સ્વાઈન ફ્લુનો હાહાકાર : વધુ ૧૨ના મોત, મૃતાંક ૨૨૦ થયો

કિલર સ્વાઈન ફ્લુનો આતંક રાજ્યભરમાં જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ મોતના પરિણામ સ્વરુપે ખળભળાટ મચી ગયો છે. મોતનો આંકડો રાજ્યમાં રોકેટગતિએ વધીને ૨૨૦ ઉપર પહોંચ્યો છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુથી વધુ ૧૨ લોકોના મોત સાથે આતંક જારી રહ્યો છે. નવા આંકડા મુજબ સારવાર લઇ રહેલા લોકોની સંખ્યા ૧૧૨૯ નોંધાઈ છે જ્યારે સારવાર બાદ સ્વચ્થ થઇ ચુકેલા લોકોની સંખ્યા ૭૪૬ નોંધાઈ છે. આંકડા દર્શાવે છે કે, કુલ કેસોની સંખ્યા ૨૦૯૫ નોંધાઈ ચુકી છે.

નવા કેસોની સંખ્યા આજે ૨૧૨ નોંધાઈ હતી જે પૈકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નોંધાયેલા કેસોની સંખ્યા ૩૧, સુરતમાં ૧૫, ગાંધીનગરમાં ૯, કચ્છમાં ૮, વડોદરા, મહેસાણામાં છ-છ, જુનાગઢ, આણંદ અને પાટણ અને બનાસકાંઠામાં ૩-૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. એએમસીમાં નવા કેસોની સંખ્યા ૯૧ નોંધાઈ છે. જ્યારે આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ૧૨ લોકોના મોત થયા હતા જે પૈકી એએમસીમાં ૦૪ અને અમદાવાદમાં બે મોતનો સમાવેશ થાય છે.

આવી જ રીતે એસએમસી, કચ્છ, ગિર સોમનાથ, બીએમસી, ભાવનગર, નવસારીમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે. સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. મોતનો આંકડો વધીને ૨૨૦ ઉપર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં સ્વાઈન ફ્લુ હાલ કાબુમાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ મોટાપાયે કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લુનો આતંક જારી રહેતા તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. તંત્રના તમામ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. ખુદ સરકારના આંકડા પ્રમાણે, રાજયભરમાં અત્યારસુધી સ્વાઇન ફલુના કારણે ૨૨૦થી વધુ લોકોના મોત થયા છે, જા સરકારનો આંકડો આટલો મોટો હોય તો, રાજયનો સ્વાઇન ફલુ પોઝીટીવના અને મૃત્યુનો આંક કેટલો ઉંચો હોઇ શકે તે સ્વાભાવિક રીતે સમજી શકાય એમ છે. સ્વાઇન ફલુના ભરડામાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, જુનાગઢ, આણંદ, પાટણ સહિતના વિસ્તારો આવી ગયા છે. નવા વિસ્તારો પણ ઉમેરાઈ રહ્યા છે.

રાજયના જુદા જુદા શહેરો અને વિસ્તારોમાં મૃત્યુઆંક વધવાનો દોર આજે પણ જારી રહ્યો હતો. તો, સ્વાઇન ફલુના કારણે વધતા જતાં મૃત્યુ આંક વચ્ચે સ્વાઇન ફલુ પોઝીટીવના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજયમાં સૌથી વધુ મોત અત્યાર સુધીમાં રાજકોટ-સૌરાષ્ટ્રમાં નોંધાયા છે. સ્વાઇન ફુલના ભયાનક સ્વરૂપને જાતાં આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી તાજી પરિસ્થિતિ જાણી હતી અને સ્વાઇન ફલુની સારવાર અને તેને નિયંત્રણ સંબંધી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

 

સંઘર્ષના સાફ સંકેત : ઉમિયાધામ ખાતે હાર્દિકની કરાયેલ અટકાયત

પાટીદાર સમુદાય અને ગુજરાત વહીવટીતંત્ર ફરી એકવાર આમને સામને આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કોર કમિટિના સભ્ય દિનેશ બાંભણિયા ઉપર કલોલના ધર્મેન્દ્ર પટેલ સહિતના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ પાટીદાર સમુદાયમાં રોષની લાગણી ફેલાયેલી છે. બીજી બાજુ આજે પાટીદાર અનામત માટે લાંબી લડત ચલાવનાર હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવતા રોષ વધુ વધી ગયો છે.

હાર્દિક પટેલે ઉમિયાધામ ખાતે ધરણા યોજ્યા હતા. કલાકો બાદ જ તેની પોલીસે અટકાયત કરી હતી અને હાર્દિકને પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો. હાર્દિકની સાથે અન્યોની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉમિયાધામ ખાતે ધરણા પ્રદર્શનને લઇને પહેલાથી જ પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી હતી. પાંચમી ઓગસ્ટના દિવસે અમદાવાદના સોલા ઉમિયાધામ ખાતે સંમેલન યોજના તૈયારી દર્શાવવામાં આવી છે. જા કે, સરકારે હજુ સુધી મંજુરી આપી નથી જેથી સંઘર્ષના એંધાણ દેખાઈ રહ્યા છે.

પાસના લોકોનું કહેવું છે કે, પાટીદાર સમાજના શહીદ પરિવારને ૩૫ લાખ રૂપિયાની આર્થિક મદદ કરવા અને કુટુંબના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ વાત થઇ રહી છે. પાંચમીના સંમેલનમાં રાજ્ય સરકારને નિર્ધારિત સમયમાં જ સમસ્યાઓ અને માંગણીઓનો અંત લાવવા માટે અલ્ટીમેટમ આપવામાં આવશે. હજારો લોકો આમા જાડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની આજે પ્રેસ કોન્ફરન્સ હતી. જેને લઈને તે એસજી હાઈવે પર આવેલા ઉમિયાધામ કેમ્પસ પહોંચ્યો હતો. પરંતુ ત્યાં પહેલાથી જ પોલીસ બંદોબસ્ત હતો. તેમજ તેને અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. જેથી તેણે પહેલા વિરોધ નોધાવ્યો હતો અને ત્યારબાદ ઉમિયાબાદ કેમ્પસના હોડિગ નીચે જ ધરણાં પર બેસી ગયો હતો. કલાકો બાદ તેની પોલીસ અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

ઉમિયાધામમાં પ્રવેશ ન મળતાં હાર્દિક સહિતના પાસના કાર્યકરો ઉમિયાધામના પ્રવેશદ્વારા પાસે જ ધરણાં પર બેસી ગયા હતા. કલાકો બાદ પણ ધરણાં જારી રાખતા પોલીસે તેની અટકાયત કરી હતી. હાર્દિક ઉપરાંત અન્ય ૧૦થી ૧૫ જણને પોલીસે જીપમાં બેસાડીને ક્રાઈમ બ્રાન્ચ હવેલી ખાતે લઈ ગઈ હતી. ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર અનામતના પ્રેણતાએ પત્રકાર પરિષદ રાખી હતી. પરંતુ અહીં પહેલાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી મીડિયા કે પાસના કાર્યકર સહિત કોઈને પ્રવેશ અપાતો ન હતો. ત્યારબાદ ઉમિયાધામ પહોંચેલા હાર્દિકને પણ અંદર પ્રવેશતો અટકાવવામાં આવ્યો હતો. લાંબી રકઝક બાદ પણ તેને પ્રવેશ ન મળતાં તે ધરણા પર બેસી ગયો હતો. તેની સાથે વરૂણ પટેલ, દિનેશ બાંભણિયા અને પાસના અન્ય કાર્યકરો હતા.

 

ઇ-કોમર્સ માર્કેટનું કદ બે લાખ કરોડને પાર કરશે

ભારતમાં ઇ- કોમર્સ માર્કેટનુ કદ અતિ ઝડપથી વધી રહ્યુ છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં ઇ-કોમર્સ માર્કેટનુ કદ વધીને બે લાખ કરોડના આંકડા સુધી પહોંચી શકે છે. આજે સંસદમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ગ્રાહક બાબતોના રાજ્ય પ્રધાન સીઆર ચૌધરીએ માહિતી આપતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં ઓનલાઇન માર્કેટનુ કદ ૧૯ ટકા સુધી વધી ગયુ છે.

રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં ચૌધરીએ કહ્યુ હતુ કે નાણાંકીય વર્ષ ૨૦૧૭માં ભારતમાં ઇ-કોમર્સનુ માર્કટ કદ ૩૩ અબજ ડોલર સુધી પહોંચી જશે. ઇન્ડસ્ટ્રીઝ સંસ્થા નાસ્કોમે નવેસરના અંદાજના આંકડા આપતા કહ્યુ હતુ કે ભારતમાં ઓનલાઇન માર્કેટનુ કદ વધી રહ્યુ છે.
ગ્રાહક ફરિયાદના મામલે પ્રધાને કહ્યુ હતુ કે છેલ્લા નાણાંકીય વર્ષમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇનના સેગ્મેન્ટમાં ૨૮૭૭૦ ફરિયાદ દાખલ કરવામાં આવી ચુકી છે.

તમણે કહ્યુ હતુ કે આશરે ૧૧૫૯૬ ફરિયાદ પેમેન્ટના નોન રિફન્ડ સાથે સંબંધિત છે. જ્યારે બાકીની ફરિયાદો ડિફેÂક્ટવ પ્રોડક્ટસ ડિલિવરી સાથે સંબંધિત છ. તમામ ફરિયાદો હવે નિકાલ માટે સંબંધિત વિભાગોને સોંપી દેવામાં આવી છે. જા ગ્રાહકોની ફરિયાદોને દુર કરવામાં આવશે નહી તો તમામ જરૂરી પગલા લેવામાં આવનાર છે. તેમણે કહ્યુ હતુ કે હાલમાં ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવા માટે ત્રિસ્તરીય વ્યવસ્થા છે. ગ્રાહકોના હિતોને જાળવી રાખવા માટે સરકારે બિલમાં ગ્રાહક ફરિયાદ નિવારણ વ્યવસ્થાને મજબુત રાખવા માટે કટલીક જાગવાઇ કરવામાં આવી છે. આ બિલ ઓગષ્ટ ૨૦૧૫માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ.

 

ખેલ મહાકુંભ ૨૦૧૭નું આજે અમદાવાદમાં ઉદ્‌ઘાટન કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શહેરના કાંકરિયા વિસ્તારમાં ટ્રાન્સ સ્ટેડિયા ખાતે ખેલ મહાકુંભ-૨૦૧૭નો શુભારંભ કરાવશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે રૂ.૫૦૦ કરોડના ખર્ચે પીપીપી મોડેલ હેઠળ તૈયાર થયેલા ટ્રાન્સ સ્ટેડિયા સ્ટેડિયમનું પણ ઉદ્‌ઘાટન કરાશે.ખેલ મહાકુંભના લોન્ચીંગ પ્રસંગે વિવિધ રમતોના ૯ જેટલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ઓલમ્પીક મેડલ વિજેતા ખેલાડીઓ ખાસ હાજર રહેશે.

વર્ષ ૨૦૧૦માં નરેન્દ્ર મોદી રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજયમાં રમતગમતની સંસ્કૃતિના નિર્માણ, આરોગ્ય અને ફિટનેસની જાળવણી તેમ જ પાયાગત અભ્યાસની સાથે સાથે ખેલ પ્રતિભાની આગવી ઓળખ સમા પ્લેટફોર્મ સર્જનના ઉદ્દેશથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા કોમ્પીટીશનમાં નવ વર્ષથી નાના બાળકોથી લઇને ૬૦ વર્ષથી મોટી ઉમંરના વડીલોને સાંકળી લેવામાં આવ્યા હતા.

ખેલ મહાકુંભના મંચ થકી સામાન્ય માણસને પણ તેની પ્રતિભા અને પ્રવેશનો અવસર પ્રાપ્ત થાય છે. ૪૦થી વધુ દિવસ સુધી ચાલનારા ખેલ મહાકુંભમાં ગામડા અને શાળાઓમાંથી સાત ઉમંર જૂથના લોકોને આમંત્રિત કરરી તેઓને રાજય સ્તરની સ્પર્ધામાં ઉમદા તક પૂરી પાડવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત રમતો જેવી કે, ખોખો, રસ્સીખેંચ, કબડ્ડી અને ગીલ્લી-દંડીને જીવંત રાખવાનો છે.

પાટણ જિલ્લાના સાંપ્રા ગામની મહિલા ફુટબોલ ટીમ અને ગીર સોમનાથ જિલ્લાના નાનકડા સરખાડી ગામના વોલીબોલ ખેલાડીઓની સિધ્ધિ આજે પણ નોંધનીય છે કે જેઓએ દેશને ૪૮ જેટલા રાષ્ટ્રીય મેડલ અપાવ્યા છે. આવતીકાલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અતિથિ વિશેષ તરીકે ઉપÂસ્થત રહેશે.

 

નાણાંકીય વર્ષ ૨૦૧૮થી બદલી દેવાની તૈયારીઓ

વર્ષ ૨૦૧૮થી નાણાંકીય વર્ષ બદલાઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. એપ્રિલના બદલે જાન્યુઆરીથી ભારતમાં નાણાંકીય વર્ષની શરૂઆત થશે. કેન્દ્ર સરકાર ૧૫૦ વર્ષ જુની પરંપરાનો અંત લાવવાની તૈયારીમાં છે. આનો મતલબ એ થયો કે, આગામી બજેટ આ વર્ષે નવેમ્બર મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવી શકે છે.

ઉચ્ચ સ્તરીય સરકારી સુત્રોએ આજે આ મુજબની માહિતી આપી છે. સુત્રોનું કહેવું છે કે, સરકાર કેલેન્ડર વર્ષની સાથે નાણાંકીય વર્ષને જાડવાના મુદ્દા ઉપર કામ કરી રહી છે. આ ફેરફાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યાપક તરફેણ કરી ચુક્યા છે. આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરીને એક મોટા ફેરફારની શરૂઆત કર્યા બાદ આ બીજા ઐતિહાસિક ફેરફાર રહેશે. આની સાથે જ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં વાર્ષિક કવાયત રજૂ કરવાની દશકો જુની પ્રથાનો પણ અંત આવી જશે. સં

સદનું બજેટ સત્ર ડિસેમ્બર પહેલા યોજવાની પણ કવાયત છે જેથી અંદાજપત્રીય કવાયત આ વર્ષના અંત સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. બજેટની કવાયતને પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગે છે જેથી બજેટ સત્ર રજૂ કરવા માટેની સંભવિત તારીખ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની રહી શકે છે. પહેલી એપ્રિલથી ૩૧મી માર્ચ સુધી નાણાંકીય વર્ષને હજુ સુધી ગણવામાં આવે છે. ૧૮૬૭માં આ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

બ્રિટિશ સરકારના શાસન દરમિયાન આની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી નાણાંકીય વર્ષ પહેલી મેથી શરૂ થાય છે અને ૩૦મી એપ્રિલના દિવસે પૂર્ણ થાય છે. મોદીએ નાણાંકીય વર્ષને કેલેન્ડર વર્ષ સાથે જાડી દેવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવ્યા બાદ સરકારે ગયા વર્ષે પહેલી જાન્યુઆરીથી નાણાંકીય વર્ષને શિફ્ટ કરી દેવાની શક્યતાને ચકાસવા ઉચ્ચસ્તરીય કમિટિની રચના કરી હતી. આ કમિટિએ ડિસેમ્બરમાં નાણા પ્રધાનને તેનો અહેવાલ સોંપી દીધો હતો.

 

સરકારી યોજનાઓના લાભ માટે ઓક્ટોબરથી આધાર જરૂર બનશે

સુપ્રીમ કોર્ટે સામાજિક કલ્યાણ સાથે જાડાયેલી જુદી જુદી યોજનાઓના લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરનાર સરકારી અધિસૂચના ઉપર વચગાળાના આદેશને આપવાનો ઇન્કાર કરી દીધો છે. જા કે, કોર્ટે રાહત આપતા કહ્યું છે કે, જે લોકોની પાસે હાલમાં આધાર કાર્ડ નથી તેમને સરકારી યોજનાઓથી વંચિત કરી શકાય નહીં.

કોર્ટે પોતાના ૯મી જૂનના ચુકાદાનો હવાલો આપતા કહ્યું છે કે, આ મામલામાં આનાથી વધારે મૂલ્યાંકન કરવાની જરૂર નથી. અવધિ વધારી દેવામાં આવી છે. સરકારી યોજનાઓ માટે હવે ઓક્ટોબરથી આધાર કાર્ડ જરૂરી રહેશે. કોર્ટે આ મામલામાં આગામી સુનાવણીની તારીખ ૭મી જુલાઈ નક્કી કરી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, જે લોકોની પાસે હજુ આધાર કાર્ડ નથી તેમને ૩૦મી સપ્ટેમ્બર સુધી સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે કહેવામાં આવ્યું છે.

આ અગાઉ સરકારે ૩૦મી જૂનની સમય મર્યાદા નક્કી કરી હતી. તેના કહેવા મુજબ ૩૦મી જૂન બાદ સામાજિક કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત કરવાની વાત હતી પરંતુ હવે તેની અવધિ બીજા ત્રણ મહિના વધારી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે હવે લોકોને આધાર કાર્ડ બનાવવા માટે બીજા ત્રણ મહિનાની મહેતલ મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે અગાઉ ૯મી જૂનના દિવસે અતિમહત્વપૂર્ણ તારણ આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જે લોકોની પાસે આધાર કાર્ડ નથી તે લોકો પેન કાર્ડની સાથે આઈટી રિટર્ન દાખલ કરી શકે છે. કોર્ટે આની સાથે સાથે એમ પણ કહ્યું હતુ ંકે, જે લોકોની પાસે આધાર કાર્ડ છે તે લોકોને પેન સાથે આધારને લિંક કરવાની બાબત કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જે લોકો પાસે આધાર કાર્ડ નથી તે લોકોને આ બાબત માટે ફરજ પાડી શકાય નહીં કે, પેન સાથે આધારને લિંક કરવામાં આવે.

કોર્ટે સાથે સાથે ઇન્કમટેક્સની કલમ ૧૩૯ (એએ)ને યોગ્ય ઠેરવી હતી પરંતુ સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે લોકોની પાસે આધાર કાર્ડ નથી તે લોકો પેનને સરકાર ફગાવી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર અગાઉ ચુકાદો અનામત રાખ્યો હતો. પેન કાર્ડ માટે આધારને ફરજિયાત કરવાના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓ પર તર્કદાર દલીલો કરવામાં આવી હતી.

અરજીદારોએ એવી દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે પોતાના આદેશના આધારને સ્વૈચ્છિક રાખવા માટે કહ્યું હતું પરંતુ સરકાર આ આદેશને ઓછા કરવામાં લાગેલી છે. અરજીદારોએ એવી દલીલ પણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટના આદેશની પવિત્રતાને જાળવવાની જરૂર છે. સરકાર તેને કોઇપણરીતે નજરઅંદાજ કરી શકે નહીં. જા આવું કરવામાં નહીં આવે તો એક ખોટી પરંપરા શરૂ થઇ જશે.

 

દેશભરમાં ઇદ ઉલ ફિતરની ભવ્યરીતે કરાયેલી ઉજવણી

દેશભરમાં ઇદ ઉલ ફિતરની ઉજવણી પરંપરાગતરીતે ભવ્યરીતે કરવામાં આવી હતી. આની સાથે જ રમઝાનના પવિત્ર મહિનાની પૂર્ણાહૂતિ થઇ હતી. દેશભરમાં ભારે હર્ષોઉલ્લાસ સાથે આની ઊજવણી ચાલી હતી. મુસ્લિમ સમુદાયના લોકો સવારથી જ તૈયાર થઇ ગયા હતા અને મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી.

સામૂહિક પ્રાર્થના બાદ લોકોને મળ્યા હતા અને ઇદ મુબારક પાઠવી હતી. મસ્જિદો, ઘરો અને જાહેર સ્થળોએ મુસ્લિમ સમુદાયના લોકો એકબીજાને મળ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇદ ઉલ ફિતરના પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકોને આજે શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે કહ્યું હતું કે, ઇદ ઉલ ફિતરની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. જે ભારતની પરંપરા છે.

 

અમદાવાદ : જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન, શ્રદ્ધાળુ ઉમટ્યા

શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા આજે ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવના વાતાવરણ વચ્ચે નીકળી હતી અને ભારે રંગચંગે અને શાંતિપૂર્ણ માહોલમાં આખરે સંપન્ન થઇ હતી. આ વખતે રથયાત્રામાં ૧૪૦ વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૂપમાં એટલે કે, રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. ચાંદીની ખાસ યદુવંશી પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વ†ો અને સાજ શણગારમાં રથમાં બિરાજમાન જગતના નાથ જગન્નાથજી ભગવાનના ગોવાળિયા સ્વરૂપના દર્શન કરી લાખો શ્રધ્ધાળુ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે કે, ખુદ જગતનો નાથ તેના ભકતો અને દીનદુઃખીયોને સામે ચાલીને દર્શન આપવા તેમના ઘરઆંગણે આવે છે, જેથી રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આજે લાખોનો માનવમહેરામણ શહેરના માર્ગો પર જાણે કિડિયારાની જેમ ઉભરાયો હતો. આજે રવિવારની રજા હોઇ દર વર્ષ કરતા પ્રમાણમાંવધુ જનમેદની અને હૈયેહૈયુ દળાય એવો માનવમહેરામણ આજે રથયાત્રાના માર્ગો પર ઉમટયો હતો, શહેર આખુંય જાણે જગન્નાથમય બન્યું હતું.

૧૮ કિલોમીટર લાંબા રથયાત્રાના રૂટ પર કિડિયારાની જેમ ઉભરાયેલા લાખો શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરી જબરદસ્ત ધન્યતા અનુભવી હતી. તો કેટલાક અતિભાવુક અને લાગણીશીલ ભકતોની આંખો તો પ્રભુના દર્શન કરતાંની સાથે જ ભીની થઇ ગઇ હતી. રથયાત્રાને લઇ આજે શહેરમાં જાણે ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું, મોડી સાંજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં નિજમંદિરે પરત ફરતા અને રથયાત્રાનો લોકોત્સવ નિર્વિધ્ન રીતે સંપન્ન થતાં મંદિરના મંહત-ટ્રસ્ટીઓ, પોલીસતંત્ર સહિત સરકારના વહીવટી તંત્રે ભારે રાહતનો દમ ખેંચ્યો હતો. જગન્નાથમંદિરમાં રાત્રે એક વાગ્યાથી જ હજારો શ્રધ્ધાળુઓની ભીડ જમા થવાનું શરૂ થઇ ગયું હતું.

મંદિરના મહંત દિલીપદાસજી દ્વારા વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શા†ોક્ત વિધિ સંપન્ન કરાઇ હતી. ત્યારબાદ પરંપરા મુજબ, ભગવાનને ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીંનો ભોગ-પ્રસાદ ધરાવાયો હતો. સવારે ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં બિરાજમાન કરાયા હતા.

સુંદર રીતે શણગારાયેલા ગજરાજાને સૌથી પહેલા ભગવાનના દર્શન કરાવાયા હતા અને ત્યારબાદ સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધિ કરી સોનાની સાવરણીથી રથ સ્વચ્થ કર્યા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીફળ વધેરી ગજરાજાને સૌથી પહેલા ભગવાનના અને રથના દર્શન કરાવ્યા બાદ ૧૪૦મી રથયાત્રાનો શુભારંભ થયો હતો. રથયાત્રા જેવી

મંદિર પરિસરથી શરૂ થઇ કે જય જગન્નાથ, જય રણછોડના ભકિતનારા ગુંજી ઉઠયા હતા, જાણે ભકિત અને પ્રેમનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હોય. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા સહિતના મહાનુભાવો પણ ખાસ જીપમાં સવાર થઇ રથયાત્રામાં જાડાયા હતા. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજા, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા, સખીમંડળ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.

સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચવાના પવિત્રકાર્યમાં જાડાયા હતા. દેશભરમાં હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી આવેલા ૨૦૦૦થી વધુ સાધુ-સંતો પણ આ રથયાત્રામાં જાડાયા હતા. તો, લાખો શ્રધ્ધાળુ ભકતો પણ શહેરના માર્ગો પર જગતના નાથના દર્શન માટે ઉમટયા હતા. નિજમંદિરેથી નીકળ્યા બાદ રથયાત્રા ખમાસા થઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,દાણાપીઠ પહોંચી હતી. ત્યાં મેયર ગૌતમ શાહ સહિતના મહાનુભાવોએ મહંત દિલીપદાસજી સહિતના મહાનુભાવોનું સ્વાગત સન્માન કર્યા બાદ

રથયાત્રા આગળ વધી હતી અને રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા,કાલુપુર સર્કલ થઇ લગભગ ૧૨-૩૦ વાગ્યે સરસપુર ખાતે મોસાળમાં પહોંચી હતી. જયાં ભાણિ-ભાણિયાઓની ભવ્યાતિભવ્ય મામેરાવિધિ અને લાખો શ્રધ્ધાળુઓના ભોજનના ભંડારા બાદ બપોરે સવા વાગ્યાની આસપાસ રથયાત્રા નિજમંદિરે પરત આવવા નીકળી હતી. જે કાલુપુર સર્કલ થઇ પ્રેમદરવાજા, જાર્ડન રોડ, દરિયાપુર તંબુચોકી, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આરસી હાઇસ્કૂલ, ઘીકાંટા, પાનકોરનાકાથી માણેકચોક થઇ મોડી સાંજે ૮-૧૫ વાગ્યાની આસપાસ નિજમંદિરે પરત ફરી હતી.

આશરે ૨૦ હજારથી વધુ સુરક્ષા જવાનોએ રથયાત્રાનો લોકોત્સવ નિર્વિધ્ન રીતે સંપન્ન થાય તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. હજારો શ્રધ્ધાળુઓએ મોડી રાત સુધીમાં રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરવાનો લ્હાવો લીધો હતો અને ભકિતરસમાં તરબોળ બની ધન્યતા અનુભવી હતી.

 

રાષ્ટ્રપતિ ચૂંટણી : મીરા કુમારને ઉમેદવાર બનાવવા વિપક્ષ તૈયાર

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને જારી રાજકીય ગરમી વચ્ચે આજે વિપક્ષે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી. બાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે વિપક્ષે પોતાના ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી રાષ્ટ્‌પતિ પદની ચૂંટણીમાં હવે રામનાથ કોવિંદ અને મીરા કુમાર વચ્ચે સીધી સ્પર્ધા થઇ શકે છે.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષે આજે સંયુક્ત ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. સોનિયા ગાંધીએ ૧૭ વિપક્ષી નેતાઓની બેઠક યોજી હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ આખરે મીરા કુમારના નામ પર પંસદગી ઉતારી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રહેશે. મીરા કુમાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. પાર્ટીના મોટા દલિત ચહેરા તરીકે પણ છે. પૂર્વ ાનાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામની પુત્રી મીરા કુમાર છેલ્લી લોકસભામાં અધ્યક્ષ તરીકે હતા. તેમની દાવેદારીને લઇને પહેલાથી જ ચર્ચા હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વચ્ચે ગઇકાલે બુધવારના દિવસે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે પોતાના નિર્ણયની પણ જાહેરાત કરી હતી. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને ટેકો આપવાની જાહેરાત આખરે જેડીયુ દ્વારા ગઇકાલે કરી દેવામાં આવી હતી. આની સાથે જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મુદ્દે વિપક્ષી છાવણીમાં તિરાડની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કોંગ્રેસ અને આરજેડીથી અલગ થઇને જેડીયુએ એનડીએના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી હતી. જેડીયુના નેતા રત્નેશ સદાએ પટણામાં પક્ષના ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીના નિર્ણયની જાહેરાત કરી હતી.

નીતિશકુમારે પોતાના ધારાસભ્યોને કહ્યું હતું કે, ભાજપ દ્વારા પસંદ કરવામાં આવેલા કોવિંદ કુશળ ઉમેદવાર તરીકે છે.તેમણે એમ પણ કહ્યું હતુ ંકે, મોટાભાગના ધારાસભ્યો તેમના સમર્થનને લઇને મુખ્યમંત્રીને ખાતરી આપી ચુક્યા છે. નીતિશકુમારના નેતૃત્વમાં પાર્ટીની કોર કમિટિની બેઠક યોજાઈ હતી. જા કે, રામનાથ કોવિંદને ટેકો આપવા અંગે અંતિમ નિર્ણય મોડેથી કરવામાં આવ્યો હતો. જેડીયુના આ નિર્ણયથી કોંગ્રેસને પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એક મંચ ઉપર લાવવાના પ્રયાસ કરી રહેલા કોંગ્રેસને ગઇકાલે આ મોટો ફટકો પડ્યો હતો.

સોનિયા ગાંધીએ આજે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે સોમવારના દિવસે રામનાથ કોવિંદના નામની જાહેરાત કરી હતી. અન્ય મહત્વપૂર્ણ પ્રાદેશિક પક્ષો અન્નાદ્રમુક, ભાજપ, બીજેડી, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓ એનડીએને ટેકો આપી ચુકી છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવ્યા બાદ જેડીયુએ ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો. હવે સારા કારોબારી સંબંધ બંને વચ્ચે દેખાઈ રહ્યા છે. નવા સમીકરણ તરીકે પણ આને જાવામાં આવે છે.

 

૨૫મીએ ભારે હર્ષોલ્લાસની સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

શહેરમાં તા.૨૫મીએ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૂપમાં એટલે કે, રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વ†ો અને સાજ શણગાર તૈયાર કરાયા છે.

તા.૨૫મીએ સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે.

રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજા, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૨૫મીએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે.

એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શા†ોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope