દારૂની બદીથી ઘણા કુટુંબ ઉજડી જાય છે : પ્રદીપસિંહ

ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ
કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે : જાડેજા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંચમહાલ,તા.૨
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા. દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી. ગુજરાત સરકાર નશાબંધી માટે કટિબદ્ધ છે. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થશે અને ગુજરાતનો વિકાસ થશે તેવો મત ધરાવે છે, પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. આ સરકાર બહેનોનાં ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધી હટાવવાની અંગેના લોકોના અભિપ્રાયો મેળવવાની શરૂઆત કરી હતી. આવું કરીને તેમણે આડકતરી રીતે ખુલ્લીને દારૂબંધી હટાવવાની તરફેણ કરી હતી. બીજી તરફ એવી પણ ચર્ચા જામી હતી કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાતમાં દારૂબંધ હટાવી દેવામાં આવશે. જોકે, પ્રદીપસિંહે સ્પષ્ટ શબ્દોમાં દારૂબંધી નહીં હટાવવામાં આવે તેવું કહીને આ તમામ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. પંચમહાલ જિલ્લામાં મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગોધરાના સરદારનગર ખંડ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રીએ ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે સાથે નશાબંધી અને વન્ય પ્રાણી સલામતી સપ્તાહ ઉજવણી રથને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રભારીમંત્રીના હસ્તે ગોધરા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ડ્રીલ નર્સરીનું ઉદ્‌ઘાટન, ગોધરા મામલતદાર ઓફિસના નવીન મકાનનું ખાતમુહૂર્ત, જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડનું વિતરણ, નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત સરપંચોને પ્રમાણપત્ર વિતરણ સહિત વિકાસકાર્યોનું લોકાર્પણના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ પ્રસંગે ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઈ પટણી સહિત સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ અને અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

અમદાવાદમાં કોરોનાની ગંભીર હાલતવાળા દર્દીની સંખ્યા વધી

૧૧ નવા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર
શહેરમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૮૦૦ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવા માટે મ્યુનિસિપલ તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જોકે તેમ છતાં યુવા વર્ગની બેદરકારી તેમના વૃદ્ધ પરિવારજનોને ભારે પડી રગી છે. પરિણામે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના ગંભીર હાલતવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું છે. હાલમાં જ રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ પશ્ચિમ અમદાવાદમાં ૨૮ જેટલી જગ્યાઓ પર રાતના ૧૦ વાગ્યા બાદ ખાણી-પીણીની દુકાનો બંધ કરવાનો આકરો નિર્ણય લીધો હતો. જેથી મોડી રાત સુધી બહાર બેસી રહેતા યુવાવર્ગના લોકોની સંખ્યા ઘટે. મ્યુનિ.ના સૂત્રો મુજબ, છેલ્લા એક મહિનાતી કોરોનાની અસર વધી છે અને તેની અસર હોસ્પિટલમાં એડમિટ દર્દીઓની સંખ્યા અને હાલત ઉપર જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો જનરલ વોર્ડમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૬૨૮ છે જ્યારે એચયુડીમાં સારવાર લેતા દર્દીની સંખ્યા ૫૧૭, વેન્ટીલેટર વગર આઈસીયુમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ૨૩૮ અને વેન્ટીલેટરની જરૂર હોય તેવા દર્દીઓની સંખ્યા ૧૨૮ નોંધાઈ છે. તે જોતા ગંભીર હાલતમાં હોય તેવા દર્દીઓની સંખ્યા ૮૦૦થી વધુ હોવાનું મ્યુનિ. સૂત્રોએ સ્વીકાર્યું હતું. એએમસીના સૂત્રો મુજબ, સિવિલ હોસ્પિટલ, સિવિલ સંકુલની હોસ્પિટલો, સોલા સિવિલ તથા એસવીપી વગેરે હોસ્પિટલોમાં પણ કોરોનાના દર્દીઓની હાલત વધુ ગંભીર છે. પરંતુ ચોક્કસ કારણોસર તેમની સંખ્યા જાહેર કરવામાં આવતી નથી. જોકે શહેરમાં મહામારીને રોકવા માટે દુકાનો તથા બજારો બંધ કરવાની કાર્યવાહીના બે-ત્રણ દિવસમાં જ નવા કેસ આવવાની સંખ્યા ઓછી થઈ હોય તેમ મ્યુનિ.ના સૂત્રોએ દાવો કર્યો હતો.

 

નવરાત્રી નહિ તો ડિસેમ્બર સુધી રોજગારીની કોઈ તક નહીં મળે

કલાકારોએ પોતાની પીડા વ્યક્ત કરી
ગરબા આયોજકોને ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા નહી હોવાનું નીતિન પટેલે નિવેદન આપ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧
નવરાત્રી નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહિ એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. પરંતું નવરાત્રીમાં ગરબાનું આયોજન નહિ થાય તેવા સ્પષ્ટ સંકેત ગુજરાત સરકારે આપી દીધા છે. ત્યારે સૌથી કફોડી હાલત ગુજરાતના કલાકારોની બની છે. કારણ કે, લોકડાઉન લાગુ થયા બાદ તેઓ પાસે કોઈ કામ નથી. જાહેર કાર્યક્રમો બંધ હોવાથી એકમાત્ર આશા નવરાત્રિના આયોજન પર હતી, તે પણ ઠગારી નીવડી. ત્યારે આવામાં કલાકારોએ સરકાર પાસેથી સહાયની માંગણી કરી છે. નવરાત્રીમાં મોટાપાયે ગરબા આયોજકોને મોટા ગરબા માટે મંજૂરી આપવાની કોઈ શક્યતા ન હોવાનું ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે આ મામલે ધ બોલિવુડ હબના ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીએ જણાવ્યું કે, ગરબાની પરવાનગી નહિ મળે તો કલાકારોની સ્થિતિ કથળશે એ નક્કી છે. સરકાર કલાકાર રાહતનિધિ ફંડમાંથી કલાકારોને આર્થિક મદદ કરે તેવી અમારી અપીલ છે. શેરી ગરબાને પરવાનગી મળશે તેવી ગ્રીષ્મા ત્રિવેદીએ આશા વ્યક્ત કરતા કહ્યું કે, શેરી ગરબાના માધ્યમથી અનેક લોકોને રાહત મળી શકશે. અનેક કલાકારો છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગી અનુભવી રહ્યા છે, તેમને સરકાર મદદ કરે. જો ગરબાના આયોજનને પરવાનગી નહીં મળે તો ડિસેમ્બર સુધી કલાકારોને રોજગારી માટે કોઈ તક મળવાની નથી. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી.

 

સુરત ડ્રગ્સ રેકેટમાં હોટલના માલિકનો વોન્ટેડ પુત્ર ઝબ્બે

હોટલ માલિકના પુત્રની બોલિવૂડ સ્ટાર્સ જેવી લાઈફ
ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધીમાં સાત આરોપી ઝડપાયા છે જ્યારે આદિલ નામના યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧
સુરત શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની પણ મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર છે. આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્‌યુલર જાહેર કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી ૧.૩૧ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આદિલ પહેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સંકેત કડોદરામાં એમડી ડ્રગ્સ બનાવતો હતો ત્યાં છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાનીને કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આદિલ કંસાર હોટલના માલિકનો પુત્ર છે. કડોદરામાં જુના આરટીઓ પાસે કંસાર નામની હોટલ ઘણી જ જાણીતી છે. આ ઉપરાંત આદિલનાં પરિવારનું કતારગામ-કડોદરા ખાતે પેટ્રોલ પમ્પ પણ છે. કરોડોમાં રમનારા આદિલનું ઘણું મોટું મિત્ર વર્તુળ છે એટલે ક્રાઇમ બ્રાંચ હવે તેની સાથે અન્ય કેટલા લોકો આ ધંધામાં સપડાયેલા છે તેની તપાસ કરશે. સુરતની જાણીતી હોટલનાં માલિકનો દીકરો આદિલ બોલિવૂડ સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેનો ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખેલો છે જ્યાં તે વીક એન્ડમાં પાર્ટીઓ પણ કરે છે. ચર્ચાઓ પ્રમાણે આદિલ અનેક છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવે છે.

 

સરકારે સ્કૂલોની ફીમાં ૨૫ ટકાનો ઘટાડો જાહેર કર્યો

વાલીઓ સરકારના ફેંસલાથી નારાજ
સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં ગુજરાત સહિત તમામ બોર્ડને એટલે કે સીબીએસઈને પણ નિર્ણય લાગુ પડશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૩૦
ગુજરાત સરકાર આજે ફી અંગે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે શાળાની ફીમાં ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરી છે. તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે સીબીએસઈને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે. નોંધની. છે કે, વાલીઓની ૧૦૦ ટકા ફી માફીની માંગણી હતી જે બાદ આજે વાલીઓ સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઇ રહ્યાં છે. ગુજરાતનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકાર તરફથી શાલા ફી અંગે જાહેરાત કરતા કહ્યું કે, સ્કૂલ ફીમાં ૨૫ ટકા રાહત આપવામાં આવશે. આ ઉપરાંત જે પણ વાલીએ આ વર્ષની ફી જે પણ ફી ભરી હોય તેમાં તેમને સરભર કરી આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, કૉંગ્રેસ ૧૦૦ ટકા ફી માફીની વાત કરે છે. મારે કૉંગ્રેસના નેતાઓને પૂછવું છે કે, કૉગ્રેસશાસિત કયા રાજ્યમાં સ્કૂલ ફીમાં ૧૦૦ ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પહેલા કૉંગ્રેસશાસિત પ્રદેશોમાં ૧૦૦ ટકા ફી માફીની જાહેરાત કરીને પછી ગુજરાતમાં ૧૦૦ ટકા ફી માફીની માંગણી કરે. તેમણે અપીલ કરતા જણાવ્યું કે, મારી અપીલ છે કે, આ આંદોલન આગળ ન ચાલે, આપણને બધાને શિક્ષણનું હિત જોવાનું છે. વાલીઓ અને સંચાલકોમાં વૈમન્યસ્ય ન વધે અને વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવું કરવાનું છે. હવે કેન્દ્ર સરકારે જે નવી શિક્ષણ નીતિ આપી છે તેના અમલીકરણ પર કામ કરવાનું છે. મારી વાલીઓ, સંચાલકોને અપીલ છે કે આ અંગે કોઇ વાદવિવાદ ન થાય. વાલી મંડળની ૧૦૦ ટકા ફી માફીની માંગણીગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ પટેલનું કહેવું છે કે, સરકારનાં ફેંસલા બાદ અમે બેઠક બાદ નિર્ણય કરીશું કે હવે શું કરવું. વાલી મંડળના અન્ય આગેવાન કમલ રાવલનું કહેવું છે કે, સરકાર ૧૦૦ ટકા માફી આપે. ગુજરાત કૉંગ્રેસનાં નેતા અને પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી. સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એ રીતે વર્તી રહી છે. નામદાર કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા અને સરકારે ૨૫ ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ૮૮ ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં ૩ વર્ષમાં ૭૭ ટકા ફી વધારો થયો. સરકાર ૨૫ ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી. બીજી બાજુ મંગળવારે, એટલે ગઇકાલે, વાલી મંડળોમાં ફી ઘટાડા મુદ્દે વિખવાદ ઉભો થયો છે. મંગળવારે ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કરવા ગયેલા વાલી મંડળના અગેવાનોમાં જ બે ભાગ પડી જતા ફી માફીનું કોકડું ગુંચવાયું હતું. સ્કૂલ ફી માફી કરવી કે નહીં અને માફી કરવી તો કેટલી કરવી તે સવાલ ઉભો થયો હતો. ત્રણ દિવસ અગાઉ વાલી મંડળમાંથી નરેશ શાહ, ભાવિન વ્યાસ, અમિત પંચાલ, કમલ રાવલ સહિત આગેવાનો ભુપેન્દ્રસિંહને મળવા ગયા હતા. તેમાં સરકાર દ્વારા ૨૫ ટકા ફી માફીની વાત કરાઈ હતી જ્યારે વાલી મંડળમાં ૫૦ ટકા અને ૧૦૦ ટકા ફી માફીની માંગ કરાઈ હતી. જેના કારણે તે દિવસે મિટિંગમાં ફી મામલે કોઇ નિરાકરણ આવ્યું ન હતુ. ત્યારબાદ મંગળવારે ફરી વાલીઓ અને શિક્ષણ મંત્રી વચ્ચે બેઠક ગોઠવાઈ હતી. પરંતુ આ બેઠકમાં સ્કૂલ સંચાલકો કેવી રીતે પહોંચી ગયા તે સવાલ પણ ઉઠ્‌યો છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકોને કોણે ગાંધીનગર બોલાવ્યા તે સવાલો પણ ઉઠ્‌યા હતા. તેવામાં સ્કૂલ ફી માટે મિટિંગમાં વાલી મંડળના નરેશ શાહ અને ભાવિન વ્યાસ તેમજ સ્કૂલ સંચાલકો જ પહોંચ્યા હતા. જ્યારે અન્ય વાલી મંડળના સભ્યો અને આગેવાનોને મિટિંગમાં તેમનો પક્ષ રજૂ કરવાની તક નહીં મળતા વાલી મંડળમાં બે ગ્રૂપ પડી ગયા હતા. મિટિંગ માટે ગાંધીનગર આવેલા અન્ય વાલી મંડળના આગેવાનો કમલ રાવલ, અમિત પંચાલ, મિતેષ ભાઈ અને સતીષ ભાઈ સહિતના આગેવાનો મિટિંગમાં નહીં જઇ શકતા તેઓ રોષે ભરાયા હતા.

 

છેલ્લાં ૨૪ કલાકમાં ૧૩૯૦ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૧૧ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૧૭૨૩૧ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૪૫૩નાં મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૬૭૧૦
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૩૦
રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૧૯૬૬ ટેસ્ટ કરવામાં આવતા ૧૩૯૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે ૧૧ દર્દીના મોત કોરોનાને લીધે થથા કુલ મૃત્યુઆંક ૩૪૫૩ થયો છે. રાજ્યમાં આજે કુલ કોરોના સંક્રમિત આંકડો ૧ લાખ ૩૭ હજાર ૩૯૪ થયો છે. રાજ્યમાં આજે ૧૩૭૨ દર્દીઓ સાજા થયા છે. આ સાથે કુલ ૧,૧૭,૨૩૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૭૧૦ એક્ટિવ કેસ છે. જેમાં ૮૬ વેન્ટીલેટર પર અને ૧૬૬૨૪ સ્ટેબલ છે. અનલોક ૪ના અંતિમ દિવસે રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પ્રથમ દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૧૩૦૦ને પાર ગયો અને આઠવાર ૧૪૦૦ને પાર આંકડો ગયો હતો. સમગ્ર સપ્ટેમ્બર માસમાં કુલ કોરોનાના કેસ ૩૯૬૪૯ કેસ નોંધાયા છે. જ્યારે આ ઘાતક બિમારીથી ૪૪૫ દર્દીના મોત નીપજ્યા હતા. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૧ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેર અને જિલ્લામાં ૨, કચ્છ, મહેસાણા, રાજકોટ શહેર અને વડોદરા શહેરમાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૭૯ અને જિલ્લામાં ૧૮ સાથે ૧૯૭ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો અમદાવાદ શહેરમાં ૩૬૮૪૮ થયો છે. આજે ૩ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૮૧૩ થયો છે. સુરત શહેરમાં ૧૮૦ અને જિલ્લામાં ૧૧૮ સાથે ૨૯૮ કેસ કોરોના નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૨૯ હજારને પાર થઈ ૨૯૧૬૯ થયો છે. આજે ૨ મોત થતા કુલ મૃત્યુઆંક ૭૬૯ થયો છે. વડોદરા શહેરમાં ૯૨ અને જિલ્લામાં ૪૧ સાથે કુલ ૧૩૩ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧૨ હજારને પાર થઈ ૧૨૦૮૬ થયો છે. આજે ૧ મોત થતા કુલ મૃત્યુઆંક ૧૮૫ થયો છે. રાજકોટ શહેરમાં ૧૦૫ અને જિલ્લામાં ૪૬ સાથે કુલ ૧૫૧ કેસ કોરોનાના નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૯૨૫૧ થયો છે. આજે ૧ મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૧૪૦ થયો છે. જામનગર શહેરમાં ૬૮ અને જિલ્લામાં ૨૪ સાથે ૯૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૬ હજાર પાર થઈ ૬૦૮૯ થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૩૦
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૯૦ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૮૦
અમદાવાદ કોર્પોરેશન ૧૭૯
સુરત ૧૧૮
રાજકોટ કોર્પોરેશન ૧૦૫
વડોદરા કોર્પોરેશન ૯૨
જામનગર કોર્પોરેશન ૬૮
રાજકોટ ૪૬
મહેસાણા ૪૧
વડોદરા ૪૧
બનાસકાંઠા ૩૭
પંચમહાલ ૩૨
અમરેલી ૩૦
પાટણ ૩૦
ગાંધીનગર કોર્પોરેશન ૨૬
ભાવનગર કોર્પોરેશન ૨૫
ભરૂચ ૨૪
જામનગર ૨૪
કચ્છ ૨૪
મોરબી ૨૪
સુરેન્દ્રનગર ૨૪
જુનાગઢ ૧૯
અમદાવાદ ૧૮
ભાવનગર ૧૮
જુનાગઢ કોર્પોરેશન ૧૬
સાબરકાંઠા ૧૬
ગાંધીનગર ૧૫
મહીસાગર ૧૫
ગીર સોમનાથ ૧૪
ખેડા ૧૧
તાપી ૧૧
આણંદ ૧૦
દેવભૂમિ દ્ધારકા ૧૦
દાહોદ ૮
નવસારી ૭
પોરબંદર ૭
બોટાદ ૬
છોટા ઉદેપુર ૬
છોટા ઉદેપુર ૫
નર્મદા ૫
અરવલ્લી ૩
ડાંગ ૩
વલસાડ ૩
કુલ ૧૩૯૦

 

રજનીકાંત અપહરણ કેસમાં ચાર દોષિતોને આજીવન કેદ

૨૦૧૮માં બિલ્ડર રજનીકાંતનું અપહરણ થયું હતું
કોર્ટ દ્વારા એક આરોપી આકાશ પાલને તેની વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૦
સિટી સેશન્સ કોર્ટે શહેર સ્થિત બિલ્ડરનું અપહરણ કરી ૫ કરોડની ખંડણી માંગવાના ગુનામાં ૪ દોષિતોને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો છે. અપરહણકારોએ વર્ષ ૨૦૧૮માં બિલ્ડર રજનીકાંત પટેલનું અપહરણ કર્યું હતું અને ખંડણીના રૂપિયા ચેકથી સ્વીકાર્યા હતા. હવે આ ચકચારી કેસમાં કોર્ટે ચુકાદો આપતા આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. નરોડા વિસ્તારમાંથી રજનીકાંત પટેલ નામના બિલ્ડરનું અપરહણ કરવા બદલ અનિકેતસિંગ પાલ, ભુપત રબારી, શ્રીકૃષ્ણા તોમર અને આનંદ તોમરને સેશન્સ જજ દ્વારા અપહરણ, ખંડણીની માંગ, ગુનાહિત કાવતરૂં અને રજનીકાંત પટેલ પર હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર ભરત પટણીએ જણાવ્યું કે, કોર્ટે જુદા-જુદા ગુના બદલ દરેકને રૂપિયા ૨૬૦૦૦નો દંડ ફટકાર્યો છે. જોકે કોર્ટે એક આરોપી આકાશ પાલને તેની વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવવા માટે નિર્દોષ જાહેર કર્યો હતો. ગેલેક્સી ગ્રુપ બિલ્ડર્સના ભાગીદાર રજનીકાંત પટેલનું નરોડા-દહેગામ રોડ પરથી તેમની પોતાની કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને માઉન્ટ આબુ લઈ જવામાં આવ્યા અને તેને કેદ કરવામાં આવ્યા હતા. અપહરણકારોએ ૫ કરોડની ખંડણી માંગવા માટે પટેલના ફોનનો ઉપયોગ કર્યો હતો. પટેલના પરિવારે તેમને કહ્યું હતું કે તેમની પાસે માત્ર ૫૦ લાખ રૂપિયા છે. જોકે, પોલીસે પટેલના પરિવારના સભ્યોને અપહરણકારોને વાતચીતમાં ફસાવી રાખવા જણાવ્યું હતું. અંતે, અપહરણકર્તાઓએ પૈસા ચેકમાં લેવાની સંમતિ આપી. આ દરમિયાન પોલીસે તેમને શોધી કાઢ્યા હતા અને ગુજરાત પરત ફરતા તેઓને ગુજરાત-રાજસ્થાન સરહદ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરીને જેલને હવાલે કર્યા હતા. કેસ કોર્ટમાં જતાં મંગળવારે ચાર દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે નોંધ્યું કે, આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે દોષિતોને કડક સજા આપવી જરૂરી છે. જણાવી દઈએ કે, આ કેસમાં દોષિત સાબિત થયેલો અનિકેત પાલ અપહરણ સમયે કોલેજમાં અભ્યાસ કરતો હતો અને રાતોરાત પૈસાદાર બનવા માટે અન્ય ચાર લોકો સાથે રાખી અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

 

છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૮૧ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૧૧ લોકોના મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૧૫૮૫૯ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૪૪૨ના મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૬૭૦૩
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૨૯
રાજ્યમાં ૨૪ કલાકમાં ૬૨,૩૩૮ ટેસ્ટ કરાતા ૧૩૮૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૧લાખ ૩૬ હજારને પાર ૧,૩૬,૦૦૪ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૧ ના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૩૪૪૨ થયો છે. રાજ્યમાં આજે ૧૩૮૩ દર્દી સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૧,૧૫,૮૫૯ થયો છે. રાજ્યમાં આજનીૂ સ્થિતિએ ૧૬,૭૦૩ કોરોના એક્ટિવ કેસ છે જેમાં ૮૯ વેન્ટીલેટર પર અને ૧૬,૬૧૪ સ્ટેબલ છે.રાજ્યમાં ઘણા બધાં દિવસો પછી કોરોનાનાં કેસનો આંકડો ૧૪૦૦ ની નીચે ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૩,૫૬,૦૬૨ કુલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાઓમાં આજની તારીખે ૫,૯૨,૪૮૧ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે. જેમાં ૫,૯૨,૦૫૦ લોકોને હોમ ક્વોરન્ટાઇન અને ૪૩૧ લોકોને ફેસીલીટી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આજ રોજ ૧૧ દર્દીના મોત થયા છે. અમદાવાદ શહેરમાં ૩, સુરત શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૩, રાજકોટમાં ૧, વડોદરા શહેરમાં ૧ અને ગ્રામ્યમાં ૧, ગાંધીનગર શહેરમાં ૧ મોત કોરોનાનાં કારણે નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૭૬ અને જિલ્લામાં ૧૯ સાથે કુલ ૧૯૫ કેસ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં આ સાથે ૩૬૬૫૧ કુલ કોરોના સંક્રમિતના કેસ નોંધાયા છે. આજે ૩ના મોત અમદાવાદમાં થતા કુલ મૃત્યુઆંક ૧૮૧૦ થયો છે. સુરત શહેરમાં ૧૭૯ અને જિલ્લામાં ૧૩૨ સાથે કુલ ૩૧૧ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમિતનો આંકડો ૨૮૬૭૧ થયો છે. જ્યારે આજે સુરતમાં ૪ મોત નોંધાતા ૭૬૫ કુલ મોત થયા છે. વડોદરા શહેરમાં ૯૦ અને જિલ્લામાં ૩૯ સાથે કુલ ૧૨૯ કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત ૧૧૯૪૩ થયો છે. આજે ૨ના મોત થતા કુલ ૧૮૪ મોત થયા છે. રાજકોટ શહેરમાં ૧૦૪ અને જિલ્લામાં ૪૪ સાથે ૧૪૮ કેસ નોંધાતા કુલ સંક્રમિત ૮૯૩૨ થયા છે. આજે ૧ મોત નોંધાતા કુલ મોત ૧૩૮ થયા છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૨૯
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૩૮૧ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ
સુરત કોર્પોરેશન ૧૭૯
અમદાવાદ કોર્પોરેશન ૧૭૬
સુરત ૧૩૨
રાજકોટ કોર્પોરેશન ૧૦૪
વડોદરા કોર્પોરેશન ૯૦
જામનગર કોર્પોરેશન ૬૯
રાજકોટ ૪૪
બનાસકાંઠા ૩૯
વડોદરા ૩૯
મહેસાણા ૩૪
પાટણ ૩૪
ભરૂચ ૨૯
સુરેન્દ્રનગર ૨૭
અમરેલી ૨૪
કચ્છ ૨૪
પંચમહાલ ૨૩
ભાવનગર ૨૨
જામનગર ૨૨
ગાંધીનગર કોર્પોરેશન ૨૧
તાપી ૨૧
અમદાવાદ ૧૯
ગાંધીનગર ૧૯
મહીસાગર ૧૯
ભાવનગર કોર્પોરેશન ૧૮
જુનાગઢ કોર્પોરેશન ૧૭
મોરબી ૧૭
ગીર સોમનાથ ૧૫
જુનાગઢ ૧૫
આણંદ ૧૨
નર્મદા ૧૧
સાબરકાંઠા ૧૧
દેવભૂમિ દ્ધારકા ૮
ખેડા ૮
નવસારી ૮
અરવલ્લી ૬
બોટાદ ૬
છોટા ઉદેપુર ૬
દાહોદ ૪
પોરબંદર ૪
વલસાડ ૪
ડાંગ ૧
કુલ ૧૩૮૧

 

તમામ સીટો જીતવા માટેનો ભાજપ અને કોંગ્રેસનો દાવો

રાજ્યમાં પેટાચૂંટણીની જાહેરાત બાદ પક્ષોનો દાવો
પેટાચૂંટણી જાહેર થતાં ૮ બેઠક પર આચારસંહિતા અમલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૨૯
ગુજરાતની આઠ બેઠક પર પેટા-ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આ તમામ બેઠક પર આગામી ત્રીજી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે ૧૦મી નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ચૂંટણી જાહેરાત થતાં જ બંને પાર્ટી તરફથી જીતના દાવા કરવામાં આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કહેવા પ્રમાણે તમામ બેઠક પર કૉંગ્રેસ પાર્ટીનો વિજય થશે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી તમામ બેઠક જીતી રહી છે.
આઠેય બેઠક પર ચૂંટણીની તારીખ જાહેર કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ આઠેય બેઠક પર પક્ષ અને પ્રજા સાથે દગો કરનાર લોકોને પાઠ ભણાવવાનું લોકોએ નક્કી કરી લીધું છે. જ્યારે જ્યારે જનાદેશનું અપમાન થયું છે ત્યારે પ્રજાએ તેનો પરચો બતાવ્યો છે. આઠેય પેટાચૂંટણીમાં પણ કાર્યકરો અને લોકો કૉંગ્રેસને આશીર્વાદ આપશે. આઠેય બેઠક પર કૉંગ્રેસનો વિજય થશે. ઉમેદવારની પસંદગી માટે અમારી પ્રભારી તમામનો અભિપ્રાય લઈ ચૂક્યા છે. આ મામટે યોગ્ય સમય નામ જાહેર કરવામાં આવશે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા બ્રિજેશ મેરજાએ ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી તમામ આઠેય બેઠક પરથી ચૂંટણી જીતી રહી છે. ઉલ્લેખનીય છે કે આ તમામ બેઠક કૉંગ્રેસના ધારસભ્યોના રાજીનામા બાદ ખાલી પડી છે. ભારતીય જનતા પાર્ટીનો તમામ બેઠક પર જીતનો દાવો કરતા બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભારતીય જનતા પાર્ટીએ પાયાના કામ કર્યા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર પોતે ચૂંટણી લડતો હોય તેવા ઉત્સાહથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોને વિશ્વાસ છે. આઠેય બેઠક પર જે પણ ઉમેદવાર ઊભો રહેશે તે ચૂંટણી જીતશે.”બીજી તરફ સૂત્રો જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી આઠમાંથી પાંચ બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપી શકે છે. જોકે, અહીં એ પણ જોવાનું રહ્યું કે ગત પેટા ચૂંટણીમાં રાધનપુર અને બાયડ વિધાનસભા બેઠક પરથી આયાતી ઉમેદવારની હાર થઈ હતી. રાધનપુરથી અલ્પેશ ઠાકોર અને બાયડથી ધવલસિંહ ઝાલા ભાજપની ટિકિટ પરથી ચૂંટણી હારી ગયા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે ગઢડા, લીંબડી અને ડાંગ સિવાયની બેઠક પર ભાજપ આયાતી ઉમેદવારને જ ટિકિટ આપશે.

 

જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું

બિલ્ડર નઝીર વોરાની ૪૪ દુકાનો જમીનદોસ્ત
થોડા સમય પહેલાં નઝીર વોરાના ગેરકાયદે કરેલી વીજ ચોરી પકડી તેને વીજચોરી માટે દંડ ફટકારવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૨૯
અમદાવાદમાં જુહાપુરાના માથાભારે ભૂમાફિયા નઝીર વોરાએ રિઝર્વ પ્લોટમાં ગેરકાયદેસર બાંધી દીધેલી ૪૪ પાકી દુકાનો પર મંગળવારે છસ્ઝ્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. સાથે નઝીર વોરના સામ્રાજ્ય પર હવે તંત્રે કડક હાથે પગલા ભરવાની શરુઆત કરી છે.નઝીર વોરા ના ગેરકાયદે ગતિવિધિઓ સામે તંત્રે કડક હાથે કામ લેવાનું શરુ કર્યું છે. થોડા સમય પહેલાં તેણે કરેલી વીજ ચોરી પકડી દંડ ફટકારાયો હતો. હવે મંગળવારે સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમે મક્તમપુરા જુહાપુરા ખાતેના રિઝર્વેશન પ્લોટમાં પહોંચી ગઇ હતી. ડિમોલિશન ટીમના ૧ ત્નઝ્રમ્ મશીન, ૨ દબાણ ગાડી, ૨ ડમ્પર અને ૨૦ મજૂરના કાફલાએ બાંધકામ તોડવાની કાર્યવાહી શરુ કરી દીધી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના મક્તમપુરામાં આવેલ સોનલ ચાર રસ્તા પાસે વિશાલા સરખેજ હાઇવે પરની ટી.પી. સ્ક્રીમ નં. ૯૩/એ ( મક્તમપુરા )માં સમાવિષ્ટ રે. સર્વે નં ૧૪પૈકી ૧૫માંથી મંજુર થયેલા ડ્રાફ્ટ સ્ક્રીમ મુજબ ટી.પી. સ્ક્રીમના ફાયનલ પ્લોટ નં. ૩૨માં ભળતી જગ્યામાં તથા જાહેર રસ્તામાં પરવાગી વિના નઝીર વોરા એ ૪૪ દુકાનો ધરાવતું કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઊભુ કરી દીધુ હતુ અને કમાણી શરુ કરી દીધી હતી. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફીસરે જણાવ્યું હતુ કે આ રિઝર્વેશન પ્લોટમાં ઊભા કરાયેલા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર ૯ દુકાનો તથા ફર્સ્‌ટ ફલોર પર ૯ દુકાનો મળીને કુલ ૧૮ દુકાનોનું પાકું આર.સી.વાળું બાંધકામ કરી ૧૮૦૦ ચો. ફૂટ તથા બીજી ગ્રાઉન્ડ ફલોરની ૨૩ દુકાનો દૂર કરીને ૨૧૦૦ ચો. ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આમ રિઝર્વેશન પ્લોટમાં કુલ ૩૯૦૦ ચો. ફૂટ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તથા ૧૮.૦૦ મીટર તથા ૭.૫૦ મીટર ટી.પી. રસ્તામાં આવતી ૩ દુકાનો દૂર કરીને ૫૦૦ ચો. ફૂટ ટી.પી. રસ્તાની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope