ચમનપુરા ખાતે તસ્કરો દ્વારા ૮૫ હજારની ચોરી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ,તા. ૧૨

શહેરના ચમનપુરા વિસ્તારમાં આવેલી હસનજીવાની ચાલીમાં રહેતો પરિવાર પુનમના ગરબા જોવામાં મસ્ત હતોને તસ્કરો ઘરસાફ કરી ગયા હતા. આ અંગેની જાણ થતાં મેઘાણીનગર પોલીસ દોડી આવી હતી.

ઘટનાની વિગતવાર માહિતી એવી છે કે ચમનપુરા હસનજીવાની ચાલીમાં જમનાબેન માનવાળા અને પરિવારના સભ્યો રહે છે. ગતરાત્રીના સુમારે પરિવારના સભ્યો પુનમના ગરબા જોવામાં મસ્ત હતા. દરમ્યાનમાં તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને મકાનમાં પ્રવેશ કરી લાકડાના કબાટમાં રાખેલા રોકડ રૂા. ૮૫,૭૭૦ની ચોરી કરી ગયા હતા. બાદમાં પરિવારજનો ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થતાં બુમા-બુમ કરી મૂકી હતી. દરમ્યાનમાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં.

ઘટનાની જાણ મેઘાણીનગર પોલીસને થતાં પો.સ.ઈ. ડી.ડી. રાઠોડ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope