ગોલ્ડન ગ્લોબ નોમીનેશન ન મળતાં ક્રિસ્ટીન હતાશ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૭

 

હોલિવૂડની સ્ટાર અભિનેત્રી ક્રિસ્ટીન સ્ટીવર્ટને તેની ફિલ્મ ધ રોડમાં ભૂમિકા બદલ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમીનેશન ન મળતાં તે હાલમાં હતાશ થઈ છે. ક્રિસ્ટીન એમ માની રહી હતી કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમીનેશન મેળવવામાં તે સફળ રહેશે પરંતુ તે હવે હતાશ થઈ છે. ૨૨ વર્ષીય આ અભિનેત્રીએ ધ રોડ ફિલ્મમાં યાદગાર ભૂમિકા અદા કરી છે. તેને આશા હતી કે તેની કામગીરી બદલ તેની નોંધ લેવામાં આવશે. હોલિવૂડ લાઈફ ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય અભિનેતા અને અભિનેત્રીની જેમ જ ક્રિસ્ટીન સ્ટીવર્ટ પણ તેના કામની સન્માન કરવામાં આવે તે ઇચ્છતી હતી પરંતુ નોમીનેશન ન મળતાં તે નારાજ દેખાઈ રહી છે. જો કે અભિનેત્રીએ અન્ય એવોર્ડ કાર્યક્રમો લઈને કોઈ વાત કરી નથી.

 

ક્રિસ્ટીન સ્ટીવર્ટ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ચૂકી ગઈ છે પરંતુ તે દરેક એવોર્ડ ચૂકી ગઈ છે તેમ માનતી નથી. તેનું કહેવું છે કે આગામી દિવસોમાં તેના કામની પ્રશંસા થશે અને તે વધુ એવોર્ડ જીતી શકશે. ક્રિસ્ટીન સ્ટીવર્ટ છેલ્લે ટ્વીલાઈટ સાગા બ્રેકીંગ ડાઉન-૨માં નજરે પડી હતી. હાલમાં ક્રિસ્ટીન સ્ટીવર્ટ અને રોબર્ટ પેટીન્સન વચ્ચે સંબંધોની ભારે ચર્ચા રહી છે. ક્રિસ્ટીન સ્ટીવર્ટ રૃપર્ટ સેન્ડર્સ સાથે તેના ફોટાઓ પ્રકાશિત થયા બાદ વિવાદમાં આવી હતી અને તેના સંબંધો તેના પ્રેમી ક્રિસ્ટીન સ્ટીવર્ટ સાથે તૂટી ગયા હતા. બંને ઘણા દિવસ સુધી એકબીજાથી દૂર રહ્યા બાદ હવે ફરી એકબીજાથી નજીક આવ્યા છે અને તેમના મતભેદો દફનાવી દેવામાં સફળ રહ્યા છે. ક્રિસ્ટીન અને રોબર્ટ પેટીન્સનના ચાહકોને પણ આ સમાચાર આવ્યા બાદ રાહત થઈ છે. બ્રેકીંગ ડાઉન-૨ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર હાલમાં ધૂમ મચાવી રહી છે.

ક્રિસ્ટીનની સાથે સાથે રોબર્ટ પેટીન્સન પણ નિરાશ થયો

 

હોમ્સ, એનીસ્ટન અને જેસીકા બેલ નવી હોટ યાદીમાં સામેલ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૭

વર્ષના અંતે હાલમાં જ જારી કરવામાં આવેલા નવા સર્વેમાં કેટી હોમ્સ, જેનીફર એનીસ્ટન અને જેસીકા બેલ હોટેસ્ટ સેલેબ બોડીસ તરીકે ઊભરી આવી છે. ફિટનેસ મેગેઝિને વર્ષ ૨૦૧૨ માટે હોલિવુડ સેલિબ્રિટીની તેમના બોડી પાર્ટ્સના સૌથી હોટ હિસ્સા માટે પસંદગી કરવામાં આવી છે. સેલિબ્રિટીઓને બેસ્ટ આર્મ્સ, લેગ્સ, એબ્સ માટે જ નહીં બલકે અન્ય બોડી પાર્ટ માટે પણ તેમની પસંદગી કરવામાં આવી છે.  ફિટનેસ મેગેઝિનના હેલ્થ કાઉન ડાઉનમાં દરેક ક્ષેત્રમાં કોને બાજી મારી તે અંગેની યાદી પ્રકાશિત કરવામાં આવી છે. કેટી હોમ્સે બેસ્ટ રિવેન્જ બોડીનો તાજ જીત્યો છે જ્યારે જેસીકા બેલ અને ટિમ્બરલેકે સૌથી શ્રેષ્ઠ દંપતીનો એવોર્ડ જીતી લીધો છે. મિશેલ ઓબામાએ પણ બેસ્ટ આર્મનો એવોર્ડ જીતી લીધો છે. આ યાદીમાં જુદી જુદી રીતે જુદા જુદા વર્ગમાં જે અભિનેત્રીઓને સામેલ કરવામાં આવી છે તેમાં હેલ બેરી, બિયોન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટ હડસન, ઇવા લોગોરિયા, જેનિફર લોરેન્સ, જુલિયન હેગ, બ્રેક લાઉલીનો સમાવેશ થાય છે. કેટલાક લોકો આ નવે સર્વેના પરિણામ સાથે સહમત નથી. કારણ કે આમા અનેક અભિનેત્રીનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેમાં કેમરૃન ડાયઝ, એન્જેલિના જોલી અને જુલિયા રોબર્ટનો સમાવેશ થાય છે. પીન્કને બેસ્ટ સેલિબ્રીટી સ્લીમ ડાઉન તરીકે જાહેર કરવામાં આવી છે. ટીમ્બરલેક અને જેસીકા બેલે શ્રેષ્ઠ દંપતીનો તાજ જીતી લીધો છે. ફિટનેશ, ખૂબસુરતી અને શરીરના જુદા જુદા હિસ્સામાં કોણ સર્વશ્રેષ્ઠ છે તેની આ યાદી આ વર્ષના અંતમાં જારી કરવામાં આવી છે. આ હોટ લિસ્ટમાં ધારણા પ્રમાણે જ કેટી હોમ્સ, જેનિફર એનિસ્ટન, કેટી હોમ્સ અને બેલ સ્થાન મેળવી ચૂકી છે.

 

યાદીમાં હેલ બેરી, જેનીફર લોરેન્સ, ઇના લોન્ગોરિયા, કેટ હડસન, મિશેલ ઓબામા, બિયોન્સનો પણ સમાવેશ

 

બ્રિટનીની વર્ષ ૨૦૧૨માં ૫૮ મિલિયનની કમાણી

કોઈ આલ્બમ જારી ન થયો છતાં જંગી કમાણી

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૪

 

અમેરિકન રેકોર્ડીંગ આર્ટિસ્ટ અને એન્ટરટેનર બ્રિટની સ્પીયર્સે આ વર્ષે કોઈપણ નવો આલ્બમ જારી કર્યો નથી પરંતુ બ્રિટની સ્પીયર્સે અંદાજિત ૫૮ મિલિયન ડૉલરની જંગી કમાણી આ વર્ષે પણ કરી લીધી છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. બ્રિટની સ્પીયર્સનો છેલ્લો આલ્બમ વર્ષ ૨૦૧૧માં જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તે તેના પ્રમોસન માટે ટુરમાં વ્યસ્ત રહી હતી. ૧૫ મિલિયન ડૉલરની જંગી ફી સાથે બ્રિટની સ્પીયર્સ અમેરિકાના લોકપ્રિય શો એક્સ ફેક્ટરમાં જજ તરીકે રહી હતી. આ ઉપરાંત બ્રિટની સ્પીયર્સ અન્ય ઘણી બધી જાહેરાતોમાં પણ ચમકી હતી જેના કારણે તેની જંગી આવક થઈ હતી. મેગેઝિનના અહેવાલમાં જણાવાયું છે કે રિહન્ના, લેડી ગાગા, કેટી પેરી સાથે તે સૌથી વધુ કમાણી કરતી પોપ સ્ટાર તરીકે ઊભરી આવી છે. એકબાજુ રિહન્નાએ ૫૩ મિલિયન ડૉલરની કમાણી કરી છે જ્યારે લેડી ગાગાએ ૫૩ મિલિયન ડૉલરની કમાણી કરી છે. કેટી પેરી ૪૫ મિલિયન ડૉલરની કમાણી સાથે સૌથી વધુ કમાણી કરનારમાં સામેલ છે. બ્રિટની સ્પીયર્સ મીસીસીપીમાં જન્મી હતી. બ્રિટનીએ બાળ કલાકાર તરીકે પરફોર્મીંગની શરૃઆત કરી હતી.

 

બ્રિટની સ્પીયર્સનો પ્રથમ આલ્બમ ૧૯૯૯માં જારી કરાયો હતો અને તે ટૂંક સમયમાં જ યુવા પેઢીમાં આઈટમ તરીકે ઊભરી આવી હતી.

અન્ય તમામ પોપ સ્ટાર કરતા બ્રિટની સ્પીયર્સની સૌથી વધુ આવક નોંધાઈ : બ્રિટનીની લોકપ્રિયતા અકબંધ છે

 

લોહાનને ફરી આઠ મહિનાની જેલનો સામનો કરવો પડી શકે

પ્રોબેશનને દૂર કરવાની માંગણી કરાઈ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૩

 

અભિનેત્રી લિન્ડસે લોહાનને આઠ મહિનાની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે. તેની કેરિયર આડે ફરી એકવાર અડચણો ઊભી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. મળેલી માહિતી મુજબ પ્રોસીક્યુટરો દ્વારા જ્વેલરી કેસમાં તેના પ્રોબેશનને દૂર કરી દેવા કોર્ટમાં અનુરોધ કરીને પેપરો દાખલ કરી દીધા છે. લોસએન્જેલસ સિટી એટર્ની ઓફિસના જણાવ્યા મુજબ પ્રોસીક્યુટરો પહેલાંથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલી લોહાન સામે હવે પ્રોબેશનને દૂર કરવાની માંગ કરી છે અને કહ્યું છે કે શાન્તા મોનીકામાં તેની સામે દાખલ કરવામાં આવેલી ફોજદારી આરોપો ખૂબ જ ગંભીર પ્રકારના છે. આ ઉનાળાના ગાળા દરમિયાન પેસીફિક કોસ્ટ હાઈવે ઉપર કાર અકસ્માત સર્જાયો હતો જેના કારણે તેની સામે આરોપો ધડવામાં આવ્યા હતા. લોહાન ભૂતકાળમાં નશામાં ડ્રાઈવીંગ કરવા અને ચોરીના કેસમાં પણ ધરપકડનો સામનો કરી ચૂકી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે ટૂંક સમયમાં જ પેરેન્ટ ટ્રેપની સ્ટાર અભિનેત્રી સામે પ્રોબેશનો દૂર કરવામાં આવશે જેથી તેને ફરી જેલની સજાનો સામનો કરવો પડશે. લોહાનને વધારાની જેલની સજાની વાત કરવામાં આવી નથી. કાર દુર્ઘટનાના કેસમાં તેમની તકલીફ વધી શકે છે. કોર્ટમાં હાજર થવા માટે પણ લોહાનને સૂચના આપવામાં આવી છે.

લોહાન શરાબના નશામાં ડ્રાઈવીંગ, ચોરીના કેસ અને હવે અકસ્માતના એક કેસમાં સજાનો સામનો કરી શકે.

 

લોહાને મદદ કરવા બદલ હજુ આભાર માન્યો નથી

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૧૨

 હોલિવૂડના અભિનેતા ચાર્લિ સીને કહ્યું છે કે મુશ્કેલમાં મૂકાયેલી અભિનેત્રી લિન્ડસે લોહાનની નાણાંકીય મદદ તે કરી ચૂક્યો છે છતાં લોહાન તરફથી તેનો આભાર હજુ સુધી માનવામાં આવ્યો નથી. ૪૭ વર્ષીય આ અભિનેતાએ હાલમાં જ લોહાનની નાણાંકીય રીતે મદદ કરી હતી. પેરેન્ટ ટ્રેપ નામની ફિલ્મની અભિનેત્રીને જંગી નાણાં આ અભિનેતાએ આપ્યા હતા. એક પ્રોજેક્ટમાંથી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. ચાર્લી સીને કહ્યું છે કે લોહાન તેનો આભાર માને તેની તે હજુ પણ રાહ જોઈ રહ્યો છે. ટુ એન્ડ હાફ મેનના સ્ટાર અભિનેતાએ ૨૬ વર્ષીય અભિનેત્રીના નાણાં આપ્યા હતા પરંતુ આ રકમ કેટલી હતી તે અંગે માહિતી અપાઈ ન હતી. જો કે મીડિયામાં જણાવાયું હતું કે ૧૦૦૦૦૦ ડૉલરની રકમ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે ચાર્લી સીન અને લોહાન એક ફિલ્મમાં સાથે પણ કામ કરી ચૂક્યા છે. લોહાન વિતેલા વર્ષોમાં અનેક પ્રકારના વિવાદોમાં રહી છે.

 

જેનીફર એનીસ્ટન સગર્ભા હોવાના હેવાલને લઈ ચર્ચા

એનીસ્ટને ઓગસ્ટ ૨૦૧૨માં સગાઈ કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૨

 

હોલિવૂડની સ્ટાર અભિનેત્રી જેનીફર એનીસ્ટન સગર્ભા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જો કે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળી રહ્યું નથી. અહેવાલોને લઈને જેનીફરના ચાહકોમાં પણ ભારે ચર્ચા મળી રહી છે. ફ્રેન્ડ ટીવી સિરિયલ મારફતે સમગ્ર વિશ્વમાં જાણીતી બનેલી જેનિફર એનીસ્ટને જસ્ટિન થેરોક્સ સાથે સગાઈ કરી હતી. છેલ્લા ઘણા સમયથી જેનિફર એનીસ્ટન ઘણી બાબતો છૂપાવવાના પ્રયાસ કરી રહી છે. મળેલી માહિતી મુજબ મે ૨૦૧૧માં જેનીફર એનિસ્ટને જસ્ટિન થેરોક્સ સાથે ડેટીંગ શરૃ કરી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં એનીસ્ટન અને થેરોક્સે લોસએન્જેલસમાં ૨૨ મિલિયન ડૉલરના જંગી ખર્ચે આવાસની ખરીદી કરી હતી. ૧૨મી ઓગસ્ટ ૨૦૧૨ના દિવસે આ બંનેએ સગાઈ કરી લીધી હોવાની જાહેરાત કરી હતી. બ્રિટનના જાણીતા અખબારે કહ્યું છે કે એનીસ્ટને હાલમાં જ તેના બાકીના તમામ કામને પૂર્ણ કરી લીધું છે અને થોડાક સમય આરામના મૂડમાં દેખાઈ રહી છે. હાલમાં જ તેની પ્રોડક્શન કંપની એક ફિલ્મ બનાવવા ઇચ્છુક હતી પરંતુ આ યોજનાને હાલ પૂરતી ટાળી દેવામાં આવી છે. જેનીફર એનીસ્ટને મિસ યુ ઓલ રેડી નામની ફિલ્મમાં પોતાની ભૂમિકા છોડી દીધી છે. લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ તમામ કારણોસર એવી ચર્ચા છેડાઈ છે કે જેનીફર હાલ સગર્ભા છે.

એનીસ્ટને તેના તમામ કામને પૂર્ણ કરી આરામનો નિર્ણય કરતા હોલિવૂડ અને એનીસ્ટનના ચાહકોમાં ભારે ચર્ચા

 

અમન્ડા સેફ્રીડ હાલમાં પોર્ન ફિલ્મો નિહાળે છે : રિપોર્ટ

નવી ફિલ્મમાં લિન્ડા લવલેસની ભૂમિકા અદા કરશે

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૧

 

અભિનેત્રી અમન્ડા સેફ્રીડ ૧૯૭૨ની પોર્ન ફિલ્મ ડીપ થ્રોટ નિહાળી રહી છે. તે હાલમાં વિતેલા વર્ષોની એડલ્ટ ફિલ્મ સ્ટાર લિન્ડા લવલેસની યાદગાર ભૂમિકા અદા કરવા જઈ રહી છે. આ એડલ્ટ ફિલ્મ સ્ટારની ભૂમિકા કરવા માટે જ તે દરરોજ આ પ્રકારની ફિલ્મો નીહાળીને પોતાની ભૂમિકાને ન્યાય આપવા જઈ રહી છે. આ ૨૭ વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે તે જે ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે તે ફિલ્મનું નામ લવ લેસ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લવ લેસની કેરિયર ઉપર મુખ્યરીતે પ્રકાશ ફેંકવામાં આવશે. પોતાની આ ભૂમિકાને લઈને અમન્ડા ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અમેરિકન અભિનેત્રી, સોંગ રાઈટર અને અન્ય ઘણા બધા બિઝનેસ સાથે જોડાયેલી આ ખૂબસુરત મોડલે બાર મોડલ તરીકે ૧૧ વર્ષની હતી ત્યારે પોતાની કેરિયર શરૃ કરી હતી. અભિનેત્રી તરીકે પોતાની કેરિયર ૧૫ વર્ષની વયે શરૃ કરી હતી. ૨૦૦૪માં સેફ્રીડ મિન ગર્લ્સમાં પ્રથવ વખત નજરે પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે લોહાને પણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે જેમાં  નાઈન લિવ્સ, આલ્ફા ડોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ કામ કરી ચૂકી છે. જેનીફર બોડી જે ૨૦૦૯માં રજૂ થઈ હતી તે ફિલ્મમાં પણ તેની ભૂમિકા હતી. આ ફિલ્મમાં મેગાન ફોક્સ મુખ્ય ભૂમિકામાં હતી. હવે લવ લેસ નામની ફિલ્મમાં તે કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મના શૂટિંગને લઈને કર્મચારીઓ તૈયારી કરી ચૂક્યા છે.

પોર્ન સ્ટારની ભૂમિકા અદા કરવા ફિલ્મો નિહાળે છે

 

સ્ટાર સ્કારલેટ જોન્સને જાહેરમાં ચુંબન કરી લીધું

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૧૧

હોલિવૂડની અભિનેત્રી સ્કારલેટ જોન્સને ફ્રાન્સમાં પોતાના નવા બોયફ્રેન્ડ પત્રકાર રોમેન ડોરિયકથી ખૂબ જ પ્રભાવિત થયેલી છે. હાલમાં જ જાહેરમાં તે પોતાના પ્રેમીને ચુંબન કરતા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ન્યૂયોર્ક શહેરમાં એક કાર્યક્રમ વેળા તે કેમેરામાં કેદ થઈ હતી તે વખતે સ્કારલેટ જોન્સન અને રોમેન બહાર નિકળી રહ્યા હતા. હોટેલની બહાર બુધવારના દિવસે હિચ કોક ફિલ્મથી લોકપ્રિય થયેલી ૨૮ વર્ષીય અભિનેત્રીને ડોરિયેકને ચુંબન લેતી પકડાઈ ગઈ હતી. યુએસ મેગેઝિનના જણાવ્યા મુજબ આ બંનેએ ખૂબ જ શાનદાર વસ્ત્રો પહેર્યા હતા. જોન્સન અને રોમેન વચ્ચે છેલ્લા એક વર્ષથી ઓળખ થયેલી છે. ત્યારબાદથી તેમની વચ્ચે સંબંધોમાં મજબૂતી આવી છે. સ્કારલેટ જોન્સનને હોલિવૂડની એક ટોચની અભિનેત્રીની સાથે સાથે સેલિબ્રિટી તરીકે ગણવામાં આવે છે અને તેના ચાહકો લાખોમાં છે. તે જોતા તેના નવા ફોટાઓથી ભારે હોબાળો મચી ગયો છે.

 

સુપર મોડલ રેફાલી સેક્સી રહેવા ખૂબ વર્કઆઉટ કરે છે

ખૂબસુરતીના રાજ સુપર મોડલે જારી કર્યા

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૧

 

ઇઝરાયેલી મોડલ અને અભિનેત્રી પોતાને સ્લીમ અને સેક્સી રાખવા માટે સતત વર્કઆઉટ કરે છે. સુપર મોડલ બાર રેફાલીએ પોતાની ખુબસુરતી અંગે માહિતી આપતા હાલમાં જ કહ્યું હતું કે પોતાને ફિટ રાખવા માટે એક સપ્તાહમાં પાંચ વખત વર્કઆઉટ કરે છે. આના માટે કોઈપણ બાંધછોડ કરતી નથી. તાજેતરમાં જ વાતચીત દરમિયાન રેફાલીએ કહ્યું હતું કે લાઇફમાં કોઈપણ પ્રકારના ટેન્શન વગર તે આગળ વધવા માટે ટેવાયેલી છે. જીમમાં જવા અથવા સર્પ કરવામાં પણ વિશ્વાસ રાખે છે. તેની પાસે જ્યારે સમય મળતો નથી ત્યારે ઓછામાં ઓછા સમયમાં વર્કઆઉટ કરે છે. તેનું કહેવું છે કે ખાવાની ચીજવસ્તુઓમાં તે કોઈ બાંધછોડ કરતી નથી. બાર રેફાલીનું કહેવું છે કે તે ખાવાપીવાની ચીજવસ્તુઓ અને ફિટનેશને લઈને હમેશા સાવધાન રહે છે. તેની ગણતરી એક ટોચની અભિનેત્રી તરીકે અને એક ટોચની મોડલ તરીકે કરવામાં આવે છે. હોલિવૂડના સુપર સ્ટાર અભિનેતા લિયોનાર્ડો ડિકેપ્રિઓ સાથે તે એક વખતે પ્રેમમાં હતી. ઇઝરાયેલી મોડલ અને અભિનેત્રી વર્ષ ૨૦૦૯માં એકાએક જાણીતી બની ગઈ હતી. ખૂબ નાની વયમાં તે મોડલીંગમાં પ્રવેશી ગઈ હતી. બાળકોની જાહેરાત માટે માત્ર આઠ મહિનાની વયમાં જ તેની પસંદગી કરાઈ હતી. ૧૫ વર્ષની વયે તે મોટી ફેશન કંપનીઓ સાથે જોડાઈ ગઈ હતી.

માત્ર ૧૫ વર્ષની વયમાં ફેશનની દુનિયામાં પ્રવેશી હતી

 

ડેમી લોવોટો અંગે વાત કરવા કોવેલનો ઇન્કાર

(સંપૂર્ણ સમાચાર સેવા)      લોસએન્જેલસ, તા.૧૦

 એક્સ ફેક્ટર-૩માં એક જર્જ તરીકે ડેમી લોવોટો પરત ફરી રહી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા મ્યુઝિક સમ્રાટ સિમોન કોવેલે કોઈ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. અમેરિકી મેગેજિને આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે કોવેલે લોવોટોની વાપસીના સંબંધમાં વિગતો નહીં આપીને સસ્પેન્સની સ્થિતિ જાળવી રાખી છે. તાજેતરમાં જ એક્સ ફેક્ટરમાંથી કેટલાક કલાકારોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે. અમેરિકન ગાયિકા, સંગીતકાર અને અભિનેત્રી ડેમી જુદી જુદી સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સામેલ રહી છે. પર્યાવરણના મુદ્દાઓમાં પણ તેનો સમાવેશ રહ્યો છે. તે પ્રિન્સેસ પ્રોટેક્સન પ્રોગ્રામમાં પણ કામ કરી ચૂકી છે. ડેમીએ તેનો પ્રથમ સ્ટુડિયો આલ્બમ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે જારી કર્યો હતો. પ્રથમ સપ્તાહમાં જ આની ૮૯૦૦૦ નકલ વેચાઈ ગઈ હતી. ૨૦૧૨માં તેને એક્સ ફેક્ટરના અમેરિકન વર્જનની બીજી સિઝનમાં જજ તરીકે રોકવામાં આવી હતી. ડેમી ટેક્સાસમાં મોટાભાગે ઉછળી છે. એક્સ ફેક્ટરની લોકપ્રિયતા અમેરિકામાં ખૂબ જ વધારે રહી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope