જાણ ભેદુ હોવાની મજબુત શંકા

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા. ૧૬

બાબુભાઇ પટેલ ફાયનાન્સનો ધંધો કરતા હતા અને તાજેતરમાં જમીનના સોદાની રોકડ રકમ બે કરોડ રૂા. આવી હતી. તેમના પરિચિત લોકો પણ જાણતા હતા. ઉપરાંત બાબુભાઇ અને તેમના પત્ની બજારમાં ગયા તે સમયે જ લૂંટારુઓ ત્રાટક્યા હતા. જેથી લૂંટ કરવા આવેલા શખ્સો જાણભેદુ હોવાની મજબુત આશંકા સેવાઇ રહી છે. જેથી હાલમાં નરોડા પોલીસે આ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે. બીજી તરફ ધોળે દહાડ થયેલી લૂંટને પગલે સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઇ ગયો છે.

 

નરોડા-કઠવાડા રોડ પરની ઘટના

ફાયનાન્સરના બંગલામાં ઘૂસી લૂંટનો પ્રયાસ કરાયા

લૂંટના ઇરાદે કરાયેલા ગોળીબારમાં મકાન માલિક ગંભીર ઘાયલઃમાલિકની પુત્રી એકલી ઘરે હતી ત્યારે લૂંટનો પ્રયાસ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

નરોડા-કઠવાડા રોડ પર આવેલા શુભ-લાભ બંગલો ખાતે ભરબપોરે બંગલામાં ઘુસી આવેલા ચાર શખ્સોએ ગોળીબાર કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. લૂંટારુઓ બંગલામાં ઘુસ્યા તે સમયે મકાન માલિકની પુત્રી એકલી જ ઘરમાં હાજર હતી. પરંતુ અચાનક ઘરે પરત ફરેલા મકાન માલિક અને તેમની પત્નીએ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં લૂંટારુઓએ ગોળીબાર કર્યો હતો. મકાન માલિકને ગોળી વાગતાં તેઓ ગંભીરરુપે ઘાટલ થવા પામ્યા હતા.

ઘટનાને પગલે નરોડા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે, નરોડા-કઠવાડા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે શુભ-લાભ બંગલોમાં બી-૫ ખાતે બાબુભાઇ બળદેવભાઇ પટેલ પત્ની કોકીલાબેન તેમજ પુત્રી પૂજા સાથે રહે છે. બાબુભાઇ ફાયનાન્સરનો ધંધો કરે છે. આજે બપોરના ૧૨.૩૦ વાગ્યાના સુમારે બાબુભાઇ અને તેમની પત્ની કોકીલાબેન બજારમાં ખરીદી કરવા ગયા હતા. જયારે ઘરે પૂજા એકલી ઘરે હતી. તે સમયે અચાનક ચાર શખ્સો આવ્યા હતા અને ડોરબેલ વગાડતાં પૂજાએ મકાનનો દરવાજો ખોલ્યો હતો તે પછી પુજા કાંઇ પણ સમજે તે પહેલાં ચારેય શખ્સોને પૂજાને ઢસડીને અંદરના રુમમાં લઇ ગયા હતા.

બાદમાં તિજોરીમાં રાખેલા દાગીના તથા રોકડ રકમ બેગમાં ભરવા લાગ્યા હતા. તે સમયે અચાનક બાબુભાઇ અને તેમના પત્ની ઘરે પરત ફર્યા હતા. ઘરમાં લૂંટારુઓને જોઇ પરિસ્થિતિ પામી ગયેલા બાબુભાઇએ લૂંટારુઓનો સામનો કરી એક લૂંટારુને દબોચી લીધો હતો. દરમ્યાનમાં એક લૂંટારુએ તેમની પર ગોળીબાર કર્યો હતો. બાદમાં ચારેય શખ્સો કોઇ પણ સામાન લીધા વિના ભાગી છૂટ્યા હતા. જયારે બાબુભાઇને કમરના નીચેના ભાગે ગોળી વાગતાં ગંભીરરુપે ઘાયલ થવા પામ્યા હતા. બાબુભાઇને તુરંત સારવાર માટે રુદ્રાક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ નરોડા પોલીસને થતાં પો.ઇ. જી. એચ. ગોહિલ સહિતનો કાફલો તાબડતોબ દોડી આવ્યો હતો. નરોડા પોલીસે ગુનો

નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

 

એકલવાયા જીવનથી કંટાળી વૃદ્ધ વોચમેને આપઘાત કર્યો

દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોર બજાર ચાર રસ્તાની નજીક ઝાડ સાથે લટકીને આપઘાત કર્યોઃ પોલીસ તપાસ

સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

શહેરના દાણીલીમડા વિસ્તારમાં પત્નીના મોત બાદ એકલવાયા જીવનથી કંટાળેલા વૃદ્ધ વોચમેને ઝાડ સાથે લટકી જઇ આપઘાત કરી લીધો છે. દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો એવી છે કે, દાણીલીમડા ઢોરબજાર ચાર રસ્તા નજીક આજે સવારે એક વૃદ્ધની લાશ લટકતી હતી. વૃદ્ધને લટકતા જોઇ લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ દાણીલીમડા પોલીસને કરાતા હે.કો. દેવજીભાઇ સહિતની ટીમ દોડી આવી હતી. પોલીસે વૃદ્ધની લાશને ઝાડ પરથી ઉતારી હતી. બાદમાં પૂછપરછ કરતા મૃતક વૃદ્ધ નજીકમાં આવેલી રુબીના ફેક્ટરીમાં વોચમેન તરીકે નોકરી કરતા વીરસીંગભાઇ સુખલાલભાઇ સુપડીયા તડવી (ઉ.વ.૬૦) હોવાનું જાણવા મળ્યું હતું. વીરસીંગભાઇ ફેક્ટરીમાં જ રહેતા હતા. અને વોચમેનની નોકરી કરતાં હતાં. દોઢેક વર્ષ અગાઉ તેમના પત્ની કુદરતી બીમારીથી ગુજરી ગયા હતા. તે પછી વીરસંગભાઇ એકલવાયું જીવન ગુજારતા હતા. જેથી તેઓ સતત ગુમસુમ રહેતા હતા.

દરમ્યાનમાં વીરસીંગભાઇએ દાણીલીમડા ચાર રસ્તા નજીક ઢોર બજાર ચાર રસ્તા નજીક ઝાડ સાથે લટકી આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ગુલબર્ગ કાંડની માહિતી CM ઓફીસમાં પહોંચી હતી : ભટ્ટ

નાણાંવટી તપાસ પંચ સમક્ષ આપેલી જુબાની

ગુલબર્ગ કાંડની માહિતી CM ઓફીસમાં પહોંચી હતી : ભટ્ટ

મુખ્યમંત્રીએ બોલાવેલી બેઠકમાં પીસી પાન્ડે સહિત અનેક લોકો હાજર હતાં સંજીવ ભટ્ટે ફરી વખત માહિતી આપી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમ્યાન ગુલબર્ગ સોસાયટી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી ઉપર હિંસક ટોળું હુમલો કરે તેવી માહિતી અને આ સ્થળે પોલીસની નિષ્ક્રિય કામગીરીની માહિતી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવેલી બેઠકમાં જણાવી હોવાનું આઇબીના તત્કાલીન વડા સંજીવ ભટ્ટે નાણાવટી તપાસ પંચ સમક્ષ આજે જુબાનીમાં જણાવતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે. આ અંગેની વધુ સુનાવણી ૨૨મી મેએ હાથ ધરાશે.

ગોધરાકાંડ મામલે સોગંદનામુ રજુ કરી વિવાદમાં આવેલાં આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ આજે નાણાવટી તપાસ પંચ સમક્ષ હાજર થયા હતા. નાણાવટી તપાસ પંચ તરફથી સંજીવ ભટ્ટને એવો સવાલ પૂછાયો હતો કે, બનાવના નવ વર્ષ દરમિયાન ક્યારેય કેમ કોઇ માહિતી આપી નથી ? હવે કેમ માહિતી આપવામાં આવી છે. આ સવાલના જવાબમાં સંજીવ ભટ્ટે એવી રજુઆત કરી હતી કે, વર્ષ ૨૦૦૨માં તેમને આઇબીમાં હતાં. ગુપ્ત માહિતી જાહેર કરવાની મારી ફરજમાં આવતું નથી.

નવેમ્બર ૨૦૦૯માં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને માહિતી આપી હતી. આ માહિતી રેકોર્ડ પર લેવા સીટે ના પાડી દીધી હતી. ત્યાર બાદ કોંગ્રેસ પક્ષ અને જનસંઘર્ષ મંચ દ્વારા સંજીવ ભટ્ટની ઉલટ તપાસ લેવામાં આવી હતી. તેમણે પંચ સમક્ષ એવી માહિતી આપી હતી કે, ગઇ તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ અને ૨૮ મીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજયમાં કેવી સ્થિતિ છે તેવા પ્રશ્નના જવાબમાં સંજીવ ભટ્ટે આઇબીથી મળેલી કેટલીક સૂચનાઓ આપી હતી. તેમણે એવું પણ જણાવાયું હતું કે, મેઘાણીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટી અને કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી ઉપર હિંસક ટોળું હુમલો કરે તેવી ગુપ્ત માહિતી મળી છે. આ વિસ્તારમાં પોલીસની કામગીરી બેદરકારી ભરી છે. કોઇપણ અનિચ્છનીય બનાવ બને તેવી શક્યતા છે. આવી માહિતી મુખ્યમંત્રીને આપવા છતાં કોઇ અટકાયતી પગલાં લેવાયા ન હતાં. સરકાર તરફે સંજીવ ભટ્ટની ઉલટ તપાસ બાકી રહેતાં વધુ સુનાવણી ૨૩મી મેએ હાથ ધરાશે.

 

ATM છે કે કચરા પેટી…

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૪
આ તસવીર જોઇને કદાચ તમે પણ ચકરાવે ચઢી ગયા હશો. કચરા પેટી સમાન લાગતું આ એ.ટી.એમ. સેન્ટર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંકનું છે. સરદારનગરના કુબેરનગર ખાતે બંગલા એરીયા સ્થિત આવેલું આ એ.ટી.એમ. સેન્ટર સાફ-સફાઇના અભાવે રીતસર કચરા પેટી સમાન બની ગયું છે. બેંક કર્મચારીઓની ઉદાસીનતા કહો કે લાપરવાહી પરંતુ હાલમાં તો આ એ.ટી.એમ. સેન્ટર કચરા પેટી જ બની ગયું છે. એ.ટી.એમ. સેન્ટરમાં આવતા ગ્રાહકો અનેકવાર રજુઆત કરી ચુક્યા છે. છતાં એ.ટી.એમ. સેન્ટરની સાફ સફાઇ માટે કોઇ જ ધ્યાન અપાતું નથી.

 

‘રોડ છાપ રોમીયો’’ નહીં આ છે રોડ છાપ તબીબ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૪

‘‘રોડ છાપ રોમીયો’’ તો તમે ઘણાં જોયા હશે. પરંતુ શું તમે કોઇ દિવસ રોડ છાપ તબીબ જોયો છે. તમારો જવાબ કદાચ ‘ના’માં જ હશે. તમારે જો આ રોડ છાપ તબીબને જોવો હોય તો કાગડાપીઠ પોલીસ મથક જવું પડશે. કેમ ચોંકી ગયા. પરંતુ આ એકદમ સત્ય છે. છેલ્લાં પાંચ વર્ષથી બરાબર કાગડાપીઠ પોલીસ મથકની દિવાલને અડીને એક દાંત ફીટ કરનાર પોતાની હાટડી જમાવીને બેસે છે. પોતાને ડેન્ટીસ્ટ તરીકે ઓળખાવનાર આ શખ્સ બિન્દાસ્ત પોલીસની જનર સામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. પરંતુ પોલીસે અગમ્ય કારણોસર ચુપકીદી સેવી લીધી છે. દાંત રીપેરીંગ કરી આપનાર આ શખ્સ તો ત્યાં સુધી કહે છે કે પુલીસ મથક કે સારે પુલીસવાલે ભી મેરે પાસ દાંત રીપેરીંગ કરવાતે હૈ. બોલો હવે આમાં શું સમજવું ?

 

ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર : કિઓસ્ક મુકીને જાહેરાત કરવા કોન્ટ્રાક્ટ સોંપાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

મ્યુનિ. કોર્પોરેશનના હદ વિસ્તારમાં સ્પે. ઝોન એઠલે ેક મ્યુનિ. માલિકીના રીવરબિ્રજ, ઓવરબિ્રજ, અન્ડરબિ્રજ અને તેના એપ્રોચ રસ્તા પર આવેલા ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર કિઓસ્ક મુકી જાહેરાત કરી શકાશે. આ માટે તાજેતરમાં મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં કિઓસ્ક મુકી જાહેરાત કરવાના હક ત્રણ વર્ષની મુદત માટે એલોટ કરવાના સંદર્ભે ઓફરો મંગાવતા નક્કી કરેલ અપસેટ વેલ્યુ રૂા. ૪૨.૫૦ લાખ કરતાં વધુ ઓફરના એક માત્ર ઓફરદારને તેઓની ર્વાિષક લાયસન્સ ફી રૂા. ૫૧.૬૬ લાખની ઓફર સ્વીકારી જાહેરાત કરવાના હકની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેમાં ટેન્ડરની શરતોને આધીન ત્રણ વર્ષની મુદત માટે હક આપવા નિર્ણય કરાયો હતો.

 

ભાજપના જુઠ્ઠાણાને જાકારો : મોદી જયાં પણ સભા કરવા ગયા ત્યાં ભાજપનો પરાજય

દેશના મુખ્ય વિરોધ પક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ જ બેઠકો મળી હોવાનો શક્તિસિંહે દાવો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

દેશમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીઓમાં દેશના મુખ્ય વિરોધપક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ બેઠકો મળેલી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહે ગોહિલે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપના જુઠાણાઓને દેશના પાંચ રાજયોની જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી રાષ્ટ્રીય નેતા બનવાના પોતાના સ્વપ્નાઓ લઇને પાંચ રાજયોમાં ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરવા ગયા હતા. પરંતુ તેઓએ જયાં જયાં સભાઓ કરી છે ત્યાં ત્યાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો છે. આસામમાં ગુજરાતના મુખ્યમંત્રીએ બેફામ વાણીવિલાસ કરવાના કારણે આસામના પ્રદેશ ભાજપના પ્રમુખ હારી ગયા છે. કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ બેફામ આક્ષેપો અને નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરનારા ભાજપને મતદારોએ સાથ આપ્યો નથી.

ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશની વાત કરનારા ભાજપના બેવડા ધોરણોને પાંચ રાજયોની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસપક્ષે પોતાના પક્ષના કે પોતાના સાથી પક્ષના કોઇપણ મોટા નેતા સામે ભ્રષ્ટાચારનો સહેજ પણ આક્ષેપ આવ્યો તો તેમને નૈતિકતાના ધોરણે પદ પરથી દૂર કર્યા છે. તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપવાળા કોઇને પણ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય પ્રયત્ન થયો નથી. ભાજપના કર્ણાટકના મુખ્યપ્રધાન હોય કે ગુજરાતમાં ચાલતો ભ્રષ્ટાચાર હોય, ભાજપ દ્વારા હંમેશા પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવાનો પ્રયત્ન થયો છે. જેને પાંચ રાજયોની જનતા બરોબર ઓળખી ચૂકી છે.

 

ત્રણ રાજયોના વિજયથી કોગીમાં આનંદનું મોજુ

ઉદ્યોગપતિ રતન ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી ડાબેરીઓએ સત્તા ગુમાવી : અર્જુનભાઇ મોઢવાડિયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

પાંચ રાજયોની ચૂંટણીના આવેલ પરિણામોમાં ત્રણ રાજયોમાં કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ વિજય મેળવ્યો છે. તે અંગે તે રાજયોના આગેવાનો, કાર્યકરો અને પ્રજાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ અભિનંદન આપ્યા છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે, આ પાંચ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકમાંથી માત્ર એક સીટ, આસામમાં ૧૨૬ માંથી ચાર બેઠક મળતાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. જયારે કેરલમાં ૧૪૦માંથી અને તામિલનાડુમાં ૨૩૪ બેઠકમાંથી ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક પણ ન મળતાં તેનાં સૂપડા સાફ થઇ ગયાં છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ટાર પ્રચારક તરીકે આસામ અને પશ્ચિમ બંગાળની જે જે બેઠકો ઉપર પ્રચાર કરવા ગયા તે તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે અને તેમનો સખત પરાજય થયો છે.

મોઢવાડિયાએ જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના ગઠબંધનને ૨/૩ કરતાં પણ ભારે બહુમતિ મળી છે. અને ૩૪ વર્ષ બાદ બંગાળમાંથી ડાબેરીઓનો સફાયો થયો છે. પશ્ચિમ બંગાળમાં શ્રમજીવીઓ, કામદારો, ખેડૂતો, ખેતમજૂરો વગેરેને સાથ સહકારને કારણે વર્ષો સુધી ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં સત્તા ટકાવી રાખી હતી. પરંતુ આ ખેડૂતો, શ્રમજીવી, મધ્યમવર્ગ અને યુવાનોને ભૂલીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ સત્તા ગુમાવી છે. ગુજરાતમાં પણ ખેડૂતો, ખેત મજૂરો, શ્રમજીવીઓ, બેકાર શિક્ષિત યુવાનો, ઝૂંપડપટ્ટીમાં રહેનાર ગરીબ લોકોના પ્રશ્નોને નજર અંદાજ કરીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડનાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ સરકારે પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આજે સાંજે કોંગ્રસ ભવન ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

 

સંપૂર્ણ એક્સ્લુસિવ : પુરુષો કરતા સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા વધુ

થાઇરોઇડની છુપી બીમારીથી ૨.૪ કરોડ ભારતીયો પિડિત

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા.૧૩

આજના આધુનિક યુગમાં ચટાકેદાર ખાવા-પીવાને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે, તો કેટલાકને જન્મથી જ શરીરમાં અમુક ખામી કે વિકાર હોય છે.પરંતુ તે વ્યક્તિના વિકાસની સાથે સાથે પરિવર્તન પામે છે. શરીરમાં હોર્મોન્સ એ અગત્યનો ભાગ ભજવે છે, માણસના શરીરમાં યોગ્ય માત્રામાં હોર્મોન્સ હોવા જરૂરી છે અને કેટલીક વખતે એવું પણ જોવા મળે છે કે, હોર્મોન્સ ઓછા હોય કે વધુ હોય તો પણ કેટલીક સામાન્ય છતાં ગંભીર બીમારી ઉત્પન્ન કરે છે એવી જ એક બીમારી છે થાઇરોઇડ.

થાઇરોઇડ એ ગળાની પાસે આવેલી એક નાની એવી ગ્રંથિ હોર્મેનનો સ્ત્રોવ કરે તો કોઇવાર સ્ત્રાવ કરી શકતી નથી અને તેવા સમયે વ્યક્તિ થાઇરોઇડ વિકારથી ગ્રસ્ત હોય છે, અને જો આ ગ્રંથિ લોહીમાં વધુ પ્રમાણમાં હોમેનનો સ્ત્રોવ કરે તો હાઇપર થાઇરોડિઝમ અને જો ઓછા પ્રમાણમાં સ્ત્રોવ કરે તો હાઇપો થાઇરોડિઝમ કહેવાય છે. આ અંગે વિશેષ માહિતી આપતા ડો.સુશિલ કહે છે, થાઇરોઇડ ગ્રંથિમાંથી અનિયમિત સ્ત્રાવને કારણે વિકાર ઉત્પન્ન થાય છે, જે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇને એક મોટી સમસ્યા બનતી જાય છે. એક અનુમાન મુજબ આજે ૨.૪ કરોડ ભારતીયો થાઇરોઇડની છુપી બીમારીથી પીડાય છે, છુપી એટલા માટે કેમકે આ બીમારી ના લક્ષણો સામાન્ય લાગે પરંતુ તેનું પરિણામ ગંભીર સાબિત થાય છે. એક રિપોર્ટ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા વધુ જોવા મળે છે થાઇરોઇડના અસરગ્રસ્તોમાં ૮૦ ટકા સ્ત્રીઓ હોય છે અને આ બીમારીની

ાંખ્યા એ ડાયાબિટીસના દર્દી જેટલી છે, પણ તેની જાણ થતી નથી. આજે ૪૦ મિલિયન લોકો થાઇરોઇડગ્રસ્ત છે, એમાંથી લગભગ ૮૨ની જ ઓળખ થઇ શકે છે, કેમકે તેના લક્ષણો જ સામાન્ય લાગે છે, હાઇપર થાઇરોડિઝમ અને હાઇપો થાઇરોડિઝમ બમેનના લક્ષણ ધીમે ધીમે પ્રગટ થાય છે, અને પ્રારંભમાં એ એટલા બધા ક્ષીણ હોય છે કે એ તરફ કોઇનું ધ્યાન જતું નથી. હાઇપર થાઇરોડિઝમમાં જયાં વજન ઘટવા લાગે છે, ત્યાં જ હાઇપો થાઇરોડિઝમમાં અકારણ વજન વધવા લાગે છે, ઉપરાંત ગર્ભધારણ ન થવું, વાળ ખરવા, ડિપ્રેશન, થાક, ત્વચા શુષ્ક થવી, આંખની આસપાસ કે શરીરમાં સોજા આવવા, માસિક અનિયમિત થવું, ઉંઘ ન આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે એને વધુ પડતી ભાગદોડ, વધુ પડતું કામ કે ઓફિસની તાણ સાથે જોડી દેવાય છે, જેથી આ વિકાર વધતો જ જાય છે. થાઇરોઇડ પ્રત્યે જાગૃત કરવા અને એનો પરિચય કરાવવા માટે ૨૫મી મે એ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે, અને આ દિશામાં ભારતીય થાઇરોઇડ સોસાયટી એબટ ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ જાગૃત અભિયાન ચલાવે છે.

 

 

બિમારીના લક્ષણો સામાન્યઃ ૪૦ મિલિયન લોકો થાઇરોઇડગ્રસ્ત છે,એમાંથી ૮૨ની જ ઓળખ થાય છે

 

થાઇરોઇડની સારવાર

 

ડો.સુશિલ જણાવે છે કે, જો થાાઇરોઇડની સારવાર સમયસર કરવામાં ન આવે તો એ બીજી અનેક સમસ્યાઓને જન્મ આપે છે જેમકે ગર્ભવતી માતા થાઇરોટેક ગ્રસ્ત હોય તો બાળકમાં ઓછું આઇક્યૂ હોઇ શકે છે, સ્ત્રીઓમાં માસિકધર્મ સંબંધી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય અથવા તો એ શરીરનાં અનેક મુખ્ય અંગો જેમકે, મગજ, હદ્ય કે પ્રજનનતંત્ર પર પણ અવળી અસર કરે છે. આની સારવાર અત્યંત સરળ છે, કોઇપણ સામાન્ય ડોક્ટર તમને માત્ર એક નાની દવા ખાવાની સલાહ આપી શકે છે. એકવાર આ વિકરા અટકી ગયા પછી વર્ષમાં એકવાર તેનો ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે અને તમે સામાન્ય દિનચર્યા જીવી શકો છો.

 

 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope