પદ્માલક્ષ્મીના ચટવાલની સાથે સંબંધોની હાલ ચર્ચા

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૧૧

ભારતીય અમેરિકન લેખિકા, અભિનેત્રી, મોડલ અને ટેલિવિઝન હોસ્ટ પદ્માલક્ષ્મી હાલમાં હોટેલિયન વિક્રમ ચટવાલ સાથે ડેટીંગ પર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોલી ડે દરમિયાન આ બંને એકબીજાની સાથે દેખાયા બાદથી સંબંધોની ચર્ચા જોવા મળી રહી છે. ૪૨ વર્ષીય પદ્માલક્ષ્મી ખૂબ જ જાણીતી સેલિબ્રિટી પૈકીની એક છે જ્યારે ચટવાલની પ્રોપર્ટીમાં ડ્રીમ હોટલનો સમાવેશ થાય છે. ન્યૂયોર્કમાં ડિસેમ્બરમાં આ બંને પ્રથમ વખત એમએસજી ખાતે એક સાથે દેખાયા હતા. લક્ષ્મી અને ચટવાલની કેમેસ્ટ્રી તમામનું ધ્યાન ખેંચી રહી છે. ચટવાલ હજુ પણ મોડલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કરેલી સ્થિતિમાં છે. લક્ષ્મી સાથે ચટવાલના ઘણા સમયથી મિત્રતા તરીકેના સંબંધ છે. વર્ષ ૨૦૧૦માં એમી એવોર્ડ જીતવામાં તે સફળ રહી હતી.

 

પોપ સ્ટાર બિયોન્સ ૨૧મી સદીની સૌથી સેક્સી મહિલા

જીક્યુ મેગેઝિનમાં નજરે પડશે

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૧

પોપ સ્ટાર બિયોન્સ જીક્યુ મેગેઝિનમાં ૨૧મી સદીની સૌથી સેક્સી મહિલા તરીકે જાહેર કરવામાં આવી છે. ન્યૂયોર્ક ડેલી અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૧ વર્ષીય ગાયિકા બિયોન્સ જીક્યુ મેગેઝિનના આગામી ફેબ્રુઆરીના ઇશ્યુમાં મુખ્ય પેજ ઉપર નજરે પડશે. ૨૧મી જાન્યુઆરીના દિવસે પ્રમુખ બરાક ઓબામાના કાર્યક્રમમાં પણ તે ભાગ લેનાર છે. બિયોન્સની પાવરફૂલ ઇમેજ હાલમાં જ ઊભરી આવી છે. અમેરિકન ગાયિકા, સોંગ રાઈટર, ડાન્સર અને અભિનેત્રી તરીકે બિયોન્સ જાણીતી રહી છે. ટેક્સાસના હોસ્ટનમાં જન્મેલી અને ઉછળેરી બિયોન્સે સ્કૂલના દિવસોથી જ જુદા જુદા કાર્યક્રમ મારફતે તમામનું ધ્યાન ખેચ્યું હતું. બિયોન્સ ૧૯૯૦ના દશકમાં એકાએક લોકપ્રિયતાની સપાટી ઉપર આવી હતી. એ વખતે તે ડેસ્ટીની ચાઈલ્ડની ગાયિકા તરીકે જાણીતી બની હતી અને ઓલ ટાઈમના બેસ્ટ સેલિંગ ગર્લ ગ્રૂપ પૈકી એક તરીકે બની હતી. બિયોન્સે તેનો પ્રથમ સોલો આલ્બમ ડેન્જરસલી ઇન લવ જારી કર્યો હતો. ત્યારબાદ તેના ઘણા આલ્બમ જારી કરાયા હતા. આ આલ્બમ મારફતે રેકોર્ડ પાંચ વખત ગ્રેમી એવોર્ડ પણ તે જીતી ગઈ હતી. તેનો બીજો આલ્બમ બી ડે ૨૦૦૫માં જારી કરાયો હતો જ્યારે ત્રીજો આલ્બમ ૨૦૦૮માં જારી કરાયો હતો. ૨૦૧૦માં છ ગ્રેમી એવોર્ડ તે જીતી ગઈ હતી. અનેક એવોર્ડ તે પોતાના નામ ઉપર કરી ચૂકી છે.

અમેરિકી પ્રમુખ ઓબામાના કાર્યક્રમમાં બિયોન્સ ૨૧મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય ગીત ગાશે : તૈયારી શરૃ

 

હવે કિમ કરદાશિયાની ૧૧ મિલિયનમાં બંગલો ખરીદ્યો

કેલિફોર્નિયામાં બેલએર ખાતે ખરીદ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસ એન્જલસ,તા. ૧૦

સૌથી મોંઘી રિયાલીટી ટીવી સ્ટાર કિમ કરદાશિયા હાલમાં સગર્ભા છે અને તેના બાળકના ફોટાની ખરીદી કરવા માટે વિશ્વના જાણીતા મેગેઝિનો પડાપડી કરી રહ્યા છે ત્યારે કિમ કરદાશિયા અને તેનો બોયફ્રેન્ડ કાનિયે વેસ્ટ હવે ૧૧ મિલિયન ડોલરમાં મહાકાય આવાસ ખરીદવાની યોજના ધરાવે છે. કિમ કરદાશિયા અને કાનિયે વેસ્ટે કિલિફોર્નિયામાં બેલ એર ખાતે આ આવાસની ખરીદી કરી લીધી હોવાનું જાણવા મળે છે. પરંતુ આ સંબંધમાં નક્કર માહિતી મળી નથી. ટીએમઝેડ ઓનલાઈનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ દંપતિ પ્રથમ બાળખને જન્મ આપવાની તૈયારીમાં છે. ૧૦૦૦૦ સ્કવેરફુટના વિસ્તારમાં આવેલા આવાસની ખરીદી કરી લેવામાં આવી છે. થોડાક સપ્તાહ માટે આ આવાસની ખરીદી કરાઈ હોવાનું પણ જાણવા મળે છે. નવા આવાસમાં ઇટાલિયન સ્ટાઈલની સુવિધાઓ છે જેમાં જિમ, મુવી થિયેટર, ફુલ હેર અને મેકઅપ સલુન, બોલિંગ, બાસ્કેટબોલ કોર્ટ, ઇન્ડોર  અને આઉટડોર પુલનો સમાવેશ થાય છે. કિમ કરદાશિયા સગર્ભા હોવાના અહેવાલ આવ્યા બાદથી નવી નવી વિગતો સપાટી આવી રહી છે.

નવા આવાસમાં મુવી થિયેટર, મેકઅપ તેમજ હેર સલુન, બાસ્કેટબોલ કોર્ટ, ઇન્ડોર અને આઉટડોર પુલ પણ છે

 

માયર સેક્સી પેરીના માતા-પિતાનેય મળ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૨૭

ગાયિકા કેટી પેરી અને જોન માયર વચ્ચેના સંબંધો દિનપ્રતિનિદ ખૂબ મજબૂત બની રહ્યા છે. આ અંગેની સાબિતી તાજેતરમાં જ મળી હતી. કારણ કે જોન માયરે કિસમસની પ્રસંગે કેટી પેરીના માતા-પિતા સાથે સમય ગાળ્યો છે. કેટી પેરીના માતા-પિતાને પણ માયર પસંદ હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલમાં જણાવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા મહિનાથી આ બંને એકબીજાના પ્રેમમાં છે અને ડેટીંગ કરી રહ્યા છે. જોન માયર હવે કેટી પેરીના માતાપિતા સાથે વાતચીત કરી ચૂક્યો છે. કિસમસના પ્રસંગ ઉપર કેટી પેરીને જોન માયર મળે તેમાં તેના માતા-પિતાને કોઈપણ પ્રકારનો વાધો દેખાઈ રહ્યો નથી. કેટી પેરીના પરિવારના સભ્યોએ પીપલ ડોટ કોમના અહેવાલમાં જણાવ્યું છે કે આ બંને હાલમાં એકબીજાની કંપનીમાં ભારે ખુશ દેખાઈ રહ્યા છે. આવનાર દિવસોમાં તેમની વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની શકે છે. કેટી પેરીએ થોડાક સમય પહેલાં ભારતમાં આવીને રાજસ્થાનના જોધપુરમાં લગ્ન કર્યા હતા પરંતુ રસેલ સાથે તેના સંબંધો વધુ સમય સુધી ટક્યા ન હતા.

 

રોબર્ટ પેટીન્સન ક્રિસ્ટીન વગર ક્લબમાં એકલો નજરે પડ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૭

રોબર્ટ પેટીન્સન અને ક્રિસ્ટીન સ્ટીવર્ટ ક્રિસમસની રજાઓ એક સાથે માણશે તેવી અટકળોની બિલકુલ વિરુદ્ધમાં આ અભિનેતા તાજેતરમાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ એકલો નજરે પડતાં તેમની વચ્ચે સંબંધોને લઈને ફરી એકવાર ચર્ચાઓનો દોર ફરી શરૃ થઈ ગયો છે. ક્રિસ્ટીન સ્ટીવર્ટે તાજેતરમાં જ ટ્વીલાઇટ સાગા બ્રેકીંગ ડાઉન પાર્ટ-૨ના પ્રમોશન માટે અનેક જગ્યાએ મુલાકાત લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ એવું માનવામાં આવી રહ્યું હતું કે પેટીન્સન અને ક્રિસ્ટીન સ્ટીવર્ટ ક્રિસમસની રજા એક સાથે ગાળશે પરંતુ લોકલ ક્લબમાં પેટીન્સન એકલો જ નજરે પડી રહ્યો છે. સન ઓન લાઈનના અહેવાલમાં જણાવવામાં આવી રહ્યું છે કે તેમની વચ્ચે હજુ પણ કેટલાક મુદ્દાઓને લઈને વિખવાદની સ્થિતિ રહેલી છે. અલબત્ત આ બંનેએ ક્રિસમસ ઉપરાંત અન્ય ઘણા કાર્યક્રમો એક સાથે ઉજવવાની તૈયારી કરી છે જેમાં નવા વર્ષની ઉજવણીનો સમાવેશ થાય છે. ક્રિસ્ટીન સાથે સંબંધોમાં સુધાર થયા બાદ પેટીન્સન જુદા જુદા કાર્યક્રમો મારફતે ક્રિસ્ટીનની વધુ નજીક આવવાના પ્રયાસ કરી રહ્યો છે. જાણીતા પરીણિત નિર્દેશક રૃપર્ટ સેન્ડર્સ સાથે તેના ફોટાઓ પ્રકાશિત થયા બાદ પેટીન્સન સાથે ક્રિસ્ટીનના સંબંધોમાં તિરાડ પડી હતી.

નવા વર્ષની ઉજવણી એક સાથે કરવાની યોજના વચ્ચે ક્રિસમસ પૂર્વે પેટીન્સન એકલો નજરે પડતાં તર્કવિતર્કો

 

કેલી બ્રુક પુરુષોની પ્રથમ પસંદગી : સર્વેનું તારણ

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૭

 

તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા પોલમાં જણાવવામાં આવ્યું છે કે કેલી બ્રુક પુરુષોની પ્રથમ પસંદગી છે પુરુષોએ આ સર્વેના ભાગરૃપે જણાવ્યું કે જો પ્લે બોયની પૂર્વ મોડલ કેલી બ્રુક સાથે સમય ગાળવાની તક મળે તો તે કિસમસની ગિફ્ટ, શરાબ અને પસંદગીની ખાદ્ય ચીજવસ્તુઓને છોડી દેવા માટે તૈયાર છે. બ્રિટનના જાણીતા અખબાર સન ઓન લાઈનના અહેવાલમાં આ મુજબની વાત કરવામાં આવી છે. ૩૩ વર્ષીય આ અભિનેત્રી અને મોડલ તમામ પુરુષોની પ્રથમ પસંદગી તરીકે રહી છે. ત્યારબાદ જેના નંબર આવે છે તેમાં મોડલ અને ગાયિકા સેરિલ કોલ અને હેલેન ફ્લેનાગનનો સમાવેશ થાય છે. ૨૫૦૦થી વધુ લોકોને આવરી લઈને કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે કેલી બ્રુક પ્રથમ પસંદગી તરીકે રહી છે. ઇંગ્લિશ મોડલ, અભિનેત્રી અને એન્ટરટેનર તરીકે કેલી બ્રુક ખૂબ જ જાણીતી રહી છે. ઇંગ્લેન્ડના કેન્ટ નજીકના વિસ્તારમાં જન્મેલી કેલી બ્રુકે માત્ર ૧૬ વર્ષની વયે મોડલીંગ કેરિયરની શરૃઆત કરી હતી અને બ્યુટી સ્પર્ધા જીતી લીધી હતી. ત્યારબાદથી કેલી બ્રુકે પાછળ વળીને જોયું નથી. કેલી બ્રુક મેગેઝિનોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. દર વર્ષે સેલિબ્રિટીઓની યાદીઓમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહે છે. ઘણી જાહેરાતોમાં પણ તે કામ કરી રહી છે.

કેલી બ્રુક સાથે સમય ગાળવાની તક મળે તો કિસમસની ગિફ્ટ, શરાબ અને ફૂડ છોડવા માટે પુરુષો તૈયાર છે

 

પુત્રી વગર કિસમસની હેલ બેરી દ્વારા ફ્રાન્સમાં ઉજવણી

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૨૪

 

હોલિવૂડની સ્ટાર અભિનેત્રી હેલ બેરીએ પોતાની પુત્રી વગર જ કિસ્મસની ઉજવણી કરી છે. હેલ બેરી હાલમાં તેના પ્રેમી ઓલિવર માર્ટિનેજ સાથે ફ્રાન્સમાં છે અને તેની પુત્રી નહલા તેની સાથે નથી. ૪૬ વર્ષીય હેલ બેરી માર્ટિનેજ સાથે ફ્રાન્સમાં નજરે પડી હતી. વિમાની મથકે હેલ બેરી પહોંચી ત્યારે મીડિયાને પહેલાંથી જ જાણ થઈ ગઈ હતી જેથી તમામ લોકો પહેલાંથી જ પહોંચી ગયા હતા. જો કે હેલ બેરી સાથે તેની પુત્રી નાહલા નજરે પડી ન હતી. પ્રેમી ઓલિવર તેની સાથે દેખાયો હતો. નહાલા કિસમસની ઉજવણી તેના પિતા અને અભિનેત્રીના પૂર્વ બોયફ્રેન્ડ ઓબરે સાથે કિસમસની ઉજવણી કરનાર છે. અભિનેત્રી તાજેતરમાં વિવાદના ઘેરામાં રહી હતી ત્યારે તેના પૂર્વ પ્રેમી ઓબરે અને માર્ટિનેજની એક પાર્ટીમાં મારામારી થઈ ગઈ હતી અને બંનેને મારામારીમાં ઇજા થઈ હતી. જો કે આ બનાવ બન્યા બાદ કાયદાકીય સુનાવણી પછી બંને પક્ષો સમાધાન કરી લેવામાં સફળ રહ્યા હતા. હવે હેલ બેરી પુત્રી સાથે નજરે ન પડતાં પણ તેના ચાહકોને આશ્ચર્ય થયું છે. પૂર્વ બોયફ્રેન્ડ ઓબરે હાલ નાહલાને સાચવી રહ્યો છે. હેલ બેરી હોલિવૂડની ટોચની અભિનેત્રી પૈકીની એક છે. જેમ્સ બોન્ડની ફિલ્મમાં પણ તે અભિનેત્રી તરીકે કામ કરી ચૂકી છે. ૪૬ વર્ષની વય હોવા છતાં હોલિવૂડમાં સૌથી વધુ માંગ ધરાવતી અભિનેત્રીમાં તે સામેલ છે.

માસૂમ પુત્રી નાહલા હાલ પૂર્વ બોયફ્રેન્ડ ઓબરે સાથે છે

 

લોકપ્રિયતાના મામલામાં મેડોના હજુ પણ ટોપ પર

અન્ય તમામ કલાકારોને પાછળ છોડ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૮

પોપસ્ટાર મેડેનોએ સાબિતી આપી દીધી છે કે વર્ષ ૨૦૧૨માં પણ તે સૌથી વધુ લોકપ્રિય હસ્તી તરીકે રહી છે. આ ગાયિકાના ટ્રેક ટુરમાં સૌથી જંગી આવક થઈ છે. મે મહિના બાદથી તે સતત શો કરી રહી છે. તેની સતત મહેનતના કારણે તે છવાયેલી છે. આ વર્ષે તેના શોમાં ૨૨૮ ડૉલરની જંગી કમાણી થઈ ગઈ છે. બિલી બોર્ડ મેગેઝિનમાં આ મુજબની વાત કરવામાં આવી છે. અન્ય તમામ પોપ સ્ટાર અને સેલિબ્રિટી કરતા તે વધારે કમાણી કરવામાં સફળતા મેળવી શકી છે. પૂર્વ પીક ફ્લોયડ રોકર રોજર વાટર્સના ધ વોલ લાઈવ શોએ પણ ત્રીજુ સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે. તેની કમાણી ૧૮૬ મિલિયન ડૉલરની આસપાર રહી છે. બ્રિટિશ રોકર કોલ્ડપ્લે, લેડી ગાગા, બાર્બરા, જસ્ટિન બીબર પણ ટોચની યાદીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. બ્લુસ સ્પ્રીંગ ટીને ૧૯૮ મિલિયન ડૉલરની જંગી કમાણી કરી લીધી છે. મેડોનાની વાત કરવામાં આવે તો તે પ્રથમ સ્થાન ઉપર યથાવત્ રહી છે. તાજેતરમાં જ મેડોનાના કાર્યક્રમે સૌથી વધુ સફળતા મેળવી હતી. મેડોના વર્ષ ૧૯૭૯થી સતત સક્રિય રહેલી છે. મેડોનાનો પ્રથમ આલ્બમ ૧૯૮૩માં જારી કરવામાં આવ્યો હતો. ડાન્સર, અભિનેત્રી અને ફિલ્મ પ્રોડ્યુશર તરીકે મેડોનાને સફળતા મળી છે. મેડોનાની પુત્રી પણ આ ક્ષેત્રમાં એન્ટ્રી કરી ચૂકી છે.

મેડોનાના ટૂરે સૌથી જંગી કમાણી કરી: અહેવાલ જારી

 

લોહાને મદદ બદલ અંતે સીનનો માનેલો આભાર

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ, તા.૧૮

અભિનેત્રી લિન્ડસે લોહાને આખરે તેના સહ અભિનેતા ચાર્લી સીનને નાણાંકીય મદદ કરવા બદલ આભારનો સંદેશો મોકલાવી દીધો છે. ચાર્લી સીને હાલમાં જ કહ્યું હતું કે નાણાંકીય રીતે મદદ કરી હોવા છતાં લોહાન આભાર પણ માન્યો નથી. લોહાને હવે ચાર્લી સીન તરફથી મળેલી મદદ બદલ આભાર માન્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વધી ગયેલા ટેક્સની ચૂકવણી કરવા ચાર્લી સીને લોહાનને ૬૨૫૦૦ પાઉન્ડની જંગી રકમ આપી હતી. જો કે ચાર્લી સીને મોડેથી નાખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે લોહાને મદદ કરી હોવા છતાં આભાર પણ માન્યો નથી. ૨૬ વર્ષીય અભિનેત્રીએ આભાર અંગેનો સંદેશો મોકલાવી દીધો છે. લોહાન ઉપર ૧૪૬,૧૯૦ પાઉન્ડનું દેવું હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો હાથમાં હોવા છતાં વિવાદોના કારણે તે મુશ્કેલીમાં મૂકાયેલી છે. શરાબ પીને ડ્રાઈવીંગ અને ચોરીના કેસનો સામનો તે કરી રહી છે.

 

કેટી હોમ્સે પુત્રી સુરી ઉપર ૩૦૦૦૦ પાઉન્ડ ખર્ચ કર્યાં

કિસ્મસની અતિ કિંમતી ભેટ આપી

(સંપૂર્ણ સમાચાર સેવા) લોસએન્જેલસ,તા. ૧૮

 

અભિનેત્રી કેટી હોમ્સે ક્રિસ્મસની જોરદાર ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોતાની છ વર્ષીય પુત્રી સુરી માટે ક્રિસ્મસ ઉપર ૩૦૦૦૦ પાઉન્ડથી વધુની રકમ ખર્ચી નાખી છે. મળેલી માહિતી મુજબ કેટી હોમ્સ અને ટોમ ક્રુઝ પતિ પત્ની તરીકે છૂટા પડી ગયા છે પરંતુ કેટી હોમ્સ અને ટોમ ક્રૂઝ બંને પુત્રીની ખૂબ કાળજી લઈ રહ્યા છે. કેટી હોમ્સે પુત્રી સુરી માટે ૩૦૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેટી હોમ્સની આશરે ૧૫૦૦૦ પાઉન્ડની કિંમતના વિક્ટોરિયલ પ્લે હાઉસ ભેટ તરીકે આપીને સુરીને ખુશ કરી દીધી છે. બ્રિટનના જાણીતા અખબાર સન ઓનલાઈનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પ્લે હાઉસ એક સ્મોલ બિલ્ડીંગ છે જે ફેમીલી ગાર્ડનમાં સ્થાપિત કરી શકાય છે. આમા પાણી અને વીજળીની પણ સુવિધા છે. તમામ પ્રકારની સુવિધા આમા રહેલી છે. આ ભેટમાં મિની આઈપેડ અને બાળકોની મર્સડિશ ગાડી પણ સામેલ છે. આ ઉપરાંત કિંમતી ડ્રેસ પણ આમા સામેલ છે. ટોમ ક્રુઝે લંડનમાં તેની નવી ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ તેના માટે વિશેષ ખરીદી કરી હતી. માન્ચેસ્ટર ડરબીમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષો સુધી એક સાથે રહ્યા બાદ કેટલાક કારણોસર કેટી હોમ્સ અને ટોમ ક્રુઝ છૂટા પડ્યા હતા. સુરી હાલમાં તેની માતા કેટી હોમ્સ સાથે રહે છે.

કિંમતી વિક્ટોરિયન પ્લે હાઉસની ભેટ આપવામાં આવી

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope