હવે બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવામાં આવશે

અન્ન નાગરિક પુરવઠા મંત્રીની જાહેરાત
મગફળી ટેકાની ખરીદીનો ૨૧મી ઓકટોબરથી શુભારંભ અત્યાર સુધીમાં સવા ૪ લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં આગામી ૨૧મી ઓકટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં બારદાનમાં ૩૫ કિલોના બદલે ૨૫ કિલો મગફળી ભરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. મંત્રી રાદડિયાએ ઉમેર્યું કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ધારાસભ્યો અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજૂઆતો સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ મહત્વનો નિર્ણય કરાયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે અને તા.૨૧મી ઓકટોબરથી રાજ્યભરમાં નાફેડના સંકલનમાં રહીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાશે. ગત વર્ષે રાજ્ય સરકારે ૪.૭૦ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદી કરી હતી અને આ વર્ષે પણ ૪.૭૦ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદવામાં આવે તેવો અંદાજ છે. મંત્રી રાદડિયાએ ઉમેર્યું કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર સરકારના એફએકયુ અને નાફેડ દ્વારા કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે મગફળીની ખરીદી દરમિયાન બારદાનમાં ૩૫ કિલોમાં ભરાવો કરવાનો નિર્ણય કર્યો હતો અને આ વર્ષે પણ ખેડૂતોના હિતમાં બારદાનમાં ૨૫ કિલો મગફળી ભરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી ખેડૂતોની મુશ્કેલી ઘટશે અને સાથેસાથે બારદાનનો ખર્ચ, મજૂરીનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખેડૂતો વતી રાજ્ય સરકાર ભોગવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope