છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮૧ કોરોનાના કેસ સામે આવ્યા

કોરોનાને લીધે ૯ લોકોનાં મૃત્યુ થયા
અત્યાર સુધીમાં ૧૩૨૩૧૦ લોકો ડિસ્ચાર્જ થયા જ્યારે ૩૫૬૯ના મૃત્યુ થયા : એક્ટિવ કેસની સંખ્યા ૧૫૭૧૭
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૦
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૪૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં ૧૧૮૧ દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૪૧૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૨,૩૧૦ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૧,૨૫૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૭૮૮.૪૬ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૦,૧૨,૭૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના ૧૧૮૧ કેસ નોંધાયા છે. જ્યારે ૧૪૧૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૨,૩૧૦ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર ૮૭.૨૮% ટકા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૯૨,૯૪૨ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૯૨,૫૪૦ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૪૦૨ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૭.૨૮ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૫૭૧૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૮૬ છે. જ્યારે ૧૫૬૩૧ લોકો સ્ટેબલ છે. ૧૩૨૩૧૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૫૬૯ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૯ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૩, સુરત કોર્પોરેશન ૨, અમદાવાદ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧ અને વડોદરા કોર્પોરેશનનાં ૧ સહિત ગુજરાતમાં કુલ ૦૯ કોરોના દર્દીઓનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાના કેસો
(સંપૂર્ણ સમાચાર સેવા) અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૮૧ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
શહેર કેસ,
સુરત કોર્પોરેશન ૧૭૬, અમદાવાદ કોર્પોરેશન ૧૬૮, રાજકોટ કોર્પોરેશન ૮૮, વડોદરા કોર્પોરેશન ૮૮,
સુરત ૮૫, જામનગર કોર્પોરેશન ૬૭, મહેસાણા ૪૨, વડોદરા ૪૧, રાજકોટ ૩૫, જામનગર ૩૧, પાટણ ૨૪,
ગાંધીનગર ૨૩, પંચમહાલ ૨૩, અમદાવાદ ૨૧, અમરેલી ૨૦, ભરૂચ ૨૦, સાબરકાંઠા ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૮,
કચ્છ ૧૮, જુનાગઢ ૧૭, મોરબી ૧૫, સુરેન્દ્રનગર ૧૫,બનાસકાંઠા ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૨, આણંદ ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૧, ગીર સોમનાથ ૧૧, ખેડા ૯, તાપી ૯, મહીસાગર ૭, નર્મદા ૭, અરવલ્લી ૬, દાહોદ ૬, દેવભૂમિ દ્ધારકા ૬, નવસારી ૫, વલસાડ ૪, બોટાદ ૩, ભાવનગર ૨, પોરબંદર ૨, છોટા ઉદેપુર ૧, ડાંગ ૧, કુલ ૧૧૮૧

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope