All posts by Sampurna Samachar

લાંભાનું પ્રસિદ્ધ બળિયા દેવનું મંદિર આજથી બંધ


કોરોના સંક્રમળના લીધે નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પ્રી મોંનસુન વરસાદ થઈ રહ્યો છે. હવે ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે. દક્ષિણ ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત એન્ટ્રી કરી છે. જોકે ચાલુ વર્ષ ચોમાસુ સામાન્ય દિવસ વહેલું આવી ગયું છે. ભારત મૌસમ વિભાગ દ્વારા ૪૦ વર્ષના ડેટા અભ્યાસ બાદ પૂર્વાનુમાન લગાવ્યું હતું કે, ગુજરાત ચોમાસાનું સત્તાવાર ૨૧ જૂનના આગમન થશે. પરંતુ જે રીતે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને કેરળમાં ચોમાસુ શરૂ થયા બાદ ઝડપથી આગળ વધી રહ્યું હતું. જેના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે. ગુજરાતમાં વિધિવત ચોમાસાનો વરસાદ આવે તે પહેલા જ પ્રી મોંનસુનનો સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટ મનોરમાં મોહન્તિએ જણાવયુ હતું કે, ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસુ સુરત ઉપરથી ક્રોસ થયું છે.

 

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૬.૨૯ ટકા રિઝલ્ટ જાહેર

ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી

રાજ્યમાં ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ , તા. ૧૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના ધો-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે ૫.૦૦ વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ. ખ્તજીહ્વ.ર્િખ્ત પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. અમદાવાદમાંથી અંદાજે ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા માટે કુલ ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. જણાવી દઈએ કે, ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ ૧૨ આટ્ર્સ અને કોમર્સની સ્ટ્રીમની પરીક્ષા ૫ માર્ચથી ૧૨ માર્ચ વચ્ચે લેવાણી હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને પગલે પરિણામ જાહેર થવામાં મોડું થયું હતું. બધા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૩૩ ટકા લાવવા જરૂરી છે અને બધા વિષયમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક હોવા જરૂરી છે. આ વર્ષે ૭૬.૨૯ ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગત વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩.૨૭ ટકા પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષની સરખામણી કરતા પરિણામ વધુ સારું આવ્યું છે. તેમજ જે છેલ્લા ૮ વર્ષનું સૌથું ઊંચુ પરિણામ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. ૨૬૯ શાળાઓની પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૨.૨૦ ટકા છે જ્યારે કુમાર વિધાથીઓ પરિણામ ૭૦.૯૭ ટકા છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬ જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા ૩ ટકા પરિણામ વધુ આવ્યું છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે.

 

૩૦ જૂન બાદ છ્‌સ્થી કેશ ઉપાડવાના નિયમો બદલાશે

છ્‌સ્ ટ્રાન્જેક્શન લિમિટ સાથે જોડાયેલો નિયમ

કોઈપણ બેંકના છ્‌સ્થી કેશ ઉપાડી શકાશે જેમાં ટ્રાન્જેક્શન ચાર્જ નહીં આપવો પડે એ નિયમ લોકડાઉન સુધી મર્યાદિત હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોના વાયરસને ધ્યાને લઈ દેશભરમાં લોકડાઉનની લાગુ થયાના તરત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ૨૪ માર્ચે જણાવ્યું હતું કે, એટીએમ ચાર્જિસને ૩ મહિના માટે હટાવી દેવામાં આવી રહ્યા છે. નાણા મંત્રીની જાહેરાત બાદ એટીએમ કાર્ડહોલ્ડર્સને આ સુવિધા મળી કે તેઓ કોઈપણ બેન્કના એટીએમથી કેશ ઉપાડી શકશે. તે મુજબ તેમને વધારાના ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ છૂટ એપ્રિલ, મે અને જૂન મહિના સુધી હતી. આ છૂટની ડેડલાઇન હવે ખતમ થઈ રહી છે. નાણા મંત્રાલય કે બેન્કો તરફથી તેને લંબાવવા માટે કોઈ જાણકારી નથી આપવામાં આવી. આ જાહેરાતની સાથે નાણા મંત્રીએ બેન્ક સેવિંગસ એકાઉન્ટમાંં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ રાખવાની મર્યાદાને પણ ત્રણ મહિના માટે હટાવવાની જાહેરાત કરી હતી. જોકે, ભારતીય સ્ટેટ બેન્કે ૧૧ માર્ચે જ પોતાના ગ્રાહકો માટે ન્યૂનતમ બેલેન્સ રાખવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી. નાણા મંત્રીએ આગળ એવી પણ જાહેરાત કરી હતી કે, કોઈપણ રીતે ડિજિટલ ટ્રેડ ટ્રાન્જેક્શનને પણ હટાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી કેશ ઉપાડવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લોકો બેન્કની બ્રાન્ચોમાં જાય. દેશની સૌથી મોટી બેન્કે ૧૧ માર્ચે એક નિવેદન જાહેર કર્યું કે, એસબીઆઈના તમામ ૪૪.૫૧ કરોડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. આ પહેલા મેટ્રો શહેરોમાં એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ ૩,૦૦૦ રૂપિયા અનિવાર્ય હતા. આવી જ રીતે અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આ રકમ ક્રમશઃ ૨,૦૦૦ રૂપિયા અને ૧,૦૦૦ રૂપિયા હતી. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર એસબીઆઈ

ગ્રાહકો પાસેથી ૫-૧૫ રૂપિયા તથા ટેક્સી વસૂલતી હતી. સામાન્ય રીતે કોઈપણ બેન્ક એક મહિનામાં પાંચ વાર ફ્રીમાં લેવડ-દેવડની સુવિધા આપે છે. અન્ય બેન્કોના એટીએમ માટે આ મર્યાદા ત્રણ વારની જ હોય છે. આ મર્યાદાથી વધુ વાર એટીએમ ટ્રાન્જેક્શન કરવા માટે બેન્ક ગ્રાહકો પાસેથી ૮થી ૨૦ રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ વસૂલે છે. આ ચાર્જ એ વાત પર આધાર રાખે છે કે, ગ્રાહકે કેટલી રકમની લેવડ-દેવડ કરી છે.

 

રાજ્યમાં કોરોનાના કેસ

(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૧૪ કેસ સપાટી પર આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.
શહેર કેસ
અમદાવાદ ૩૨૭
સુરત ૬૪
વડોદરા ૪૪
ગાંધીનગર ૧૫
જામનગર ૯
ભરૂચ ૯
રાજકોટ ૮
પંચમહાલ ૭
સાબરકાંઠા ૪
જુનાગઢ ૪
પાટણ ૩
સુરેન્દ્રનગર ૩
મહેસાણા ૨
અરવલ્લી ૨
વલસાડ ૨
બનાસકાંઠા ૧
આણંદ ૧
કચ્છ ૧
ખેડા ૧
બોટાદ ૧
નવસારી ૧
નર્મદા ૧
અમરેલી ૧
અન્ય રાજ્ય ૩
કુલ ૫૧૪

 

છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪ કેસ : ૨૮ વ્યક્તિનાં મોત થયા


અમદાવાદામાં નવા ૩૨૭ કેસ સપાટીએ આવ્યા
૩૩૯ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે : ૭૧ લોકો વેન્ટીલેટર પર : અત્યાર સુધીમાં ૨૯૨૯૦૯ ટેસ્ટ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના નવા દર્દીઓ ઉમેરાયા અને રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૪૧૦૪ પર પહોંચ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદના ૨૩ સહિત ૨૮ વ્યક્તિના મોત થયા અને કુલ મૃત્યુઆંક પંદરસોને પાર થઈ ૧૫૦૬ મૃત્ુ નોંધાયા છે. રાજ્યમાં આજે ૩૩૯ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા, વેન્ટીલેટર પર ૭૧ દર્દીઓ સારવાર વ્યક્તિઓ ડિસ્ચાર્જ લઈ ઘરે રવાના થયા. રાજ્યમાં ૧લી જુનથી અનલોક કર્યા બાદ આજે બીજીવારના સૌથી વધારે એક દિવસમાં કોરોના પોઝિટિવના ૫૧૪ કેસ નોંધાયા. જે ગત ૧૩મી જુને નોંધાયેલ ૫૧૭ પછીના છે. જૂન ૧૪ ૫૧૧ કેસ, જુન મહિનાની ૫મી, ૧૦મી અને ૧૧મી તારીખે ૫૧૩ કેસ નોંધાયા છે. જેને તબીબ વર્તુળો સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં આજે ૨૮ વ્યક્તિઓ કોરોનાને કારણે ૨૪ કલાકમાં મૃત્યુ પામ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૪ અને અરવલ્લીમાં ૧ વ્યક્તિનું મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક રાજ્યમાં ૧૫૦૬ નોંધાયા છે. કોરોના પોઝિટિવના આજે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં ૩૨૭, સુરતમાં ૬૪, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૧૫, જામનગર અને ભરૂચમાં ૯-૯, રાજકોટમાં ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જુનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી અને વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૩ સાથે કુલ આંક ૫૧૪ થયો છે. રાજ્યમાં આજે ૫૯૨૬ કુલ કેસ નોંધાયા છે. જેમાં વેન્ટીલેટર પર ૭૧ અને સ્ટેબલ ૫૮૫૫ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૨૯૦૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજની તારીખે કુલ ૨૧૧૮૬૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૭૨૯૦ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૪૬૫૮ વ્યક્તિને ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

 

જિંદગીના રંગમંચ પર દરેક રોલ બખુબી નિભાવું છું : સુશાંત સિંહ

રાબતાના પ્રમોશન માટે અમદાવાદની છેલ્લી મુલાકાત
મેં કુછ નહીં કરતા તબ ભી બહોત કુછ કરતાં હું, આ શબ્દોમાં સુશાંત સિંહનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતોે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૫
બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હવે નથી રહ્યા. આ કહેવું જેટલું તેનાં પરિવાર માટે દુઃખદ છે તેટલું જ બોલિવૂડનાં તમામ સ્ટાર્સ ફેન ફોલોઅર્સથી લઈને મીડિયા જગત માટે આશ્વર્યજનક છે. કારણ કે બોલિવૂડનાં ચમકતા સિતારા સુશાંતે જ્યારે પણ મીડિયા સાથે વાત કરી છે ત્યારે તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ક્રિકેટરથી વોરિયરની સફર કરતાં સુશાંત સિંહ પોતાની ફિલ્મ રાબતાના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ કોને ખબર હતી કે સુશાંતની આ મુલાકાત તેમનાં જીવનની છેલ્લી મુલાકાત બની જશે. ૨૦૧૭માં અમદાવાદ આવેલાં સુશાંત સિંહ પોતાના ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેઓ દરેક કિરદાર નિભાવતી વખતે તે કિરદારમાં બિલિવ કરે છે પછી તે મહેન્દ્ર સિંહ ધોનીનું હોય કે પછી કોઈ વોરિયરનું. કોઈપણ ફિલ્મ માટે સુશાંત ખૂબ જ મહેનત કરતાં હતા તેમણે એ પણ જણાવ્યું હતું કે, મારા દરેક કેરેકટર ઈન્ટ્રેસ્ટીંગ હોય છે. જેમ મહેન્દ્રસિંહ ધોનીમાં તેમણે ક્રિકેટથી પ્રેમ થયો તેવી જ રીતે ફિલ્મ માટે તેમને તલવારબાજીની પ્રેક્ટિસ કરવી પડી હતી. આજે દરેક વ્યક્તિ વિચારમાં પડી ગયું કે શું સુશાંત સિંહ આત્મહત્યા કરી શકે. અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે આપેલાં ઈન્ટરવ્યૂમાં સુશાંતે ખાસ કહ્યું હતું કે મેં કુછ નહીં કરતા તબ ભી બહોત કુછ કરતાં હૈ. આ શબ્દોમાં સુશાંત સિંહનો આત્મવિશ્વાસ જોવા મળે છે. સુશાંતે દરેક કેરેકટરમાં વિશ્વાસ રાખતાં હતા. સુશાંત આમ તો મીડિયા સામે આવે ત્યારે ખૂબ જ શરમાળ દેખાતા હતા પરંતુ અમદાવાદ મુલાકાત સમયે તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની અંગત વાતો પણ શેર કરી હતી. સુશાંતે જણાવ્યું હતું કે તેમણે જયારે જયારે તેમને લાગે છે કે તેઓ કોઈ કેરેટર નહીં નિભાઈ શકે ત્યારે ત્યારે તેઓ તે કેરેકટર ચોક્કસથી

કરે અને સારી રીતે કરે છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમને ફિલ્મ રાબતાનું કેરેકટર માટે વિચાર્યુ કે તેઓ નહીં કરી શકે પરંતુ તેમણે તલવારબાજી શીખી લીધી જેને કારણે ફિલ્મ કોઈપણ જુએ ત્યારે તેને લાગે જ નહીં કે આ પહેલાં સુશાંતે ક્યારેય તલવાર હાથમાં નથી લીધી. ખૂબ જ સાહજિકતાથી કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ભૂતકાળને યાદ કરે ત્યારે ચોક્કસથી એ વ્યક્તિની નિખાલસતા સામે આવી જાય.. અને તમને ખબર નહીં હોય હું એકટર પહેલાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો અને શાહરૂખ શાહિદ રિતીક રોશનની પાછળ ડાન્સ પણ કર્યો હતો. સોંગ પંજાબી હોય કે બેંગોલી મને પહેલેથી જ ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. આ બાદ તેમણે મુવીની વાત કરી કે ફિલ્મમાં પંજાબી સોંગ તેમણે ખૂબ જ એન્જોય કર્યુ છે. બોલિવૂડમાં કદમ મુકતાં જ સુશાંત ફિટનેસ માટે ખૂબ જ જાણીતો બની ગયો હતો. જેને લઈને તેનાં ફેન ફોલોઅર્સ પણ સુશાંત શું કરે છે તે જાણવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે તેઓ ફિટનેસ માટે વર્કઆઉટ સ્ટ્રીક્ટ કરે છે પરંતુ જ્યારે ડાયટની વાત આવે ત્યારે તેઓ દિવસમાં ૧ વાર કંઈક ગળ્યું ખાઈ લે છે. સુશાંતે તેનાં કોચને રિકવેસ્ટ પણ કરી હતી કે તે ડાયટમાં ૧ ચીટ મિલ લેશે પરંતુ તેનું વર્કઆઉટ તે પ્રકારે શિડયુઅલ કરવામાં આવે જેથી તે ખાઈ પણ શકે અને તેની બોડી પણ બની શકે.

 

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર વધુ બે રૂપિયાનો વધારો

પેટ્રોલ ૭૫ અને ડિઝલ ૭૩ રૂપિયાની નજીક

રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકા કાપ, કોરોનાથી ૧૦ હજાર કરોડની આવક ઘટશેઃ નીતિન પટેલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૧૫
સરકાર સંચાલિત ઓઈલ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રાખ્યો હતો. પેટ્રોલના ભાવમાં ૪૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૯ પૈસાનો વધારો કરાયો છે. આ સતત ૯મો ભાવ વધારો છે. આ સાથે ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં રૂપિયા બેનો વધારો લાગુ કરતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈંધણના ભાવ ભડકે બળશે. અમદાવાદમાં સોમવારે પેટ્રોલનો ભાવ ૭૨.૦૧ રૂપિયા હતો તે વધીને હવે પંચોતેર સુધી પહોંચી જશે. જ્યારે ડીઝલનો ભાવ સોમવારે રૂપિયા ૭૦.૨૫ હતો તે વધીને ૭૩ની નજીક પહોંચી જશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સોમવાર મધરાત્રિથી રાજ્યમાં આ વધારો લાગુ થશે. કોરોનાની મહામારીને કારણે ગુજરાત સરકારની આવકમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ રહ્યો છે. નીતિન પટેલે એમ પણ કહ્યું કે, હાલ પૂરતો કર્મચારીઓના મોંઘવારી ભથ્યાંનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદ્દતમાં વધારો કર્યો છે. આ સાથે જ રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂક્યો છે. ઓઈલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલના ભાવમાં ૬૨ પૈસા અને ડીઝલના મુલ્યમાં ૬૪પૈસાનો વધારો કર્યો હતો. ગયા રવિવારથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરુ કર્યું હતું તે સળંગ નવમા દિવસ સુધી જારી રખાયું છે. આ પહેલાં લોકડાઉનના ગાળામાં અને તે પૂર્વે ૮૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ જારી કરેલા નવા વધારા પ્રમાણે દિલ્હીમાં હવેથી પેટ્રોલ લીટરે રૂપિયા ૭૫.૭૮ જ્યારે ડીઝલ રૂપિયા ૭૪.૦૩ના ભાવથી મળશે. ઓઈલ કંપનીઓ જૂન ૨૦૧૭થી દૈનિક આધારે ભાવની સમીક્ષા કરી રહી છે. ત્યારથી પેટ્રોલના ભાવમાં ૬૨ પૈસા અને ડીઝલના મૂલ્યમાં ૬૪ પૈસાનો સૌથી વધુ વધારો કરાયો છે. કંપનીઓએ પ્રાઈઝની સમીક્ષા ૮૨ દિવસ સુધી સ્થગિત કર્યા બાદ સાત જૂનથી ભાવમાં સતત વધારો કર્યે રાખ્યો હતો. રવિવારે સતત આઠમા દિવસે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાછલા આઠ દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં રૂપિયા ૪.૫૨ અને ડીઝલના ભાવમાં રૂપિયા ૪.૬૪નો વધારો ઝીંકી દેવાતાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલ સરેરાશ રૂપિયા ૭૫ના ભાવ પર પહોંચી ગયાં છે. દૈનિકી ધોરણે વધારાયેલા ભાવમાં રવિવારે સૌથી મોટો વધારો ઝીંકાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના વાયરસની મહામારીને કારણે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડાનો લાભ લેવા અને દેશમાં ટેક્સની આવક ઘટતાં ઘટેલો. સરકારી આવકને વધારવા માટે ઈંધણના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ૧૪મી માર્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની લાગતમાં પ્રતિ લીટરે રૂપિયા ત્રણનો વધારો કર્યો હતો. તે પછી ઓઈલ કંપનીઓ ઈન્ડિય ઓઈલ કોર્પોરેશન-આઈઓસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન-બીપીસીએલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ-એચપીસીએલએ દૈનિક ભાવની સમીક્ષા રોકી દીધી હતી. સરકારે ફરીથી પાંચમી મેના રોજ પેટ્રોલના ઉત્પાદ શુલ્કમાં રૂપિયા ૧૦ અને ડીઝલમાં રૂપિયા ૧૩નો પ્રતિ લીટરે વધારો કરી દીધો હતો. સરકારને આ લાગત વધારતાં વધારાના રૂપિયા બે લાખ કરોડનો ફાયદો થયો હતો.

 

ચીનમાં કોરોનાના ૬૭ કેસ, બેઇજિંગમાં ટેસ્ટિંગ વધારાયા

ચીનના માંસ-શાકભાજીના જથ્થાબંધ માર્કેટ બંધ

શિંફદીમાં કામ કરનારા તમામ લોકોની તપાસ કરી ત્યાં ગયેલાઓને બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા આદેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)
બેઇજિંગ, તા. ૧૫
ચીનમાં કોરોના વાયરસના નવા ૬૭ કેસ સામે આવ્યા બાદ રાજધાની બેઇજિંગના એક જથ્થાબંધ બજારમાં અસંખ્ય લોકોની તપાસ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના નવા જે કેસો આવ્યા છે, એ પૈકી ૪૨ કેસો બેઇજિંગમાં નોંધાયા છે. બેઇજિંગના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ સોમવારે જણાવ્યું કે, કોવિડ-૧૯નો પ્રકોપ રોકવા માટે બેઇજિંગમાં અધિકારીઓએ ૩૦મી મેથી હમણાં સુધી શિંફદી જથ્થાબંધ માર્કેટમાં ગયેલા લગભગ ૨૯૩૮૬ લોકોના ન્યૂકલેઇક એસિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચીનના આ જથ્થાબંધ બજારમાં તાજેતરમાં કોરોના વાયરસના કેટલાય કેસો સામે આવ્યા છે. હમણાં સુધીની તપાસમાં ૧૨૯૭૩ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો નથી અને બાકીના લોકોના રિપોર્ટ આવવાના બાકી છે, જે જથ્થાબંધ માર્કેટમાં ગયા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે પોતાના દૈનિક રિપોર્ટમાં સોમવારે જણાવ્યું કે, કોવિડ-૧૯ના ૪૯ નવા કેસો સામે આવ્યા છે અને વગર લક્ષણના ૧૮ લોકો ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થઈ છે. રવિવાર સુધી વગર લક્ષણના ચેપગ્રસ્ત જોવા મળેલા ૧૧૨ લોકો આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. આ એવા દર્દીઓ છે, જેમનામાં કોવિડ-૧૯ના કોઈ લક્ષણ નથી, પરંતુ તેમ છતાં આ લોકોના ટેસ્ટ કરતા તેમનામાં કોરોનાના ચેપ હોવાનું સામે આવ્યું છે. આ લોકોથી અન્યોને ચેપ લાગવાનો ખતરો છે. આયોગના કહેવા અનુસાર ૪૯ કેસો પૈકી ૩૬ કેસો સોમવારે બેઇજિંગમાં નોંધાયા છે. આ કેસો એ જથ્થાબંધ બજારમાં સામે આવ્યા છે, જ્યાંથી શહેરમાં માંસ અને શાકભાજીનો જથ્થો પુરો પાડવામાં આવે છે. બેઇજિંગમાં શિંફદી બજારને બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાં કામ કરનાર તમામ લોકોની તપાસ કરવી અને ત્યાં ગયેલા દરેક વ્યક્તિને બે સપ્તાહ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો છે.ચીનના આરોગ્ય વિભાગના કહેવા અનુસાર દેશમાં રવિવાર સુધીમાં ૮૩૧૮૧ કેસો સામે આવ્યા છે, જે પૈકી ૧૭૭ લોકોની સારવાર ચાલી રહી છે. આ પૈકી બે દર્દીની હાલત હજુ ગંભીર છે.

 

કોરોના : ન્યુયોર્ક જેવી હાલત મુંબઈ-દિલ્હીની થઇ શકે છે

ભારતમાં કોરોના કેસ સંદર્ભે નિષ્ણાતોનો મત

દેશમાં કોરોના કેસની સંખ્યા ૩ લાખને પાર થઈ છે અને દુનિયાના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, ૧૫
દેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૩ લાખને પાર કરી ગઈ છે અને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત ચોથા સ્થાને છે. દેશમાં કોરોના ફાટી નીકળવા માટે લગભગ બે મહિનાથી કડક લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આરામ પછીથી, કોરોના ઝડપથી ફેલાવા માંડી છે. બીબીસીએ ભારતમાં કોરોનાની સ્થિતિ પર એક વ્યાપક વિશ્લેષણ કર્યું છે અને તેના પર કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. એકંદરે, ભારતનું પ્રદર્શન તેટલું ખરાબ નથી. અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩ લાખને વટાવી ગઈ છે અને વિશ્વના સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ચોથા સ્થાને છે. કોર્નેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર કૌશિસ બાસુ કહે છે કે માથાદીઠ ચેપના મામલે ભારત વિશ્વમાં ૧૪૩ મા ક્રમે છે. વાયરસનો વિકાસ દર ઘટી ગયો છે અને ચેપનો સમય બમણો થયો છે. પરંતુ નજીકથી નજર નાખીએ તો મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા મોટાભાગના અસરગ્રસ્ત શહેરોમાં કેસ વધી રહ્યા છે અને લોકોની હોસ્પિટલમાં દાખલ થવું અને મૃત્યુદર પણ વધી રહ્યો છે. કોવિડ -૧૯ દર્દીઓની સારવાર કરતા ચિકિત્સકે કહ્યું, “જો ચેપ આ રીતે સતત વધતો રહ્યો, તો આ શહેરોની સ્થિતિ ન્યુ યોર્ક જેવી થઈ જશે.” આ શહેરોમાંથી ભયાનક અહેવાલો આવી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં નથી અને મરી રહ્યા છે. એક કિસ્સામાં, ટોઇલેટમાં એક દર્દીનું મોત નીપજ્યાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. લેબ્સ અતિ-ક્ષમતાના નમૂનાઓ મેળવી રહ્યાં છે, જેના કારણે પરીક્ષણ વિલંબ અથવા પરીક્ષણ બાકી છે. હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર આશિષ ઝાએ કહ્યું હતું કે ’હું ભારતમાં વધતા જતા કેસો અંગે ચિંતિત છું. તે સંભવ નથી કે ટોચ પર પહોંચ્યા પછી કોરોના તેના પોતાના પર જ ઓછી થઈ જાય. તમારે તે માટે પગલાં ભરવા પડશે. ’ તેમણે કહ્યું કે ભારત ૬૦ ટકા વસ્તીને પશુઓની પ્રતિરક્ષા વિકસાવવા માટે સંક્રમિત થવાની રાહ જોવી નથી. આ લાખો લોકોને મારશે અને આ સ્વીકાર્ય ઉપાય નથી. મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટેટિસ્ટિક્સના પ્રોફેસર ભ્રુમાર મુખર્જી કહે છે કે ભારતમાં કોરોના વળાંક હજી ઘટ્યો નથી. તેમણે કહ્યું, “આપણે ચિંતા કરવી જોઈએ પરંતુ આ ચિંતા ગભરાટમાં ફેરવી ન જોઈએ.” જવાબ હા અને ના છે. ભારતનો કેસ મૃત્યુ દર (સીએફઆર) એટલે કે કોવિડ પોઝિટિવ દર્દીઓના મૃત્યુનું પ્રમાણ આશરે ૨.૮% છે. પરંતુ આમાં તેમજ સંક્રમણના આંકડામાં કોઈ સ્પષ્ટતા નથી. લંડન સ્કૂલ ઓફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના ગણિતશાસ્ત્રી એડમ કુચાર્સ્કી કહે છે કે કુલ કેસો અને કુલ મૃત્યુ વચ્ચેના સંબંધોને નિકળવાથી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતું નથી. તેમાં અસુરક્ષિત કિસ્સાઓ સામેલ નથી. નિષ્ણાતો કહે છે કે રોગચાળાના આ તબક્કે સીએફઆર જોતાં સરકારો ખુશ થઈ શકે છે. મુખર્જીએ કહ્યું કે સીએફઆર એક ભ્રાંતિ છે. ભારતમાં લાખો વિદેશીઓ દેશના દરેક ખૂણામાં કોરોના ચેપ ફેલાવે છે. ઓડિશામાં, સ્થળાંતર કામદારો ૮૦ ટકા કેસો માટે જવાબદાર છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના વેસ્ક્યુલર સર્જન અંબરીશ સાત્વિક કહે છે કે ભારતમાં રોગચાળાને જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી રીતે જોવાની જરૂર છે. નિષ્ણાંતો કહે છે કે ભારતે શરૂઆતમાં લોકડાઉનમાં સારું કામ કર્યું હતું. ડો. ઝાએ કહ્યું કે, કોઈ પણ દેશમાં આટલી જલ્દીથી લોકડાઉન થયું નથી. આથી સરકારને કોરોના સામેના યુદ્ધ માટેના પગલા ભરવાનો સમય મળ્યો. આનાથી અનેક લોકો મોતને ભેટ્યા છે. પરંતુ આ ચાર કલાકની નોટિસ પર બન્યું અને આનાથી પરપ્રાંતોને ઘરે જવાનું ભડક્યું. લોકડાઉન દરમિયાન સરકારોએ તેમની સજ્જતા સુધારી કે નહીં તે ચર્ચાનો વિષય છે. પરંતુ કેરળ અને કર્ણાટકે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી કરતા સારું પ્રદર્શન કર્યું હતું. નિષ્ણાંતો કહે છે કે જો ભારતે સારી તૈયારી કરી હોત તો આવી સ્થિતિ મુંબઈ, અમદાવાદ અને દિલ્હીમાં ન બની હોત. દેશમાં હજી પૂરતા પરીક્ષણો નથી. જો કે હવે દેશમાં દરરોજ ૧.૫ લાખ પરીક્ષણો લેવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ભારત હજી પણ બાકીના દેશો કરતા ઘણા પાછળ છે. ઘણા માને છે કે ૩૦ જાન્યુઆરીએ દેશમાં પહેલો કેસ આવ્યો હોવાથી ભારતે અગાઉ તેની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવો જોઇએ. દિલ્હીમાં આગામી દિવસોમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધવાની ધારણા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે ખાનગી હોસ્પિટલોને કોવિડ -૧૯ ના દર્દીઓ માટે વધુ પલંગ બનાવવા જણાવ્યું છે. પરંતુ નિષ્ણાતો શંકાસ્પદ છે. ડો. સાત્વિકે કહ્યું, ’તમારે નવા માળખાકીય સુવિધાઓની જરૂર છે. તમારે ક્ષમતા વધારવાની જરૂર છે. નિષ્ણાતો કહે છે કે માત્ર અધિકારીઓને સ્થાનાંતરિત કરવા અને નીતિ ચલાવવાથી કોરોના સંકટને પહોંચી વળવામાં મદદ મળશે નહીં. ડો.ઝાએ કહ્યું, આ એક મુશ્કેલ પરિસ્થિતિ છે. અમે આ રોગચાળાના પ્રારંભિક તબક્કામાં છીએ. આમાંથી સાજા થવા માટે એક વર્ષનો સમય લાગી શકે છે. સવાલ એ છે કે આગામી ૧૨ થી ૧૬ મહિના માટે સરકારની યોજના શું છે?

 

રવિવારના ભૂકંપ બાદ સોમવારે પણ ભચાઉમાં અડધા કલાકમાં ૩ આંચકા

કોરોનાની મહામારી, વરસાદનો માર અને હવે ભૂકંપનો ડર
૨.૪, ૪.૬ અને ૩.૬ની તિવ્રતા વાળા આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉની નજીક, લોકો બહાર આવ્યા, ગ્રામ્ય વિસ્તારોના મકાનોમાં તિરાડ પડ્‌યાના અહેવાલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ , તા. ૧૫
રવિવારે રાતે આવેલા ૫.૩ના તિવ્ર ભૂકંપ બાદ સોમવારે કચ્છના ભચાઉમાં ફરી ધરા ધ્રૂજી હતી. બપોરે ૧૨ઃ૩૦થી ૧ વાગ્યા સુધીના સમય ગાળામાં ત્રણ કંપનો અનુભવાયા હતા. એમાંય પાંચ મિનિટના અંતરમાં બે મોટા આંચકા અનુભાવાયા હતા. ૧૨ઃ૫૭ વાગે ૪.૬ તથા ૧ઃ૦૧ વાગે ૩.૬ની તિવર્તાનો આંચકો આવ્યો હતો. આ તમામનું કેન્દ્રબિંદુ ભચાઉની આસપાસ રહ્યું હતું. ભૂંકપ આવતા ભુજમાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભચાઉ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં મકાનોને તિરાડો પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. સોમવારે પ્રથમ આંચકો ૧૨ઃ૩૩ આવ્યો હતો અને તેની તીવ્રતા ૨.૪ હતી. કેન્દ્રબિંદુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ હતું. બીજો આંચકો ૧૨ઃ૫૭એ આવ્યો હતો જેની તીવ્રતા ૪.૬ રિક્ટર સ્કેલની હતી અને ભચાઉથી ૧૫ કિમી દૂર ઉત્તર-ઉત્તરપૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. ત્યારબાદ ત્રીજો આંચકો ૧ઃ૦૧ મિનિટે આવ્યો હતો જેની તીવ્રતા ૩.૬ રિક્ટર સ્કેલ પર હતી અને કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૧ કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં હતું. કચ્છમાં ભૂકંપ આવ્યા પછી ૬ આફટર શોક આવ્યાં. ઈન્ડિયન સિસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટએ આ માહિતી આપી. કચ્છના ભચાઉમાં રવિવારે રાતે ૮.૧૩ વાગ્યે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ ૬ આફટર શોક આવ્યા હતાં. પહેલો આફટરશોક રાતે ૮.૧૯ વાગ્યે ૩.૧ની તીવ્રતાનો, બીજો આફ્ટરશોક ૮.૩૯ વાગ્યે ૨.૯ની તીવ્રતાનો, ત્રીજો આફ્ટર શોક ૮.૫૧ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો, ચોથો આફ્ટરશોક ૮.૫૬ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો, જ્યારે પાંચમો આફ્ટરશોક ૧૦.૦૨ વાગ્યે ૩.૭ની તીવ્રતાનો, અને છઠ્ઠો આફ્ટરશોક ૧૦.૦૪ વાગ્યે ૨.૫ની તીવ્રતાનો આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં રવિવારે રાતે ભૂકંપનાં આંચકા અનુભવાયા. ૫.૩ની તીવ્રતાનો ધરતીકંપ અનુભવાયો. અમદાવાદ, વડોદરા, સુરત સહિતનાં મોટા ભાગનાં મહાનગરોમાં ધરતીકંપનો અનુભવ થયો. તીવ્રતા અનુસાર કોરોનાના સંકટ વચ્ચે ધરતીકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે, કોરોનાના સંકટનાં કારણે લોકો એકત્ર થઈ શકે તેમ નથી તો બીજી તરફ ધરતીકંપ આવવાનાં કારણે હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેવું પણ હિતાવહ નથી. જેનાં કારણે હાલ લોકોમાં ભારે અવઢવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આજના ભૂકંપનું એપી સેન્ટર ૨૦૦૧ના વિનાશકારી ભૂકંપની નજીક જ હતું. સિસ્મોલોજી સેન્ટરના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંતોષકુમારે જણાવ્યું હતું કે, આફ્ટરશોક હજુ આવી શકે છે. રાત્રે ૮.૧૩ મિનિટે આવેલો ભૂકંપ ૫.૩ની તીવ્રતાવાળો હતો ત્યારબાદ ચારથી વધુ આફ્ટરશોક અનુભવવામાં આવ્યા છે. આ પ્રકારે આફ્ટરશોક એક અઠવાડિયાથી દસ દિવસ સુધી આવી શકે છે. ગુજરાતમાં છેલ્લે જૂન ૨૦૧૨ના રોજ ૫.૧ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ એક સપ્તાહ સુધી આફ્ટરશોક અનુભવાયા હતા. સિનિયર સાયન્ટિસ્ટના જણાવ્યા પ્રમાણે, ભૂતકાળના અનુભવો ઉપરથી જાણવા મળે છે કે એકવાર કોઈ મોટો ભૂકંપ આવે તો ત્યારબાદ નજીકના ભવિષ્યમાં બીજો કોઈ મોટો ભૂકંપ નથી આવતો. આમ છતાં ભૂકંપની ભવિષ્યવાણી કરવી શક્ય નથી તેવી વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી.