ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર વધુ બે રૂપિયાનો વધારો

પેટ્રોલ ૭૫ અને ડિઝલ ૭૩ રૂપિયાની નજીક

રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકા કાપ, કોરોનાથી ૧૦ હજાર કરોડની આવક ઘટશેઃ નીતિન પટેલ

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૧૫
સરકાર સંચાલિત ઓઈલ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રાખ્યો હતો. પેટ્રોલના ભાવમાં ૪૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૯ પૈસાનો વધારો કરાયો છે. આ સતત ૯મો ભાવ વધારો છે. આ સાથે ગુજરાત સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં રૂપિયા બેનો વધારો લાગુ કરતાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઈંધણના ભાવ ભડકે બળશે. અમદાવાદમાં સોમવારે પેટ્રોલનો ભાવ ૭૨.૦૧ રૂપિયા હતો તે વધીને હવે પંચોતેર સુધી પહોંચી જશે. જ્યારે ડીઝલનો ભાવ સોમવારે રૂપિયા ૭૦.૨૫ હતો તે વધીને ૭૩ની નજીક પહોંચી જશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સોમવાર મધરાત્રિથી રાજ્યમાં આ વધારો લાગુ થશે. કોરોનાની મહામારીને કારણે ગુજરાત સરકારની આવકમાં રૂપિયા ૧૦,૦૦૦ કરોડ સુધીનો ઘટાડો થઈ રહ્યો છે. નીતિન પટેલે એમ પણ કહ્યું કે, હાલ પૂરતો કર્મચારીઓના મોંઘવારી ભથ્યાંનો નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય સરકારે ખેડૂતોની લોન મુદ્દતમાં વધારો કર્યો છે. આ સાથે જ રાજ્ય સરકારે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦ ટકાનો કાપ મૂક્યો છે. ઓઈલ કંપનીઓએ રવિવારે પણ પેટ્રોલના ભાવમાં ૬૨ પૈસા અને ડીઝલના મુલ્યમાં ૬૪પૈસાનો વધારો કર્યો હતો. ગયા રવિવારથી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું શરુ કર્યું હતું તે સળંગ નવમા દિવસ સુધી જારી રખાયું છે. આ પહેલાં લોકડાઉનના ગાળામાં અને તે પૂર્વે ૮૨ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નહોતો. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ જારી કરેલા નવા વધારા પ્રમાણે દિલ્હીમાં હવેથી પેટ્રોલ લીટરે રૂપિયા ૭૫.૭૮ જ્યારે ડીઝલ રૂપિયા ૭૪.૦૩ના ભાવથી મળશે. ઓઈલ કંપનીઓ જૂન ૨૦૧૭થી દૈનિક આધારે ભાવની સમીક્ષા કરી રહી છે. ત્યારથી પેટ્રોલના ભાવમાં ૬૨ પૈસા અને ડીઝલના મૂલ્યમાં ૬૪ પૈસાનો સૌથી વધુ વધારો કરાયો છે. કંપનીઓએ પ્રાઈઝની સમીક્ષા ૮૨ દિવસ સુધી સ્થગિત કર્યા બાદ સાત જૂનથી ભાવમાં સતત વધારો કર્યે રાખ્યો હતો. રવિવારે સતત આઠમા દિવસે ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પાછલા આઠ દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં રૂપિયા ૪.૫૨ અને ડીઝલના ભાવમાં રૂપિયા ૪.૬૪નો વધારો ઝીંકી દેવાતાં સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલ સરેરાશ રૂપિયા ૭૫ના ભાવ પર પહોંચી ગયાં છે. દૈનિકી ધોરણે વધારાયેલા ભાવમાં રવિવારે સૌથી મોટો વધારો ઝીંકાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોરોના વાયરસની મહામારીને કારણે કાચા તેલના ભાવમાં ઘટાડો થયો હતો. આ ઘટાડાનો લાભ લેવા અને દેશમાં ટેક્સની આવક ઘટતાં ઘટેલો. સરકારી આવકને વધારવા માટે ઈંધણના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ૧૪મી માર્ચે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની લાગતમાં પ્રતિ લીટરે રૂપિયા ત્રણનો વધારો કર્યો હતો. તે પછી ઓઈલ કંપનીઓ ઈન્ડિય ઓઈલ કોર્પોરેશન-આઈઓસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન-બીપીસીએલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ-એચપીસીએલએ દૈનિક ભાવની સમીક્ષા રોકી દીધી હતી. સરકારે ફરીથી પાંચમી મેના રોજ પેટ્રોલના ઉત્પાદ શુલ્કમાં રૂપિયા ૧૦ અને ડીઝલમાં રૂપિયા ૧૩નો પ્રતિ લીટરે વધારો કરી દીધો હતો. સરકારને આ લાગત વધારતાં વધારાના રૂપિયા બે લાખ કરોડનો ફાયદો થયો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope