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા તનાવ વચ્ચે ચીની લશ્કરે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકોનું બળજબરીથી અપહરણ કરી લીધું હોવાની ફરિયાદ કોંગ્રેસના ધારાસભ્ય નીનોંગ એરિંગે કરતાં ખળભળાટ મચી ગયો છે. અરૂણાચલ પ્રદેશના ઉપરવાસના સુબનગિરિ જિલ્લાના પાંચ નાગરિકોને ચીનાઓ ઉપાડી ગયા હોવાનો દાવો કોંગ્રેસી ધારાસભ્યે કર્યો હતો. એરિંગે વડા પ્રધાન કાર્યાલયને ફરિયાદ કરતી ટ્‌વીટ પણ કરી હતી. એરિંગે એવો દાવો કર્યો હતો કે થોડા મહિના પહેલાં પણ આવી ઘટના બની હતી. ચીનના પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો કેટલાક ભારતીય નાગરિકોને ઉપાડી ગયા હતા અને તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો.
એરિંગે પોતાની ટ્‌વીટ સાથે બે સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા હતા જેમાં ચીની લશ્કર દ્વારા અપહરણ કરાયેલા પાંચ નાગરિકોનાં નામ હતાં. એરિંગે લખ્યું હતું કે ચીનની સામે કડક પગલાં ભરવાં જોઇએ. છેલ્લા બે ત્રણ મહિનાથી ચીન સતત સરહદો પર તનાવ સર્જી રહ્યું હતું. લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર નજીક ચીને ઘુસણખોરી કરવાના પ્રયાસો પણ કર્યા હતા. ભારતીય જવાનો અને ચીની લશ્કરના જવાનો વચ્ચે અથડામણ પણ થઇ હતી. ભારતીય જવાનોએ ચીની જવાનોને હંફાવ્યા હતા અને ભારતીય સરહદમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ચીને જો કે સરહદ પર ભારે લશ્કરી જમાવડો કર્યો હતો અને જવાનો ઉપરાંત ટેંકો અને તોપો પણ ગોઠવી હતી. ચીન એક તરફ વાટાઘાટોનો દાવો કરતું હતું અને બીજી તરફ સરહદે છમકલાં કરતું હતું.

 

વિપક્ષ નબળું તો લોકતંત્ર નહીં બચે : દિગ્વિજય

ટ્વીટમાં લોકતંત્ર બચાવવા અપીલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભોપાલ, તા. ૧૩
મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટીને મજબૂત અને કોંગ્રેસ પાર્ટીને નબળીગણાવી બેઠા છે. તેમણે ગુરૂવારે સવારે એક ટ્વીટમાં લોકતંત્ર બચાવવા માટેની અપીલ કરતાં કહ્યાં કે જો સરકાર મજબૂત હશે અને વિપક્ષ નબળું હશે તો લોકતંત્ર લાંબા સમય સુધી નહીં બચી શકે. નોંધનીય છે કે મધ્ય પ્રદેશ અને કેન્દ્ર બંનેમાં ભાજપની સરકાર છે તેમજકોંગ્રેસ વિપક્ષનો ભાગ છે.
દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં લખ્યું કે, જો નબળી સરકાર છે અને મજબૂત વિપક્ષ છે તો લોકતંત્ર બચી શકે છે પર જો સરકાર મજબૂત હોય અને વિપક્ષ નબળું હોય તો લોકતંત્ર લાંબા સમય સુધી ન બચી શકે. લોકતંત્ર બચાવો. તેમણે આ જ વાતઅંગ્રેજીમાં પણ ટ્વીટ કરી છે.
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના આ ટ્વીટ બાદ હજી સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ રાજકારણમાં એવું માનવામાં આવે છે કે પાર્ટીના દિગ્ગજ નેતાઓના નિવેદનની પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળ પરબહું મોટી અસર પડતી હોય છે. એવામાં જો દિગ્વિજય સિંહે ખુલ્લા મંચ પર કોંગ્રેસને નબળી પાર્ટી ગણાવશે તો સ્વાભાવિક છે કે તેનાથી કોંગ્રેસના ગ્રાઉન્ડ લેવલ વર્કર્સના મનોબળ પર અસર પડશે અને તે કોંગ્રેસને ભારે પડી શકે છે.

 

આજથી રાજસ્થાનમાં વિધાનસત્રા સત્ર શરૂ

ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા. ૧૩
રાજસ્થાનમાં શુક્રવારથી શરૂ થઈરહેલા વિધાનસભા સત્રમાં ભાજપ ગેહલોત સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે પાર્ટીએ બધી તૈયારીઓ કરી રાખી છે. તેમણે કહ્યું કે સરકાર એક મહિનાથી વાડામાં બંધ છે. રાજ્યમાં કેન્દ્ર સરકારની યોજનાઓની અવગણનાકરવામાં આવી રહી છે. આ નિર્ણય ભાજપના ધારસભ્ય દળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરાએ કોંગ્રેસ પર હુમલો કરતાં કહ્યું કે કોંગ્રેસે લોકોના નહિ પરંતુ પોતાના હિતોનું ધ્યાન રાખ્યું છે. અમે રાજસ્થાનમાં ૧૦ વર્ષ ખૂબ જકામ કર્યું હતું. કોંગ્રેસની સરકાર આવ્યા બાદ અમારી યોજનાઓનું નામ બદલી નાખવામાં આવ્યું અથવા તો બંધ કરવામાં આવી. હવે અમારે કેન્દ્રના કામોને લોકો સુધી પહોંચાડવાના છે.
કોંગ્રેસના રાજકીય સંકટ પછી વસુંધરા પ્રથમ વખત જયપુર પહોંચ્યાં હતાં. આ પહેલાં૧૧મી ઓગસ્ટે ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ વસુંધરા હાજર રહ્યાં ન હતા. આજની બેઠક ૧૪ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. વિધાનસભા સત્રને લઈને રણનીતી બનાવવામાં આવી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope