પરિણીતાને ઘેનની દવા પીવડાવી નગ્ન ફોટા પાડ્યા

સુરતના કતારગામની ઘટના
ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા તેના પતિ સાથે ડેરીનો વ્યવસાય કરે છે. પરણિતાએ ડેરી પ્રોડ્‌ક્ટ આપવા આવતા ટેમ્પો ચાલકને રૂપિયા જરુરુ હોવાથી રૂપિયા આપ્યા હતા. ટેમ્પો ચાલક તેજસ દિપક પાટીલે મહિલા પાસેથી ઉછીના ૧૫ હજાર ,મોબાઇલ ખરીદવા ૪૦ હજાર લીધા હતા. ત્યાર બાદ દોઢ લાખ લીધા હતા. ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ લીધા હતા. રૂપિયાની જરૂરી હોવાથી મહિલાએ રૂપિયાની ઉઘરાની કરવા જતા ટેમ્પો ચાલાકે પરણીતાને ઘેનની દવા પીવડાવી તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ યુવાનથી કંટાળી જઈને મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામમાં આવેલા ડભોલી વિસ્તારમાં પરણિતા પતિ સાથે ડેરીની એજન્સી ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતી હતી. જોકે, આ પરણિતા ડેરીના કામ માટે અવાર નવાર સુરતના મહિધરપુરા વિસ્તારમાં એક ડેરી પર જતી હતી. આ પરણિતાને આ ડેરી પર દૂધ આપવા આવતા ટેમ્પો ચાલાક તેજસ પાટીલ સાથે મિત્રતા થઇ હતી. પહેલા મિત્રતા બાદ બંનેવ વચ્ચે વેપારી સંબંધ થયા હતા. અનાવા નવાર મળતા તેજસને રૂપિયાની જરૂર હોવાને લઈને આ પરણિતાએ પહેલા મોબાઈલ લેવા ૧૫ જહર રૂપિયા અપ્યા હતા. પછી ૪૦ હજાર ઉછીના ત્યાર બાદ ટ્રાન્સપોર્ટનો ધંધો કરવાના ૨ લાખ સહિત તેજસે કુલ ૧૦.૫૦ લાખ પરણિતા પાસેથી લીધા હતા. થોડા સમય બાદ પરણિતાએ રૂપિયાની ઉઘરાણી શરુ કરતા ટેમ્પો ચાલાક તેજસે ડિંડોલી ખાતે આવીને લઇ જવા કયું હતું. જેને લઈને આ પરણિતા રૂપિયા લેવા માટે ડિંડોલી ખાતે પોહચી હતું ત્યારે તેજસે તેના મિત્રના ઘરે બોલાવી ઘેનવાળુ કોલ્ડ ડ્રિંક્સ પીવડાવીને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. એક અઠવાડિયા બાદ ફરી પરણિતા રૂપિયા લેવા ગઈ હતી ત્યારે તેજસે આ વીડિયો બતાવી તેણીના પતિને નગ્ન ફોટો-વીડિયો બતાવી દેવાની ધમકી આપીને તેજસે પરણિતા પર અનેક વખત ડિંડોલીમાં બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે ટેમ્પો ચાલક તેજસથી કંટાળીને પરિણીતાએ આ મામલે ડિંડોલી પોલીસમાં આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

 

કોરોનાના લક્ષણો દેખાતા પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

મહિલા ઘરમાં જ આઇસોલેટેડ હતા
કોરોનાનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા નહીં કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ ફરિયાદ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, મૂળ હરિયાણાના પાનીપતના વતની હતા. તેમના પતિ રીંગરોડના મિલેનિયમ માર્કેટ-૨માં કપડાની દુકાન ધરાવે છે. ગોપાલકિશને સરોજ સુરતમાં વેસુ રોડ પર ફ્લોરેન્સની બાજુમાં નંદની એકમાં રહેતા પરિવાર સાથે રહે છે. જોકે, તેમાંય પત્નીને છેલ્લા બે -ચાર દિવસથી તાવ ખાંસી સહિતની તકલીફ હોવાથી સુનિતાબેન જાતે ઘરમાં આઈસોલેશન થઈ ગયા હતા. પરિણીતાને મનમાં કોરોના થવાના વિચારો આવતા હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા. પરિવારજનો તેમને કોરોના ટેસ્ટ કરાવવા લઇ જવાના હતા. તે પહેલા તેમને કોરોની બીક હતી કે, તેમને કોરોના પોઝિટિવ આવશે તો તેમની સાથે પરિવારના સભ્યો પણ હેરાન થઇ જશે. જેને લઈને આવેશમાં આવી જઈને ગતરોજ સવારે પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે પરિવારે આ મામલે પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવવાળી જગ્યા પર પોંહચીને તપાસ શરુ કરી હતી. જોકે, આ મહિલાને કોરોના લક્ષણ દેખાતા પીએમ પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવતા આ મહિલાન કોરોના ગાઈડ લાઇન પ્રમાણે તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે શહેરમાં અન્ય એક પરિણીતાએ પણ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઇન્દિરાનગર મેઇન રોડ, ગુરુજીનગર-૨માં રહેતી હેતલ અમિતભાઇ ટાંક નામની પરિણીતા કેટલાક સમયથી તેના તામશી સ્વભાવને કારણે જીદ્દી થઇ ગઇ હોય કંટાળીને ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

 

સ્કૂલ સંચાલકનો ફી મુદ્દે દબાણ કરતો વીડિયો વાયરલ

કોસમોસ સ્કૂલ સંચાલકની ફી મુદ્દે ધમકી
૧૦ ઓક્ટોબર સુધી પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા જણાવાયું ફી નહીં ભરનારાના એલસી તૈયાર હોવાની ધમકી અપાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૪
રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી ભરવા મામલે ૨૫ ટકા માફી આપવામાં આવી છે પરંતુ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી કોસમોસ સ્કૂલના સંચાલકોએ તો હદ જ કરી નાખી. સંચાલકે વાલીઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વીડિયો અપલોડ કર્યો જેમાં ફી ભરવા મામલે સંચાલકના ધમકીના સુર જણાઈ રહ્યા છે. જેમાં સંચાલકએ વાલીઓને ૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રથમ ક્વાર્ટર ફી ભરવા જણાવાયું હતું પરંતુ તે નહિ ભરતા વાલીઓના એલસી તૈયાર છે જે વાલીઓને લઈ જવા જણાવ્યું છે. જોકે વિવાદ થતા સંચાલકે ફેરવી તોળ્યું હતું. જ્યારથી કોરોના વાયરસનું સંક્રમણ અને લોકડાઉન જાહેર થયા બાદ ફી મામલો વિવાદમાં આવ્યો હતો. જે મામલે હાલમાં જ ૧ ઓક્ટોબરના રોજ સરકારે સ્કૂલ ફી મામલે ૨૫ ટકા રાહત આપી હતી. જે માટે એક ઠરાવ ૭ ઓક્ટોબરના રોજ સરકારે કર્યો હતો. જોકે, ૧૧ ઓક્ટોબરે અમદાવાદના મણિનગરમાં આવેલી કોસમોસ સ્કૂલના ટ્રસ્ટીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સ્કૂલના ટ્રસ્ટી અભિજીત હલદરનો છે. રાજ્ય સરકારે ફીમાં આપેલી રાહત અંગેના પરિપત્ર બાદ પણ ટ્રસ્ટીની અજ્ઞાનતા પ્રદર્શિત આ વાયરલ વીડિયોમાં થઈ છે. કેટલાક ન્યૂઝપેપરના નામ અને ફી મામલે રાહત અંગે સરકારે કરેલા પરિપત્રનો ઉલ્લેખ કરી ટ્રસ્ટીએ વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. વીડિયોમાં ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, અગાઉ ૧૦ ઓક્ટોબર સુધીમાં વાલીઓને ફી જમા કરાવવા કહ્યું હતું. સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરીને ટ્રસ્ટીએ વાલીઓને કહ્યું કે, સરકારે આપેલી ૨૫ ટકા રાહત એ જ વાલીને મળશે, જે ૩૧ ઓક્ટોબર સુધીમાં ફી જમા કરાવશે. એટલું જ નહીં જે લોકોએ ગયા વર્ષની અને આ વર્ષની પ્રથમ સત્રની ફી નથી ભરી તેવા ૭૦ બાળકોના એલસી સ્કૂલમાં તૈયાર રાખ્યા છે, જે વાલીઓએ લઈ જવા. આમ આ વીડિયોમાં સંચાલકના ધમકીના સુર જોવા મળ્યા છે. જોકે, આ મામલે વાલીઓ કેમેરામાં કશું કહેવા ડરી રહ્યા છે તેઓને ડર છે કે વાલીઓ મીડિયામાં કશું કહેશે તો સ્કૂલ સંચાલક તેમના બાળકનું એલસી પકડાવી દેશે. આ અંગે અભિજીત હલદરને વીડિયો અંગે પૂછતાં તેઓ એ જણાવ્યું કે, આ અંગે અમે વાલીઓને જાણ કરી દીધી છે. જેમાં કેટલાક ન્યુઝ પેપરની વિગતને ધ્યાને લઇ મેં વીડયો બનાવ્યો હતો. અને હવે અમે નવો વીડિયો બનાવી વાલીઓને ફી માફી અંગેની સૂચના આપી છે.

 

સુરત શહેરમાં કોરોના અવેરનેસ ગરબો વાયરલ

સુરત હંમેશા અવનવું કરવામાં જાણીતું છે
ગરબામાં સેનેટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ સહિતની અનેક બાબતો માતાની આરાધના પણ દર્શાવવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત,તા.૧૪
શહેર હંમેશા અવનવું કરવામાં જાણીતું છે. એમા પણ તકલીફની વાત હોઇ કે પછી મોજની વાત હોઇ સમય સમયને અનુરૂપ તે ભાષામાં તેની વાત કરતા હોય છે. આવી જ એક વાત આ કોરોના કાળમાં સુરતના કલાકારોએ રજૂ કરી છે. કોરોના કાળમાં આગામી નવરાત્રીમાં કોરોના સામે કઇ રીતે રક્ષણ મેળવી અને ગરબાનો આનંદ માણી માતાની આરાધના કરી શકાય તેની જાગ્રુતિ ફેલાવતો આ ગરબો સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગરબાના બોલ પણ એટલા સુંદર છે, મોજમા રહીશું અમે મોજમાં રહીશું, આવી નોરતાની રાત, ગરબે રમશું અમે આજ, મોઢે પહેરીને મા્‌સ્ક રમશું આજ અમે રાશ, આ ગરબામાં સેનેટાઇઝર, ડિસ્ટન્સ સહિતની અને બાબતો સાથે માતાની આરાધના પણ દર્શાવવામાં આવી છે. નવરાત્રીનો પર્વ હોય અને ગુજરાતીઓ શાંત બેસી રહે તે શક્ય જ નથી. જેથી જ સરકાર દ્વારા પણ આ કોરોના કાળમાં ભલે ખાનગી આયોજનો અને માસ ગેધરીંગની પરમિશન નથી આપી પરંતુ પોતાની સોસાયટીમાં કે શેરીઓમાં ૨૦૦ માણસોની સંખ્યા સાથે લિમિટેડ સમય માંટે ગરબા રમવાની પરમિશન આપી છે. ત્યારે સુરતમાં અનેક એવા લોકો છે મનપાની સાથે જાગૃત્તિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં કલાકારો પણ પાછા નથી રહ્યા. સુરતના જાણીતા કલાકારો કે જેઓ નવરાત્રીમાં પોતાના મધુર ગીતોથી ખૈલયાઓને નવરાત્રીમાં થનગનાટ કરાવતા હોય છે. તેવા બે કલાકારો યો યો જય વર્મા અને અમી અઢીયા જે સુરતના નહિ પરંતુ ગુજરાતના જાણીતા સિંગર છે. તેમના દ્વારા ખાસ એક ગરબો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં માતાજીની ભકિત તો છે જ પરંતુ તેની સાથે કોરોના કાળમાં યોજાય રહેલા આ નવરાત્રીમાં કઇ રીતે ગરબામાં ધ્યાન રાખવું તેની માહિતી પણ આપવામાં આવી છે. આ ગરબામાના શબ્દો ખાસ કોરોના કાળમાં લોકો અવેર થાય તેને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે.

 

કોચિંગ માટે ગયેલી સ્ટુડન્ટની સળીયાના ઘા મારી હત્યા

હત્યાના મામલે રિક્ષાચાલકની ઘરપકડ
વિદ્યાર્થિનીની હત્યા કરી રિક્ષા ચાલક લાશને લઈને હાઇવે પર ફરતા રહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાપુડ,તા.૧૪
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક બીએસસીની વિદ્યાર્થિનીની હત્યાથી હોબાળો થઈ ગયો છે. વિદ્યાર્થિનીની સળિયાના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસે ત પાસ કરી અને થોડાક કલાકની અંદર જ હત્યાના આરોપી રિક્ષા ચાલક સુધી પહોંચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર રિક્ષા ચાલક અને સ્ટુડન્ટની વચ્ચે વાતચીત થતી હતી. રિક્ષામાં બેસીને કોચિંગ જતી વખતે બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રિક્ષા ચાલકે વિદ્યાર્થિની પર હુમલો કરી દીધો. ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવીને પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોર્યા. પોલીસે હત્યાનો કેસ નોંધી રિક્ષા ચાલક નૂર હસનની ધરપકડ કરી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે હત્યાના આરોપીએ સવારથી લઈને સાંજ સુધી શબ પોતાના જ થ્રી-વ્હીલરમાં રાખીને હાઇવે પર ફરતો રહ્યો. આ દરમિયાન આરોપીએ મૃતકના પરિજનોને માર્ગ અકસ્માતમાં તેનું મોત થવું હોવાની ખોટી માહિતી આપી. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો. મળતી જાણકારી મુજબ, વિદ્યાર્થિનીને મંગળવાર સવારે કોચિંગ જવા માટે તેનો ભાઈ બસ સ્ટોપ પર મૂકવા ગયો હતો. બપોર બાદ જ્યારે વિદ્યાર્થિની કોચિંગથી ઘરે ન આવી તો પરિજનોએ તેના મોબાઇલ પર ફોન કર્યો. મોબાઇલ એક યુવકે ઉપાડ્યો હતો. યુવકે જણાવ્યું કે, વિદ્યાર્થિનીનો અકસ્માત થઈ ગયો છે અને તેને હાપુડની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ પરિજન હૉસ્પિટલ પહોંચ્યા તો તે ત્યાં ન મળી. ત્યારબાદ રિક્ષા ચાલક પોતે શબને લઈ વિદ્યાર્થિનીના ગામે પહોંચ્યો. શબ જોતાં જ પરિજનોમાં આક્રંદ ફેલાઈ ગયો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી તો પૂછપરછમાં રિક્ષા ચાલક સંદિગ્ધ લાગ્યો. કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. રિક્ષા ચાલક નૂર હસને જણાવ્યું કે મંગળવાર સવારે તે વિદ્યાર્થિનીને મળ્યો હતો. કોઈ વાતને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેણે ગુસ્સામાં આવીને સ્ટુડન્ટના માથા પર લોખંડના પાનાથી વાર કરી હત્યા કરી દીધી હતી.

 

ચાર વર્ષની માસુમ બાળકી સાથે સંબંધીએ દુષ્કર્મ આચર્યું

હાથરસમાં એક વધારે દુષ્કર્મની ઘટના
હાથરસના સાસના એક ગામમાં ઘરની બહાર રમી રહેલી બાળકીને યુવક ઉપાડી જઈ કુકર્મ કયુર્ં : આરોપી ઝડપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાથરસ,તા.૧૪
યુપીમાં હાથરસ ગેંગરપ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એવામાં હાથરસમાં ફરી એક બળાત્કારની ઘટના સામે આવી છે. હાથરસમાં ચાર વર્ષની બાળકી પર બળાત્કારનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાથરસના સાસની વિસ્તારમાં પરિવારના સભ્યોએ એક સંબંધી પર આરોપ લગાવ્યો છે કે તેણે ચાર વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કાર્યવાહી કરતા પોલીસે આરોપી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના હાથરસના સાસની વિસ્તારના એક ગામની છે. પરિવારના સભ્યોએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે ચાર વર્ષની માસૂમ બાળકી ગામના એક ઘરની બહાર રમી રહી હતી. દરમિયાન એક યુવક બાળકીને તેના ઘરે લઈ ગયો હતો. આ પછી તેણે ઘરમાં માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાળકીએ ચીસો પાડતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો બાળકી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલી જોવા મળી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે લોકોએ બાળકીના પરિવારજનોને જાણ કરી હતી. કઈંક અજગતું થયું હોઈ પરિવારના સભ્યો માસુમ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી પોલીસે બાળકીને મેડિકલ માટે મોકલી હતી. સીઓ રૂચિ ગુપ્તાએ જણાવ્યું હતું કે સાસની વિસ્તારમાં એક ૪ વર્ષીય બાળકી પર તેના સબંધી દ્વારા કથિત રીતે બળાત્કાર કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, હાથરસમાં ગેંગરેપ કાંડના ૨૮ દિવસ બાદ સીબીઆઈ ફોરેન્સિક ટીમ સાથે મંગળવારે બૂલગઢી ગામ પહોંચી હતી. સીબીઆઈની ૧૫ સભ્યોની ટીમે ઘટનાસ્થળે ક્રાઈમ સીનનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગેંગરેપ પીડિતાના ભાઈને પણ ક્રાઈમ સીન પર લાવવામાં આવ્યા છે. અગાઉ સીબીઆઈએ હાથરસના મુખ્ય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ, હત્યાનો પ્રયાસ અને હત્યાની ફરિયાદ સાથે એસસી-એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી.

 

રામદેવ હાથી ઉપર યોગ કરતા અચાનક પડી ગયા

બાબા રામદેવનો વીડિયો વાયરલ થયો
૨૨ સેકન્ડનો વીડિયો મથુરાના રમણરેતીનો દર્શાવવામાંં આવી રહ્યો છે, બાબા સંતોને યોગ શીખવાડવા ગયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મથુરા,તા.૧૪
હાથી પર બેસીને યોગનો અભ્યાસ કરાવવો યોગ ગુરુ બાબા રામદેવેને ભારે પડ્યો છે. તે હાથી પર બેસીને યોગ કરાવતા સમયે અચાનક નીચે પડી ગયા હતા. બાબા રામદેવનો હાથી પરથી નીચે પડી રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લગભગ ૨૨ સેકન્ડનો આ વીડિયો મથુકાના રમણરેતી આશ્રમનો બતાવવામાં આવી રહ્યો છે. જ્યાં રામદેવે સંતોને યોગ શીખવાડવા માટે ગયા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે આ વીડિયો પોતાના એકાઉન્ટ પરથી મજેદાર કેપ્શન સાથે શેર કર્યો છે. આ વાયરલ વીડિયોમાં એક હાથી પર બેસીને બાબા રામદેવે યોગ કરાવતા જોવા મળી રહ્યા છે. શરૂઆતમાં તો બધું યોગ્ય લાગે છે પણ અચાનક બાબા રામદેવનું બેલેન્સ બગડી જાય છે અને તે હાથી પરથી નીચે પડી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં તેમને વધારે ઇજા પહોંચી નથી. વીડિયોના આખરી સેકન્ડમાં રામદેવ ચાલીને પાછા જતા જોવા મળી રહ્યા છે. જાણકારી પ્રમાણે યોગ ગુરુ રામદેવ સોમવારે મહાવન રમણરેતી સ્થિત કાષ્ણિ ગુરુ શરણાનંદ મહારાજના આશ્રમમાં પહોંચ્યા હતા. અહીં તે સંતોને યોગ શીખવાડી રહ્યા હતા. આ દરમિયાન મંચ પર ગુરુ શરણાનંદ મહારાજે પણ યોગ કર્યા હતા. બાબા રામદેવના ટિ્‌વટર હેન્ડલથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

 

હૈદરાબાદમાં દીવાલ ઘસી પડતા નવજાત શિશુ સહિત નવનાં મોત

ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડી
ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં બની, એક દીવાલ ૧૦ ઘરો ઉપર તૂટી પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદ,તા.૧૪
હૈદરાબાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદના પગલે મોટો અકસ્માત સર્જાયો છે. બદલાગુડામાં દીવાલ ધસી પડતા ૨ મહિનાના બાળક સહિત ૯ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં ઘટી. એક દીવાલ ૧૦ ઘરો ઉપર તૂટી પડી. અકસ્માત બાદ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસડીઆરએફ, અને પોલીસના અધિકારીઓ મોડી રાતે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને રાહત તથા બચાવકાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ કાટમાળમાં ફસાયેલા ૯ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. અકસ્માત બાદ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. હૈદરાબાદમાં ભારે વરસાદે ખુબ કેર વર્તાવ્યો, અનેક વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૨૫ સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ગાડીઓ પણ પાણીના વહેણમાં વહી જવા માડી. રસ્તાઓ પર નાળાની જેમ પાણી વહેવાના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા અને સ્થાનિક લોકોની મદદ માટે એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો કામે લાગી છે. એસડીઆરએફની ટીમ શહેરમાં ઘૂમી ઘૂમીને લોકોને રેસ્ક્યુ કરવામાં લાગી છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે અને પૂરના હાલાત પર રિપોર્ટ માંગ્યો છે. હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણ અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત નિપજ્યા છે. તેમાં ૯ લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. રસ્તાઓ પર પાણી ભરા ગયા છે અને નીંચાણવાળા વિસ્તારો સમગ્ર રીતે જળમગ્ન થઈ ગયા છે. વરસાદે રાજ્ય સરકારના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે. આ પહેલા હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે રવિવારે પણ એક જૂના ઘરનો કેટલોક હિસ્સો ધરાશાયી થઈ જવાના કારણે બે મહિલાઓનાં મોત થયા હતા અને પાંચ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બપોરે લગભગ ૧૨ઃ૧૦ વાગ્યે હુસૈનીઆલમમાં બની હતી, જ્યાં સાત લોકો ઘરમાં હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં બે મહિલાઓનાં મોત થયા હતા. હૈદરાબાદ લોકસભા સીટથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે ૯ લોકોનાં મોત નિપજ્યા છે. તેઓએ કહ્યું કે, બાઉન્ડ્રી વોલ પડતાં ૯ લોકોનાં મોત નિપજ્યા તો ૨ લોકોને ઈજા પહોંચી છે. નોંધનીય છે કે, બંગાળની ખાડીમાં ઊભા થયેલા નીચા દબાણનું ક્ષેત્ર સોમવારે ભારે દબાણમાં પરિવર્તિત થયું હતું. તેના કારણે ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિત આસપાસના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. તેલંગાણામાં પણ ભારે વરસાદનો કહેર ચાલુ છે.

 

૧૦મા દિવસે તેજીઃ સેંસેક્સમાં ૧૬૯ પોઈન્ટનો નજીવો વધારો

મજબૂત વૈશ્વિક બજારો વચ્ચે ઘરઆંગણે વધઘટ
એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ, ઇન્ફોસીસ અને એચસીએલ ટેકના શેરના ભાવ તૂટ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા. ૧૪
મજબૂત વૈશ્વિક બજારો અને સ્થાનિક બજારમાં વધઘટ વચ્ચે બુધવારે નાણાકીય શેરોમાં સતત ૧૦ મા દિવસે વધારો થયો છે. સેન્સેક્સમાં કારોબાર દરમિયાન બીએસઈનો ૩૦ શેરો વાળો સેન્સેક્સ ઈન્ડેક્સ ૬૦૦ થી વધુ પોઇન્ટની રેન્જમાં વધી રહ્યો હતો. જો કે, તે ૧૬૯.૨૩ પોઇન્ટ અથવા ૦.૪૨ ટકા, ટ્રેડિંગના અંતે ૪૦,૭૯૪.૭૪ પર બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈનો નિફ્ટી ૩૬.૫૫ પોઇન્ટ એટલે કે ૦.૩૧ ટકા વધીને ૧૧,૯૭૧.૦૫ પોઇન્ટ પર પહોંચી ગયો છે. સ્થાનિક શેરબજાર સતત ૧૦ મા દિવસે નફામાં રહ્યું. સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વે લગભગ ચાર ટકાનો સૌથી વધુ વધારો કર્યો હતો. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, એચડીએફસી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના શેરમાં પણ તેજી જોવા મળી છે. બીજી તરફ, એનટીપીસી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ, ઇન્ફોસીસ અને એચસીએલ ટેકના શેરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
વૈશ્વિક સ્તરે, એશિયાના બજારોમાં હોંગકોંગના હેંગસેંગ અને દક્ષિણ કોરિયાની કોસ્પીમાં તેજી નોંધાઈ છે. જોકે, ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનની નિક્કીમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારો આગળ હતા. દરમિયાન ક્રૂડ ઓઇલનું આંતરરાષ્ટ્રીય માનક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૯ ટકા ઘટીને ૪૨.૪૧ યુએસ ડોલરના સ્તરે છે. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ચાર પૈસા વધી યુએસ ડોલરની તુલનાએ ૭૩.૩૧ ની સપાટીએ બંધ રહ્યો હતો.

 

ગાંધીધામ : તનિષ્કના શો રૂમ પર ટોળાનો હુમલો, માફી લખાવી

વિરોધ બાદ તનિષ્કે વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી
ઝવેરાતની કંપનીની જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લગાવી તેનો ભારે વિરોધ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૪
પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા અપનાવી લેવામાં આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટને લવ જેહાદ સાથે જોડવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના વંટોળ પછી તનિશ્ક દ્વારા આ એડને સત્તાવાર રીતે પાછી ખેંચવામાં આવી અને એક ખુલાસો પણ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાના પડઘાં આખા દેશ સાથે રાજ્યના કચ્છમાંમાં પણ પડ્યા છે. ગઈકાલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિશ્કના શો-રૂમમાં સામાજિક કાર્યકર પોતાની રજૂઆત કરવા ગયેલા હતા અને તેમણે શોરૂમ સંચાલકો પાસે માફીની માંગણી કરાવી હતી. જોકે, તેમનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે સામાજિક કાર્યકર છે તે સામજીભાઈ આહિર હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શામજી ભાઈ આહિરના વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં કચ્છ શોરૂમમાં તોડફોડ થઈ હોવાના મેસેજ વાયરલ થયા હતા. જોકે, આ મામલે શામજી ભાઈ આહીરે જણાવ્યું હતું કે ’શોરૂમમાં જઈને ફક્ત રજૂઆત કરી હતી. તોડફોડ નથી કરી અને એવી કોઈ ઘટના ઘટી નથી. જોકે, આ મામલે તનિશ્ક કંપનીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો ખુલાસો આપ્યો છે પરંતુ કચ્છમાં તેના પડઘાં પડ્યા બાદ શોરૂમના મેનેજમેન્ટ બહાર એક માફી આપતો ખુલાસો મૂક્યો છે. આ મામલે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે દેશમાં ઇન્ટરનેટ બે ભાગમાં વહેચાઈ ગયું છે. આ મામલે જાણીતી અભિનેત્રી કંગનાએ તનિષ્કની એડ જોતા કંગના રનૌત ભડકી અને તેણે ટિ્‌વટર પર લખ્યું છે કે, હિન્દુ હોવાને કારણે આપણે ઘણું સતર્ક રહેવાની જરૂર છે. ક્રિએટિવ આતંકવાદીઓ આપણાં મગજમાં શું ઘુસાડી રહ્યાં છે. આપણે આવા વિષય પર ચર્ચા મુલ્યાંકન કરવાની જરૂર છે. જે આપણાં મગજમાં ખોટું ભરતા જઇ રહ્યાં છે. આ તમામની શું અસર હોય છે. આપણી આ સભ્યતાને બચાવવાનો એક માત્ર ઉપાય છે આ તમામનો વિોરધ કરવો.’ કંગનાએ બીજી એક ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ’આ એડ ઘણી ખરી રીતે ખોટી છે. જેમ તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી હિન્દૂ વહુ તેમની સાથે રહે છે પણ તેને સ્વીકાર ત્યારે થાય છે જ્યારે તે ઘરને વારિસ આપવાની છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope