કેબીસીમાં સુનીલ શેટ્ટી અને જેકી શ્રોફ જાેવા મળશે

કેબીસી ૧૩નો આવનારો શુક્રવાર ખરેખર શાનદાર થવાનો છે, જેમાં અમિતાભ બચ્ચન બોલિવૂડના બે દમદાર એક્ટર્સ જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી સાથે સવાલ-જવાબ કરતા જાેવા મળશે. નોંધનીય છે કે, બિગ બી સામાન્ય જ્ઞાન ઉપરાંત એક્ટર્સને પર્સનલ અને પ્રોફેશનલ જીવનથી જાેડાયેલા સવાલો પણ પૂછશે. આ ખાસ એપિસોડમાં દર્શકોને પોતાના મનપસંદ કલાકારોની નવી અને રસપ્રદ વાતો જાણવાનો મોકો મળશે એટલે તેઓ આ એપિસોડની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. અભિનેતા સુનિલ શેટ્ટીએ કેબીસીના સેટ પર જેકી શ્રોફ સાથે ફોટો શેર કરતા લખ્યુ છે કે, કિધર અપુન લોગ? આ ફોટો પર જેકી શ્રોધના પુત્ર ટાઇગર શ્રોફે કોમેન્ટ કરતા ઇમોજી બનાવી છે. શો કૌન બનેગા કરોડપતિમાં દર શુક્રવારે જુદા-જુદા ફિલ્ડની જાણીતી વ્યક્તિ આવે છે. આ વખતે સુનીલ અને જેકી આવવાના છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, તેઓ શો દ્વારા જીતેલી રકમ લોકોના કલ્યાણ સાથે જાેડાયેલી સંસ્થાઓને ડોનેટ કરશે. જેકી આ રકમને ડોનેટ કરશે, તો સુનીલ ‘વિપલા ફાઉન્ડેશન’ને દાન આપશે. સુનિલે કેબીસીના સેટનો એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે, કિધર અપુન લોગ? જેકી શ્રોફ. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ સુનીલ શેટ્ટીએ જેકી શ્રોફ સાથેની મિત્રતાના ૪૫ વર્ષ સેલિબ્રેટ કર્યા હતા. આ બંને કલાકારોએ ‘બોર્ડર’, ‘બાઝઃ અ બર્ડ ઇન ડેન્જર’ અને ‘રેફ્યુજી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ બચ્ચન સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતા પાસેથી જ્ઞાન અને શિસ્તના પાઠ શીખીને હંમેશાની જેમ દિગ્મૂઢ બની જવાય છે. જે બાદમાં તમે કાયમી કરોડપતિ બનીને નીકળો છો. અમીતજી, આ ક્ષણ માટે તમારો આભાર. ઉલ્લેખનીય છે કે આ પહેલા કેબીસી-૧૩ની હોટ સીટ પર અમિતાભ બચ્ચન સામે ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપડા અને પી.આર. શ્રીજેશ નજરે પડ્યા હતા. આ એપિસોડને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

 

KBC : મહિલા કંટેસ્ટંટના ફ્લર્ટથી અમિતાભ પાણી-પાણી થયા

કૌન બનેગા કરોડપતિ ૧૩ સિઝનની શરૂઆત બાદ એક બાદ એક મજેદાર કિસ્સાઓ સામે આવતાં રહે છે. અમિતાભ પણ કંટેસ્ટંટ સાથે ઘણી વખત રસપ્રદ વાતો કરીને મનોરંજન પૂરું પાડતાં હોય છે. હાલમાં જ કેબીસી ૧૩ના નેક્સ્ટ એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં મહિલા કંટેસ્ટંટ અમિતાભ સાથે ફ્લર્ટ કરતાં જાેવા મળે છે. મહિલાની વાતોથી અમિતાભ પાણી-પાણી થઈ જાય છે અને પ્રોડ્યુસરને શો બંધ કરવા માટે વિનંતી કરે છે. સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કેબીસી ૧૩ના એપિસોડનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન લખવામાં આવ્યું છે કે, હવે અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરવાની તમામ હદો તૂટી જશે અને તે નમ્રતાજીની સાથે પ્રેમભરી ક્ષણો વીતાવશે. આ અનોખી મુમેન્ટ મિસ ન કરતાં. અમિતાભ મહિલા કંટેસ્ટંટને કહે છે કે, તમે સુંદર લાગી રહ્યા છો અને તમે પહેરેલો હાર અતિ સુંદર લાગી રહ્યો છે. અમિતાભની આ વાતોથી મહિલાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. જે બાદ મહિલાએ કહે છે કે, શું હું તમને અમિતજી કહીને બોલાવી શકું છું. જેનાં જવાબમાં અમિતાભ કહે છે કે, ફક્ત અમિત કહો. અને પછી અમિતાભ કહે છે કે, પ્રોડ્યુસરજી આ શો બંધ કરો, મને નમ્રતાજીની સાથે ચા પીવા જવું છે. તો ટિ્‌વટર પર શેર કરાયેલ પ્રોમોમાં નમ્રતા ડાન્સ દેખાડવામાં આવે છે. નમ્રતાના ડાન્સ બાદ અમિતાભ પુછે છે કે, તમને ચક્કર આવતાં નથી. તો નમ્રતા કહે છે કે, નજર એક જગ્યાએ ટકેલી હોય તો ચક્કર આવતાં નથી. આ ઉપરાંત પ્રોમોમાં અન્ય બે સ્પર્ધકો પણ જાેવા મળે છે. જેમાંથી એક સ્પર્ધક ૧ કરોડના સવાલ સુધી પણ પહોંચે છે.

 

તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ OTT પર રિલીઝ થશે

પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોનું દિલ જીતનાર તાપસી પન્નુ હવે રશ્મિ રોકેટમાં એક એથ્લીટનો રોલ કરીને દર્શકોનો જુસ્સો વધારવા આવી રહી છે. રશ્મિ રોકેટ દશેરા એટલે કે ૧૫ ઓક્ટોબરે ઓટીટી પ્લૅટફૉર્મ ઝીફાઈવ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રૂવાલાના આરએસવીપી તેમજ મેંગો પીપલ ઇન્ડિયાએ કર્યું છે. રશ્મિ રોકેટમાં એક એવી યુવતીની વાત છે જે નાના ગામમાંથી આવે છે અને કુદરતે આપેલી પ્રતિભાના જાેરે જીવનની દરેક ‘રેસ’માં આગળ નીકળી જાય છે. રશ્મિ રોકેટના ડિરેક્ટર આકર્ષ ખુરાના છે જેમણે જાણીતી સિરીઝ ટીવીએફ ટ્રીપલિંગના રાઈટર તરીકે અને યે મેરી ફેમિલીમાં એક્ટર તરીકે કામ કર્યું છે. રશ્મિ રોકેટમાં તાપસી ઉપરાંત પ્રિયાંશુ પેન્યુલી, સુપ્રિયા પિલગાંવકર, અભિષેક બેનર્જી, સુપ્રિયા પાઠક, શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ નંદા પેરિયાસામીની એક મૂળ વાર્તા પર આધારિત છે. પોસ્ટરમાં દર્શકોને એડ્રેનલાઈન પેક્ડ સ્ટોરીની ઝલક આપવામાં આવી છે જેમાં તાપસી ધૈર્ય અને દ્રઢ સંકલ્પથી ભરપૂર જાેવા મળે છે. આ ફિલ્મ માટે તાપસી પન્નુએ કરેલા ટ્રાન્સફોર્મેશનનો એક વિડીયો પણ મેકર્સે જાહેર કર્યો હતો. તાપસીએ ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું છે કે, આ પડકારો ધરાવતી રેસ શરુ થઈ ગઈ છે અને હવે રાવણ દહન પર આવીને જ થોભશે. ઘણું બધું નષ્ટ કરવાનું છે રશ્મિને આ વર્ષે. રશ્મિ સાથે આ ઑન અને ઑફ ધ ટ્રૅક રેસમાં દોડવા માટે તૈયાર થઈ જાઓ. એને તમારી જરૂર પડશે. તો સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ કચ્છમાં પણ થયું છે.

 

ગંદી બાતની ગેહના બ્રા કાઢી કેમેરા સામે આવી ગઈ

પોર્નોગ્રાફી કેસના કારણે સતત વિવાદોમાં રહેતી અભિનેત્રી ગેહના વસિષ્ઠ સતત ચર્ચામાં રહે છે. રાજ કુન્દ્રાની ધરપકડ પછી, ગંદી બાત ફેમ અભિનેત્રીએ ખુલ્લેઆમ કહ્યું હતું કે પોર્નોગ્રાફી અને એડલ્ટ કન્ટેનમાં તફાવત છે અને તેણે આનું ઉદાહરણ પણ આપ્યું. ગેહના વસિષ્ઠ છેલ્લા કેટલાક સમયથી સતત પોતાની સુપર બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. ખાસ કરીને રાજ કુન્દ્રાની ધરપકડ બાદ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી ઘણી તસવીરો શેર કરી છે. તાજેતરમાં, તેણીએ ફરી એકવાર સફેદ બ્રા પહેરેલી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં, સફેદ બાથરોબ પહેરેલ, ગહના વશિષ્ઠ તેની બ્રા ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગેહાના વસિષ્ઠે છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘણી બોલ્ડ તસવીરો શેર કરી છે. તસવીરોના કેપ્શનમાં ગેહાના (ગેહના વસિષ્ઠ) એ લખ્યું – નજર હટી તો દુર્ઘટના ઘટી એટલે બાબુજી, ધીમે ધીમે ચાલો. પ્રેમમાં કાળજી લો. આ ફોટોશૂટનું વર્ણન કરતા અભિનેત્રીએ ચાહકોને કહ્યું કે તેણીને ન તો બળજબરી કરવામાં આવી કે ન તો શોષણ કરવામાં આવ્યું. ગેહનાએ તેની ટોપલેસ તસવીરો પણ ચાહકો સાથે શેર કરી હતી. અભિનેત્રીએ તસવીરોના કેપ્શનમાં એમ પણ કહ્યું કે તેને આ ફોટોશૂટ માટે સમયસર પૈસા મળી ગયા હતા અને તે ઓટો થકી તેના ઘરે આવી હતી જેમાં તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. અભિનેત્રી ગેહના વશિષ્ઠ ‘ગંદી બાત’માં જાેવા મળી હતી જેને ભારે લોકપ્રિયતા મળી હતી. આ શ્રેણીમાં ગહનાના ઘણા બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા, જે પછી ઘણા ભાગો બનાવવામાં આવ્યા હતા. ગેહના વસિષ્ઠે તેના બીજા ફોટાના કેપ્શનમાં લખ્યું છે – પ્રામાણિકતામાં તે શક્તિ છે જે બહુ ઓછા લોકો તેને સંભાળી શકે છે.

 

દિવ્યા અગ્રવાલ વરુણ સૂદ સાથે ક્યારે પરણશે ?

બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝન દિવ્યા અગ્રવાલ જીતી ગઈ છે. દિવ્યાને રિયાલિટી શૉની ક્વીન કહેવામાં આવે છે. બિગ બોસ ઓટીટીમાં દિવ્યાની જીતને એટલા માટે ખાસ માનવામાં આવે છે કારણકે તેણે કોઈ પણ કનેક્શન વિના શૉમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું. દિવ્યાની જીતથી તેના ફેન્સ અને મિત્રો ઘણાં ખુશ છે. દિવ્યા અગ્રવાલે સૌપ્રથમ પોતાની ખુશી બોયફ્રેન્ડ વરુણ સૂદ સાથે શેર કરી. બિગ બોસના ઘરમાંથી બહાર આવ્યા પછી દિવ્યાએ વરુણ અને અન્ય મિત્રો સાથે મળીને ઉજવણી કરી. દિવ્યાએ એક ઈન્ટર્વ્યુમાં વરુણ સૂદ સાથેના તેના સંબંધ અને લગ્નના પ્લાન વિષે વાત કરી છે. દિવ્યાએ બોલિવૂડ લાઈફને આપેલા એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું કે, લગ્ન એક મોટી જવાબદારી છે અને અમે બન્ને આ વાતને સારી રીતે સમજીએ છીએ. અમે આ પ્રશ્નથી દૂર નથી ભાગવા માંગતા, પરંતુ અમે જ્યારે અમારા જીવનને લગતી યોજના તૈયાર કરી લઈશું, અમે વહેલી તકે લગ્ન પણ કરી લઈશું. અમારા પરિવાર અને અમારી કારકિર્દીને ધ્યાનમાં રાખીને ર્નિણય લેવામાં આવશે. અમે અત્યાર સુધી લગ્નને લગતો કોઈ ર્નિણય નથી લીધો, પરંતુ જ્યારે પણ થશે ત્યારે ડંકાની ચોટ પર થશે અને તમામ લોકો તેનાથી ખુશ થશે. ઉલ્લેખનીય છે કે દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદના સંબંધો શરુઆતથી જ મજબૂત છે. બિગ બોસના ઘરમાં તેમની બોન્ડિંગ સ્પષ્ટપણે જાેવા મળી હતી. ઘરમાં વરુણ જ્યારે દિવ્યાનો સાથ આપવા આવ્યો ત્યારે દિવ્યા ઘણી ભાવુક થઈ ગઈ હતી. બન્નેનો પ્રેમ જાેઈને દર્શકો પણ ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે વરુણ સૂદ ખતરોં કે ખિલાડી ૧૧ના શૂટિંગ માટે કેપ ટાઉન ગયો હતો અને ત્યારપછી દિવ્યા બિગ બોસ ઓટીટી હાઉસમાં જતી રહી હતી. લાંબા સમય સુધી દૂર રહેવા છતાં તેમની બોન્ડિંગ ઘણી સારી છે. દિવ્યાએ ઈન્ટર્વ્યુમાં કહ્યું કે, અમે લાંબા સમય સુધી દૂર રહ્યા પરંતુ મારા અને વરુણ વચ્ચે ક્યારેય અંતર નથી આવી શકતું, કારણકે અમે જિદ્દી છીએ અને એકબીજાને છોડીને નહીં જઈએ. અમે થોડા સમય માટે અલગ થઈએ છીએ પરંતુ તે પણ અમારા સંબંધ માટે જરુરી છે.

 

રાખી સાવંતનો પતિ બિગ બોસ – ૧૫માં ભાગ લેશે

બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનનો અંત આવ્યો છે અને હવે મેકર્સ બિગ બોસની ૧૫મી સીઝનની તૈયારીઓમાં લાગી ગયા છે. બિગ બોસની આ સીઝનને પણ સલમાન ખાન હોસ્ટ કરશે. ૨ ઓક્ટોબરના રોજ સીઝન ૧૫ની શરુઆત થશે. આ સીઝનમાં ભાગ લેવા માટે ઘણાં સેલિબ્રિટીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ઘણાં સભ્યોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. આ દરમિયાન એક એવી જાણકારી મળી છે કે રાખી સાવંતનો પતિ રિતેશ પણ બિગ બોસ ૧૫માં ભાગ લેશે. રિતેશ કુમારે વાતચીતમાં આ વાત કન્ફર્મ કરી છે. રિતેશ કુમારે કહ્યું કે, તે બિગ બોસ ૧૫માં પત્ની રાખી સાથે જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે રિતેશનું નામ બિગ બોસ ૧૪ દરમિયાન પણ ચર્ચામાં આવ્યુ હતું. આટલુ જ નહીં, માનવામાં આવી રહ્યુ હતું કે રિતેશ સીઝનના ફિનાલે એપિસોડમાં હાજર રહી શકે છે.રિતેશને જ્યારે બિગ બોસ ૧૪માં ભાગ ના લેવાનું કારણ પૂછવામા આવ્યું તો તેણે કહ્યું કે, તે પોતાના બિઝનસના કામમાં વ્યસ્ત હોવાને કારણે શોમાં જાેડાઈ નહોતો શક્યો. જ્યારે રિતેશ પાસે તેનો એકાદ ફોટો માંગવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તમે મને હવે શૉમાં જ જાેશો. રિતેશે પોતાની તસવીર આપવાથી ઈનકાર કરી દીધો છે. રિતેશ બિગ બોસ ૧૫ને કારણે ઘણો ઉત્સુક છે. તે હોસ્ટ સલમાન ખાનને મળવા માટે પણ આતુર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા અને ઉત્તરપ્રદેશની વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતને રિતેશે રાખીના બચાવમાં જવાબ આપ્યા હતા. આ નેતાઓએ રાખી સાવંતને લગતી ટિપ્પણી કરી હતી. ત્યારપછી રાખી સાવંતે સોશિયલ મીડિયા પર ટિ્‌વટ્‌સનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ ટિ્‌વટ્‌સ તેના પતિ રિતેશે તેના સપોર્ટમાં કરી છે. બિગ બોસ ૧૪માં રાખી સાવંતે પતિ રિતેશને લગતા અનેક ખુલાસા કર્યા હતા. તે ઘણીવાર પતિ રિતેશને યાદ કરીને રડી પણ હતી. રાખી સાવંતના પતિ રિતેશની એક પણ તસવીર હજી સુધી જાહેર નથી થઈ. રાખી સાવંતે જ્યારે પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી ત્યારે પણ પતિ રિતેશને ક્રોપ કરી દીધો હતો.

 

‘ખતરોં કે ખિલાડી’ ના ફિનાલે સમયે દિવ્યાંકા સાથે વિવેક નહીં હોય

ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનનો ટુંક જ સમયમાં અંત આવવાનો છે. સીઝનનો ગ્રાન્ડ ફિનાલે નજીક છે ત્યારે તેની એક મજબૂત સભ્ય દિવ્યાંકા ત્રિપાઠીના પતિ વિવેક દહિયાએ કામને કારણે મુંબઈથી બહાર જવું પડી રહ્યું છે. જ્યારે ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવશે ત્યારે પતિ વિવેક દહિયા પત્ની દિવ્યાંકાની સાથે નહીં હોય. પરંતુ તેણે મુંબઈથી બહાર જતી વખતે પત્ની માટે એક સુંદર નોટ લખી છે. વિવેક દહિયાએ ઈન્સ્ટાગ્રામ પર દિવ્યાંકા સાથેની એક તસવીર શેર કરી છે અને પોસ્ટમાં લખ્યું છે કે, તેણે ઘણું સારું પર્ફોમન્સ આપ્યું છે અને તે જીતથી વધીને છે. વિવેકે લખ્યું છે કે, તુ ‘વિનીંગ’થી ઉપર છે. કાલે જે પણ પરિણામ આવે, મને ખબર છે કે તારા પર્ફોમન્સથી ઘણાં લોકો ખુશ થયા છે, અન્ય કન્ટેસ્ટન્ટ્‌સ, દર્શકો અને રોહિત સર પણ. તારા માટે અવારનવાર એક વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે- આ છોકરી ડરતી નથી. માટે જાે તુ જીતી જઈશ તો ઘણી સારી વાત છે પણ જાે તુ નહીં જીતે તો પણ આપણે સેલિબ્રેટ તો ચોક્કસપણે કરીશું, કારણકે તારી જર્ની ઘણી સારી રહી અને આવનારી સીઝનમાં પણ તેના વખાણ કરવામાં આવશે. વિવેકે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, જાેવાની વાત એ છે કે આપણે આટલા સમયથી ફિનાલેની રાહ જાેઈ રહ્યા હતા અને જ્યારે ફિનાલેનો સમય આવ્યો છે ત્યારે મારે કામથી બહાર જવુ પડી રહ્યું છે. પરંતુ આપણે ઈ-સેલિબ્રેશન કરીશું. હવે આપણને તેની આદત પડી ગઈ છે. મારી ધાકડ ગર્લ મને તારા પર ગર્વ છે. વિવેકે જણાવ્યું કે તેણે આ કેપ્શન ફ્લાઈટમાં બેસીને લખ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્ટંટ બેસ્ડ રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડીની ૧૧મી સીઝનમાં દિવ્યાંકા ઘણું સારું પર્ફોમન્સ આપી રહી છે. શરુઆતથી લઈને અત્યાર સુધી તેના લગભગ તમામ સ્ટંટ્‌સના વખાણ કરવામાં આવ્યા છે. જાે ટોપ ૫ કન્ટેસ્ટન્ટ્‌સની વાત કરીએ તો તેમાં અર્જુન બિજલાણી, દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને શ્વેતા તિવારી છે.

 

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો દિગાંગના સૂર્યવંશી ભાગ નહીં બને

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ખૂબ જલ્દી લીપ આવવાનો છે અને તેવી પણ ચર્ચા છે કે ઘણા નવા એક્ટર્સ શોમાં એન્ટ્રી કરશે. મોહસિન ખાન અને શિવાંગી જાેશી લીપ બાદ શોનો ભાગ નહીં ને તેવી પણ ઘણા સમયથી ચર્ચા છે. થોડા દિવસ પહેલા, તેવા રિપોર્ટ્‌સ હતા કે દિગાંગના સૂર્યવંશી શો જાેઈન કરવાની છે. જ્યારે એક્ટ્રેસનો સંપર્ક કર્યો ત્યારે તેને તરત જ ન્યૂઝને નકારી દીધા હતા. મને ઘણા ટીવી રોલ ઓફર થઈ રહી છી, પરંતુ અત્યારે મેં મારું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો તરફ ફેરવી લીધું છે. તેથી હું દૈનિક ધારાવાહિક સીરિયલમાં જઈ રહી છું તેવા સમાચાર ખોટા છે. મારી દરેક ડેટ બ્લોક છે. હું બેક ટુ બેક ચાર અલગ-અલગ ફિલ્મો અને ઓટીટી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છું. મને ડિજિટલ પ્લેટફોર્મ એક્સપ્લોર કરીને ખુશ છું. દિગાંગનાએ જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે ટેલિવિઝન શો ક્યા હાદસા ક્યા હકીકત’માં કામ કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં શો એક વીર કી અરદાસ વીરામાં તેના પાત્રને લઈને પોપ્યુલર થઈ હતી. બાદમાં ૨૦૧૮માં એક્ટ્રેસે ફ્રાઈડે અને જલેબી જેવી ફિલ્મોથી બોલિવુડમાં શરૂઆત કરી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કેમ કર્યું તેમ પૂછતાં તેણે જણાવ્યું ‘ટેલિવિઝનમાં કામ ન કરવું તે સભાન ર્નિણય છે. કારણ કે, હું દૈનિક શો સાથેના કમિટમેન્ટ પાળી શકતી નથી. સીરિયલોમાં તમારે નિયમિત જવું પડે છે. મેં જ્યારે બિગ બોસ કર્યું ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષ હતી. તે બાદ હું નવું કરવા માગતી હતી અને જાણવા માગતી હતી કે ફિલ્મો મારા માટે કેવી રહેશે. મને લાગે છે કે ખૂબ નાની ઉંમરમાં મેં મારા જીવનનો ઘણો બધો ભાગ ટેલિવિઝનને આપી દીધો. મને હજી પણ ટીવી ગમે છે અને જાે ટેલિવિઝન ન હોત તો આજે હું અહીંયા પહોંચી ન હોત’.

 

રાજ પાસેથી ૧૧૯ પોર્ન વીડિયો મળ્યા, ૯ કરોડમાં સોદો

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને અલગ-અલગ એપ્લિકેશન પર લોન્ચ કરવાના આરોપમાં બે મહિનાથી જેલમાં બંધ બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ૨૦મી સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ કુંદ્રાની ૧૯મી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાના જામીન મંજૂર કર્યા હતા. રાજ કુંદ્રાને ભલે જામીન મળી ગયા હોય પરંતુ તેના પર લાગી રહેલા ગંભીર આરોપ હજી ઓછા થયા નથી. મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે જણાવ્યું છે કે, પોર્નોગ્રાફી કેસમાં તપાસ દરમિયાન બિઝનેસમેન રાજ કુંદ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી કુલ ૧૧૯ પોર્ન વીડિયો મળ્યા હતા. પોલીસે આ સાથે જણાવ્યું કે, રાજ કુંદ્રા આ તમામ વીડિયોને ૯ કરોડ રૂપિયામાં વેચવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ફેબ્રુઆરી મહિનામાં કેટલીક મોડલે પોલીસ સમક્ષ બળજબરીથી પોર્ન ફિલ્મો બનાવવાની ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે એક્ટ્રેસ ગહના વશિષ્ઠ સહિતના કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. કેસની તપાસ કરતાં રાજ કુંદ્રાની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને બાદમાં તેની ૧૯ જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, રાજ કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો મુખ્ય ષડયંત્રકાર છે. તો રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે, તેને ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેનું નામ એફઆઈઆરમાં ન હતું, અને પોલીસ દ્વારા તેનું નામ ઢસેડવામાં આવ્યું છે. આ માટેના કારણ તપાસકર્તા એજન્સીને જ ખબર હશે, તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. રાજ કુંદ્રા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેનદ પણ લીધું હતું. શિલ્પા શેટ્ટીએ આર્મ્સપ્રાઈમ મીડિયા કંપનીના કામ વિશે જણાવ્યું હતું. તેના કહેવા મુજબ, આ કંપની શોર્ટ વિડીયોઝ બનાવતી હતી. જેમાં એક્ટ્રેસ પોતાની મરજીથી એક્સપોઝ કરતી હતી.

 

કરીનાએ પુત્ર જહાંગીર સાથે બીચ ઉપર સમય વિતાવ્યો

કરીના કપૂર પતિ અને દીકરાઓ સાથે હાલ બીચ વેકેશન પર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર પોતાના વેકેશનની ઝલક ફેન્સને બતાવતી રહે છે. હાલમાં જ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે તેના વિવિધ મૂડ દર્શાવ્યા છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ત્રણ તસવીરો શેર કરી છે. પહેલી તસવીર મોનોક્રોમ છે જેમાં કરીના આરામ કરતી દેખાય છે, બીજી તસવીરમાં કરીના દરિયા કિનારાની સુંદરતા અને દરિયામાં મસ્તી કરતાં સૈફ-તૈમૂરને જાેઈ રહી છે. જ્યારે તેનો ત્રીજાે મૂડ સૌનું દિલ જીતનારો છે કારણકે તેનો કાયમી મૂડ છે દીકરો જહાંગીર અલી ખાન. આ તસવીરમાં જહાંગીર બેબી ચેરમાં બેઠેલો જાેવા મળે છે અને કંઈક માગતો દેખાય છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ‘મારો કાયમી મૂડ. અગાઉ કરીનાએ પતિ સૈફ અને મોટા દીકરા તૈમૂરની એક તસવીર શેર કરી હતી. જેમાં સૈફ અને તૈમૂર દરિયાની વચ્ચોવચ બનાવેલા એક પ્લેટફોર્મ પર જાેવા મળી રહ્યા છે. તૈમૂર અને સૈફ બંને સ્વિમિંગ કોશ્ચ્‌યૂમમાં જાેવા મળે છે. કરીનાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું, “એક વખત ટાપુ પર. આ તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, સૈફ અને તૈમૂર દરિયામાં મજા કરી રહ્યા છે જ્યારે કરીના અને જેહ દરિયા કિનારે આરામ કરે છે. કરીના અને સૈફ આ ફેમિલી વેકેશન માટે ક્યાં ગયા છે તેનો ખુલાસો એક્ટ્રેસે નથી કર્યો પરંતુ તસવીરો જાેતાં તેઓ માલદીવ્સ ગયા હોવાનો અંદાજાે છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં સૈફ અલી ખાનનો ૫૧મો બર્થ ડે ઉજવવા માટે પણ કપલ દીકરાઓ સાથે માલદીવ્સ ગયું હતું. ત્યારે હાલ પરિવાર ફરી એક વેકેશન પર છે, જેની ઝલક કરીના સમયાંતર બતાવતી રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મના મેકર્સે શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય કરીના કપૂર કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જાેવા મળશે. સૈફના વર્કફ્રંટની વાત કરીએ તો, ગત અઠવાડિયે જ તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ રિલીઝ થઈ છે. હવે સૈફ પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે. ફિલ્મમાં સૈફ નેગેટિવ રોલમાં છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope