રાજકીય મતભેદો ભૂલી જઇ એકસંપ થઈએઃ અમિત શાહ

દિલ્હીમાં સર્વપક્ષીય બેઠકમાં ગૃહમંત્રીનો અનુરોધ

ભાજપ, એએપી, કોંગ્રેસ, બીએસપીના નેતાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા, તમામને સાથે મળીને કામ કરવા અપીલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ બાબતને ગંભીરતાથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે રાજકીય મતભેદો ભૂલીને દિલ્હીના લોકો માટે કામ કરવું જોઈએ. આ માટે તમામ પક્ષોએ પોતાના કાર્યકરોને કોવિડ-૧૯ સંદર્ભેની ગાઈડલાઈન્સ જમીની સ્તર પર લાગુ કરવામાં મદદ કરવા કહેવું જોઈએ. ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે એકસંપ થવાની જનતામાં વિશ્વાસ વધશે અને કોરોના વિરુદ્ધની લડાઈને બળ મળશે. સમગ્ર વિગત એવી છે કે ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીએસપીના નેતાઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે એ પોતાના કાર્યકરોને એ સુનિશ્ચિત કરવા કહે કે દિલ્હી સરકારના કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સ જમીની સ્તર પર લાગુ થાય. અમિત શાહે એમ પણ કહ્યું કે નવી પદ્ધિત કે રીત અપનાવીને આપણે દિલ્હીમાં કોવિડ-૧૯ની ટેસ્ટિંગ પ્રક્રિયા વધારવી પડશે. તમામ પક્ષોએ મળીને કામ કરવું જોઈએ, જેના કારણે લોકોમાં વિશ્વાસ પેદા થશે. જેના થકી દિલ્હીમાં કોરોના વાયરસને જલદીમાં જલદી કાબુમાં લઈ શકાશે. આ બેઠક બાદ આદેશ ગુપ્તાએ કહ્યું કે ગૃહમંત્રીએ કહ્યું છે કે ૨૦ જૂન સુધી દિલ્હી સરકાર પ્રતિ દિવસ ૧૮૦૦૦ કોવિડ-૧૯ના ટેસ્ટ કરશે. આ બેઠકમાં ભાજપે સૂઝાવ આપ્યો કે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે દર નક્કી થવા જોઈએ. આ બાબતને ગંભીરતાથી લેતા ગૃહમંત્રી અમિત શાહે એક સમિતિની રચના કરી અને બે દિવસની અંદર આ સમિતિ એક વિસ્તૃત રિપોર્ટ રજૂ કરશે. આ રિપોર્ટના આધારે ખાનગી હોસ્પિટલો કેટલી ફી લઈ શકશે તે નક્કી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમિત શાહે કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે ઉઠાવેલા પગલાં અંગે નેતાઓને વાકેફ કર્યા અને બાદમાં આ બાબતે અન્ય પક્ષોના નેતાઓના વિચાર જાણ્યા હતા.જોકે, દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે મુખ્યમંત્રી કેજરીવાલ ભ્રમ પેદા કરી રહ્યા છે અને ખાનગી હોસ્પિટલોને જવાબદાર ઠેરવી રહ્યા છે, આ મામલે અમે ગૃહમંત્રી સમક્ષ પુરાવા રજૂ કર્યા છે. ૨૬૦૯ પલંગ વાળા ત્રણ બેડ હોસ્પિટલનું નિર્માણ ડિસેમ્બર ૨૦૧૯ સુધી પૂર્ણ થવાનું હતું, પરંતુ એ હોસ્પિટલ કયાં છે. દિલ્હી સરકાર કયાં ખેલ ખેલી રહી છે, જે એક રહસ્ય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope