ગુજરાતમાં કોરોનાનાં ૧૧૮૫ કેસ : ૧૧ દર્દીનાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૩૨૯ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૨૧૬૮૮૫ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૭૮૭૦ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૫
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૬,૨૮૩ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૪૯, અમદાવાદમાં ૧૮૬, વડોદરામાં ૧૧૯, રાજકોટમાં ૧૦૯, જામનગરમાં ૮૨, મહેસાણામાં ૩૩, કચ્છમાં ૩૧, પંચમહાલમાં ૨૩, અમરેલીમાં ૨૪, બનાસકાંઠા ૨૨, સાબરકાંઠામાં ૧૩, મોરબીમાં ૧૯, ભરૂચમાં ૨૮ સુરેન્દ્રનગરમાં ૧૮ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૩, જૂનાગઢમાં ૩૪, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૪, નર્મદામાં ૧૪, ભાવનગરમાં ૧૯, દાહોદમાં ૮, આણંદ ૧૩, બોટાદમાં ૭, ખેડામાં ૭, દેવભૂમિ દ્વારકામાં ૭, છોટાઉદેપુર ૬, મહીસાગરમાં ૧૦, નવસારીમાં ૭, અરવલ્લી ૯, તાપીમાં ૫, વલસાડમાં ૧ મળીને કુલ ૧૧૮૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૮૦૪ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૮૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૭૧૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૭,૮૭૦ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૬૦૦ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૧,૨૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૨૨ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૨, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-મહિસાગર અને તાપીમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૭૮ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ અને ડિસ્ચાર્જ ની સંખ્યા સરખી થવા પામી છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૫
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૫, સુરત ૭૩, જામનગર કોર્પોરેશન ૫૯, વડોદરા ૪૨, રાજકોટ ૩૪, મહેસાણા ૩૩, કચ્છ ૩૧, ભરૂચ ૨૮, અમરેલી ૨૪, ગાંધીનગર કોર્પોરેશન ૨૪, જામનગર ૨૩, પંચમહાલ ૨૩, પાટણ ૨૩, બનાસકાંઠા ૨૨, જુનાગઢ ૨૦, ગાંધીનગર ૧૯, મોરબી ૧૯, અમદાવાદ ૧૮, સુરેન્દ્રનગર ૧૮, ભાવનગર કોર્પોરેશન ૧૫, ગીર સોમનાથ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૪, નર્મદા ૧૪, આણંદ ૧૩, સાબરકાંઠા ૧૩, મહીસાગર ૧૦, અરવલ્લી ૯, દાહોદ ૮, બોટાદ ૭, દેવભૂમિ દ્ધારકા ૭, ખેડા ૭, નવસારી ૭, છોટા ઉદેપુર ૬, તાપી ૫, ભાવનગર ૪, પોરબંદર ૨, વલસાડ ૧.

 

પાલનપુરના ખેમાણા પાસેથી ચરસ સાથે બે ઝડપાઈ ગયા

રાજ્યમાં પાલનપુર થઇ રાજસ્થાનથી ડ્રગ ઘૂસાડાય છે
ગુજરાત એટીએસ-બનાસકાંઠા એસઓજીએ કારમાંથી એક કરોડથી વધુના ચરસના જથ્થાની સાથે ઝડપી પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાલનપુર, તા. ૧૪
ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા પાસેથી કારમાંથી રૂ.૧ કરોડથી વધુના ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ તેમની સામે કાર્યવાહી હાથ ધરતાં ચકચાર મચી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસ ઘુસાડવાનું રેકેટ ચલાવવામાં આવતું હોવાની બાતમી મ?ળતાં ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ રેકેટને ઝડપી લેવા વોચ ગોઠવી હતી. જેમાં રાજસ્થાનથી મંગળવારના રોજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમી મળતાં ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક વેગનાર કાર ઉપર શંકા જતાં કારની તલાસી લેવામાં આવતાં કારમાંથી ૧૬.૭૫૩ કિલો ગ્રામ ચરસ જેની કિંમત રૂ.૧,૦૦,૫૧,૮૦૦ સાથે બે આરોપી મુંબઈના માહિમ વિસ્તારમાં લોહાર ચાલી ખાતે રહેતા ફહીમ અજીમ બેગ (ઉ.વ.૩૧) અને ઔરંગાબાદ હરસુલ જહાંગીર કોલોની ખાતે રહેતા સમીર અહેમદ શેખની ધરપકડ કરી આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યુ હતું અને કોને આપવાનું હતું તેમજ આ આરોપીઓ કોઈ બીજા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં જીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ચરસોનો મોટો જથ્થો બે શખ્સો લુધિયાણા (પંજાબ)થી મુમ્બઇ પાસીંગની વેગનર ગાડી નંબર એમ.એચ-૦૪-એચ.એન-૫૦૭૧માં પાલનપુર ખેમાણા નજીક આવેલી એક હોટલ પર આવવાના હોવાની એટીએસને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધા હતા. બે શખ્સોને મુમ્બઇ માહિમના અને અમદાવાદ વટવામાં મકાન ધરાવી રહેતા ઇમરાન નામના વ્યક્તિએ જડીબુટી અને દવાઓ લઇ આવવા લુધિયાણા મોકલ્યા હતા અને લુધિયાણા ખાતે સબજી મંડીમાં પહોચતાં ટ્રક નંબર જે.કે.૦૩-બી-૮૪૫૨ આવેલી તેમાથી એક ઇસમ આ ચરસ આપી ગયો હતો. જે લઇ ઇમરાનને આપવા જવાના હતા. આ કામ માટે ઇમરાને તેઓને રૂ.૫૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. જેથી પોલીસે ઇમરાનની શોધખોળ હાથ ધરી છે. પાલનપુર નજીકથી એટીએસ અને એસઓજી પોલીસે ચરસ સાથે પકડેલા બંન્ને આરોપીઓ પરપ્રાતીય હોવાનું બહાર આવ્યુ છે.જેમાંથી ફહિમ અઝીમ બેગ રહે.માહિમ લુહાર ચાલ,નોવેલ્ટી ટાવર ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં એ-૩ માહિમ વેસ્ટ, મું્‌બઇ, મહારાષ્ટ અને સમીર એહમદ શેખ રહે.જહાંગીર કોલોની,હરશુલ,શફીર કિરાના,ઘર નં.૩૪ ઔરંગાબાદ મહારાટ્ર આમ બંન્ને આરોપીઓ પરપ્રાંતી હોવાનું બહાર આવ્યું હતું. મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઈમાં ફિલ્મસ્ટારો સહિત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ તપાસ ચાલી રહી છે ત્યારે ગુજરાતના માર્ગેથી ચરસના જંગી જથ્થા સાથે મુંબઈના બે શખ્સો ઝડપાયા હોઈ ઝડપાયેલો આ ચરસનો જંગી જથ્થો ગુજરાતના રસ્તેથી મહારાષ્ટ્રમાં જઈ રહ્યો હતો કે ગુજરાતમાં જ ક્યાંક લઈ જવાતો હતો તે પણ તપાસનો વિષય બન્યો છે.

 

સરકાર અને હિન્દુસ્તાન ઝિંક લિમિટેડની વચ્ચે એમઓયુ

રપ હજારથી વધુ લોકોને રોજગારી મળશે
નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના કારણે આદિજાતિ વિસ્તારમાં પ્લાન્ટની સ્થાપના માટે હિન્દુસ્તાન ઝિંકે રસ દાખવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તાર તાપી જિલ્લાના દોસવાડામાં વિશ્વના સૌથી મોટા ઝિંક સ્મેલ્ટર કોમ્પ્લેક્ષની સ્થાપના માટેના ર્સ્ેં ગુજરાત સરકાર અને વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ તથા હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના સી.ઇ.ઓ અરૂણ મિશ્રાએ આ ર્સ્ેં પર હસ્તાક્ષર કર્યા હતા. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રોજેકટસના પરિણામે રાજ્યના આદિજાતિ વિસ્તારની આર્થિક-સામાજીક વિકાસની ગતિ વધુ વેગવાન બનશે તેની ભૂમિકા આપી હતી. વેદાન્તા ગૃપની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ આ પ્લાન્ટ માટે રૂ. ૧૦ હજાર કરોડનું રોકાણ દોસવાડામાં કરશે તેમજ એશિયા અને મિડલ ઇસ્ટના દેશોમાં ઝિંકની મોટાપાયે નિકાસ તથા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય સ્તરે વધતી જતી માંગને પહોચી વળવા પર આ પ્લાન્ટ દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રીત કરશે. વેદાન્તા ગૃપનું ગુજરાતમાં આ પ્રથમ મોટું સાહસ છે. હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અગ્રવાલે આ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થવાની પહેલના મૂળમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારનો સકારાત્મક પ્રતિસાદ રહેલો છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ-ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીનો લાભ લઇને આ આદિજાતિ વિસ્તારમાં સ્ટેટ ઓફ ધ આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ દ્વારા શરૂ કરાશે. આ સેન્ટરના પરિણામે આ વિસ્તારના કુદરતી સંશાધનોનું ટેકનોલોજી અને ઇનોવેશનથી સંવર્ધન-સંરક્ષણ થઇ શકશે. તેમણે કહ્યું કે, દેશના અન્ય કોઇ પણ રાજ્યમાં આ પ્રકારની પારદર્શી અને ગતિશીલતાનો અનુભવ તેમને થયો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી ર્સ્ેંની આ પ્રક્રિયા બે જ મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ થઇ તેનો તેમણે આનંદ વ્યકત કર્યો હતો. ૩૦૦ દ્ભ્‌ઁછની ઉત્પાદન ક્ષમતા સાથે આદિજાતિ ક્ષેત્ર તાપી જિલ્લામાં સ્થપાનારા હિન્દુસ્તાન ઝિંક લીમીટેડના આ સાહસને પરિણામે પાંચ હજારથી વધુ સ્થાનિક યુવાઓને રોજગાર અવસર તેમજ રપ હજારથી વધુ લોકોને જીવનનિર્વાહનો આર્થિક આધાર મળતો થવાનો છે.અગ્રવાલે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારના આ પોઝિટીવ એપ્રોચના પરિણામે આગામી ભવિષ્યમાં ગુજરાતમાં હજુ વધુ મોટા પ્રોજેકટ અને વધુ મૂડીરોકાણો માટે તત્પરતા દર્શાવી હતી.

 

ગુજરાતમાં કોરોનાના નવા ૧૧૭૫ કેસ : ૧૧નાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૪૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૧૬૫૬૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૬૫૪૧ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૫,૦૯૮ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૫૨, અમદાવાદમાં ૧૮૨, વડોદરામાં ૧૧૭, રાજકોટમાં ૧૦૫, જામનગરમાં ૮૫, મહેસાણામાં ૩૭, કચ્છમાં ૨૦, પંચમહાલમાં ૧૯, અમરેલીમાં ૨૮, બનાસકાંઠા ૧૧, સાબરકાંઠામાં ૧૯ , મોરબીમાં ૧૪, ભરૂચમાં ૨૫ સુરેન્દ્રનગરમાં ૧૨૩ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૬, જૂનાગઢમાં ૪૧, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૮, નર્મદામાં ૫, ભાવનગરમાં ૨૦, દાહોદમાં ૧૦, આણંદ ૧૨, બોટાદમાં ૨, ખેડામાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૧૧, છોટાઉદેપુર ૪, મહીસાગરમાં ૮, નવસારીમાં ૧૦, અરવલ્લી ૬, તાપીમાં ૭, વલસાડમાં ૩ મળીને કુલ ૧૧૭૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૯૫૯ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૭૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૪૮૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૬,૫૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૫૮૯ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૦૪ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૩, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-રાજકોટમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૮૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વધ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૭૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૭૮
વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૬, જામનગર કોર્પોરેશન ૬૦, વડોદરા ૪૦,
મહેસાણા ૩૭, રાજકોટ ૨૯
અમરેલી ૨૮, ગાંધીનગર કોર્પોરેશન૨૭,
ભરૂચ ૨૫, જામનગર ૨૫, પાટણ ૨૩, સુરેન્દ્રનગર ૨૩, જુનાગઢ ૨૧, જુનાગઢ કોર્પોરેશન ૨૦,
કચ્છ ૨૦, ગાંધીનગર ૧૯, પંચમહાલ ૧૯, સાબરકાંઠા ૧૯, ગીર સોમનાથ ૧૮, અમદાવાદ ૧૭,
ભાવનગર કોર્પોરેશન ૧૪, મોરબી ૧૪, આણંદ ૧૨, બનાસકાંઠા ૧૧,
દેવભૂમિ દ્ધારકા ૧૧, દાહોદ ૧૦, નવસારી ૧૦, મહીસાગર ૮, તાપી ૭, અરવલ્લી ૬, ભાવનગર ૬
ખેડા ૬, પોરબંદર ૬, નર્મદા ૫, છોટા ઉદેપુર ૪, વલસાડ ૩, બોટાદ ૨

 

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫૮ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૧૦ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૩૫૧૨૭ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૫૮૭ના મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૫૨૦૯
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં ૧૧૫૮ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૩૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૨૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૮૪.૫૧ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૧,૧૪,૬૭૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૧૫૮ કેસ નોંધાયા છે. જ્યારે ૧૩૭૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૫,૧૨૭ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૭.૭૯% ટકા છે.રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૮૨,૨૪૭ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૮૧,૯૪૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૯૮ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૭.૭૯ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૫૨૦૯ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૨ છે. જ્યારે ૧૫૧૨૭ લોકો સ્ટેબલ છે. ૧,૩૫,૧૨૭ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૮૭ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૦ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૩, વડોદરા કોર્પોરેશન ૩ અને મહીસાગર ૧ સહિત ગુજરાતમાં કુલ ૦૯ કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૩
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૫૮ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૬૯, અમદાવાદ કોર્પોરેશન ૧૬૩, વડોદરા કોર્પોરેશન ૮૪, સુરત ૭૯
જામનગર કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૩, મહેસાણા ૪૧, વડોદરા ૪૦
રાજકોટ ૩૬, પંચમહાલ ૨૭,ભરૂચ ૨૬, જામનગર ૨૩, મોરબી ૨૨, સાબરકાંઠા ૨૨
ગાંધીનગર કોર્પોરેશન ૨૦, અમરેલી ૧૯,સુરેન્દ્રનગર ૧૯, બનાસકાંઠા ૧૭, જુનાગઢ ૧૭
જુનાગઢ કોર્પોરેશન ૧૭, પાટણ ૧૭, આણંદ ૧૬, ગાંધીનગર ૧૬, કચ્છ ૧૫
અમદાવાદ ૧૪, ગીર સોમનાથ ૧૩, ભાવનગર કોર્પોરેશન ૧૧, ખેડા ૧૧
દેવભૂમિ દ્ધારકા ૯, મહીસાગર ૯, છોટા ઉદેપુર ૭ ,દાહોદ ૭,નવસારી ૬, તાપી ૬
અરવલ્લી ૩, ડાંગ ૨, વલસાડ ૨, ભાવનગર ૧, નર્મદા ૧, પોરબંદર ૧.

 

સ્કૂટર પર દારુની ૧૨૫ બોટલો લઈને આવતો બૂટલેગર ઝડપાયો

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસે પકડી લીધો
બૂટલેગરને પકડ્યા બાદ સ્કૂટરના દરેક ખૂણા અને કોર્નરને દારૂની બોટલથી ભરેલા જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
ડ્રાય ગુજરાતમાં ૧૦૦ લીટર દારૂની ટુ-વ્હીલર પર હેરફેર કરવાનો વિચાર પણ પરસેવો લાવી દે તેવો છે. ત્યારે એક બુટલેગર ગિયર લેસ સ્કૂટર પર ૭૫૦ એમએલની ૧૨૫ દારૂની બોટલ લઈ જતા પકડાઈ ગયો હતો. સ્કૂટર પર ઓવરલોડેડ દારૂની બોટલો સાથે જતો બૂટલેગર કોઈને પણ સ્પષ્ટ નજરે ચઢે તેવો હતો અને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસે તેને પકડી લીધો. બુટલેગરને પકડ્યા બાદ તેના સ્કૂટરના દરેક ખૂણા અને કોર્નરને દારૂની બોટલથી ભરેલા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીએ સ્વીકાર કર્યો કે દારૂની ડિમાન્ડ વધવાના કારણે તેણે સ્કૂટર પર આવે તેટલી બધી બોટલો લઈ લીધી. બનાસકાંઠા જિલ્લાના પંથાવાડા પોલીસ સ્ટેશનમાં રવિવારે નોંધાયેલી ફરિયાદ મુજબ, સાબરમતીનો રહીશ ભરત જાધવ ગુંડી ગામની ચેકપોસ્ટ ક્રોસ કરવા જતા રૂપિયા ૪૬,૦૦૦ની કિંમતની ૧૨૫ દારૂની બોટલો સાથે પકડાયો હતો. તેના વ્હીકલમાં ૯૩ લીટર દારૂ અને બાકી કાચની બોટલનો વજન હતો. સાબરમતીનો જ રહીશ અને ભરતનો અન્ય સાથીદાર ધર્મેશ સિકરવાર પણ રૂપિયા ૨૩,૦૦૦ની કિંમતની ૫૦ દારૂની બોટલ સાથે અન્ય સ્કૂટર પરથી પકડાયો હતો. બનાસકાંઠા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, સિકારવાર પહેલા પકડાયો અને બાદમાં તેનાથી એક કિલોમીટર પાછળ આવતો જાધવ પકડાયો. એફઆઈઆરમાં કહેવાયું છે કે, જાધવે શરૂઆતમાં પોલીસને જણાવ્યું કે, તે દારૂ વિશે કશુ જ જાણતો નથી અને તે માત્ર માલને અમદાવાદ ડિલીવર કરવા જઈ રહ્યો છે. કેસની તપાસ કરી રહેલા પંથાવાડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આગજી ચૌધરીએ કહ્યું કે, જાધવે સ્કૂટરમાં પગ મૂકવાની જગ્યાએ મોટો કોથળો ભરીને બોટલો મૂકી હતી. વધુ કેટલીક બોટલો તેના ખભા પાસેના કોથળામાં હતી અને કેટલીક આગળની ડેકીમાં છુપાવેલી હતી. જાધવના પેન્ટમાં પણ ચાર બોટલો હતી. જાધવે બાદમાં પોલીસને જણાવ્યું કે, અમદાવાદમાં કોઈ ગ્રાહક લાંબા સમયથી તેની પાસેથી દારૂની માગણી કરી રહ્યો હતો. આ પહેલા તે ટ્રક કે અન્ય કોઈ મોટા વાહનમાં દારૂની હેરફેર કરતો હતો. પરંતુ પોલીસ સ્કૂટર પર જતા તેને અટકાવશે નહીં તેમ માનીને આ વખતે સ્કૂટર પર દારૂની હેરફેર કરી રહ્યો હતો.

 

રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન માર્યું

સંઘમાં મોટું પરિવર્તન જોવા મળ્યું
ભાજપ સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ,તા.૧૩
આજે રાજકોટની લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર મોટું પરિવર્તન જોવા મળ્યું. સંઘના ચેરમેન પદ માટે ભાજપના બે જૂથ વચ્ચે લડાઇમાં કોંગ્રેસે મેદાન માર્યુ છે. રાજકોટ લોધિકા સંઘના ચેરમેન પદ પર મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂંક કરાઈ છે. તો વાઈસ ચેરમેન પદ પર સંજય અમરેલીયાની નિમણૂંક કરવામાં આવી છે. સંઘના નવા ચેરમેન બનેલ નરેન્દ્રસિંહ જાડેજા પત્રકાર છે અને અગાઉ રાજકોટ માનપમાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચા વચ્ચેના જુથવાદમાં મૂળ કોંગ્રેસી નરેન્દ્રસિંહ જાડેજાની ચેરમેન પદ પર નિમણૂંક થઈ છે. આમ, ભાજપના ડખા વચ્ચે કોંગ્રસ ફાવી ગયું છે. આજરોજ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી યોજાઈ હતી. સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજાઈ હતી. રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના જ બે જૂથ આમને સામને હતા. ભાજપ સહકારી આગેવાન નીતિન ઢાકેચા અને ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે ચેરમેન પદ માટે ભારે ખેંચતાણ ચાલી રહી હતી. આજની ચૂંટણીમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પ્રમુખ નીતિન ઢાંકેચા વચ્ચે બળાબળીના પારખા થવાના હતા. એમએલએ અરવિંદ રૈયાણી પરિવર્તન કરશે તેવો દાવો કરાયો હતો. તો બીજી તરફ, પ્રમુખ નીતિન ઢાંકેચાનો સભ્યોની બહુમતી હોવાનો દાવો હતો. છેલ્લા ૨૧ વર્ષથી નીતિન ઢાંકેચા ચેરમેન પદ પર હતા. ભાજપના આંતરિક જૂથવાદની અસર સહકારી ક્ષેત્રમાં છવાઇ હતી. આ પહેલા રાજકોટમાં લોધિકા સંઘમાં સરકાર તરફી નિમણૂક કરાઇ હતી. જેમાં અરવિંદ રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો. ભાનુ મેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીની વરણી કરાઈ હતી. તો તેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સખિયા અને ભરત બોધરાના નામ કપાયા હતા. તેમજ નીતિન ઢાંકેચા જુથે દરખાસ્ત કરેલા બે નામો પણ કપાયા હતા. આમ, સરકારી તરફી નિમણૂંકમા રાજકોટ-લોધિકા સંઘમાં રૈયાણી જુથનો દબદબો જોવા મળ્યો હતો.

 

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮૧ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૯ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૩૨૩૧૦ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૫૬૯ના મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૫૭૧૭
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૦
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં ૧૧૮૧ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૪૧૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૨,૩૧૦ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૨૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૮૮.૪૬ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૦,૧૨,૭૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૧૮૧ કેસ નોંધાયા છે. જ્યારે ૧૪૧૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૨,૩૧૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૭.૨૮% ટકા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૯૨,૯૪૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૯૨,૫૪૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૪૦૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૭.૨૮ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૫૭૧૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૬ છે. જ્યારે ૧૫૬૩૧ લોકો સ્ટેબલ છે. ૧૩૨૩૧૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૬૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૯ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૨, અમદાવાદ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧ અને વડોદરા કોર્પોરેશનનાં ૧ સહિત ગુજરાતમાં કુલ ૦૯ કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૧ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ,
સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, રાજકોટ કોર્પોરેશન ૮૮, વડોદરા કોર્પોરેશન ૮૮,
સુરત ૮૫, જામનગર કોર્પોરેશન ૬૭, મહેસાણા ૪૨, વડોદરા ૪૧, રાજકોટ ૩૫, જામનગર ૩૧, પાટણ ૨૪,
ગાંધીનગર ૨૩, પંચમહાલ ૨૩, અમદાવાદ ૨૧, અમરેલી ૨૦, ભરૂચ ૨૦, સાબરકાંઠા ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૮,
કચ્છ ૧૮, જુનાગઢ ૧૭, મોરબી ૧૫, સુરેન્દ્રનગર ૧૫,બનાસકાંઠા ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૨, આણંદ ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૧, ગીર સોમનાથ ૧૧, ખેડા ૯, તાપી ૯, મહીસાગર ૭, નર્મદા ૭, અરવલ્લી ૬, દાહોદ ૬, દેવભૂમિ દ્ધારકા ૬, નવસારી ૫, વલસાડ ૪, બોટાદ ૩, ભાવનગર ૨, પોરબંદર ૨, છોટા ઉદેપુર ૧, ડાંગ ૧, કુલ ૧૧૮૧

 

બ્યુટી કોન્ટેસ્ટની જેમ હવે નવરાત્રીમાં ડાંડીયા કોન્ટેસ્ટ

ખેલૈયાઓ માટે આનંદના સમાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨
ખેલૈયાઓ, નવરાત્રીનું આયોજન સરકાર દ્વારા પરવાનગી નહી મળવાથી ખુબ જ નીરાશ હતા. કહેવાય છે કે નીરાશમાં પણ આશા હોય છે. એમ ગુજરાતમાં પ્રોફેશનલ ગરબાનું આયોજન શરૂ કરનાર સોઈ ડાંડીયા એક નવતર કોન્ટેસ્ટ લઈને ઉતરીયા છે. ૨૧ વર્ષોમાં ૩૨ ડાંડિયા ઓર્ગેનાઈઝ કરનાર આ કંપનીએ નવરાત્રીના ખેલૈયાઓ માટે ખેલૈયા કી ખોજ – રિયાલિટી શોનું આયોજન કર્યું છે. ખેલૈયા કી ખોજમાં દરેક ઉંમર અને કળાને આવરી લેતી ૧૩ કેટેગરી છે. હવે ડાંડિયા ખેલાડીઓ પોતાની કળા ફક્ત એક પાર્ટી પ્લોટમાં સિમિત નહીં પણ સમગ્ર દેશમાં પ્રદર્શન કરી શકશે. આમાના વિજેતાઓને ગામ કે ફક્ત શહેર નહીં, પણ સમગ્ર દેશમાં અને વિદેશમાં વસતા એનઆરઆઈમાં નામના મેળવી શકશે. બ્યુટી સ્પર્ધામાંથી અનેક યુવાનોએ કારર્કિદી બનાવી, હવે ડાંડિયા ખેલાડીઓને પણ નામના મેળવવાની ઉત્તમ તક છે.
વધુ વિગતો અમારા ફેસબુક પેજ SOI Entertainment પર મેળવી શકશો.

 

ગાંધી જયંતીએ રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની અનોખી ઉજવણી થઈ

રાજ્યભરમાં ૮૩૫ નંદ ઘરના ઈ- ખાતમુહૂર્ત-લોકાર્પણ
સ્વચ્છતા-સ્વસ્થતા ત્યાં પ્રભુતાનો મહાત્મા ગાંધીનો મંત્ર કોરોના સંક્રમણ સામે અપનાવી મહામારીને હરાવી શકાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો – માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે મહાત્મા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા – સ્વસ્થતા ત્યાં પ્રભુતાના મંત્રને કોરોના સંક્રમણના આ કાળમાં અપનાવી હેન્ડ વોશિંગ – હાથ સેનેટાઇઝ કરવા, માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સના પાલનથી કોરોના સામેની લડાઇ આપણે જીતવી છે. તેમણે જણાવ્યું કે, મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના આગ્રહી રહ્યા એટલું જ નહીં તેમણે આઝાદી અને સ્વચ્છતા બેમાંથી કોઇ એકની પસંદગીમાં સ્વચ્છતાને પહેલી પસંદ ગણાવી હતી. સ્વચ્છતાથી પ્રભુતા અને સ્વચ્છતા ત્યાં જ ઇશ્વરનો વાસ એમ જણાવતાં મુખ્ય મંત્રીએ કહ્યું કે ઈશ્વર એટલે કલ્યાણ અને સ્વચ્છતા થકી જ કલ્યાણ ભાવ સાકાર થાય. આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ જ આદર્શો પર ચાલીને સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યું અને વિશ્વમાં ભારતની છબિ સ્વચ્છ રાષ્ટ્ર તરીકે ઉજાગર કરી છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ આ જ સ્વચ્છતાના ભાવની આજના સાંપ્રત સમયમાં આવશ્યકતા સમજાવતા આ હેન્ડ વોશિંગ કેમ્પેઇન રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ ગણાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની નારી શક્તિ માતા-બહેનોનું આ અભિનવ અભિયાન કોરોના સામેની લાંબી લડાઈમાં જીત મેળવશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે કોરોનાને મ્હાત કરવામાં આ કેમ્પેઈન સૌને નવી પ્રેરણા આપશે. આ હેન્ડ વોશિંગ અભિયાન ગ્રામીણ વિસ્તારો સુધી જનજાગૃતિ લાવનારુ બનશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ આયોજિત આ કાર્યક્રમ અન્વયે ૫૯ કરોડ ૮૭ લાખના ખર્ચે થનારા ૮૩૫ જેટલા નંદ ઘરનું અને વિવિધ સેજા કેન્દ્રોના ઈ- ખાતમુહૂર્ત – લોકાર્પણ સંપન્ન કર્યા હતા. તેમણે રાજ્યની આંગણવાડી નંદઘરમાં વિવિધ માળખાકીય સુવિધાઓના મોનિટરિંગ માટેની નંદ ઘર ઇન્ફર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન અને ડેશ બોર્ડના ઈ-લોન્ચિંગ પણ ગાંધીનગરથી કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની આંગણવાડી-નંદઘરમાં બાળગોપાળની સાર-સંભાળ રાખતી કાર્યકર અને તેડાગર બહેનોની શ્રેષ્ઠતાનું સન્માન કરતાં રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડ બે બહેનોને તેમજ મહિલા પુરસ્કારો પાંચ વ્યક્તિ વિશેષોને અર્પણ કર્યા હતા.
તેમણે આ આંગણવાડી વર્કર બહેનોને ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે નવાજતા કહ્યું કે, આ બહેનોની સેવાઓ અભિનંદનને પાત્ર છે. વિજય રૂપાણીએ મહિલા શક્તિના ગૌરવ અને સન્માનની આપણી પરંપરામાં સ્ત્રી દાક્ષિણ્ય સમાયેલું છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે માતા બહેનોના સર્વગ્રાહી ઉત્કર્ષ, કલ્યાણ અને મહિલા સુરક્ષાના પગલાઓમાં વિશેષ ધ્યાન આપીને ગાંધી, સરદાર સાહેબ તથા નરેન્દ્રભાઈના ગુજરાતની પ્રતિષ્ઠા વધુ ઉન્નત બનાવી છે. તેમણે સ્વચ્છ-સ્વસ્થ ભારત, સહી પોષણ દેશ રોશનનો આ બહુવિધ સંકલ્પ સાકાર કરતા અવસરને સફળતાપૂર્વક રાજ્યમાં પાર પાડવા માટે વિભાગને અભિનંદન આપ્યા હતા. મહિલા બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ કોરોના સંક્રમણ સામે મહિલા શક્તિની જાગૃતિનો આ પ્રયોગ દિશા દર્શક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope