All posts by Sampurna Samachar

માઓવાદીને મદદ કરનારા ભાજપના નેતાની ધરપકડ

માઓવાદીઓને ભાજપને નેતાએ ટ્રેકટર અપાવ્યું હતું

છત્તીસગઢમાં માઓવાદી આલમી પર પોલીસે પાંચ લાખ રુપિયાનું ઈનામ રાખ્યું હતું :પોલીસે ટ્રેક્ટર જપ્ત કરી લીધું

રાયપુર, તા. ૧૫
છતીસગઢમાં માઓવાદીને ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવવાના આરોપમાં ભાજપના દંતેવાડા જિલ્લાના ઉપાધ્યક્ષ જગત પુજારી અને એક અન્ય વ્યક્તિની ગત ૧૪મી જૂને ધરપકડ કરવામાં આવી છે. છતીસગઢ પોલીસના કહેવા અનુસાર જગત પુજારી લગભગ છેલ્લા એક દાયકાથી માઓવાદીને સામાન ઉપલબ્ધ કરાવતા રહ્યા છે. માઓવાદી નેતા અજય આલમી માટે ટ્રેક્ટર ખરીદવાના આરોપમાં આ ધરપકડ કરવામાં આવી છે. આલમી પર પોલીસે પાંચ લાખ રુપિયાનું ઈનામ રાખ્યું હતું. પોલીસ ૯,૧૦,૦૦૦ રુપિયાની કિંમતનું ટ્રેક્ટર જપ્ત કર્યું છે. દંતેવાડા જિલ્લાના પોલીસ વડા અભિષેક પલ્લવે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી અમે આલમી સહિત કેટલાક માઓવાદી નેતાઓના ફોન-કોલ ઈન્ટરસેપ્ટ કરી રહ્યા હતા. આ દરમિયાન ભાજપ નેતા પુજારીનો ફોન નંબર કેટલીય વાર સામાન ઉપલબ્ધ કરાવવા માટે સામે આવ્યો હતો. તાજેતરમાં આલમીએ પુજારીને કહ્યું કે તેને ટ્રેક્ટર જોઈએ છે. બાદમાં પુજારીએ ખરીદદારી માટે પ્રમાણપત્ર થકી માઓવાદી નેતાને ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવી આપ્યું હતું. આ માટે તેમણે રમેશ ઉસેંડીની પત્નીની મદદ લીધી જે આલમીના ગામની છે. આ ઈનપુટના આધારે પોલીસે ગીડમની પાસે બે સ્થાનો પર બેરીકેડ્સ લગાવી દીધા અને તમામ નવા ટ્રેક્ટરો રોકી દીધા હતા. ધરપકડ કરાયેલા ત્રણ લોકોમાં સામેલ રમેશ ઉસેંડીની ઓળખ કરીને પૂછપરછ હાથ ધરાઈ છે. અહીંયા નોધવું રહ્યું કે, છતીસગઢમાં આ પહેલાં પણ માઓવાદીની મદદ કરવામાં અનેક સ્થાનિક નેતાઓની ધરપકડ થઈ ચૂકી છે.

 

રાજકીય મતભેદો ભૂલી જઇ એકસંપ થઈએઃ અમિત શાહ

દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રીનો અનુરોધ

ભાજપ, એએપી, કોંગ્રેસ, બીએસપીના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, તમામને સાથે મળીને કામ કરવા અપીલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે રાજકીય મતભેદો ભૂલીને દિલ્હીના લોકો માટે કામ કરવું જોઈએ. આ માટે તમામ પક્ષોએ પોતાના કાર્યકરોને કોવિડ-૧૯ સંદર્ભેની ગાઈડલાઈન્સ જમીની સ્તર પર લાગુ કરવામાં મદદ કરવા કહેવું જોઈએ. ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે એકસંપ થવાની જનતામાં વિશ્વાસ વધશે અને કોરોના વિરુદ્ધની લડાઈને બળ મળશે. સમગ્ર વિગત એવી છે કે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીએસપીના નેતાઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે એ પોતાના કાર્યકરોને એ સુનિશ્ચિત કરવા કહે કે દિલ્હી સરકારના કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સ જમીની સ્તર પર લાગુ થાય. અમિત શાહે એમ પણ કહ્યું કે નવી પદ્ધિત કે રીત અપનાવીને આપણે દિલ્હીમાં કોવિડ-૧૯ની ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવી પડશે. તમામ પક્ષોએ મળીને કામ કરવું જોઈએ, જેના કારણે લોકોમાં વિશ્વાસ પેદા થશે. જેના થકી દિલ્હીમાં કોરોના વાયરસને જલદીમાં જલદી કાબુમાં લઈ શકાશે. આ બેઠક બાદ આદેશ ગુપ્તાએ કહ્યું કે ગૃહમંત્રીએ કહ્યું છે કે ૨૦ જૂન સુધી દિલ્હી સરકાર પ્રતિ દિવસ ૧૮૦૦૦ કોવિડ-૧૯ના ટેસ્ટ કરશે. આ બેઠકમાં ભાજપે સૂઝાવ આપ્યો કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે દર નક્કી થવા જોઈએ. આ બાબતને ગંભીરતાથી લેતા ગૃહમંત્રી અમિત શાહે એક સમિતિની રચના કરી અને બે દિવસની અંદર આ સમિતિ એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે. આ રિપોર્ટના આધારે ખાનગી હોસ્પિટલો કેટલી ફી લઈ શકશે તે નક્કી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમિત શાહે કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે ઉઠાવેલા પગલાં અંગે નેતાઓને વાકેફ કર્યા અને બાદમાં આ બાબતે અન્ય પક્ષોના નેતાઓના વિચાર જાણ્યા હતા.જોકે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ ભ્રમ પેદા કરી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલોને જવાબદાર ઠેરવી રહ્યા છે, આ મામલે અમે ગૃહમંત્રી સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. ૨૬૦૯ પલંગ વાળા ત્રણ બેડ હોસ્પિટલનું નિર્માણ ડિસેમ્બર ૨૦૧૯ સુધી પૂર્ણ થવાનું હતું, પરંતુ એ હોસ્પિટલ કયાં છે. દિલ્હી સરકાર કયાં ખેલ ખેલી રહી છે, જે એક રહસ્ય છે.

 

તમિલનાડુના ૪ જિલ્લામાં ૧૯મીથી લોકાડાઉન લાગુ

દિલ્હીમાં ફરી લોકડાઉનની યોજના નથી : કેજરીવાલ

અન્ય જિલ્લામાં કોરોનાના કેસ વધશે તો ત્યાંની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકાડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોના વાયરસના વધતા પ્રકોપના કારણે તમિલનાડુમાં ફરી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ વખતે ચેન્નાઈ, તિરુવલ્લૂર, ચેંગાલપેટ અને કાંચીપુરમ જિલ્લામાં ૧૯ થી ૩૦ જૂન સુધી લોકાડાઉન લાગુ રહેશે. જોકે, લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો, હોટલ(ફક્ત ટેક-અવે) અને જીવન જરુરી ચીજવસ્તુઓ વેચતી દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે, જેના કારણે કોરોના વાયરસની બીમારીને ફેલાવો વધુ થાય નહીં તે હેતુસર રાજ્યના મુખ્યમંત્રી ફરી ચાર જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન દરમિયાન હોસ્પિટલ, લેબ્સ, ફાર્મસી સહિતની સેવાઓ ચાલું રહેશે.
મુખ્યમંત્રીના કહેવા આ સમય દરમિયાન ચુસ્ત લોકડાઉન લાગુ રહેશે, જે કોઈ લોકડાઉનનો ભંગ કરશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, જો અન્ય જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધશે તો ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ લોકાડાઉન અંગે નિર્ણય લેવામાં આવશે. દરમિયાન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દિલ્હીમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં એવી કોઈ યોજના નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૨૨૪ કેસ નોંધાયા છે, જ્યારે ૫૬ લોકોના મોત થયા છે. આ સાથે દિલ્હીમાં કોરોના વાયરસની બીમારીથી કુલ ૧૩૨૭ લોકોના મોત નીપજ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૩૫૦૦૦થી ઉપર પહોંચી ગઈ છે અને હજુ કોરોના વાયરસની બીમારી વકરી રહી છે, જેના કારણે દિલ્હી સરકારની ચિંતા વધી ગઈ છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે રાજ્યોના મુખ્યમંત્રી સાથે સંવાદ

વીડિયો કોન્ફરન્સથી વિચારવિમર્શ કરાશે

મોદી સમક્ષ લોકડાઉનમાં વધુ રાહત માગીશું : યેદિયુરુપ્પા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
દેશભરમાં કોરોનાના પ્રકોપને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચારવિર્મશ કરનાર છે. વિડિયો કોન્ફરસથી થનારા સંવાદ પૂર્વે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું કે અમે વડાપ્રધાન સમક્ષ કાલે લોકડાઉનમાં રાહત વધારવાની માગણી કરીશુ. તેની સાથે તેમણે જણાવ્યુ કે લોકડાઉનને વધારવાનો કોઈ પ્લાન પણ નથી. તેની સાથે સપ્તાહના અંતમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવે નહીં. યેદિયુરપ્પાએ વધુમાં જણાવ્યુ કે કર્ણાટકમાં બીજા પ્રદેશમાંથી આવેલા લોકો જ વધારે ચેપગ્રસ્ત જોવા મળ્યા છે. આવા લોકોના માટે કોરન્ટાઈનના નિયમને પણ સમાપ્ત કરવાની જરૂર છે. મહારાષ્ટ્રથી કર્ણાટક આવનારા લોકોને ૭ દિવસ વિશેષ સેન્ટરમાં તેમજ ૭ દિવસ હોમ કોરન્ટાઈનમાં રહેવું પડશે. દિલ્હી અને તામિલનાડુથી આવનારા લોકો માટે જુદી વ્યવસ્થા કરાશે. તેમને ૩ દિવસ સેન્ટરમાં અને ૧૧ દિવસ હોમ કોરન્ટાઈનમાં રાખવામાં આવશે. તેઓ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પણ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી જૂને એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે, જ્યાં હાલ કોરોના વાયરસના ફેલાવાની ગતિ ધીમી છે. તેમજ આ રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ સારો છે. આ રાજ્યોમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, કર્ણાટક અને ઝારખંડ જેવા અન્ય રાજ્યો પણ સામેલ છે.

 

લોકડાઉન : મોટી વયની ૬૫ ટકા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઇ

સર્વેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી

કેટલાકની નોકરી ગઇ તો કેટલાકના પગારમાં ધરખમ કાપ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોનાને કારણે દેશમાં થયેલા લોકડાઉનની અસર મોટી વયના લોકોની આજીવિકા પર સૌથી વધુ પડી છે. આશરે ૬૫ ટકા લોકો તેની અસર હેઠળ આવી ગયા છે. આ ગાળામાં કેટલાકના કામ બંધ થઇ ગયા છે અથવા તો તેમના પગારમાં ધરખમ કાપ મુકાયા છે તેમ એક નવા અભ્યાસમાં જણાવાયું છે. ’વર્લ્ડ એલ્ડર એબ્યુઝ એવારનેસ ડેના દિવસે ’ધ એલ્ડર સ્ટોરીઃ ગ્રાઉન્ડ રીએલ્ટી ડ્યુરિંગ કોવિડ ૧૯’ રિલીઝ થઇ હતી. આ અભ્યાસ હેલ્પએજ દ્વારા હાથ ધરાઇ હતી. જેમાં ૧૭ રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના ૫,૦૯૯ની મોટી વયની વ્યક્તિઓનો સર્વે કરાયો હતો. એવું જાણવા મળ્યું છે કે જેમની આજીવિકાને અસર થઇ છે તે ૬૫ ટકા મોટી વયની વ્યક્તિઓમાં ૬૭ ટકા લોકો ૬૦-૬૯ વર્ષની વયજૂથના છે. એ પછી ૨૮ ટકા લોકો ઓલ્ડ-ઓલ્ડ કેટેગરી (૭૦-૭૯ વર્ષ)ના છે અને પાંચ ટકા લોકો ’વયોવૃદ્ધ જૂથ’ના (૮૦ ઉપરના) છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે ’આશરે ૭૧ ટકા વૃદ્ધ પ્રતિવાદીઓએ કહ્યું છે કે લોકડાઉનને કારણે તેમના પરિવારના મોભીની આજીવિકાને અસર થઇ છે. આમાંથી ૬૧ ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોના છે, જ્યારે ૩૯ ટકા લોકો શહેરી વિસ્તારોના છે.’ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે લોકડાઉનને કારણે ૪૨ ટકા મોટી વયની વ્યક્તિઓની આરોગ્યની સ્થિતિ વણસી હતી. આમાં ૬૪ ટકા લોકો ગ્રામ્ય વિસ્તારોના હતા. તેની સામે શહેરી વિસ્તારોના ૩૬ ટકા લોકો છે. આમાં પણ ૬૧ ટકા લોકો ઓછી મોટી વયના હતા, જ્યારે ૩૧ ટકા લોકો થોડાક વધુ વયના હતા જ્યારે આઠ ટકા લોકો વયોવૃદ્ધ છે. અભ્યાસમાં ઉમેરાયું છે કે લોકડાઉનને કારણે ૭૮ ટકા વૃદ્ધોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ મેળવવામાં રાષ્ટ્રીયસ્તરે ભારે પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ લોકોને જીવનજરૂરી જે ચીજો અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી તેમાં ભોજન, ગ્રોસરી અને દવાઓ મુખ્યત્વે હતા. એ પછી તેમને નોકરો અને બેન્કિંગ સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી. અભ્યાસમાં ઉમેરાયું છે કે ’ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિવાદીઓમાં જોઇએ તો ૮૪ ટકા વૃદ્ધોને આવશ્યક ચીજો અને સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી હતી અને શહેરમાં ૭૧ ટકા લોકો મુશ્કેલીમાં હતા. ૬૧ ટકા લોકોને ઘરમાં કેદ થયાનો અને તેમના ઘરોમાં સામાજિકરીતે અલગ પડી ગયાનો અનુભવ થયો હતો.’ રિપોર્ટમાં જણાવાયું છે કે ’અહીં ગ્રામ્ય-શહેરી વિતરણનું માળખું સમાન છે.’ હેલ્પએજ ઇન્ડિયાના સીઇઓ રોહિત પ્રસાદે કહ્યું હતું કે મોટી વયની વ્યક્તિઓને ત્રણ જાતના પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમને ત્રણ મોરચે લડાઇ લડવાની હતી. જેમાં આરોગ્યનું વધુ જોખમ, સોશિયલ આઇસોલેશનના પડકારો અને આવક ઘટી જતાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી હતી. પ્રસાદે ઉમેર્યું હતું કે કોઇ યુનિવર્સલ સોશિયલ સિક્યોરિટી સિસ્ટમ ન હોવાથી ભારતમાં મોટાભાગના વૃદ્ધોને તેમનું ઘર ચલાવવા માટે કામ કરવું પડ્યું હતું. જોકે આમાંના મોટાભાગના લોકો અસંગઠિત ક્ષેત્રના છે.

 

રાજ્યસભા ચૂંટણી : ઝારખંડમાં ભાજપને મોટો ફટકો પડ્યો

જેએમએમ ઉમેદવાર શિબુ સોરેનની પ્રવેશની પુષ્ટિ

ભાજપ ધારાસભ્ય ઢુલુ મહાતોની જામીન અરજી નામંજૂર મતદાન કરવા પરવાનગી લેવા અલગ અરજીનો વિકલ્પ

(સંપૂર્ણ સમાચાર સેવા)
રાંચી, તા. ૧૫
ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે યોજાનારી ચૂંટણી પહેલા ભાજપને આંચકો લાગ્યો છે. ધનાબાદ કોર્ટમાંથી ભાજપના ધારાસભ્ય ધુલુ મહાતોની ’જપચારિક જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જોકે સોમવારે ધનબાદ જેલમાં બાગમારાથી ભાજપના ધારાસભ્ય ધુલુ મહતોની હ્વટ્ઠૈઙ્મપચારિક જામીન અરજી સાથે પક્ષની સમસ્યાઓ વધી ગઈ છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી માટે અલગ અરજી દાખલ કરવાનો પક્ષ પાસે બહુ ઓછો વિકલ્પ છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ૩ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે શિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના છે, ભાજપે તેના પ્રદેશ પ્રમુખ દિપક પ્રકાશને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે શાહઝાદા અનવર કોંગ્રેસના ઉમેદવાર છે. જેએમએમ સુપ્રીમો અને ઉમેદવાર શિબુ સોરેનનો માર્ગ ધારાસભ્યો માટે સરળ છે. રાજ્યસભામાં તેમની પ્રવેશ પુષ્ટિ માનવામાં આવે છે. આ સાથે જ અપક્ષ ધારાસભ્ય સરયુ રાય અને અન્ય અપક્ષ ધારાસભ્ય અમિત કુમારે પણ ભાજપને સમર્થન આપવાની જાહેરમાં જાહેરાત કરી છે. આથી રાજ્યસભા માટે દીપક પ્રકાશનો માર્ગ સરળ થઈ ગયો છે. બીજી તરફ, ભારતના ચૂંટણી પંચે ઝારખંડ વિકાસ મોરચાને ભાજપમાં ભળી લીધા પછી, મતદાતા યાદીમાં પ્રદીપ યાદવ અને બંધુ તિરકી નામના બે ઉમેદવારો અપક્ષ જાહેર થયા છે અને કોંગ્રેસના ઉમેદવારની સ્થિતિ થોડી નબળી પડી છે. રાજ્યની એક સીટ માટેની બેઠકોની સંખ્યાના આધારે જેએમએમના ઉમેદવાર શિબુ સોરેનની જીત લગભગ નિશ્ચિત છે, જ્યારે બીજી બેઠક માટે કોંગ્રેસ અને ભાજપ પાસે પોતાના પર જીતવા માટે પૂરતા આંકડા નથી, પરંતુ જે રીતે એજેએસયુ પક્ષના બે ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને ટેકો આપવાની વાત કરી છે અને બે અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે, તેથી દિપક પ્રકાશની જીત લગભગ નિશ્ચિત છે. રાજ્યસભાની ચૂંટણીમાં ઝારખંડની હેરાફેરીનો લાંબો ઇતિહાસ છે. આ વખતે પણ તે કવાયત તીવ્ર બની છે. હાલના સમયમાં પાર્ટીના પક્ષના આંકડામાં પણ પરિવર્તન આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહનું નિધન થયું છે, જેના કારણે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ૧૬ થી ઘટીને ૧૫ થઈ ગઈ છે. આ ઉપરાંત ઝારખંડ વિકાસ મોરચાના બે ધારાસભ્યો પ્રદીપ યાદવ અને બંધુ તિર્કી કોંગ્રેસ સાથે છે. આમ, કોંગ્રેસ માટે ખુશખબર એ છે કે હવે તેને ૧૭ ધારાસભ્યોનો નક્કર ટેકો છે. આ કેમ્પમાં આરજેડી ધારાસભ્ય પણ છે. વિધાનસભાની હાલની તાકાત ૮૦ છે. એક સભ્યને મતદાનનો અધિકાર નથી. આ રીતે રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ૭૯ ધારાસભ્યો જ મતદાન કરી શકશે. પ્રથમ પસંદગીમાં, જેને ૨૭ મતો મળશે તે ચૂંટવામાં આવશે. કમલેશ સિંહ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે, પરંતુ તેમની સ્થિતિ સ્પષ્ટ નથી. દરમિયાન સુદેશ મહાટોની એજેએસયુ પાર્ટીએ ભાજપના ઉમેદવાર દિપક પ્રકાશના સમર્થક બનીને ભાજપના ઉમેદવારની ચિંતાઓ ચોક્કસપણે ઓછી કરી દીધી છે. ફરીથી ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ રાજ્યમાં રાજકીય પારો પણ ગરમ થઈ ગયો છે. મહાગઠબંધનના મુખ્ય પક્ષના ઝારખંડ મુક્તિ મોરચાના પ્રવક્તા મનોજકુમાર પાંડે ઉર્ફે બબલુ પાંડેએ ભાજપના વિરોધમાં વિજય મેળવ્યા બાદ વિધાનસભા પહોંચેલા તમામ પક્ષો અને ધારાસભ્યોને અપીલ કરી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર દીપક પ્રકાશે વિજયનો દાવો કરતા શાસક પક્ષ પર છેડછાડનો દાવો કર્યો છે. ત્રણમાંથી બે ઉમેદવારોએ રાજ્યસભા જવુ પડશે. ખાસ વાત એ છે કે આ વખતે ત્રણેય ઉમેદવારો ઝારખંડમાં સ્થાનિક છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ઝારખંડમાં હોર્સ ટ્રેડિંગનો ઇતિહાસ છે અને વિવાદ પણ પ્રકાશમાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આ ચૂંટણીની નજર જૂની વાર્તા પર પણ છે.

 

ભારતના બે અધિકારીની પાક.માં ધરપકડ બાદ મુક્તિ

હિટ એન્ડ રનના આરોપ તળે કાર્યવાહીનો દાવો

ઈસ્લામાબાદમાં બંને સીઆઈએસએફ અધિકારીઓને પીટીવી ચેનલ પર બતાવાયાઃભારતે પાક. પર દબાણ વધાર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ પોલીસે ભારતીય ઉચ્ચાયોગના બે અધિકારીની ધરપકડ કરી લીદ્યી છે. બંને અધિકારીઓની હિટ એન્ડ રનની ઘટના સંબંધે અટકાયત કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બંનેએ એક રાહદારી પણ કાર ચડાવી દેવાની સાથે સ્થળ પરથી નાસી છુટ્યા હોવાનો પોલીસે આરોપ લગાવ્યો હતો. પાકિસ્તાની મિડિયાએ પોલીસ સુત્રોને ટાંકીને ઘટનાના સમાચાર પ્રસારિત કર્યા હતા. ઈસ્લામાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અધિકારી સીઆઈએસએફના છે. બંનેની સામે જે આરોપ મુકાયો છે, તે જામીનપાત્ર છે. એથી બંને વહેલી તકે મુકત કરી દેવાશે. ઈસ્લામાબાદમાં બંને સીઆઈએસએફ અધિકારીઓને પીટીવી ચેનલ પર બતાવવામાં આવ્યા હતા. સુત્રોના કહેવા મુજબ અકસ્માતમાં એક રાહદારી ઘાયલ થયો છે અને તેના ગુનામાં બંને અધિકારીની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ભારતમાં વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના સીડીએને તેડુ મોકલ્યુ છે. પાક મિડિયાના અહેવાલોન ધ્યાનમાં લઈ વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સમક્ષ ભારે નારાજગી દર્શાવી છે. તેની સાથે ભારતીય અધિકારીઓને કોઈપણ રીતે પરેશાન નહીં કરવા પણ જણાવ્યુ છે. તેની સાથે બંને સત્તાવાર વાહનમાં બેસાડીને ટૂંકસમયમાં ભારતીય ઉચ્ચાયોગ સુધી પહોંચાડવા પણ સૂચના આપી છે. ઈસ્લામાબાદ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા બંને અધિકારીઓનો ભારતથી હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. એટલું જ નહીં પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ચાયુક્તથી પણ તેમનો કોઈ સંપર્ક થયો નથી. બીજીબાજુ પાક મીડિયામાં ધરપકડના સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન દ્વારા સરહદ પર બેફાન ફારયિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતના બે જવાન શહીદ થયા છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર થઈ રહેવા અવિરત ફાયરિંગને કારણે ભારતીય સરહદ પર વસતા લોકોને ત્યાંથી ખસી જવાની ફરજ પડી છે.

 

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના વિલે પાર્લે ખાતે અંતિમ સંસ્કાર

સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આત્મહત્યાની પુષ્ટિ થઇ

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણેય બહેનો ઉપસ્થિત રહ્યા હતાઃ બોલિવૂડની અનેક હસ્તીઓએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ, તા.15
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુશાંતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણ બહેનો હાજર હતા. અનેક હસ્તીઓએ સુશાંતને શ્રદ્ધાંજલિ આપી હતી. સુશાંતના અંતિમ સંસ્કારમાં રાજકુમાર રાવ, ક્રિસ્ટલ ડિસોઝા, વિવેક ઓબેરોય, પૂજા ચોપડા, શ્રદ્ધા કપૂર અને રણદીપ હૂડા હાજર રહ્યા હતા. આ સિવાય સંજય નિરૂપમ, ઉદિત નારાયણ, વરૂણ શર્મા, તાહિર રાજ ભસીન, તુષાર પાંડે, પ્રિતિક બબ્બર, કૃતિ સેનન પણ અંતિમ સંસ્કારમાં હાજર હતા. સુશાંતસિંહ રાજપૂતે રવિવારે તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સુશાંતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતની પુષ્ટિ થઈ હતી. ડોકટરોએ તેના મહત્વપૂર્ણ અંગોને વધુ તપાસ માટે જેજે હોસ્પિટલમાં મોકલ્યા છે, જ્યાં શરીરમાં કોઈ દવાઓ અથવા ઝેરની હાજરી શોધી કાઢવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને આજે મુંબઈમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. વિલે પાર્લેના સેવા સમાજ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુશાંતના પિતા, પિતરાઇ ભાઇ અને ત્રણ બહેનો હાજર હતા. પવન હંસ ઘાટ પર અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતનો ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. સુશાંતના ચાહકો મોટી સંખ્યામાં તેમના પ્રિય સ્ટારના અંતિમ દર્શન માટે ઉમટ્યા છે. સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ પવન હંસ ઘાટ પહોંચ્યો છે. અંતિમ સંસ્કાર થોડી વારમાં કરવામાં આવશે. સુશાંતનો પરિવાર સુશાંતના ઘરે બાંદ્રા પહોંચ્યો છે. સુશાંતના પિતા સુશાંતના ઘરે હાજર છે. સુશાંતનો મૃતદેહ કૂપર હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. થોડા સમય પછી, પરિવાર મૃતદેહને લેવા હોસ્પિટલ છોડશે. પવન હંસ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, જેને પંચક પૂજા કહેવામાં આવે છે તેના અંતિમ સંસ્કાર પૂર્વે જ એક વિશેષ પૂજા કરવામાં આવશે. ગરુડ પુરાણ અનુસાર, જો કોઈનું પંચગળમાં મૃત્યુ થાય છે, તો આ આફત તેની સાથે તેના પરિવારના પાંચ લોકો પર આવે છે. સુશાંતના પરિવારની નજીકના જ્યોતિષવિદ્યાને પરિવારને કહ્યું છે કે સુશાંત સિંહનું પંચક વિચારમાં અવસાન થયું હતું. અષારટ્ઠઙ્ઘ મહિનાનો પંચક ૧૧ જૂનથી પ્રારંભ થયો છે અને ૧૬ જૂન સુધી ચાલશે. પંચકનાં પાંચ પ્રકાર છેઃ રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક અને ચોર પંચક. બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ ટૂંક સમયમાં તેની પ્રેમિકા રિયા ચક્રવર્તીની પૂછપરછ કરશે. મુંબઈ પોલીસ સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી. સુશાંતે બપોરે ૩ વાગ્યે તેના મિત્ર મહેશ શેટ્ટીને છેલ્લો ક ષ્ઠટ્ઠઙ્મઙ્મલ કર્યો હતો પરંતુ તેણે કોલ ઉપાડ્યો નહોતો. સુશાંતના મેનેજર સુશાંતના ફોનનો પાસવર્ડ જાણતા હતા. ફોન ખોલ્યો ત્યારે છેલ્લો ફોન બપોરે ૩ વાગ્યે મળ્યો હતો. પોલીસ મહેશ શેટ્ટીની પૂછપરછ પણ કરી શકે છે. સુશાંતની બહેને જણાવ્યું કે સુશાંત ૫ મહિનાથી ડિપ્રેશનની સારવાર હેઠળ હતો. ૫ દિવસ પહેલા ફોન પર વાત કરી હતી. સુશાંતે કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. “આ પછી સુશાંતની બહેન બાંદ્રાના ઘરે આવી અને ૨ દિવસ રોકાઈ. સુશાંતે ડિપ્રેસનની દવા લેવાનું બંધ કરી દીધું હતું. મિત્ર અને કૂકે કહ્યું કે સુશાંતનું વર્તન અસામાન્ય હતું. સુશાંત ખૂબ હતાશામાં હતો. સુશાંતના મેનેજર સુશાંતના ફોનનો પાસવર્ડ જાણતા હતા. ફોન ખુલે ત્યારે છેલ્લો ક ષ્ઠટ્ઠઙ્મઙ્મલ બપોરે ૩ વાગ્યે છે. સુશાંતે તેના મિત્ર મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પરંતુ તેણે કોલ લીધો નહીં. સુશાંતસિંહ રાજપૂતના પિતા અને તેના પિતરાઇ ભાઇ નીરજકુમાર બબલુ અને પરિવારના અન્ય સભ્યો પટનાથી મુંબઇ પહોંચ્યા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મોડી રાત્રે આવ્યો, જેણે આપઘાતની પુષ્ટિ કરી. ડોકટરોએ તેના મહત્વપૂર્ણ અંગોને વધુ તપાસ માટે મુંબઇની જેજે હોસ્પિટલમાં મોકલી દીધા છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ વિધી સોમવારે પરા હંસ સ્મશાન ઘાટ ખાતે પરા વિલે પાર્લેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેતાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમના પિતા પટનાથી મુંબઇ પહોંચ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર, મુંબઇ પોલીસે સુશાંતના બેંક ખાતાથી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરી છે, પરંતુ એવું કશું મળ્યું નથી જેનાથી શંકાને અવકાશ રહે. પ્રારંભિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવું કંઈપણ મળ્યું નથી કે જે સૂચવી શકે કે તે કોઈ દવા લેતો હતો. પોલીસ તપાસ તેના સંબંધો અને તેના પરિવાર પર નિર્ભર છે. એવું પણ બહાર આવ્યું છે કે સુશાંતે તાજેતરમાં તેના પિતા સાથે વાત કરી હતી, જેમાં તેણે નવેમ્બરમાં લગ્ન કરવાનું કહ્યું હતું. સુશાંતના નજીકના મિત્રોએ પોલીસને જણાવ્યું છે કે, તે જે છોકરી સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે તેની સાથે કંઇ સારું ચાલતું નથી. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા અને અન્ય સંબંધીઓ મુંબઇ રવાના થયા છે. સુશાંતનો કઝીન, ભાજપના ધારાસભ્ય નીરજ બબલુ પણ પરિવાર સાથે મુંબઇ આવી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે મુંબઇ જવા રવાના છીએ. સુશાંતની અંતિમ વિધિ ત્યાં થશે. અમને હજી ખાતરી નથી થઈ કે તે હવે આ દુનિયામાં નથી. જરૂર પડે તો અમે તપાસની માંગ કરીશું.” અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ભાભી ઓ.પી.સિંઘ, જેઓ પોલીસના વધારાના ડાયરેક્ટર જનરલ છે અને હરિયાણાના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિશેષ અધિકારી તરીકે નિયુક્ત છે, આ ગુનામાં કેટલીક ખલેલ થવાની શંકા છે. તેમણે આ ઘટનાની સઘન તપાસની માંગ કરી છે. અભિનેતા સુશાંત સિંહના મોતની તસવીરો સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલે વાંધો ઉઠાવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે ચેતવણી જારી કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આવી તસવીરો કાનૂની નિયમો અને કોર્ટની સૂચના વિરુદ્ધ છે. સુશાંતના પિતરાઇ ભાઇ ધારાસભ્ય નીરજ બબલુએ આજે સવારે જણાવ્યું હતું કે તેમનો પરિવાર સવારે ૧૧ઃ૩૦ વાગ્યે ફ્લાઇટથી સુશાંતના પિતા સાથે મુંબઇ જઈ રહ્યો છે.

 

કરિના કપૂર દિવસમાં ૧૦૦ વખત પાઉટ્સ બનાવે છે

કરિના પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

પાઉટ્સના ફોટાને શેર કરતાં અભિનેત્રી કરીના કપૂરેએ લખ્યું, મને લાગે છે કે મારા હોઠ સૌથી વધુ કસરત કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૫
કોરોનાના કારણે દરેક લોકો પોતપોતાના ઘરે છે અને આ દરમ્યાન દરેક લોકો કઈક ને કઈક કામ કરતા નજરે ચડે છે. આવા જ સમયે બોલીવુડના સ્ટાર પણ પોતાની બોડી મેઈન્ટેન રાખવા માટે કસરત કરતા હોય છે. અને તેના ફોટો તેમજ તેના વિડિઓ સોશિયલ સાઇટ પર મુક્તા રહે છે. હાલમાં ઘણા એકટર દ્વારા આવા વિડિઓ અને ફોટો સોશિયલ સાઇટ પર આવી રહ્યા છે. તેવીજ રીતે કરિના કપૂર પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તે થોડા થોડા સમય પોતાના તેમજ ત્રણ પરિવારના ફોટો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તે રોજ દિવસમાં ૧૦૦ વખત જે કાર્ય કરે છે તેના વિશે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. લોકડાઉનમાં તમામ હસ્તીઓ પોતાને તંદુરસ્ત રાખવા માટે ઘરે વિવિધ પ્રકારની કસરત અને તંદુરસ્તી ટીપ્સનું પાલન કરી રહી છે. આવી જ રીતે અભિનેત્રી કરીના કપૂર પણ એક્સરસાઈઝ કરી રહી છે. આટલું જ નહીં તે તેના શરીરની સાથે હોઠની કસરત પણ કરી રહી છે. ખુદ કરીનાએ આ કહ્યું છે. ઉલટાનું, તેણે એમ પણ કહ્યું છે કે તેના હોઠનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ રહસ્ય તેણે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં શેર કર્યું છે. આ પોસ્ટમાં, કરીનાએ લખ્યું છે કે તે “દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ પાઉટ્સ” બનાવે છે ! એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેણે પાઉટ બનાવવાનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટાને શેર કરતાં કરીનાએ લખ્યું, “મને લાગે છે કે મારા હોઠ સૌથી વધુ કસરત કરે છે. હું દિવસમાં ઓછામાં ઓછા ૧૦૦ પાઉટ્સ બનાવું છું !” તેમની પોસ્ટને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા કરીના કપૂરે તેના દીકરા તૈમુર સાથે ફોટા શેર કર્યા હતા. તે ફોટો તેના ફેન્સ દ્વારા ખૂબ જ શેર કરવામાં આવ્યા હતા. કરીના ઉપરાંત સેફ પણ તે ફોટોમાં જોવા મળ્યા હતા. ત્રણેય જણા દરિયા કિનારે ચાલી ને જતા હતા. તૈમુર સેફના ખંભે બેસેલો હતો. કરીના કપૂરના કામ વિશે વાત કરીએ તો કરીના આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં જોવા મળશે, જે ટોમ હેન્ક્સ સ્ટારર’ ફોરેસ્ટ ગમ્પ ‘નું સત્તાવાર ડબ છે. તે આ વર્ષે નાતાલના સમયે થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મ ‘થ્રી ઇડીયટ’ બાદ આમિર અને કરીના આ ફિલ્મમાં સાથે જોવા મળશે.

 

સુશાંત એન્જિનિયરિંગમાં ઓલ ઈન્ડિયા ૭મો રેન્ક મેળવ્યો હતો

અભ્યાસને છોડીને એક્ટિંગમાં કારકિર્દી પસંદ કરી

તે ફિઝિક્સમાં નેશનલ ઓલમ્પિયાડ વિજેતા પણ હતો

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ, તા. ૧૫
રવિવારે આપણાથી અણધારી વિદાય લેનારાં બૉલિવૂડના જાણીતા એક્ટર સુશાંત સિંહે પોતાના ઉત્કૃષ્ટ પર્ફોમન્સથી આપણા સૌનું ઘણું મનોરંજન કર્યું છે. તેની એક્ટિંગને ઘણી પસંદ કરવામાં આવી. પરંતુ શું તમને ખબર છે કે સુશાંત અભ્યાસમાં પણ ઘણા સારા હતા. તેઓએ એન્જિનિયરિંગના અભ્યાસને છોડીને એક્ટિંગમાં કારકિર્દી પસંદ કરી હતી. પરંતુ એવું નહોતું કે તેઓ અભ્યાસમાં સરેરાશ હતા.
સુશાંતે વર્ષ ૨૦૦૩માં દિલ્હી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા સાતમો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ સુશાંતસિંહે દિલ્હીની કૉલેજ ઓફ એન્જિનિયરિંગ (હવે દિલ્હી ટેક્નીકલ યુનિવર્સિટી)થી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો પરંતુ કોર્સના ત્રીજા વર્ષે તેમણે અભ્યાસ છોડીને એક્ટિંગ શરૂ કરી દીધી. તે ફિઝિક્સમાં નેશનલ ઓલમ્પિયાડ વિનર પણ હતા.
ૈંજીસ્ ધનબાદ સહિત તેઓએ લગભગ ૧૧ એન્જિનિરિંગ પરીક્ષાઓ પાસ કરી હતી. તેઓએ થિયેટર અને ડાન્સ જોઇન કર્યા બાદ અભ્યાસનો સમય મુશ્કેલીથી મળી શકતો હતો તેથી તેઓએ ડ્ઢ્ેં છોડી દીધું.